Earth Makeover - 3 Darshna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Earth Makeover - 3

વિલિયમ ઘરે જવા નીકળ્યો .તેના હાથમાં એક ડાયરી હતી જેમાં તે જીવતા રહેશે કે નહી તે હતું .દુનિયાનો વિનાશ અટકાવવાની શક્તિ હતી તેમાં .બસ હવે એક વાર આ ડાયરી વાચી લેવાય પછી દુનિયાનો નાસ નહી થાય .ભવિષ્ય બદલી જશે .

**********************

બીજી બાજુ જુલી અને સોફિયાએ ડેરિક ની ડાયરી વાચી અને તેમના ચહેરા પર એક ભય છવાઈ ગયો .જ્યુક અને માર્ક કંટાળીને થોડી વાર પહેલા જ બહાર ગયા હતા .

"એટલે ડેરિક નવી દુનિયા બનાવવા ઈચ્છતો હતો ."સોફિયાએ પૂછ્યું .

"એ કોડ લઈને એટલા માટે જઈ રહ્યો હતો કે એને જેવો વિનાશ કરવો હતો એવો નથી થયો .તે 100 લોકોને જીવતા રાખવા માંગતો હતો .એની પણ એણે લિસ્ટ કાઢી છે ."જુલી બોલી .

"ઓહ માં એણે તો જબરદસ્ત ખેલ રચ્યો છે પણ આપણે એ ખેલ તોડી પાડશું ." સોફિયા બોલી .

"શેનો ખેલ એ પણ આ ડાયરી વગર !!!😏" વિલિયમ ડાયરી બતાવતા બોલ્યો .

"ઓહ સર યુ ડુ ધિસ !!" જુલી ખુશ થઈને બોલી .

"યસ ."જ્યુક બોલ્યો .

"તું સર નથી ."સોફિયા બોલી .

"આ ડાયરી માં આપણને વધારે માહિતી આપી શકશે. ડેરિક ની ડાયરી વિનાશ પ્રમાણે એણે કોઈ વસ્તુ બનાવી આ વિનાશ સર્જ્યો છે અને એણે કોઈ મેડિસિન લોકોને આપી છે ."જુલી બોલી .

"ઓહ આજે પણ એ જ વિષય પર મિટિંગ હતી કે આ મેડિસિન લોકો સુધી કઈ રીતે પહોંચાડવી ."વિલિયમ બોલ્યા .

"તો બોર્ડ માં બધાને ખબર નથી કે આ મેડિસિન શા માટે છે ?"જયુકે પૂછ્યું .

"જ્યુક બધાને એ કહેવામાં આવે છે કે આ મેડિસિનથી કોઈ બીમાર નહી પડે ."વિલિયમ બોલ્યા .

"ઓકે તો આ મેડિસિન વિશે આપણને આ ડાયરીમાંથી ખબર પડશે ."માર્ક બોલ્યો .

"પહેલા આપણે જમી લઈએ પછી શાંતિથી વાંચીયે ."વિલિયમ બોલ્યા .

"ઓકે ."બધાએ સુર પુરાવ્યો અને જમવા ગયા .

કોઈ ના હતું ઘરમાં .આ પાચ શિવાય કારણ કે જો કોઈ નોકર ચાકર હોય તો એ ચારેયને જોઇ લે .

ટેબલ પર કોઈ વાતચીત ના થઈ .નિરવ શાંતિ પથરાઈ રહી ફક્ત હવાનો અવાજ હતો .જમ્યા બાદ બધા ઓફિસમાં ગયા .

એક ટેબલ ની આજુબાજુ પાંચેય બેઠા છે .વચ્ચે વિલિયમ બેઠા છે .દરવાજા અને બારી બંધ છે .ટેબલની વચોવચ ડાયરી પડી છે .

"આપણે ડાયરી વાંચવાનું ચાલુ કરવું જોઈએ ."જુલી નીરવ શાંતિને તોડતા બોલી .

"હા .."વિલિયમ બોલ્યો .

"હું વાંચું ."જુલી બોલી અને તેણે ડાયરી ખોલી .

ઋઝોન = નાસા માં મિટિંગ પર મિટિંગ થઈ રહી છે શું થઈ રહ્યું છે એની ખબર જ નથી પડતી .ડેરિકનો હાથ જ લાગે છે આ બધા પાછળ .જો આમ જ ચાલ્યું તો તે દુનિયાને સમાપ્ત કરીને દેશે .મેડિસિન શું છે એ કોઈને ખબર જ નથી બસ એમ જ મંજુર કરાવવા માંગે છે .

ડેરિક ને એવુ તો શું થયું કે મેડિસિન લઈને આવ્યો .નાસા પાગલ થઈ ગયું છે .નાસા ની કોઈ વાત જ નથી સાંભળી રહ્યું .જો દુનિયા ની માનવજાત ને કઈ થયું તો એની પાછળ નાસા જ જવાબદાર હશે .બસ હવે બધું બોર્ડના હાથમાં છે .હું સમજુ છું કે હું બોર્ડ માં છું તોપણ હું કઈ જ નથી કરીને શકતો .બધાએ ડેરિકને માથે ચડાવી રાખ્યો છે .

"ઋઝોન ને બધી ખબર લાગે છે ."વિલિયમ બોલ્યા .

"શું એ આપણી મદદ કરી શકે ?" જયુકે પૂછ્યું .

"મારાં મતે આપણે આખી ડાયરી વાંચીને એવા લોકોને પસંદ કરવા જોઈએ જે આપણી મદદ કરીને શકે ."વિલિયમ થોડું વિચાર્યા પછી બોલ્યા .

"હ . . . . . . . ."જુલી એ સાથ પુરાવ્યો અને આગળ વાંચવા લાગી .

"અશોન ..."જુલીએ બોલી વિલિયમ સામે જોયું .

"અશોન મેડિસિન વિભાગ માંથી છે તે ભારતમાંથી આવે છે ."વિલિયમે જાણકારી આપી .

અશોન = હું એ વિચારે ચડ્યો છું કે મને આ વખતે કેમ અવગણાય છે .આ કોઈ મેડિસિન નથી પણ કોઈ શસ્ત્ર છે .
મે આ વાતે બધાનું ધ્યાન દોર્યું છે પણ કોઈ મારી વાત માનતું જ નથી .આ મેડિસિન કોઈ દિવસ પચતી જ નથી તે આંતરડા માં જઈને ફિટ થઈ જાય છે .

જો આ મેડિસિન બહાર લોન્ચ થઈ તો અનર્થ થઈ જશે .લોકો બીમાર નહી થાય કારણ કે તે બચશે જ નહી .

દુનિયામાં આવતા પહેલા દરેક મેડિસિન નું સરખું પરિક્ષણ કરીને અને મોટા ભાગે કેટલાક લોકો પર ટ્રાય કરવામાં આવે છે.

પણ આ મેડિસિન ફક્ત એક જ માણસ પર ટ્રાય કરવામાં આવી . જે પણ ફક્ત ડેરિકે અને ઈર્શાદે કરી અને એકલા જ કોઈ સામે પણ નહી .હા મને એનો વાંધો નથી પણ વાંધો એ છે કે એ માણસ એ મેડિસિન લેવાના 3 કલાકમાં જ મરી ગયો .પ્લસ આ વાત નાસા એ આખી દુનિયાથી છુપાવી .

અરે દુનિયા તો શું નાસા ના પણ અમુક માણસો ને જ આ ખબર છે .અરે બધા જેને માણસ આપે છે એ ઇરામેમ ને પણ ખબર જ નથી .

હે ગોડ હવે તો તું જ આ જગને બચાવી શકે .

"ઓહ મતલબ ઇરા પણ આ વાત નથી જાણતી ."વિલિયમ બોલ્યા .

"કેમ ઇરા મેમ કોણ છે ?"સોફિયા એ પૂછ્યું

"ઇરા હજુ 10 જ દિવસ પહેલા આવી છે .65 વર્ષની એક યુવાન વૃદ્ધ છે ."વિલિયમ બોલ્યા .

"ઓકે .આગળ વાચ ..."માર્કે આતુરતા સાથે કહ્યું .

"હવે પછી છે ઓલિયા "જુલીએ પાછુ ડાયરી વાંચવાનું શરુ કર્યું .

"ઓલિયા મેમ આપણા પાર્ટ ના બૉસ .સાચું ..." જયુકે કહ્યું .

"હા એ જ ઓલિયા ."વિલિયમ બોલ્યા .

ઓલિયા = નાસા પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યું છે. થોડા દિવસો માં એટલે છેલ્લા ત્રણ જ દિવસોમાં નાસા ma 14 જેટલી મિટિંગ થઈ ચુકી છે અને એમાની મોટા ભાગની મિટિંગ માં બસ ડેરિક અને ઈર્શાદ જ હોય છે .પણ હું બધી વાતથી માહિતગાર છું .મિટિંગ રૂમ ના દરવાજા આગળ ઉભેલો સિક્યુરિટી ગાર્ડ મને બધી જ માહિતી આપે છે

અત્યારે ચર્ચાઓ થાય છે એમાં એક જ વિષય હોય છે અને તે છે મેડિસિન ....

આ મેડિસિન નામે તો આખા નાસાના નાકમાં દમ કરીને દીધો છે .મે ખુદ તો ચેક નથી કર્યું પણ મને માહિતી મળી છે કે જે મેડિસિન અત્યારે નાસામાં બને છે એમાં બૉમ્બ ફીટ કર્યો છે .

આ સાંભળીને જ બધા હસી રહ્યા હશે પણ એક સત્ય છે કડવું સત્ય .અરે ડેરિક અને ઈર્શાદ તો 100 લોકોની લિસ્ટ બનાવી રહ્યા છે .પણ શા માટે એની કોઈ જ ખબર નથી .

આ મામલા થી એ અશોન ને દૂર રાખે છે હા એ બધી મિટિંગ માં હોય છે પણ એને મેડિસિન પર કોઈ વાત કહેવી હોય તો તેને કોઈ સાંભળતું નથી .

ડેરિક અને ઈર્શાદ આ દુનિયાને સમાપ્ત કરીને દેશે .અરે કોઈને આ વિશે વધારે જાણવું હોય તો સોકરી થી વાત કરવી જોઈએ .

"સોકરી એક જાસૂસ ..."જયુકે જુલીની વાત વચ્ચેથી કાપી અને વિલિયમ સામે જોઇ પૂછ્યું .

"હા ...તે પણ આપણી મદદ કરી શકશે ."વિલિયમ બોલ્યા .

સોકરી એક જાસૂસ છે જે વિશે આખી દુનિયા જાણે છે .પણ અત્યારે તો એ નાસા વિશે જાણવામાં જ પડી છે .એણે ઈર્શાદ ને ધમકી પણ આપી હતી કે તે મીડિયા માં આ કૉમભાન્ડ ખોલી દેશે .પણ ઈર્શાદે તેના મમ્મીને મારવાની ધમકી આપી ચૂપ કરીને દીધી .


સોકરી ખુબ જ ભયાનક રીતે આ વાતમાં સંડોવાઈ છે .એણે મને વાત કાંતિ પણ હું કોઈ જ મદદ નથી કરીને શકતી .ઈર્શાદ અને ડેરિક ખુબ ભયાનક બની ગયા છે .


"ઓહ ઓલિયાએ જે વાત કરીને છે મને લાગે છે કે આપણે કઈ કરી શકશુ કે નહી એનો પણ શકે છે ."માર્ક બોલ્યો .


"જરૂર કરી શકીશું .બસ હિંમત નથી હારવાની ."વિલિયમ બોલ્યા .


"હા ડાયરી તો પુરી થઈ હવે આપણે આ બાધક માણસોને મળીશું ." જુલીએ કહ્યું .


"હમ તો આપણે કોને કોને મળશુ ?"જયુકે પૂછ્યું .


"ઋઝોન ,અશોન ,ઇરા ,ઓલિયા અને સોકરી ."સોફિયા બોલી .


"જો આપણે ફક્ત સોકરીને જ મળીયે તો. કારણ કે આપણે બને એટલા ઓછા લોકોને આ મિશનમાં સામેલ કરવાનાં છે ."જુલીએ થોડી વાર વિચાર્યા બાદ કહ્યું .


" મારાં મતે જુલીની વાત સાચી છે .સોકરી આ વાત બહાર પણ નહી જવા દે અને બીજા લોકોનો ભરોસો તો છે પણ ઓછો ."વિલિયમ બોલ્યા .


"સોકરી ને ફોન કરૂ તો અત્યારે જ બધું પતિ જાય .હવે આપણી પાસે ફક્ત 2 જ દિવસ છે એટલે 48 કલાક ."માર્ક બોલ્યો .


"હા પણ તમે નહી હું એણે અહીં જ બોલાવી લઉં ."વિલિયમ બોલ્યા અને તેમણે ફોન કાઢી સોકરીને કોલ કર્યો .


**************


ડ્રોઈંગ રૂમમાં એક યુવતી લેપટોપ ખોલીને બેઠી છે .આજુબાજુ ઘણા નકશા અને પેજ પડ્યા છે .હાથમાં કોફીનો મગ પકડ્યો છે .લેપટોપ માં ઘણું ફંફોસ્યા બાદ કઈ જ નથી મળતું .ત્યા જ એને એક કાગળ દેખાય છે જે જોઇ એ ખુશ થાય છે .


ત્યાંજ એનો ફોન રણકી ઉઠે છે .


"હેલો આ સમયે ખબર નથી પડતી કે કોઈ પણ માણસ કામમાં હોય ."સોકરી ગુસ્સામાં જ બોલી .


"બેટા સૂતું હોય .પણ આપણા જેવા જ કામ કરતા હોય ."

વિલિયમ હળવી મજાક કરતા બોલ્યો .


"કોણ ?"સોકરી નો ગુસ્સો થોડો ઓછો થયો .


"વિલિયમ ....🙂"વિલિયમ બોલ્યા .


"ઓહ સોરી અંકલ મે મે કામમાં જોયું જ નહી કે કોણ છે ."સોકરી બોલી .


"ના ના વાંધો નહી .થોડું કામ હતું ."વિલિયમ બોલ્યા .


"હા બોલોને અંકલ ."સોકરી હવે સ્વસ્થ થઈને બોલી .


"આવી શકીશ અત્યારે ."વિલિયમ બોલ્યા .


"અત્યારે તમારા ઘરે .કઈ થયું ?"આ સમયે વિલિયમે બોલાવી એ જાણી સોકરી ને કઈ સમજ ના પડી .


"આવીશ !!!"વિલિયમ બોલ્યા .


"હા આવુ જ છું ."સોકરી બોલી .સોકરીને ખરેખર ચિંતા થઈ કે શુ થયું હશે .અને જે હિસાબથી વિલિયમ અંકલ વાત કરતા હતા તે ઘણા સ્વસ્થ નહોતા .


સોકરી જલ્દીથી તૈયાર થઈ અને કાર લઈને ભાગી .બધા રોડ સુમસામ હતા. હા થોડી ઘણી ચહલપહલ હતી સોકરી ધીરે ધીરે ગાડી ચલાવતી હતી ત્યા તેણે નોટિસ કર્યું કે કોઈ કાર તેનો પીછો કરી રહી છે .


સોકરી ને અંદાજ તો આવીશ ગયો કે ઈર્શાદે તેના પર વોચ રાખી જ હશે તેથી તેણે ટર્ન લેવાને બદલે સીધા જ જવા દીધું .હજુ તે કાર પાછળ જ હતી .સોકરીએ કાર સાઈડમાં ઉભી રાખી અને ત્યા જ આવેલી રેસ્ટોરન્ટ માં ગઇ .હવે કાર માં થી પણ કોઈ ઉતાર્યું પણ એ ડ્રાઈવર સીટ પર નહોતો .


"મતલબ કે ઈર્શાદે કડક પહેરો રાખ્યો છે ."સોકરીએ મનમાં વિચાર્યું .અને તે ફટોફટ પાછળના ગેટથી નીકળી ગઇ. હવૅ જો તે કાર પાસે જાય તો પણ તેનો પીછો થવાનો જ હતો આથી તેણે મોઢું ઢાંકી લીધું અને એક કેબમાં બેસી ગઇ .


"રોફોન બંગલો ."સોકરીએ વિલિયમના બંગલોથી થોડા દૂર આવેલા બંગલાનું નામ લીધું જેથી કોઈને શક ના જાય .


***********************


બીજી બાજુ વિલિયમના બંગલામાં બધા ચિંતામાં હતા કે સોકરી સલામત તો હશે જ ને .ઘણી વાર રાહ જોયા બાદ વિલિયમે સોકરીને ફોન કર્યો .પણ સોકરીએ કોઈ જવાબ જ ના આપ્યો .


થોડી વાર પછી સોકરી બધા સામે હતી .


સોકરી બધા સામે હતી .એને વાઈટ કલરનું ટોપ અને બ્લેક જીન્સ પહેર્યો હતો .હંમેશની જેમ એના હાથમાં એનું એપલનું લેપટોપ હતું . 👩


"તમે બધા . . . . ! " સોકરી જુલી અને એ બધાને જોઈને ડઘાઈ ગઇ .


" જો સોકરી બેટા શાંતિથી બેસીને વાત કરીએ . 🙂 🙂 🙂 " વિલિયમ ને અંદાજ આવી જ ગયો હતો કે સોકરી આ બધાને જોઇ ડઘાઈ જશે .


" જો સોકરી અમે ટાઈમ ટ્રાવેલ દ્વારા અહીં આવ્યા છીએ . " જયુકે કહ્યું .


" મંગલ . . . . પરથી . . . . . . " સોકરી ને હજુ કહી ખબર નહોતી પડી રહી .


"હું કહું એમ થયું કે . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

એટલે જ અમે આ દુનિયાને બચાવવાં આવ્યા .તારે આમાં અમારી મદદ કરવાની છે . " જુલીએ પહેલેથી બધું કહ્યું .

" What ????😯 😯 😯 😯 😯 "સોકરી બોલી ઉઠી .


"તારે મીડિયા પાસે જઈ ઈર્શાદ અને ડેરિક વિશે બધું કહેવાનું છે અને મેડિસિન પણ . " જુલી બોલી .


" બટ મારાં મોમ . . . " સોકરી મીડિયા ને આ વાત કહેવા તો તૈયાર જ હતી પણ ઈર્શાદ દ્વારા અપાયેલ ધમકી ને એ હજુ ભૂલી નહોતી . એમ તો સોકરી કોઈથી ના ડરતી પણ વાત જયારે એના રિલેટિવ ની આવે એટલે એ ચૂપ થઈ જતી .


" જો તું તૈયાર છે . તો ટેન્શન નહી લે અમે છીએ ને .તું તારા મોમને ઇન્ડિયા મૂકી દે .ત્યા એ સુરક્ષિત રહેશે . મારાં એક સગા ને હું કહી દઈશ . "વિલિયમ બોલ્યા .


" પણ . . . . . . . . . . 👵 મોમ નું મને બહુ ટેન્શન છે . "સોકરી બોલી .


" હું બીજું કઈ કહીશ નહી . પણ સોકરી દુનિયા અત્યારે તારા હાથમા પણ છે . જો એ છટકી તો હું કે તું નહી બચીએ . 😐 " વિલિયમ બોલ્યા .


🤔 🤔 🤔 સોકરી ઘણી વાર વિચારી રહી પછી થોડી સ્વસ્થ થઈ .


" હું બચાવીશ આ જગતને બસ આગળનો પ્લેન કહી દો . "સોકરી બોલી .


"આપણે કેમ પણ કરીને એ મેડિસિન લોકો સુધી નથી પહોંચવા દેવાની ."જુલી બોલી .


" એ મેડિસિન તો લોકો સુધી પહોંચતા આપણે નથી રોકી શકવાના . આ વખતે ડેરીકે બધાને જ મનાવી લીધા છે ." સોકરી બોલી .


" તો એક જ આઈડિયા છે . મેડિસિન ચેન્જ !!! 🙄 " સોફિયા બોલી .


" યસ મે વાચ્યું હતું કે આ કામ માટે ઘણા લોકો જોઈશે અને આપણે એમાં જઈ શકીએ તો કામ થઈ શકે છે યા પછી મેડિસિન પાસે જયારે કોઈ ના હોય ત્યારે મેડિસિન તબાહ . " સોકરી બોલી .


"તો . . . . . . . . . . . . . . . . . . . . . . . . . આપણો પ્લેન આ છે ." જુલીએ આખો પ્લેન કહ્યો .


" સમય શરુ ફક્ત 40 કલાક ."માર્ક બોલ્યો એ સાથે જ બધા પોતપોતાના કામમાં લાગી ગયા .


એ ચારેય ને જો બહાર જવું હોય તો ચહેરો બદલવો પડે આથી માર્કે બધાને મેકઅપ કરી દીધો .


* * * * * * * * * * * * *

" ઈર્શાદ આ બધાને હા કહી દઉં ." ડેરીકે કામ કરવા માટે આવેલી અરજી ના નામ જોઇ કહ્યું .


" બધું સારુ થશે ને .🙄 🙄 🙄 🙄 😑 😑 😑 " ઈર્શાદે પૂછ્યું .


" યસ આપણે છીએ ને ." ડેરિક બોલ્યો .


* * * * * * * * * ** * * *


જુલી એ ગૂગલ પર જોઇ અને થોડો ઘણો વિલિયમની મદદ થી નાસાનો એક નકશો બનાવ્યો . મેડિસિન તબાહ કરવા માટે એક રિમોટ હતું તે ડેરિક ના કેબિનમાં હતું .જે જુલી ને લાવવાનું હતું .


સોકરી એ ઘણી વાર આવા સાહસિક કામ કર્યા હતા પણ આ વખતે કામ થોડું અઘરું હતું . કહેવાય છે કે નાસા આસાન નથી .


સોફિયા આ વખતે ઘરે રહીને સીસીટીવી કેમેરા ચેક કરવાની હતી .તેના માટે આરામ પણ જરૂરી હતો .


* * * * * * * * * * * * * * *


38 કલાક બાકી . . . . . . . . . . . . . . .



જુલી રિમોટ લેવા નાસામાં મુલાકાતી બનીને પ્રવેશી ચુકી હતી .


"એક્સક્યુઝ મી મેમ . . . . " જુલી જઈ રહી હતી ત્યારે જ એક રિસેપ્શન પર બેઠેલી યુવતી બોલી .


"યસ ." જુલી ને આ બધાથી બચવું હતું પણ હવે જયારે એ પકડાઈ જ ગઇ હતી તો પછી લડવું જ પડે .


"મેમ તમે વેઇટિંગ રૂમ માં બેસો . અંદર તમે ના જઈ શકો ." તે યુવતી બોલીને જતી રહી .


જુલીએ એક સ્મિત આપ્યું અને તેણે સોફિયા ને કોલ કર્યો .


" કેમેરા ઓફ . . . . . . . " જુલી બોલી એ સાથે જ સોફિયા એ કેમેરા હેક કરી ઓફ કરી દીધા .


જુલી જલ્દીથી મિટિંગ રૂમ પાસે ગઇ જ્યાં નો બોડીગાર્ડ ધ્યાન રાખતો હતો .જુલી એ એની નજર ચૂકવી અને ડેરિકના કેબિનમાં ગઇ .અંદર જે જગ્યાએ રિમોટ હતું તે બહુ સેફ હતી એટલે જુલીએ માર્ક ની મદદ થી એ કોડ બ્રોક કરી લીધા હતા .


જુલી એ કબાટ શોધી કાઢ્યું અને ત્યા તેણે કોડ નાખી રિમોટ કાઢ્યું . ત્યા જ તેને કોઈના આવવાનો અવાજ આવ્યો .


" ઓહ નો ! " જુલી મનોમન બોલી ઉઠી .


જુલીના હાથમા અત્યારે દુનિયા બચાવવાં માટેનું રિમોટ હતું .

થોડી સેકન્ડ પછી એક માણસ અંદર આવ્યો .જુલી ટેબલ નીચે જતી રહી .


જુલીએ ધ્યાન થી જોયું તો એ ડેરિક હતો .


"ડેરીકે મને જોઇ લીધી તો મોટી મુશ્કેલી થઈ જશે ."જુલીએ મનોમન વિચાર્યું .


ડેરિક ખુરસી પર બેઠો અને તેણે પગ જેવા જ ટેબલ નીચે મુક્યો એવુ જ એના પગ ને કંઈક અડ્યું .ડેરિક નીચે નમ્યો તો ત્યા એક પેન હતી .


જુલી ધીમે ધીમે દરવાજા પાસે પહોંચી ગઇ .પણ ડેરીકે તેને જોઇ લીધી .


" તું . . . . . . . . . . . . . ...😯 😯 😯 😯 😯 😯 😯😯 😯 😯 😯 😯 😯 😯 😯 . . . . . . " ડેરિક ને જુલી ને જોઇ આશ્ચર્ય થયું .


"ઓહ નો . . . . . ." જુલી બોલી .


ડેરિક દરવાજા તરફ આગળ વધતો હતો . એમ એમ જુલીની ધડકન વધતી ગઇ .જુલી પાસે કોઈ જ રસ્તો નહોતો .ત્યાંજ તેને કંઈક યાદ આવતા તેણે પર્સમાંથી પિસ્તોલ કાઢી અને ડેરિકના માથા પર ગોળી મારી .


"સોરી બીજો કોઈ આઈડિયા જ નહોતો ." જુલી બોલી અને જલ્દીથી રિમોટ લઈને ત્યાંથી નીકળી સામે જ તેને ઈર્શાદ મળ્યો .


"ઓહ વધુ એક પનોતી ." જુલીએ વિચાર્યું અને તેને ત્યાંથી સ્પીડમાં ભાગી .



* * * * * * * * * * * * * * * * * * * *


30 કલાક બાકી .


"ઓહ જુલી આ શું થયું ?😯 😯 😯 😯" જુલી ના લોહી વાળા હાથ જોઇ સોફિયા બોલી ઉઠી .


" સોરી પણ મે ડેરિક ને મારી દીધો છે ." જુલી બોલી .


"દ દ . . .. ડેરિક " સોકરી આશ્ચર્ય સાથેજ બોલી .


"હા પણ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો . " જુલી બોલી .


"ઇટ્સ ઓકે પણ સોફિયા કેમેરા ઓફિસ હતા ને નહી તો કેસ થશે . મતલબ જુલી પર નહી પણ તોય . . . . . . . . .😐 😐 😐 😐 😐 😐 😐 " વિલિયમ બોલ્યા .


" જુલી તું રિમોટ આપી દે હવે તું ઘરે જ રહે અમે જઇયે . " સોકરી સ્વસ્થ થતા બોલી .


" હા માર્ક અને જયુકે પણ પોતાની જગ્યા લઈ લીધી હશે ." સોફિયા બોલી .


* * * * * * * * * * * * * * * * * * * * * * *


24 કલાક બાકી


માર્ક મેડિસિન જ્યાંથી એરપોર્ટ પર લઈને જવાની હતી એ રસ્તાની જગ્યાએ હેડ હતો .જયુક બધા માણસ ને સમય પર મુકવાનો હતો કે કોને ક્યારે ક્યા જવું .🙂


પ્લાન મુજબ સોકરી એક કલાક પછી આવવાની હતી .તેને રિમોટ માર્કને આપવાની હતી .માર્ક જ્યુકને કોલ કરી બધા માણસોને દૂર રાખવાનો હતો. ત્યારે માર્ક બટન દબાવી બધું વિનાશ કરવાનો હતો .


સાંભળવામાં આ જેટલું સરળ છે એટલું જ કરવામાં અઘરું . કારણ કે આ કામમાં એ ત્રણ નહોતા બીજા પણ લોકો હતા જેમને સલામત રાખવાના હતા .


એ બધા લોકોને સલામત સ્થળ પર રાખવા એ કામ જયુકે કરવાનું હતું .અને એવુ જરૂરી પણ નહોતું કે બધા વાત માને .


* * * * * * * * * * * * * * * * * * * * * *

ઈર્શાદ ડેરિકના કેબિનમાં પહોંચ્યો અને તેણે જે દ્રશ્ય જોયું એ એના માટે ખુશીની વાત હતી .યસ ખુશી ! ! ! 🙂 🙂


" વાહ ડેરિક જે કામ કરવા હું અહીં આવ્યો એ કામ કોઈ બીજું જ કરી ગયું .તને શું લાગે છે હું નહોતો જાણતો કે તું મને પણ મરવા માંગે છે ." ઈર્શાદે હાથમા લીધેલી પિસ્તોલ ફરી ખીચામાં નાખી .


રિયલ માં ઈર્શાદ અને ડેરિક વચ્ચે ત્રણ દિવસ થી ઝગડાં થતા હતા . ઈર્શાદ ને શક હતો કે ડેરિક એને પણ મરવા જ માંગે છે .



"😄 😄 😄 😄 😄 😃 😃 😃 😃 😃 😆 😆 😆 😀 😀 😀 વાહ ! ! ! હું ખુશ થયો હવે આ દુનિયા પર હું રાજ કરીશ . હું ! ! ! 😀 😀 😀 😀 ઈર્શાદ બધાઈ તને કે તું આ દુનિયા પર રાજ કરીશ ."


* * * * * ** * * * * * ** * * * * * * *


3 કલાક બાકી


જયુકે માર્કનો ફોન ઉપાડ્યો .


"હેલો જયુક બધું ઓકે ." માર્કે પૂછ્યું .


"હા ."જ્યુક બોલ્યો .એ સાથેજ જ માર્કે બટન દબાવી દીધું અને મેડિસિન તબાહ .


*********** * * * * * *


વર્તમાન ....


આકાશમાંથી એક સ્પેશિપ આવી રહ્યું છે .સોકરી અને વિલિયમ એકબીજાને જોઇ હશે છે અને જુલી અને એ લોકોનું સ્વાગત કરે છે .કેટલાય દિવસ પછી તેને મંગલ પરથી આવ્યા હતા .




...(સમાપ્ત )