મેજર નાગપાલ - 10 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

મેજર નાગપાલ - 10




મેજરના મનમાં આવેલા વિચાર ને પૂર્ણ કરવા
માટે તે મીરાં રોડ પર કમલનાથના ખબરી ને મળ્યો.

મેજરે કહ્યું કે, " મારે બ્યુટી સેન્ટર ની બોસ કિલોપેટ્રિયા મળવું છે. તું મને લઈ જઈ શકીશ."

ખબરી બોલ્યા કે, "એ શક્ય નથી."

મેજરે કહ્યું કે, "આઈ.જી.પી. કમલનાથે કહ્યું છે."

ખબરી એ આઈ.જી.પી. નું નામ સાંભળી ને કહ્યું કે, "સાંજે જઈએ"

મેજર બોલ્યા કે, "આમ નહીં. પણ રૂપ બદલીને"

"ઓ.કે. સાંજે સાત વાગ્યે અહીં આપણે મળીએ." કહીને ખબરી ચાલી ગયો.
* * *

સાંજે સાત વાગ્યે

ખબરી ને સામે એક નેતા આવીને ઊભો રહ્યો. ખબરી ઓળખી શકયો નહીં એટલે ભાવ ના આપ્યો. એટલે મેજરે પોતાની ઓળખાણ આપી.

બંને મીરાં રોડ પર આવેલા બ્યુટી સેન્ટર માં ગયા.

' બ્યુટી સેન્ટર નામ પ્રમાણે સૌંદર્ય ના સમુદ્રમાં ડુબાડીને કાઢયો હોય તેવો હતો. બહારથી તો સંગેમર નો મહેલ લાગતો હતો. દરવાજા પર બેનમુન કોતરણી, પ્રવેશ કરતાં જ શીતળતા એ ચારે બાજુ જોવા મજબૂર કરે એવી આરસ ની દિવાલો. ફર્શ ઈટાલિયન ટાઈલ્સ થી બની હતી. ચારેય બાજુ થાંભલા નહીં પણ સુંદરીઓ ઊભી પ્રતીત થાય એવી કોતરણી વાળા થાંભલા હતાં. આવાં બેનમૂન થાંભલાની વચ્ચે નાનકડાં ફલાવર વાઝ તેમાં તાજાં તાજાં ફૂલો એ આ રૂમ ને મઘમઘતો કરી દેતો હતો. જાણે એક સભા જ પ્રતીત થતી હતી.

અહીં બોડીગાર્ડ પુરુષો ફકત ગેટ પર જ હતાં. અંદર સુંદર સુંદર યુવતીનો મેળો લાગેલો હતો. એકએકથી ચડિયાતી યુવતીઓ ફરતી હતી. કોઈ તેમના ફિગર જોઈને ના કહી શકે કે તે એક એસ્કોર્ટ છે. એકસપેન્સિવ પ્રોસ્ટીટયુટ.

છત પર સુંદર કોતરણી ને ઝુમ્મર આ નજારાની શાનમાં વધારો કરી રહ્યા હતા. આખા રૂમની વચ્ચોવચ એક ઇંચ જેટલું સ્ટેજ મૂવ કરતું હતું એટલે કે ગોળ ગોળ ફર્યા કરતું હતું.

એના પર એક સુંદર ને બેનમૂન સિંહાસન, રાજાઓના સિંહાસન કરતાં પણ વધારે જાજરમાન હતું. એના પર એક બેઠેલી રૂપસુંદરી હતી. તેની આજુબાજુ બે યુવતી બોડીગાર્ડ ઊભેલી હતી. આ હતી કિલોપેટ્રિયા. એસ્કોર્ટ અમીરો ને સપ્લાય કરતી, આ બ્યુટી સેન્ટર ની માલકિન.

બેઠેલી રૂપસુંદરીને જોઈને તો મેજર જેવાના મનમાં પણ આહ પુકારી ઊઠયા. 'તેનો ગોરો રંગ, આંખો જાણે બોલતી હોય તેમ, નાક- નકશો જાણે સુંદરતા ને પૂર્ણ કરવાની ચાડી ખાતું ના હોય, તેના ખુલ્લા વાળ નાગણ ની ફણા, દાંત દાડમની પંક્તિ જેવા, કાચ ની પૂતળી હોય એવું એનું શરીર.

આવાં સુંદર રૂપની ધની ની પ્રતિકૃતિ એટલે કે એવી સુંદરી પોતાના ઘરે હતી.

એ જેટલી સુંદર હતી એટલી જ ચાલાક ને બાજ નજર વાળી પ્રતીત થતી હતી. તે ગ્રાહક ને જોઈને જ માપી લે એવી.'

મેજર આ મોહનીય રૂપ માં થી બહાર નીકળ્યો ના નીકળ્યો ત્યાં જ શાહજી આવ્યો.

' શાહજી 6 ફૂટનો ઊંચો, ગોરો હતો. પણ એના ચહેરા પરના દાગ, વાગ્યાના નિશાન તેને ખતરનાક ને ડરામણો બનાવતા હતાં. જે એને પોતાના ધંધામાં મૂઠભેડમાં મેળવ્યા હતા. એના ચહેરા પરના શીળીના ડાઘને લીધે ચીતરી ચડે એવો હતો.'

મેજરના મનમાં શાહજી પરની ધૃણા થી ભરેલાં મનને સાફ કરે ત્યાં એક વિચાર આવ્યો. અને મેજર શાહજી ને કિલોપેટ્રિયા ને દેખી સુંદરતા અને ખતરાનું સંગમ જોઈ રહ્યા.

આ વિચાર ધારામાં થી બહાર નીકળે એ પહેલાં જ કિલોપેટ્રિયા બોલી કે," નેતાજી બોલીએ શું સેવા કરું?"

નેતાજી બોલ્યા કે , "ચૂંટણી આવાની છે તો વોટ આપજો ને વોટ મેળવવા માટે છોકરીઓ. આટલી રિકવેસ્ટ કરવા આવ્યો હતો."

આટલામાં જ શાહજી એ દલાલનું ગળું ચાકુ થી કાપી નાખ્યું. કિલોપેટ્રિયા ગુસ્સે થઇ બોલી કે, "આ શું કરે છે?"

"આ મેજર છે. આ ફૂટેલો માણસ અને દલાલ છે." શાહજી બોલ્યો.

કિલોપેટ્રિયા ઠંડા કલેજે બોલી કે, "મેજર, કાલ અગ્યાર વાગ્યા સુધી નો ટાઈમ છે તમારી પાસે. મારિયા ને અમારા હવાલે કરી દો."

મેજર બોલ્યા કે, "મારિયાને તો નહીં આપું પણ તને જેલ પહોચાડવા માટે જરૂર આવીશ."

શાહજી ગુસ્સે થઈને કંઈ કરે તે પહેલાં જ કિલોપેટ્રિયા ના બોડીગાર્ડે મેજરને ઘેરી ને સેન્ટર ની બહાર મોકલી દીધો.
* * *

મેજરે ટેકસી માં બેસીને વિચાર્યું કે ટીના નું સાચું નામ મારિયા છે એ જાણવા તો મળ્યું. હવે તો ફટાફટ વિચારીને કાલનો પ્લાન તૈયાર કરવો પડશે.

ઘણું વિચારયા પછી મેજરે ઈ.રાણા ને ફોન કર્યો અને બોલ્યા કે, "રાણા અહીં તું મારિયા ને ટોમીને લઈ બોમ્બે આવી જા."

ઈ.રાણા એ પૂછ્યું કે, "કેમ?"

મેજરે પોતાના મનનો ડર વિશે વાત કરી. સેફટી માટે મારિયા પર નજર રાખી રહેલાં માણસો ને ચકમો આપવો જરૂરી છે એ પણ કહ્યું.

ઈ.રાણા બોલ્યા કે, "એ હું કરી દઈશ."

મેજર બોલ્યા કે, "11 વાગ્યે મારી કિલોપેટ્રિયા ને શાહજી જોડે મુલાકાત છે. એ પહેલાં મારે ટીના ને ટોમી જોડે વાત કરવી છે. માટે તું સવારે આઠ વાગ્યા પહેલાં આવી જાય તેવું કરજે."

આટલું કહીને મેજર ફોન મૂકયો.

ઈ.રાણાએ મનમાં પ્લાન તૈયાર કરીને. મોહનને ફોન કર્યો અને પ્લાન સમજાવી દીધો.

રાજન શર્મા ને પણ ઈ.રાણાએ પ્લાન જણાવી દીધો હતો.
* * *
અડધી રાત્રે

મોહન કામના બહાને ઘરેથી નીકળ્યો ને ટેકસી પકડી. બીજા રસ્તે થી ઘરના પાછળ ના દરવાજે થી ટીનાને પીકઅપ કરીને એરપોર્ટ પહોંચ્યા.

ટીના ની જગ્યાએ લેડી કોન્સ્ટેબલ ટીના જેવા કપડાં પહેરીને તેનો ચહેરો ના દેખાય તેમ રહેવા લાગી.

ઈ. રાણા પણ ટોમીની જગ્યાએ કોન્સ્ટેબલે ને સૂવાડી દીધો. એ પણ એરપોર્ટ જવા નીકળી ગયા.

મોહન, ટીના, ટોમી અને ઈ.રાણા ફલાઈટ થી બોમ્બે જવા નીકળ્યા.
* * *

સવારે આઠ વાગ્યે

સવારે સાત વાગ્યે મારિયા, ટોમી, મોહન અને ઈ.રાણા આવી પહોંચ્યા. બધાં ફ્રેશ થઈને ચા-નાસ્તોને ન્યાય આપ્યો.

મેજરે પહેલાં ટોમીને એકાંતમાં વાત કરી. પહેલાં તો ટોમીએ કંઈ ના કહ્યું. પણ વિલિયમ ના મોત ની વાત સાંભળીને ટોમીએ બધી કબૂલાત કરી લીધી.

મેજરે એ પછી ટીના કે મારિયા ને એકાંતમાં મળ્યાં ને બોલ્યા કે, "મારિયા હવે તું કહીશ કે વાત શું છે?"

મારિયા બોલી કે, "તમને મારું નામ ખબર પડી ગઈ. કેવી રીતે?"

"એ બધું ના પૂછ. મારા સવાલ નો જવાબ આપ." મેજર બોલ્યા.

મારિયા બોલી કે, "મને ખબર નથી."

મેજર ઝીણી આંખ કરી ને ટોમીએ કહેલી થોડી વાત કરી તો મારિયાએ આખરે બધું જ બોલી ગઈ.

મેજરે રૂમમાંથી બહાર આવી ને ઈ.રાણા અને મોહનની સાથે 11 વાગ્યા નો પ્લાન તૈયાર કર્યો.

એ લોકો નક્કી કર્યું કે મારિયા, ટોમી, ઈ.રાણા, મોહન છુપાઈને બીજી ટેકસીમાં બ્યુટી સેન્ટર ની નજીક રહેશે. મેજરનો મેસેજ મળતા અંદર જશે.

અને જો તેમનો કલાકમાં રિપ્લાય કે મેસેજ ના આવે તો તુરંત જ એ લોકો પોલીસને જાણ કરી દેવાની."

મેજરે કમલનાથ ને ફોન કરી પ્લાન જણાવ્યો ને મદદ માંગી.

દસ વાગ્યે મેજર બ્યુટી સેન્ટર જવા નીકળ્યા.
પ્લાન પ્રમાણે બધાએ ફોલો કરવા લાગ્યા.

શું કિલોપેટ્રિયા ને શાહજી બીજી કોઈ ગડબડ કરશે?
શું પ્લાન સફળ થશે?
કયાંક મારિયા, ટોમી પકડાઈ તો નહીં જાયને?
કમલનાથ મદદ કરશે કે નહિં?

ગમે તો કોમેન્ટ અવશ્ય કરજો. મને ફોલો કરતાં રહેજો.