Major Nagpal - 4 books and stories free download online pdf in Gujarati

મેજર નાગપાલ - 4






મોહન ગોવા ની ફલાઇટ ની ટિકિટ બુક કરાવી ને ગોવા પહોંચી ગયો.જયાં રહેવાનું હતું ત્યાં પહોંચી ને ફ્રેશ થઈ ને સૌથી પહેલાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ને કામગીરી શરૂ કરી દીધી.

ઈન્સ્પેક્ટર, મારું નામ મોહન છે. ઈ.રાણા એ તમને મારા વિશે વાત કરી જ હશે, મોહને કહ્યું.

હા, પ્લીઝ ટેઈક એ સીટ મોહન.રાણા એ મને તને મદદ કરવાનું કહ્યું હતું. મારું નામ ડિસોઝા છે.

ઈ.ડિસોઝા નાઈસ ટુ મીટ યુ સર.મારે એક મહિલા નું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું તેની માહિતી જોઈએ છે, મોહને કહ્યું.

સ્યોર, આ રહી તેની ફાઈલ. તેનું નામ કેથરીન હતું. બધી માહિતી ફાઈલ માં છે જ. પણ કંઈ બીજું જાણવું હોય તો પૂછી લેજો. ઈ.ડિસોઝા બોલ્યા.

મોહને હા પાડી ને ફાઈલ માં લખેલી ડિટેઈલ વાચવા લાગ્યો.

"નામ: કેથરીન જહોન. 45 વર્ષ ની ઉંમર હશે, તે "ક્રેઝી ફોર" ટોયઝ બનાવતી ફેક્ટરી ની માલિક હતી. તેને પોતાનું બાળક નહોતું. તેના પતિ નું મોત એ 38 વર્ષ ની હતી ત્યારે જ થયું હતું. પોતાની બહેન નું મોત થતાં તેના દિકરા ને દત્તક લઈને તેને પોતાની મિલકત નો વારસ બનાવ્યો હતો.કેથરીન ને ત્રણ બહેનો હતી.કેથરીન જહોન, સોફિયા વિલિયમ (ટોમી ની માતા), ને ત્રીજી બહેન કિલોપેટ્રિયા.
કિલોપેટ્રિયા વિશે કોઈ જ માહિતી નહોતી, ખાલી એટલી જ તે એક રેડલાઈટ એરિયા માં રહેતી હતી.

બીજી ઘણી બધી ઈન્ફ્રમેશન ડેટ વાઇઝ જોઈ. મોહને ફાઈલ વાચતા વાચતા તેની નજર એક વાકય પર પડી કે કેથરીન ની કંપનીમાં ટોયઝ બનાવવા કરતાંય તેમાં ગેરકાયદેસર ના કામ વધારે થતાં હતાં. તેમાંય છેલ્લા 12 વર્ષ થી વધી રહ્યા હતા."

મોહન એ ઈ. ડિસોઝા ને કેસ ને લગતાં એક-બે પ્રશ્ન પૂછ્યા. ને એસ.પી. રાઘવ વિશે પૂછયું.

તે હાલ જ ડયૂટી પતાવીને ઘરે ગયાં છે. ઈ.ડિસોઝા બોલ્યાં.

મોહને તેમની વિદાય લઈને બહાર નીકળ્યો.

એસ.પી. રાઘવ ને મળી પોતાની ઓળખાણ આપી ને તેને કેસ વિશેની, કેથરીન વિશેની પૂછી. રાઘવે કેસ ને કેથરીન લગતી જેટલી માહિતી એની પાસે હતી તે આપી દીધી.

મોહન ત્યાં થી જગ્ગુ નામના ખબરી મળવા નીકળ્યો.એક ચાલી નું એડ્રેસ હતું. શોધતા જ નાકે દમ આવી ગયો. આખરે જગ્ગુ મળ્યો ખરો. ઈ.રાણા એ મોકલ્યો છે તેમ કહીને મોહને પોતાની ઓળખાણ આપી.

બેસો સાહેબ, રાણા સરે મને તમારા વિશે વાત કરી હતી. પણ એક વાત કહું આ કેસમાં ના પડો નહીં તો પસ્તાશો, જગ્ગુ બોલ્યો.

મોહને પૂછયું કેમ જગ્ગુ?

એટલાં માટે કહું છું કે આમાં કોઈ મોટા માણસ નો હાથ છે ને તેને મોટા નેતા ની ઓથ પણ છે.જગ્ગુ બોલ્યો

નેતા ની ઓથ મેળવીને જ ખરાબ લોકો ગુન્ડા બની જતાં હોય છે. પણ એનું નામ શું છે? મોહન બોલ્યો.

એ તો ખબર નથી પડી. વાતો જ મળી છે એટલે કીધું. પણ આમાં તો એ ટોમી તો ખોટો ભરાઈ ગયો છે. બાકી એ તો સીધો છોકરો છે. એના કરતાં તો કેથરીન ખરાબ ચારિત્ર ની, પૈસા ની લાલચુ હતી. નહીં તો જે ને તેણે દત્તક લીધો હોય તેને મજૂર બનાવી ને, હડધૂત તો ના જ કરે ને. જગ્ગુ બોલ્યો.

સોફિયા ના મોત પાછળ પણ એ જવાબદાર હતી. તે વિલિયમ્સ ને પામવા માગતી હતી. સોફિયા ખૂબજ સુંદર તો હતી, પણ નેક દિલ હતી. વિલિયમ્સ નજીક આવવા માટે જ તેણે ટોમી ને દત્તક લીધો હતો. બાકી કેથરીન તો માતા ના નામને પણ લાયક નહોતી.

કેથરીન નો ટોયઝ નો બિઝનેસ નામનો જ હતો. એ ફેકટરી માં બીજા ઘણાં બિઝનેસ થતાં હતાં.

મોહને પૂછયું કે કેવાં બિઝનેસ?

જગ્ગુ બોલ્યો કે પાકી ખબર નથી પણ ડ્રગ્સ સપ્લાય નો, સ્ત્રી તસ્કરી માટે સ્ત્રી ને પૂરી રાખવવા માટે ની જગ્યાએ હતી. કદાચ મહિલા ઓ ને કામ આપવા ને બહાને તેમને વેચવા માં આવે છે અથવા કોલગર્લ બનાવા માટે મજબૂર પણ કરાતી હોવાનો વહેમ પણ છે.

જગ્ગુ વાત સાંભળી રહ્યા પછી મોહને કંઈક વિચાર ને પૂછયું જગ્ગુ આ હત્યા માં શાહજી નામનો માણસ ઈન્વોલ છે. તો એ વાત સાચી છે?

જગ્ગુ બોલ્યો, હા પણ કેવી રીતે એ ખબર નથી. આમેય શાહજી તો આ બધાં જ ધંધા કરે છે. આ હત્યા થી એને શું લાભ એ તપાસ કરવી પડશે.

મોહને તેને કેથરીન ની ફેકટરી માં ચાલતાં ધંધા વિશે ની તપાસ કરવાનું કહ્યું ને શાહજી વિશે પણ વધારે ને ઝીણા માં ઝીણી વાત જાણી લાવાનું કહ્યું.

મોહને તેની સાથે બીજી થોડી ઘણી વાત કરી ને ત્યાંથી નીકળ્યો.

રૂમમાં પહોંચી ને સૌથી પહેલાં તેને ડીનર નો ઓર્ડર કરી દીધું. તે ફ્રેશ થયો ત્યાં સુધી માં ડીનર આવી જતાં ડીનર કરી ને થોડી વાર પછી તેણે મેજર ને ફોન કર્યો.

મેજર ને ઈ. ડિસોઝા જોડે, એસ.પી. રાઘવ જોડે, ને જગ્ગુ ખબરી જોડે થયેલી વાતો જણાવી.

મેજરે તે સાંભળ્યા પછી કંઈક વિચાર કરી ને બોલ્યા કે મોહન એમ કર તું એકવાર કેથરીન ની ફેકટરી જોઈ આવ. એમાં ચાલતા ધંધા ની માહિતી તું પણ મેળવવા નો પ્રયત્ન કર.શાહજી વિશે ની ખાસ તપાસ કરજે ને કરાવજે.

મોહને કહ્યું કે તેણે જગ્ગુ ને તપાસ કરવાનું કહ્યું છે.

ભલે, તે તપાસ કરે પણ તું પણ તારી રીતે તપાસ કર, મેજરે કહ્યું.

મોહને હા પાડી ને ટીના વિશે પૂછયું.
મેજરે કહ્યું કે તબિયત સારી છે પણ તે હજી બોલી નથી. હા, આ બધી વાતો નો એક રેકોર્ડ બનાવી ને રાખજે.

આખા દિવસ માં થયેલી વાતો નો રેકોર્ડ બનાવી દીધો. પથારીમાં પડયાં પડયાં કાલે કામ કેવી રીતે કરવું ને કેથરીન ની ક્રેઝી ફોર ની ફેકટરી માં જઈને શું તપાસ કરવી ને શાહજી ના ઘર નું એડ્રેસ ને તેના ધંધા વિશે કેવી રીતે તપાસ કરવી ને શી વાત ની તપાસ કરવી તેનું મગજમાં પ્લાન રેડી કરી ને સૂઈ ગયો.

મોહને પોતાની દિનચર્યા પતાવી ને ફેકટરી જોવા નીકળ્યો. તેણે ફેકટરી જઈને અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ ગેટકીપરે તેને જવા ના દીધો. ને બહાર ના સ્ટોર પરથી જ રમકડાં લઈ લેવાનું કહ્યું.

મોહન આખરે થાકીને જગ્ગુ ને મળવા ગયો. ને તે તપાસ કરવા માટે ટોયઝ લેવાના બહાને તે ફેકટરી નો માહોલ જોવા ગયો હતો. પણ તેને અંદર પેસવા જ ના દીધો. એ વાત કરી ને કહ્યું કે તો હવે તારી કોઇ ઓળખાણ છે જે મને ત્યાં અંદર જવા મળી જાય.

એમ અંદર તો જવા નહીં મળે. હાલ એનો કર્તા- હર્તા શાહજી છે. એને પોતાના માણસો ને કહીને ફેકટરી ની અંદર એન્ટ્રી બંધ કરી દીધેલી છે, જગ્ગુ બોલ્યો.

તો હવે, મોહન બોલ્યો.

એક આઈડિયા છે ખરો પણ તે કામ કરશે કે નહીં તે ખબર નથી. તમે એક ડ્રાઈવર તરીકે નોકરી કરવા જાવ. જગ્ગુ એ કહ્યું.

મને કંઈ વાંધો નથી. પણ નોકરી આપશે ખરા. મોહને કહ્યું.

હા, મારો એક માણસ ત્યાં વર્કર તરીકે કામ કરે છે. તેને મને કાલે જ કહ્યું હતું કે ફેકટરી માં એક ડ્રાઈવર ની જરૂર છે. જગ્ગુ એ કહ્યું.

મોહને હા પાડી તો જગ્ગુ એ પોતાના માણસ જોડે વાત કરી ને જરૂરિયાત મંદ છે ને તે નોકરી અપાવી દે એમ કહીને તેની નોકરી નક્કી કરી દીધી.

મોહને આ વાત ફોન કરીને મેજર ને જણાવી દીધી. મેજરે તેને પોતાની સલામતી નું ધ્યાન રાખવાનું કહ્યું. ને એસ.પી. રાઘવ ને આ વાત જણાવી ને માહિતગાર કરવાનું કહ્યું.

બીજા દિવસે જ મોહન નોકરી એ લાગી ગયો. તેણે બીજા ડ્રાઈવર જોડે ને જગ્ગુ ના માણસ જોડે દોસ્તી કેળવી દીધી. આમ ને આમ થોડા દિવસ વીત્યા.
* * *
એક દિવસે બધાં રાત્રે ભેગા થઈ ને વાતો કરતા હતા ત્યાં એક છોકરી ને ભાગતી જોઈ ને એની પાછળ એક માણસે તેને પકડી લીધી.એ જોઈ મોહન તેને બચાવવા ઊભો થયો તો બીજા એ તેને બેસાડી દીધો.

મોહન કંઈ બોલવા જતો હતો ત્યાં જ તે માણસે તેને ચૂપ રહેવાનો ઈશારો કરીને બધાં બહાર નીકળી ગયાં.

શું મોહન ફેકટરી માં ચાલતા ધંધા વિશે જાણી શકશે?
શું મોહન કે જગ્ગુ ને શાહજી વિશે ની માહિતી મળશે?
તે છોકરી કોણ હતી ને કેમ જગ્ગુ ના માણસે મોહન ને ચૂપ કરીને બહાર જતાં રહ્યાં?

ગમે તો કોમેન્ટ અવશ્ય કરજો. ફોલો પણ કરતાં રહો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED