Featured Books
શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 40 - છેલ્લો ભાગ

ગુરૂ વિશ્વસ્વામી ના આશીર્વાદ લઈને વિશ્વજીત આશ્રમ માંથી ગુરૂએ તેનો મુખ્ય ધર્મ કહ્યો હતો તે પૂરો કરવા નીકળી પડ્યો. રસ્તા પર ચાલતી વખતે વિશ્વજીત ને મનમાં પહેલો સવાલ એ આવ્યો કે મારા માતા પિતા કોણ.? અને હું એક રાજકુમાર છું તો મારો દેશ કયો. આ સવાલ હજુ મનમાં જ હોય ત્યાં સામે ગુરૃ વિશ્વસ્વામી પ્રગટ થાય છે. ગુરુ નું અચાનક તેની સામે આવવું વિશ્વજીત ને આશ્ચર્ય થયું. તેને લાગ્યું ગુરુ એ તો મારા મનની વાત જાણી ગયા લાગે છે.

ગુરુ ને જોઈને વિશ્વજીતે પ્રણામ કર્યા અને ગુરુ ને આદપૂર્વક સામે એક મોટું જાડ ત્યાં તેની નીચે બેસવા કહ્યું. ગુરુ જેવા જાડ તરફ ડગલું માંડ્યું તરત વિશ્વજીતે દોટ મૂકીને જાડ નીચે પડેલ પાંદડા અને ડાળીઓ ની સફાઈ કરી અને એક આસન આપ્યું. ગુરુ એ આસન ગ્રહણ કર્યું.

ગુરુ વિશ્ર્વસ્વામીએ તેમના પ્રિય શિષ્ય વિશ્વજીત સામે નજર કરીને કહ્યું. બેટા વિશ્વજીત તારા મનમાં ચાલી રહેલા સવાલો ના જવાબ માટે મારે અહી આવવું પડ્યું. બોલ વિશ્વજીત તને મુંઝવતા સવાલો મને કહે હું તને યોગ્ય જવાબ આપીશ.

હાથ જોડીને વિશ્વજીતે ગુરુ વિશ્ર્વ સ્વામી ને કહ્યું. ગુરુ જી હું તમારી અને ગુરુ માં ની છત્રછાયા માં મોટો થયો એટલે મને મારા માતા પિતા કોણ છે તે અત્યાર સુધી તેનો વિચાર પણ આવ્યો નહિ. પણ તમે મને તારું કર્તવ્ય પૂરું કરવા કહ્યું ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો કે માણસ નું પહેલું કર્તવ્ય હોય છે માતા પિતા ની સેવા કરવી. આ વિચાર થી મને મારા માતા પિતા યાદ આવી ગયા તે કોણ છે અને ક્યાં છે તે વિચાર મને સતાવવા લાગ્યો.
એટલે હે ગુરુજી મને પહેલા એ કહો કે મારા માતા પિતા કોણ છે. અને તેઓ ક્યાં છે..?

ગુરુ વિશ્વસ્વામી કહે છે. વિશ્વજીત તું એક મહાન યોદ્ધા કૃષ્ણવિર અને રાણી દામિની નો પુત્ર છે. તારા પિતા અરણ્ય દેશના રાજા હતા જે આજે દુશ્મન ભયદુત ના સકંજામાં છે અને કારાવાસ માં પોતાની જિંદગી ગુજારી રહ્યા છે. અને તારા આવવાની રાહ જોઈ રહ્યા છે.

ગુરુ ના આ જવાબ થી વિશ્વજીત હજુ વધુ જાણવાની જિજ્ઞાસા જાગી. ગુરુ ને હાથ જોડી ને કહ્યું ગુરુજી મને વિસ્તાર થી કહો કે મારા માતા પિતા કેમ કારાવાસ ભોગવી રહ્યા છે.?

હે વીર રાજકુમાર તારા આ સવાલ નો જવાબ છે તું અને અરણ્ય દેશ. તારા અને અરણ્ય દેશના કારણે તારા પિતાજી ને દુશ્મન નો સામનો કરવો પડ્યો અને આખરે તેને સુરક્ષિત રાખવા દુશ્મન સાથે યુદ્ધ કરવું પડ્યું અને તેઓ દુશ્મન સામે હારી ગયા. અને તને એક આશ્રમ માં છોડી ને તેઓ ફરી પોતાનો દેશ મેળવવા મહેનત કરવા લાગ્યા. તેને સુરક્ષિત જગ્યાએ રાખવાનું કારણ હતું કે કદાચ યુદ્ધ માં હારી જવાય તો દીકરો સુરક્ષિત રહે. આખરે એવું જ થયું યુદ્ધ થયું અને ફરી તેઓ હારી ગયા અને અત્યાર સુધી તેઓ કારાવાસ ભોગવી રહ્યા છે.

આ સાંભળી ને વિશ્વજીત ના આંખમાં આશુ આવી ગયા. મનમાં ને મનમાં બોલવા લાગ્યો. મારા કારણે મારા માતા પિતા આટલા દુઃખી થઈ રહ્યા છે. હું ભાગ્યશાળી છું કે અભાગ્યો.

ગુરુજી... તો મારું પહેલું કર્તવ્ય એ છે ને કે હું મારા પિતા ને કારાવાસ માંથી મુક્ત કરીને તેમને પોતાનો દેશ પરત કરું. હાથ જોડીને ગુરુ સામે વિશ્વજીતે કહ્યું.

હા વિશ્વજીત પહેલું તારું કર્તવ્ય છે કે તું તારા પિતા ને દુશ્મન ના સકંજા માંથી મુક્ત કરી તેને અરણ્ય દેશ પાછો આપવો. પણ બેટા આ કામ બહુ મુશ્કેલ છે. દુશ્મન ભયદુત ને હરાવવો બહુ મુશ્કેલ કામ છે. તારા એકલા હાથે તેને તું હરાવી નહિ શકે. ગુરુ વિશ્ર્વ સ્વામી કહેવા લાગ્યા.

તો શું મારા માતા પિતા આમ જ આખી જિંદગી કારાવાસ માં જ ગુજારાશે. શું હું દુશ્મન સામે ક્યારેય નહી જીતી શકું. અસમંજસ માં પડેલ વિશ્વજીતે ગુરુ સામે સવાલ કર્યો.

ના વિશ્વજીત. પણ તારા માતા પિતા ને મુક્ત કરવા માટે તારે એક તારા સુવર્ણ સમય માંથી પસાર થવાનું છે તે સમય તને એક એવો સાથ મળશે જે તારા જીવનભર તારો સાથ નિભાવશે. થોડું રહસ્ય છુપાવતા ગુરુ વિશ્ર્વસ્વામી બોલ્યા.

થોડો વિચારો માં રહીને વિશ્વજીત બોલ્યો. તો ગુરુજી મને કહેશો એવો તે કયો મારો સુવર્ણ સમય છે અને મને કોનો સાથ મળવાનો છે.?

ગુરુ એ રહસ્ય ને રહસ્ય જ રાખવા માંગતા હતા એટલે વિશ્વજીત ને કહ્યું બેટા એ તો સમય આવે જ ખબર પડશે પણ એટલું કહું કે હજુ તારી પાસે એક વર્ષ છે. અને આ એક વર્ષમાં તારે તારા મગજ પ્રમાણે નહિ પણ તારે તારા મન કહે તે પ્રમાણે જીવવનાનું છે અને એક વર્ષ પછી તારે તારા માતા પિતા નો વિચાર કરવાનો છે. અને તેને મુક્ત કરવાના છે.

ગુરુ ના એક એક જવાબો રહસ્યો થી ભરપુર હતા. છતાં પણ વિશ્વજીત થોડું તો સમજી ગયો હતો કે ગુરુ શું કહેવા માંગે છે.

ગુરુ વિશ્વ સ્વામી એ વિશ્વજીત ના મનમાં ચાલી રહેલી અટકળો અને વિચારો નો જવાબ હવે આપી શુકયા હતા. એટલે હવે તેઓ ફરી આશ્રમ તરફ રવાના થવા માંગતા હતા એટલે વિશ્વજીત ને કહ્યું બેટા વિશ્વજીત હવે મને નથી લાગતું કે તારા મનમાં કોઈ મને પૂછવા લાયક સવાલો હોય. એટલે હવે હું આશ્રમ તરફ પ્રયાણ કરું છું.

ગુરુ ના આશીર્વાદ લઈને વિશ્વજીતે કહ્યું. ગુરુજી આગળ તમારી કોઈ સહાયતા ની જરૂર પડશે તો મારું માર્ગદર્શન આપવા જરૂર મારી સામે ઉપસ્થિત થાજો. આશીર્વાદ આપી કહ્યું. તું મારો પ્રિય શિષ્ય છે તું જ્યારે મને યાદ કરીશ હું તારી સમક્ષ ઉપસ્થિત થઈ તારું માર્ગદર્શન કરીશ. આટલું કહી ગુરુ વિશ્ર્વ સ્વામી ત્યાંથી આશ્રમ તરફ રવાના થયા.
****

અહી આપણી વીરગાથા નો એક મોટો અંક પૂરો થાય છે. આપણે અત્યાર સુધી વીરગાથા એટલે રાજા ઓ ની ગાથા આપણે જોઈ. અને તેમના પરાક્રમ અને દેશ, રાજ્ય વિશે ઘણું જાણ્યા. તેમની રહેણી કરણી તેમની વીરતા આપણે સારી રીતે જોઈ. સાથે આપણે જોયા તેમના રિત રિવાજો અને તેમની જીવન શૈલી.

હવે આપણે આગળ જોઈશું વિશ્વજીત ની લવ સ્ટોરી ની ગાથા. જે આ બધા ભાગો કરતા અલગ હશે. તેમાં રોમાન્સ સાથે રહૈસ્યો પણ હશે. આ એવી સ્ટોરી હશે જે તમે ઇતિહાસ માં સાંભળી નહિ હોય ને વાંચી નહિ હોય. હું તમને એક અલગ જ સ્ટોરી વચાવિશ પણ તે માટે તમારે થોડા સમય ની રાહ જોવી પડશે. હું જલ્દી તે બધા પાર્ટ પોસ્ટ કરીશ.

આશા રાખું મારા વાંચક મિત્રો ને મારી એક ઐતિહાસિક કથા વીરગાથા પસંદ આવી હશે. તમને કઈજ નવું જાણવા મળ્યું હશે. તમને અલગ સમય નો અહેસાસ થયો હશે.
મારે તમારી પાસે એક જ આશા છે કે આપ મને યોગ્ય પ્રતિભાવ આપો જેથી હું વધુ સારું લખી શકુ. તમારા પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે. જેને હું તમારા આશિર્વાદ માનીશ.

હું જલ્દી વિશ્વજીત ની લવ સ્ટોરી લઈને પ્રસ્તુત થઈશ.
બધા વાંચક મિત્રો ને જય માતાજી.

સમાપ્ત.