Featured Books
શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 39


વિશ્વજીત હજુ ત્યાં જ ઉભા હતા અને રાજા પલઘી બહાર આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં. પણ રાજા પલઘી તેમની પત્ની ની પાછળ હજુ સંતાઈ ને ઉભો હતો. થોડો સમય વીત્યો ત્યાં રાજા પાલ અને રાણી પીલુ ત્યાં આવી પહોંચે છે.

રાજા પલઘી ને આ રીતે જોઈને રાણી પીલુ બોલે છે.
ક્યાં ગઈ તારી શૂરવીરતા.. બહુ ક્રૂર થઈ ને ફરતો હતો ને.. કેમ એક સ્ત્રી ના આંચલ માં છૂપાઇ ગયો....બોલ

માતા પીલુ ના કઠોર શબ્દો પલઘી પર કોઈ જ અસર કરી રહ્યા ન હતા. તે બસ ચૂપચાપ તેની પત્ની પાછળ ઉભો હતો.

ફરી રાણી પીલુ એ કહ્યું બહાર નીકળ કાયર આજે તારા અંત નો સમય આવી ગયો છે. આજે તારું મૃત્યુ નક્કી છે.
તેમની પત્ની પીલુ નું આવું સ્વરૂપ ક્યારેય રાજા પાલે જોયું ન હતું.

પલઘી ની પત્ની એ રાજા પાલ અને રાણી પીલુ પાસે આવી પ્રણામ કરી તેમના પતિ ની ભીખ માંગે છે. હાથ જોડીને પલઘી ની પત્ની બોલી પિતાશ્રી, માતુશ્રી મારા પતિ ને ક્ષમા કરો. જે સજા આપવી હોય તે મને આપો. હું સજા ભોગવવા તૈયાર છું પણ મારા પતિને માફ કરી દો. આંખમાં આશુ સાથે પલઘી ની પત્ની બોલે છે.

હવે રાણી પીલુ નહિ પણ રાજા પાલ બોલે છે. દીકરી તું આ દેશ ની પટરાણી સાથે એક પત્ની પણ હતી. ભૂલ ખાલી મારા દીકરા પલઘી ની નથી ભૂલ તારી પણ છે. જાણી જોઈને હંમેશા અસત્ય નો પક્ષ લીધો. ક્યારેય વિરોધ કે તારા પતિ ને પાછા વાળવાની કોશિશ પણ કરી નહિ. જેટલો મારો દીકરો પલઘી દોષી છે તેટલી તું છે. એટલે દીકરી તું ખસી જા અને પલઘી ને અમને સોપી દે.

રાજા પાલ ઘણું સમજાવે છે પણ પલઘી ની પત્ની માનતી નથી આખરે રાણી પીલુ ગુસ્સે થઈ પલઘી ની પત્ની એટલે તેમની વહુના પેટમાં એક પછી એક એમ કટાર થી ચાર વાર કરે છે. તેજ ઘડીએ પલઘી ની પત્ની જમીન પર પડીને મૃત્યુ પામે છે.

આ જોઈ પલઘી ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે ત્યાં વિશ્વજીત તેમને રોકી ને રાજા પાલ ને હવાલે કરે છે અને કહ્યું હે મહારાજ આ રાક્ષસ ને તમારે જે સજા આપવી હોય તે આપી શકો છો.

પલઘી ને વિશ્વજીત ને સોપતા રાજા પાલ કહે છે. વિશ્વજીત તને યાદ છે ગુરુ વિશ્વસ્વામિ એ તને અહી કેમ મોકલ્યો છે. ?

આ સવાલ થી વિશ્વજીત ને બધું યાદ આવે છે. તેમના ગુરુએ કહ્યું હતું કે રાજા પલઘી ને મારી ને, પલઘી ના ત્રાસ થી નગરજનો ને મુક્ત કરીને, તે દેશ કોઈ સારા માણસ ને સોપવામાં આવે.

આ બધું યાદ આવતા તેને એહસાસ થાય છે કે રાજા પાલ ને નહિ મારે પલઘી ને મારા હાથે જ મારવાનો છે એટલે એક પણ વિચાર કર્યા વગર રાજા પલઘી નું માથું તલવાર ના એક વાર થી ઘડ થી અલગ કરી નાખે છે અને રાણી પીલુ ના શરણે પડીને વિશ્વજીત માફી માંગે છે.
માતા મને માફ કરજો મે તમારાં દીકરાને મારી નાખ્યો. હાથ જોડીને વિશ્વજીત માફી માંગવા લાગ્યો.

દીકરો તો દીકરો હોય તે પછી સોના નો હોય કે કથીર નો. રાણી પીલુ તેમના દીકરા પલઘી ના સબ પર સોધર આશુ એ રડી પડે છે. ત્યારે રાણી પીલુ હિંમત આપે છે. રાજા પાલ પીલુ ને નગર સમક્ષ લાવે છે અને બતાવે છે. જો રાણી આ નગરજનો સામે નજર કરી ને જો.. પલઘી ના મૃત્યુ પછી કેટલા ખુશ છે. આ નગરજનો. હવે તું જ કે દીકરો મોટો કે કલ્યાણ મોટું.

આંસુ લૂછતી રાણી પીલુ બોલી મહારાજ આ સવાલ નો જવાબ મારી પાસે નથી પણ મારી મમતા એમ કહી રહી છે કે દીકરો મોટો.

રાજા પાલ અને રાણી પીલુ ને જોઈને નગરજનો નાચ ગાન કરવા લાગે છે. અને મહારાજ પાલ નો જય જય કાર કરવા લાગે છે. વિશ્વજીત પલઘી ના મસ્તકે થી મુંગુટ ઉતારી મહારાજ પાલ ને પહેરાવી મહારાજ પાલ ને આ દેશ ના રાજા ઘોષિત કરી દે છે. અને બધા નો ઉપકાર માને છે. તમારા બધા ના સહકાર થી મે મારા ગુરુજી એ માંગેલી દક્ષિણા આજે પૂરી કરી છે. હાથ જોડીને વિશ્વજીત બધાને મહાદેવ કહીને ચાલતા થયા.

વિશ્વજીત ની સાથે અહી સુધી આવેલા સૈનિકો તેમને રોકીને એક સવાલ કરે છે.
રાજકુમાર તમે તો ગુરુના આશ્રમ નીકળી જશો પણ અને ક્યાં જઈશું. તમે વચન આપ્યું હતું કે હું તમને તમારા દેશમાં નહિ પણ બીજા દેશ માં તમારા રહેવાની વ્યવસ્થા કરી આપીશ. તો આપ કહો અમે ક્યાં જઈએ અને ક્યાં રહીએ.

વિશ્વજીત આ વાત ભૂલી ગયા હતા. પણ એ જાણવા માંગતા હતા કે સૈનિકો આખરે છેલ્લે શું વિચારે છે. વિશ્વજીત તેમની પાસે આવી ને તેને સાથે લઈને મહારાજ પાલ સામે ઊભા રહે છે. અને મહારાજ પાલ ને વિશ્વજીત વિનંતી કરે છે.

હે મહારાજ. આ સૈનિકો મારા વફાદાર સૈનિકો છે. તેના કારણે આપણે પલઘી ના ત્રાસ થી છુટકારો મેળવી શક્યા છીએ. આ સીનિકો દૂર એક રાજ્ય ના છે અને તે ફરી ત્યાં જઈ શકે તેમ નથી અને મે વચન આપ્યું હતું કે મારું કાર્ય પૂરું થયા પછી હું તમને કોઈ સારી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપીશ. હું મારા ગુરુ ના આશ્રમ ના બધાને ત્યાં લઈ જઈ શકું તેમ નથી એટલે હે મહારાજ મારી એક માંગણી નો સ્વીકાર કરો. આ બધા સૈનિકો ને અહી તમારા દેશમાં રહેવાની પરવાનગી સાથે રહેવાની વ્યવસ્થા કરી આપો.

રાજા પાલે બધા સૈનિકો ને પાસે બોલાવી ને કહ્યું આજ થી તમે મારા મહેલના ખાસ સૈનિકો છો. અને તમે બધા મારા મહેલમાં જ રહેશો. સૈનિકો ને કહીને રાજા પાલ વિશ્વજીત પાસે આવ્યા.

રાજકુમાર તમારો ઉપકાર અમે જિંદગી ભર નહિ ભૂલીએ. મારી જ્યારે પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજે હું તારી સેવામાં હાજર થઈશ. અને વિશ્વજીત ના હાથમાં પલઘટ દેશ ની એક કિંમતી વાસ્તુ ની ભેટ આપીને કહે છે. રાજકુમાર આ ભેટ ગુરુ વિશ્વસ્વામિ ને આપિને કહેજો આપે સોપેલું કામ મે પૂર્ણ કર્યું છે અને રાજા પાલે તમારા માટે આ અમૂલ્ય ભેટ મોકલાવી છે. તેને તમે સ્વીકાર કરો.

બધાને પ્રણામ કરી વિશ્વજીત આશ્રમ તરફ રવાના થાય છે.
વિશ્વજીત દસ દિવસ માં પાછો આશ્રમ ફરે છે. આ જોઈ ગુરુ વિશ્વસ્વામિ બહુ ખુશ થાય છે. અને એક આશીર્વાદ આપે છે.
વિશ્વજીત તું વિશ્વ વિજેતા થઈશ અને તારી વીરતા ની વાતો આખી દુનિયામાં થશે.

વિશ્વજીત ગુરુ વિશ્વસ્વામિ ના શરણ સ્પર્શ કરીને રાજા પાલે આપેલી ભેટ તેમને અર્પણ કરી કહે છે. ગુરુ જી આ તમારા માટે રાજા પાલે મોકલેલી અમૂલ્ય ભેટ છે તે સ્વીકાર કરો.

ગુરૂ વિશ્વસ્વામિ બોલ્યા હે મારા પ્રિય શિષ્ય હું તો વેરાગી છું આવી સોના, મોતી ધન, કેં ભેટ સૌગાત અમને સારી નહિ લાગે. એટલે આ ભેટ હું તને આપુ છું. તું આ ભેટ ને સ્વીકાર કર. ગુરુ વિશ્વસ્વામિ એ આપેલી ભેટ નો સ્વીકાર કરી ને વિશ્વજીત તેની કુટીર માં જઈ આરામ કરે છે.

થોડા દિવસ પછી ગુરુ વિશ્વસ્વામિ તેમની કુટીર માં વિશ્વજીત ને બોલાવી તેનું આ દુનિયામાં જન્મ લેવાનું કારણ કહેતા કહે છે.

વિશ્વજીત તારો જન્મ લોકકલ્યાણ માટે થયો છે. એટલે હવે તારે લોકકલ્યાણ હેતુ વાળા કામ કરવાના છે. તારી શિક્ષા અહી પૂરી થાય છે. તારા માટે જે જીવી રહ્યા છે અને તને પામવા માટે પોતાનું જીવન તને મેળવવા માટે અથાગ મહેનત અને ભક્તિ પાછળ લગાવી દીધું છે. તેની તારે શોધ કરીને મળવાનું છે.

આગળ ગુરુ વિશ્વસ્વામિ કહે છે. હે પરાક્રમી રાજકુમાર તારે વિશ્વ ની પ્રદક્ષિણા કરીને જ્યાં જ્યાં પ્રજા કે સાધુ પર અત્યાર થઈ રહ્યા હોય તેને તારે નાથવાના છે. તેને મુક્ત કરવાના છે. આ બધું તારે મારી સામે સંકલ્પ લઈને કાર્ય કરવા નીકળી પડવાનું છે. તારી રાહ કોઈ જોઈ રહ્યું છે. પહેલા તેને તારે મળવાનું છે. પછી તારો મુખ્ય ધર્મ નિભાવવાનો છે. ત્યારે જ તારું જીવન સાર્થક ગણાશે. આટલું કહી વિશ્વજીત ને માથા પર હાથ રાખી ને ગુરુ આશીર્વાદ આપે છે.
કીર્તિમાન ભવ..

વિશ્વજીત ના હાથમાં રહેલી તલવાર થી હાથ પર એક નાનો વાર કર્યો ત્યાં હાથ માંથી લોહી વહેવા લાગ્યું. તે લોહી થી તલવાર ને લગાવ્યું અને બાકીનું તેને કપાળ પર તિલક કરી. ગુરૂ વિશ્વસ્વામિ સામે સોગંધ લે છે કે હું મારા જીવનકાળ દરમિયાન તમે કહેલું કાર્ય જ કરીશ અને મારું જીવન સાર્થક કરીશ. આટલું કહી વિશ્વજીત આશ્રમ માં રહેનારા બધા પાસે થી રજા લઈ નીકળી પડે છે.

ક્રમશ....