છેલ્લો દાવ Ishita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો દાવ

'ધીરે ધીરે મારી આંખ ખૂલી રહી હતી…હું ક્યાં છું?? આ કઈ જગ્યા છે?? કંઈ જ સમજાઇ નથી રહ્યું… અરે આ શું!! હું મારા હાથ પગ હલાવી નથી શકતી!! ઓહ! મારા હાથ પગ બંધાયેલા છે કે શું?? આ એકધારો બીપ બીપ નો અવાજ મને પાગલ કરી રહ્યો છે, હું મારા કાન પણ બંધ નથી કરી શકતી.. કોઈ બંધ કરો પ્લીઝ આ અવાજ. કોઈ છે પ્લીઝ, મારી મદદ કરો.….' રોમા ચીસો પાડી રહી હતી પણ કોઈ તેની વાત સાંભળી નહોતું રહ્યું. ચીસો પાડતા પાડતા રોમા ક્યારે ઊંઘી ગઈ તેને જ ખબર ન રહી. અંધારા રૂમ માં રોમા એક ગંધાતા ખાટલા જોડે બંધાયેલી હતી. રૂમ માં બે ચાર તૂટેલા ફૂટેલા વાસણ પડ્યા હતાં અને એક ખૂબ જ મેલી ખુરશી પડેલી હતી. રૂમ માં ના તો કોઈ બારી હતી કે નહતો કોઈ હવા ની અવર જવર માટે ની જગ્યા. રોમા એક ખૂબ જ સુંદર યુવતી હતી. તેના દેખાવ અને તેના બ્રાન્ડેડ કપડાં તેની અમીરી ની ચાડી ખાઈ રહ્યાં હતાં. આંગળી ઓ માં નાજુક સોના ની રીંગ્સ્, ડાયમંડ નું બ્રેસલેટ અને ઈયર રીંગ, ગળામાં નાજુક એવી પ્લેટીનમ ની ચેઈન અને પેન્ડન્ટ તેની સુંદરતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં. પરસેવા થી તે આખી ભીંજાઈ ગયેલી. થોડા સમય બાદ ફરી રોમા જાગી. હજુ પણ પોતે એ જ સ્થિતિ માં બંધાયેલ હતી. રોમા સમજી નહોતી શકતી કે તે ક્યાં છે, કોણે તેને આવી રીતે બાંધી રાખી છે અને કેમ! રોમા ને એ પણ ખબર નહોતી કે તે કેટલા દિવસ થી અહીં બંધાયેલી છે! રોમા યાદ કરવાની કોશિશ કરી રહી હતી કે છેલ્લે તેની સાથે શું બન્યું હતું પણ તેને કાંઇ યાદ આવતું નથી. રોમા હવે ખૂબ જ ગભરાઈ જાય છે અને જોર જોર થી રડવા લાગે છે. ત્યાં કોઈ એના કાન માં બોલે છે, " શી..શ..શ..શ..." રોમા રડવાનું બંધ કરી અવાજ ની દિશા માં જોવે છે. ત્યાં એક નાનકડી 14-15 વર્ષ ની છોકરી હોય છે, તે રોમા ની સામે જોઈ ને હળવું સ્મિત કરે છે. રોમા ને તે છોકરી ને જોઈ ને થોડી હિમ્મત આવે છે. રોમા તેની બાજુ માં ઉભેલી છોકરી ને પૂછે છે કે, "બેટા તું કોણ છે?? આ કઈ જગ્યા છે? આપણે લોકો ને અહીં કોણે બંધ કર્યાં છે? બેટા તું મારા હાથ પગ ખોલી દે આપણે અહીંથી ભાગી જઈએ ચલ. હું તને તારા મમ્મી પપ્પા પાસે મોકલી દઈશ. પ્લીઝ બેટા મારા હાથ પગ ખોલી દે." પેલી છોકરી રોમા સામે જોઈ ને મંદ મંદ સ્મિત કરતી હોય છે. રોમા ને આ જોઈ ને ખૂબ જ આશ્ચર્ય થાય છે. તે ફરી પેલી છોકરી ને કહે છે કે," કોણ છે તું? મને અહીં કોણે બંધ કરી છે? મને ખોલી દે પ્લીઝ. જો મારી પાસે બહુ પૈસા છે, તને જે જોઈએ તે હું આપી દઈશ. પ્લીઝ મને ખોલી દે." પેલી છોકરી રોમા ની કંઈ પણ વાત સાંભળતી ના હોય એમ રોમા ને જોયા કરે છે. તે છોકરી ધીમે ધીમે રોમા ના ગાલ અડે છે. રોમા કંઈ સમજી નથી શકતી, ધીરે ધીરે પેલી છોકરી નો હાથ રોમા ના હાથ પર પહેરેલા બ્રેસલેટ સુધી પહોંચે છે તે છોકરી બ્રેસલેટ ને જોઈ રહે છે અને તેને ખેંચવાની કોશિશ કરે છે, પણ તે હાથ માંથી નીકળતું નથી. આ જોઈ ને રોમા કહે છે, " તને બ્રેસલેટ ગમે છે?? લઈ લે આ. મારી પાસે ઘરે બીજા ઘણા બ્રેસલેટ છે હું તને એ પણ આપી દઈશ બસ મને ખોલી દે. અહીંથી જવા દે મને પ્લીઝ.." છોકરી તો પણ કંઈ જવાબ નથી આપતી, હવે રોમા ને ગુસ્સો આવે છે તે થોડા મોટા અવાજ થી છોકરી ને પૂછે છે , " કોણ છે તું?મને કેમ અહીં રાખી છે? શું જોઈએ છે તને બોલ. " આમ બોલતા બોલતા રોમા છૂટવાની કોશિશ કરે છે. રોમા ને આમ તડફડતાં જોઈ ને પેલી છોકરી જોર જોર થી હસવા લાગે છે. રોમા ને કંઈ જ સમજાતું નથી તે હિંમત હારી જઈ ને જોર જોર થી રડવા લાગે છે, પણ પેલી છોકરી પર આ વાત ની કોઈ અસર થતી નથી તે તો બસ રોમા ની જ્વેલરી થી રમ્યા કરે છે. રડતાં રડતાં આજીજી કરતી હોય એમ રોમા ફરી તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરે છે, " શું જોઈએ છે તમને લોકો ને? હું કંઈ પણ આપવા તૈયાર છું બસ મને છોડી દે. હું બહુ મોટી સેલિબ્રિટી છું, મારી પાસે બહુ પૈસા છે. દુનિયા માં એવી કોઈ ચીજ નથી કે જે પૈસા થી ન ખરીદી શકાય, હું તને જેટલા જોઈતા હોય એટલા પૈસા આપવા તૈયાર છું, બોલ તને શું જોઈએ છે!" છોકરી ખડખડાટ હસતાં હસતાં બોલે છે," હા આ વાત તો તે સાચી કહી પૈસા બહુ છે તારી પાસે. હા…હા.. હા.. " છોકરી રોમા ની વાત સમજી શકતી હતી એ જાણી ને રોમા ને થોડી શાંતિ થઈ રોમા એ ફરી પુછ્યું," વાહ બેટા! તું તો બહુ જ સમજદાર છે, બોલ તો પછી હવે શું જોઈએ છે તને? " છોકરી રોમા ના કાન માં જોર થી બોલી, "આઝાદી.. હા.. હા.. હા.. આઝાદી જોઈએ છે મને. આપીશ તું??? " રોમા કંઈ સમજી નહીં,પણ હવે વાત નીકળી જ હતી તો પાછળ હટાવાનો કોઈ ફાયદો ન દેખાતા રોમા બોલી, " આઝાદી!! હું જ અહીં બંધાયેલી છું તું પેલા મને ખોલી દે આપણે અહીંથી નીકળવા નો કોઈ રસ્તો શોધી લઈશું. તું બસ બોલી દે તને કોણે આપણને અહીં બાંધી રાખ્યા છે!! કોનાથી આઝાદી જોઈએ છે બોલ??" છોકરી બોલી, " તારાથી.. તું આઝાદ કરી દે મને.." રોમા ને હવે ખૂબ જ ગુસ્સો આવ્યો. તે ભડકી ને બોલી," આ શું મજાક છે? સીધી રીતે બોલ કોણ છે તું?? નહીં તો તારા માટે સારું નહીં થાય. " છોકરી આ સાંભળીને હસવા લાગે છે," તું મને ધમકી આપે છે પોતાની હાલત જો પહેલા. કંઈ વાંધો નહીં, તું બધું ભૂલી ગઈ છે, પણ હું તને કાંઇ પણ ભૂલવા નહીં દઉં, મારે તને યાદ અપાવું પડશે. આમ પણ કોઈ ની અંતિમ ઈચ્છા પૂરી તો કરવી પડે ને!!! " આમ બોલી ને તે છોકરી એ દિવાલ સામે જોયું તો ત્યાં એક જુના ફાટેલા પડદા પર કોઈ ફિલ્મ શરૂ થઈ હોય એમ એક પછી એક દ્રશ્યો ગતિમાન થવા લાગ્યા…એ દ્રશ્યો જોઈ ને રોમા ને બધી જુની વાતો યાદ આવવા લાગી, તેના શ્વાસોચ્છ્વાસ વધવા લાગ્યા, તેના ધબકારા પણ ખૂબ ઝડપી બની ગયાં.. ડર ના કારણે બી. પી. હાઇ થવાનાં લીધે તે પરસેવે રેબઝેબ થઈ ગઈ. તે તેની 10 વર્ષ જુની યાદ માં સરી ગઈ..

******************************************

રોમા નું સફળ મોડેલ અને ત્યાર બાદ સફળ હીરોઇન બનવાનું સપનું હતું,પણ મોટા શહેર ના મોટા મોટા ખર્ચાઓ ના લીધે તેનું સપનું નાનું બનતું જતું હતું. એક ફેમસ ફોટોગ્રાફર પાસે બહુ મુશ્કેલી થી અપોઇનમેન્ટ મળી હતી. પણ ત્યાં સુધી માં ફોટોગ્રાફર ના ચાર્જીસ ના પૈસા વપરાઈ ગયેલા. એક. મૂવી ડાઇરેક્ટર ને બહું મુશ્કિલ થી પટાવીને આ અપોઇનમેન્ટ મળી હતી. બહું ઓછો સમય રહી ગયો હતો. બીજા એક મોટા ડાઇરેક્ટર ને તો વર્જન હીરોઈન જોઈતી હતી. ટેન્શન માં ને ટેન્શન માં એ નશીલી દવાઓ નું સેવન કરવા લાગી. રોમા નશા માં બબડાટ કરતી હતી, " વર્જિન હીરોઈન જોઈએ છે જાડીયા ને, હંઅઅ, શું કમી છે મારા માં!!" હાથ માં બૉટલ લઈ ને એ હોટલ ની બહાર આવી. હોટલ ના ગેટ પાસે જ એ નશા ની હાલત માં પડી ગઈ. બીજા દિવસે સવારે જ્યારે તેની આંખ ખૂલી તો બાજુ માં એક સુંદર છોકરી તેના માથા પર પાણી ના પોતા મૂકી રહી હતી. રોમા હજુ એના રાત ના ડાઇરેક્ટર દ્વારા થયેલ વર્જીનીટી ના અપમાન ને ભૂલી નહોતી. કામ અને પૈસા ની લાલચ માં એ આંધળી બની ગયેલી. એટલામાં પેલી છોકરી બોલી, "દીદી કેવું લાગે છે તમને? મારું નામ નેહા છે. આ અમારો અનાથ આશ્રમ છે. તમે અહીં સેફ છો. તમે કોણ છો?" રોમા નેહા ની. વાત સાંભળતી રહી અને તેને એક મહા ભયંકર યુક્તિ સુજી. નેહા જોડે દોસ્તી વધારી ને એક દિવસ નેહા ને ફોસલાવી ને રોમા એ તેને ડાઇરેક્ટર પાસે મોકલી, ડાઇરેક્ટર જોડે પોતાને હીરોઇન લેવાના બદલામાં નેહા ની ડીલ કરી. પછી તો રોમા એક પછી એક સફળતા ની સીડી ચઢતી ગઈ. નેહા વિશે તો તેણે કંઈ જાણવાની ક્યારેય તસ્દી નહીં લીધી નેહા કોઈ જોડે ભાગી ગઈ છે એવી અફવા ફેલાવીને રોમા એકદમ નચિંત થઈ ગઈ. આટલી સફળતા નો સ્વાદ ચાખ્યા બાદ હવે રોમા ને ટ્રેંડ માં રહેવા માટે બે વર્ષ પહેલા લગ્ન કરવા પડ્યા,અને એક દિવસ તેને પોતાની પ્રેગ્નન્સી ની ખબર પડી. આટલું આવતાં જ પેલા ગંદા પડદાં પર ના દ્રશ્યો અટકી ગયાં. રોમા હવે ખૂબ જ ગભરાઈ ગઈ. તેને યાદ આવ્યું કે આ છોકરી બીજું કોઈ નહીં નેહા જ હતી. રોમા ને પોતાની ભૂલ સમજાઈ તેણે નેહા સામે જોઈ ને કહ્યું, " નેહા મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ."

આ સાંભળીને નેહા ગુસ્સા થી બોલી, " ભૂલ!! ભૂલ નહોતી એ, ગુનો હતો. એ જાનવર જેવા માણસ એ મારી શું હાલત કરી હતી ખબર છે તને એ!! મારી ડીલ કરી ને તે આ ડાયમંડ નું બ્રેસલેટ લીધું હતું ને. મેં જે સહન કર્યુ એ તારે પણ કરવું પડશે. " રોમા હવે કંઈ જ બોલવાની સ્થિતિ માં નહોતી છતાં તેણે એક છલ્લો દાવ રમી જોયો," નેહા!! હું તારી ગુનેગાર છું. હું બધા ની સામે તારા થી માફી માગવા તૈયાર છું. પણ મને અહીં આ રીતે બાંધી રાખી ને તને શું મળશે?? મને જવા દે પ્લીઝ. મારું બાળક મારી રાહ જોતું હશે. હું પ્રેગનેંટ હતી." નેહા આ સાંભળી ને જોર જોર થી હસવા લાગી, "રોમા તે મને દગો આપ્યો. તારી માફી ની મને જરૂર નથી.અને મેં તને અહીં કૈદ નથી કરી, તું તારા મન માં કૈદ છે અને તારું બાળક બીજું કોઈ નહીં હું જ છું. આ જો ગંદો રૂમ, આ ગંદો રૂમ નથી તારું અર્ધ ચેતન મન છે,તું કોમા માં છે. હું તારી કોખ માં છું એટલે તારી સાથે વાત કરી રહી છું."રોમા સ્તબ્ધ થઈ ગઈ. નેહા આગળ બોલી," મહિનાઓ સુધી એ જાનવર ના હાથે હું ચૂંથાઈ, નશીલી દવાઓ આપતો હતો, હું કંઈ જ નહોતી કરી શકતી અને એક દિવસ એ જ હાલત માં હું મૃત્યુ પામી. પણ મારાં મન માં તું જ હતી. જે પીડા મેં ભોગવી એ હવે તારે ભોગવી પડશે. તારા રાજીવ સાથે લગ્ન, તારું પ્રેગનેંટ થવું, તારું કોમા માં જવું આ બધી મારી જ યોજના હતી. છેલ્લા 3 મહિના થી તું કોમા માં છે. મારો તો અહીં થી જવાનો સમય આવી ગયો છે પણ હવે તારી સજા શરૂ થાય છે, મારા ગયા પછી તું બધું સંભાળી શકશે, સમજી શકશે પણ કાંઈ કરી નહીં શકે. "

*****************************************

" રાજીવ રોમા ની ડીલીવરી બરાબર થી થઈ ગઈ, બેબી ગર્લ છે. પણ રોમા ની હાલત માં કોઈ સુધારો નથી. એ હજુ કોમા માં જ છે. " ડોક્ટર એ રાજીવ ને કહ્યું. રાજીવ ખૂબ જ ટેન્શન માં લાગી રહ્યો હતો. ડોક્ટર એ કહ્યું," રાજીવ ટેન્શન નહીં લે બેબી ગર્લ હેલ્ધી છે. નર્સ હમણાં એને લઈ ને આવશે. રાજીવ બોલ્યો, " ડોક્ટર તમારો ખુબ ખુબ આભાર, આવી ક્રિટિકલ સ્થિતી માં પણ તમે મારી દીકરીને બચાવી આ દુનિયા માં લાવ્યા એ બદલ. હજુ એક મદદ કરી દો. આ લો 50 લાખ અને તમે એવું જાહેર કરી દો કે ડીલીવરી માં રોમા નું મૃત્યુ થઈ ગયું છે." ડોક્ટર આ સાંભળી ને સ્તબ્ધ થતાં બોલ્યા, " રાજીવ શું વાત છે, 2-3 દિવસ થી તું ખૂબ ટેન્શન માં છે, મને લાગ્યું કે તને રોમા ની ચિંતા હશે પણ હવે તું આમ કેમ કહે છે!? " રાજીવ બોલ્યો," અંદર થી ખબર મળી છે પેલા ડાઇરેક્ટર ના ઘર ના ગાર્ડન માંથી જે હાડપિંજર મળી આવ્યું છે એમાં રોમા નો હાથ છે, મીડિયા વાળા જુની વાતો ખોદી રહ્યાં છે. નેહા અને રોમા ના કનેક્શન સામે આવી રહ્યાં છે, આ રોમા ના લીધે મારી ઈજ્જત પર વાત આવી જાય એવું છે, એટલે કહું છું તમે મારી બેબી ગર્લ માટે થોડો ટાઇમ જીવતી રાખો એને ગુપ્ત રીતે, પછી તમને જે ઠીક લાગે એ કરજો. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. " ડોક્ટર બધી વાત સમજી ગયા ને 50 લાખ નો ચેક લઈ લીધો.

રાજીવ બેબી ગર્લ ને લઈ ને ચાલ્યો ગયો.

******************************************


3 મહિના પછી : કોમા પેશન્ટ નાં વોર્ડમાં :

" શું યાર આજે તો નસીબ ખુલી ગયા, હીરોઈન આવી છે. રોમા!! એક માણસ બોલ્યો. બીજો બોલ્યો, " એય નામ નહીં લે, તું ખાલી મજા કર ને, લે આ વેસેલિન. અને ધ્યાન થી ચહેરો ખરાબ ન થવો જોઈએ. " ત્રીજો માણસ આંખ મારતા બોલ્યો," શું યાર જલસો કરાવી દીધો આજે તો તે.. " આ ચાર માણસો હસતાં હસતાં રોમા ના રૂમ નો દરવાજો અંદર થી બંધ કરી દે છે…



સમાપ્ત


(આ એક કાલ્પનિક વાર્તા છે, આ વાર્તા ની વાસ્તવિકતા સાથે સમાનતા એક સંયોગ માત્ર છે)