Earth Makeover Darshna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

Earth Makeover



વર્ષ 2120 ......

" જ્યુક જાગ .."જુલીએ જ્યુકને જગાડતા કહ્યું .

બધું વેરાન હતું .પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો .પણ ફક્ત ચાર લોકો જ વધ્યા હતા જે મંગળ ગ્રહ પર સંશોધન કરવા ગયા હતા. એમનું સ્પેશિપ પૃથ્વી પર આવી ચૂક્યું હતું તો ઘણા કલાકો પહેલા પણ જુલી ને હવે ભાન આવ્યું હતું .

તે ચારેય 5 મહિના પાછી પૃથ્વી પર આવ્યા હતા .પણ આખી પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો જે દેખાઈ આવતું હતું .જમીન તો થોડી - ઘણી ડૂબી ચુકી હતી .

"જ્યુક .... માર્ક ....સોફિયા ....જાગો ."જુલીએ બધા ઉપર થોડું પાણી છાંટ્યું .

"જુલી આપણે ક્યાં છીએ ?"માર્કે આંખો ખોલતા કહ્યું .જ્યુક અને સોફિયા પણ ભાનમાં આવી ગયા હતા .

"આપણે પૃથ્વી પર જ છીએ .પણ પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો છે .આપણે ચાર જ બચ્યા છીએ ."જુલી એ કહ્યું .

"તો આપણે પૃથ્વી નું નવનિર્માણ કરવાનું છે."સોફિયા એ પોતાના પેટ પર હાથ મુકતા કહ્યું .હા તે સોફિયા અને માર્ક નું બાળક હતું .સોફિયા પૃથ્વી પરની પહેલી માતા હતી .

"શું તમને લાગે છે કે આપણે પૃથ્વી વી નું નવનિર્માણ કરીને શકશું ?" માર્ક પોતાના મનની મૂંઝવણ બોલ્યો .

"હા કારણ કે આપણે પહેલેથી શરૂઆત નથી કરવાની આપણે જાણીયે છીએ કે કઈ વસ્તુ કઈ રીતે થશે ." જ્યુક બોલ્યો .

"પણ એના માટે એ શોધવું પડશે કે આ કઈ રીતે થયું ."જુલી બોલી .

"ટાઈમ ટ્રાવેલ જ ઉપાય છે ."જ્યુક ઉપાય દર્શાવતા બોલ્યો .

"પણ એના કોડ તો નાસા માં છે અને આખી દુનિયા નાસ થઈ ગઇ છે તો તો નાસા પણ ખલાસ જ થઈ ગયું હશે ને ." સોફિયા બોલી .

"જોયું જશે .પહેલા સ્પેશિપ ની બહાર નીકળીએ ." જ્યુક બોલ્યો .

સ્પેશિપ બહાર નીકળ્યા પછી ખબર પડી કે પૃથ્વી ભયાનક રીતે નાશ પામી હતી .

"મને બહુ ભૂખ લાગી છે ."સોફિયા બોલી .

"હું અને જ્યુક જઈને કંઈક લઈને આવીએ એમ પણ સ્પેશિપ માં બધું સૂકું જ છે. માર્ક તુ સોફિયા પાસે જ રહેજે ."જુલી બોલી .

જુલી અને જ્યુક એકબીજાનો હાથ પકડીને આગળ વધ્યા કારણ કે હજુ એ પાકું ખબર નહોતી કે શું થયું છે અને આગળ કોઈ ખતરો તો નથી ને .આગળ જંગલ હતું .

"અગર આ કોઈ કુદરતી હોનારત હોય તો જંગલ તો ન જ વધવા જોઈએ. એનો પણ નાસ થવો જોઈએ ."જુલીએ મનમાં વિચાર્યું .

ત્યાંજ એક હરણ દોડતું દોડતું ત્યાંથી પસાર થયું અને પાછળ એક વાઘ .જુલી નું હૃદય એક ધબકારો ચુકી ગયું .

"પ્રાણી પણ જીવે છે ફક્ત માનવ જ નથી અને માનવ દ્વારા બનાવેલ વસાહત ."જુલીએ જ્યુક ને કહ્યું અને તેની સામે જોયું .જ્યુક પણ જુલી નો ડર પારખી ગયો હોય એમ જુલી ની આંખ માં એક ભય સાથે જોઇ રહ્યો .

"તો .."જુલી બોલી .

"હા આપણો ડર વાજબી છે .ચાલ જો ત્યા કોઈ ફ્રૂટ છે એ લઈને જઇયે ."જ્યુક ગંભીર થઈને બોલ્યો .

* * *

"આટલી બધી વાર કરીને તમે બંનેએ ."સોફિયા બોલી .

"જલ્દીથી સ્પેશિપ માં ચાલો ."જુલી સ્પેશિપનો દરવાજો ખોલતા બોલી .

"પણ થયું શુ છે ."માર્ક ને જુલી અને જ્યુક ના મનમાં કંઈક ચાલી રહ્યું છે એવુ લાગતા એણે કહ્યું .

"હા અને બહારની ખુલી હવામાં કેટલા દિવસ પાછી શ્વાસ લેવા મળ્યો ."સોફિયા બોલી .

"મને ખબર છે પણ આપણે અમેરિકા નહી ઇન્ડિયા માં છીએ અને આ પૃથ્વી પર ફક્ત માનવ જાત જ નાસ પામી છે ."જ્યુક બંનેને સમજાવતા બોલ્યો .

"ફક્ત માનવજાત ! આ કઈ રીતે શક્ય છે ."માર્ક ને હવે પરેશાની વિશે ખબર પડી ગઇ .

"તો કોઈ માણસ છે એની પાછળ ."સોફિયા ફ્રુટ ખાતા ખાતા બોલી .

"પણ કોઈ આવુ કરે જ શુ કામ એ ખુદ પણ ના બચી શકે ને ."માર્ક બોલ્યો .

"હવે એક જ ઉપાય છે કે આપણે ટાઈમ ટ્રાવેલ કરવું પડશે ."જ્યુક બોલ્યો .

"પણ એના માટે આપણે અમેરિકા જવું પડશે. જો નાસા બચ્યું હશે તો ."જુલી એ સમસ્યા વર્ણવી.

"સ્પેશિપ નો પાર્ટ 4 બગડી ગયો છે .અને તેને સરખો કરવા માટે તો આપણે એક મહિના પહેલા પૃથ્વી પર આવવાના હતા પણ એ તો એન્ડ માં ચાલી ગયું ."માર્ક બોલ્યો .

"તો આ વખતે પણ ચાલી જશે ને આપણે ફક્ત અમેરિકા જવું છે ને ." સોફિયા બોલી .

"ના. આ વખતે તો તેને સરખો કરવા ઘણા પાર્ટ્સ ની જરૂર છે .પ્લસ આપણે ટાઈમ ટ્રાવેલ એ સ્પેશિપ દ્વારા જ કરવાનું છે તો હવે ."જુલી બોલી .

"આપણે અત્યારે એ જગ્યાએ છીએ જ્યાં ઈસરો ના પાર્ટ્સ હોય છે તો આપણે ત્યા જઈને જોઈતા પાર્ટ્સ લઈને આવીએ જો બચ્યા હોય તો ."🙂જ્યુક બોલ્યો .

"પણ આ વખતે હું અને જ્યુક જઇયે તમે સ્પેશિપ પાસે રહો ."માર્ક બોલ્યો .

"અમને બેને જોઈન્ટ બેલ્ટ આપી દો અને રુવાઝા ફોન કઈ પણ કામ હોય કે કઈ પણ થાય તો જલ્દી મેસેજ આપજો ." જ્યુક બોલ્યો .

જોઈન્ટ બેલ્ટ એક એવો બેલ્ટ હતો જેનાથી સ્પેશિપ સાથેનું કનેકશન જોડાયેલું રહે .જ્યારે રુવાઝા ફોન થી નોર્મલ કોલ થઈ શકતા નેટવર્ક વગર. માર્સ પર ગયા ત્યારે એ જ ફોન યુઝ કર્યો હતો .

જ્યુક અને માર્ક ગયા પાછી જુલીએ દરવાજો બંધ કર્યો અને જોઈન્ટ બેલ્ટ સાથે બંનેનું કનેકશન સ્પેશિપ સાથે જોઈન્ટ કર્યું .એણે લેપટોપ ખોલ્યું અને આ વિનાશ કઈ રીતે થયો તેની માહિતી શોધવા લાગી પણ ત્યા જ એને યાદ આવ્યું કે વિનાશ થયો છે એટલે નેટ પણ નહી હોય .પણ એના આશ્ચર્ય વચ્ચે એનો જવાબ મળી ગયો .

"એટલે કે આપણો શક સાચો છે ."જુલી જોરથી બોલી ઉઠી .

સોફિયા બેઠી બેઠી એક મેગેઝીન વાંચતી હતી .પણ જુલી નો અવાજ સાંભળી એ જુલી પાસે આવી .

"શુ થયું જુલી ?"સોફિયા બોલી .

"આ કોઈ કુદરતી હોનારતે નથી પણ માનવસર્જિત કોઈ ઘટના છે .એ માણસ જીવતો હોવો જોઈએ ."જુલી બોલી .

* * *

જ્યુક અને માર્ક એ જગ્યાએ પહોંચી ગયા છે .પણ ત્યા બધું અસ્ત વ્યસ્ત છે .

"આપણે આમાંથી પાર્ટ 4 કઈ રીતે શોધી શકશુ .😯"માર્ક બોલ્યો .

"મારી પાસે એનો ફોટો છે આપણે એ લઈને શોધી લેશુ ."જ્યુક બોલ્યો .

" ત્યા જો આની જેવો જ પાર્ટ છે .પણ આપણે કઈ રીતે લઈને જઈશું ?🤔"માર્ક બોલ્યો.

"ત્યા જો એક ટ્રોલી છે ચાલ જલ્દીથી ."જ્યુક બોલ્યો .

* * *
એક કલાક પછી ..

"જ્યુક અને માર્ક પાર્ટ 4 લઈને આવી રહ્યા છે .સોફિયા તુ જલ્દી પાર્ટ 4 ખોલી દે એમ પણ એ કામ તો તારું જ છે ને ." માર્ક અને જ્યુક ને સ્પેશિપ તરફ ના રસ્તે આવતા જોઈને જુલી બોલી .

સોફિયા એ સ્પેશિપનો દરવાજો ખોલ્યો અને જુલી પાછળ પાછળ સામાન નું બોક્સ લઈને બહાર નીકળી .

* * *
કોઈ માણસ હોવાનો અણસાર ......👇👇👇

જ્યુક સ્પેશિપથી 400 મીટર જેટલો જ દૂર હતો ત્યા એણે જંગલમાથી કોઈનો અવાજ સંભળાયો .

"જલ્દીથી ઉડ .."કોઈ માણસ વિમાન માં આવેલા રોબોટ જોડે વાત કરી રહ્યું હતું .

"અહીં કોણ હોઈ શકે જો કોઈ બચ્યું જ નથી તો ."માર્ક બોલ્યો .

ત્યાંજ તેમણે આકાશ માં એક વિમાન જતું જોયું .જે કદાચ અમેરિકા તરફ જઈ રહ્યું હતું અને એનું નામ પણ નાસા હતું .

"એટલે નાસા નો કોઈ માણસ જીવે છે .જલ્દીથી ચાલ આપણે પણ જવું પડશે ."જ્યુક બોલ્યો .

બીજી બાજુ જુલી અને સોફિયા એ પણ એ વિમાન જોયું અને થનારી ઘટના નો અણસાર મેળવી લીધો હતો .

જ્યુક અને માર્ક આવી પહોંચ્યા હતા . તે બંને હાંફી ગયા હતા .

"સોફિયા જલ્દી કર .તમે પ્લેન જોયું "જ્યુકે પૂછ્યું .

"યા વી અલ્સો સી .બટ વૉટ કેન વી ડુ નાઉ ?"જુલી એ જવાબ આો .

"આપણે જલ્દીથી અમેરિકા જવું પડશે એ વિમાન પણ ત્યા જ જાયે છે .સોફિયા હવે કેટલી વાર લાગશે ." માર્કે પૂછ્યું .

"બસ 15 મિનિટ ."સોફિયા પાર્ટ 4 ફિટ કરતા કરતા બોલી .

"ત્યા સુધી એ પ્લેન સ્પીડ ના પકડી લે તો સારુ ."જ્યુક ચિંતા સાથે બોલ્યો .

"હું જલ્દીથી મેપ તૈયાર કરૂ ." જુલી બોલી .

જુલીએ લેપટોપ ખોલી અમેરિકા જવા માટેનો રૂટ પસંદ કરી લીધો .એટલી વારમાં સોફિયા એ પણ પાર્ટ 4 સરખો કરી નાખ્યો હતો .માર્કે જલ્દી સ્પેશિપ ના બધા પાર્ટ્સ જોઇ લીધા .જ્યુકે જુલી પાસેથી મેપ લઈને અમેરિકા જવાનો રૂટ સ્પેશિપના કંટ્રોલ રૂમ માં સેટ કરીને નાખ્યો .

"ગાઇઝ ઓલ ઓકે .👌"જ્યુક બોલ્યો .

"યસ .સો લેટ્સ ગો ."બધા બોલી ઉઠ્યા .

સ્પેશિપ અમેરિકા જવા માટે ઉડવા લાગ્યું .બધાને ઊંઘ આવતી હોવાથી જ્યુક શિવાય બધા સુઈ ગયા .જ્યુક ધ્યાન રાખતો હતો .થોડી વાર પછી તે સ્પેશિપમાં જ્યાં કામ કરવા માટે ઓફિસ બનાવી હતી ત્યા ગયો .અને લેપટોપ ખોલી નાસા ની વેબસાઈટ ખોલી પણ એ લોક હતી અને એ પણ ફક્ત 1કલાક પહેલા જ થઈ હતી .

"ઓહ નો એક કલાક. અમે તો 19 કલાક થી પૃથ્વી પર છીએ તો વિનાશ એ પહેલા થઈ ચુક્યો હતો .મતલબ કે એ એ વિમાન માં જે માણસ હતો તે નાસા નો છે ." જ્યુકે મનોમન વિચાર્યું .

ત્યા પાછળથી જુલી આવી .

"હેય જ્યુક શું વિચારે છે .🙂" જુલી બોલી .

"તુ ઊંઘી નથી ."જ્યુક બોલ્યો .

"ના ઊંઘ જ નથી આવતી .પણ એ તો કહે શુ વિચારી રહ્યો છે એ પણ લેપટોપ માં જોઈને ."જુલી બોલી .

"અરે એ તો હું નાસા ની વેબસાઈટ જોઈને વિચારતો હતો .પણ વેબસાઈટ 1 કલાક પહેલા જ કોઈએ લોક કરી દીધી છે ."જ્યુક બોલ્યો .

"એક કલાક પહેલા ! એટલે એ વિમાન માં માણસ હતો જ ."જુલી સામે બધું ચિત્ર ઉપસી આવ્યું .

"તો આપણે અમેરિકા જઈને જલ્દીથી પેલા કોડ મેળવવાં પડશે ."જ્યુક બોલ્યો એ સાથે જ જુલીએ સ્પેશિપ ની સ્પીડ વધારી દીધી .

* * *
10 કલાક પછી ....

સોફિયા ની આંખ ખુલી .તેને અનુભવ્યું કે સ્પેશિપ ઉભું છે એમ તો સ્પેશિપ ચાલતુ હોય તો પણ કઈ હાલચાલ ન થાય પણ અહીં તો બહારનો કોઈ અવાજ હતો .

"હેય ગાઇઝ આપણે અમેરિકા પહોંચી ચુક્યા છીએ .જલ્દી જાગો ."સોફિયા બધાને જગાડતા બોલી .

"ઓહ વાહ અમેરિકા એ પણ જલ્દી .હવે ચાલો કોડ લેવા ."માર્ક ઉત્સાહ સાથે બોલ્યો .

"એક મિનિટ કોઈએ એક વાત નોટિસ કરીને કે આખી દુનિયામાં અહીંયા તક કે નાસા ની બાજુમાં કોઈ પણ બિલ્ડીંગ સલામત નથી પણ નાસા હજુ સુધી અડીખમ છે ."જુલી બોલી .

"હા મને લાગે છે કે એ માણસે કંઈક કાવતરું કર્યું છે .આપણે બધાએ સાવધાની સાથે ઉતરવું જોઈએ અને બધા પોતાની પાસે એક પિસ્તોલ લઈને લો ."જ્યુકે પોતાના ખીચામાં એક પિસ્તોલ સરકાવી અને સ્પેશિપનો દરવાજો ખોલ્યો .


"હેય મારી પાસે કોડ સુધી પહોંચવાનો રસ્તો અને બધા પાસવર્ડ છે .હું સ્પેશિપમાં જઈને લઈને આવુ ."જુલી બોલી અને તે સ્પેશિપ તરફ દોડી .

ચારેય લોકો શાંતિથી આગળ વધતા હતા .કોઈ અવાજ નહોતું કરતુ ફક્ત પવન ના સુસવાટાનો જ અવાજ આવતો હતો .નકશા પ્રમાણે ચારેય બે બે ની જોડી બનાવીને ચાલી રહ્યા હતા .બધાના મનમાં એક ખોફ તો હતો જ કે કદાચ એ માણસ હુમલો ન કરી દે .

તેઓ નાસા ની વિશાળ ઓફિસ માં પહોંચ્યા .એમાં કોઈ જ ફેરફાર નહોતો પહેલા જેવી હતી એવી જ ઓફિસ હતી .કોઈ ટાંકણી પણ આમતેમ નહોતી થઈ .

" લિફ્ટ માં જઇયે ."સોફિયા બોલી .

"ના અત્યારે લિફ્ટ માં નહી એ માણસ આપણને બંધ પણ કરીને શકે તો સીડી ." માર્ક ગંભીર થઈને બોલ્યો .

ચારેય લિફ્ટ માં ગયા .લિફ્ટ -3 ફ્લોર પટેલ જઈને ઉભી રહી .અન્ડર ગ્રાઉન્ડ હોવાથી અંધારું હશે એમ વિચારી જુલી એ ટોર્ચ કાઢી પણ અહીં તો અજવાળું જ હતું .લાઈટ પણ ચાલુ હતી .

ચારેય પહેલો દરવાજો ખોલી અંદર ગયા .અહીં ચાર દરવાજા હતા .

"કોડ ણી સુરક્ષા તો ઘણી પાકી છે ."માર્ક બોલ્યો .

"પણ આપણે 3 દરવાજા થી અંદર જવાનુ છે."જુલી નકશા માં જોતા બોલી .

જુલીએ પાસવર્ડ નાખ્યો :osian અને એ સાથે જ દરવાજો ખુલ્યો .અંદર એક લોબી હતી .ચારેય અંદર ગયા .થોડી વાર પછી બે દરવાજા આવ્યા .

"હવે પહેલા દરવાજા માં !"જુલી બોલી .

અહીં બંને બાજુ બોડીગાર્ડ ના પૂતળા હતા .પણ સાચા જેવા જ લગતા હતા .જુલીએ પાસવર્ડ એન્ટર કર્યો :$dreem cod

એ સાથે જ દરવાજો ખુલ્યો .થોડી વાર ચાલ્યા પછી મૈન દરવાજો આવ્યો .જુલી એ પાસવૉર્ડ એન્ટર કરીને તે ખોલ્યો .અને જ્યુકે એને ફેરવ્યો .

"ઓહ એ બૉક્સ માં કોડ છે ."સોફિયા ખુશ થઈને બોલી .

જુલીએ પાસવર્ડ એન્ટર કર્યો :& wow cod m

પાસવર્ડ એન્ટર કરતા જ બૉક્સ ખુલ્યું પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ ખાલી હતું .

"આ કઈ રીતે થઈ શકે ?😯😯"જ્યુક બોલ્યો .

"બધા કોડ અહીં જ હતા ." માર્ક બોલ્યો .

ત્યાંજ સોફિયા ને કોઈનો પડછાયો દેખાયો .

"માર્ક ત્યા કોઈ છે ."સોફિયા ચીસ પાડતા બોલી .

અને બધા એ તરફ ભાગ્યા .હવે એ માણસ નો નજીક આવવાનો અવાજ આવતો હતો .થોડી વાર પછી બધા એક મોટા હોલ માં આવી પહોંચયા .

"પ્રોફેસર ડેરીક ....તમે ..."સામે વાળા માણસ ને જોઈને જ્યુક બોલી ઉઠ્યો .

"તો તમે હતા આ બધા પાછળ ."જુલી બોલી .

"તો આ બધું તમે કર્યું છે .હું વિશ્વાસ નથી કરીને શકતી ."સોફિયા બોલી .

માર્કે ડેરીક ના હાથ માં કોડ જોયા અને તે એ તરફ કોડ લેવા દોડ્યો પણ પ્રોફેસરે માર્ક સામે પિસ્તોલ તાકી .