Darek khetrama safdata - 43 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 43

ભાગ 43
પ્રકરણ 18
જેવા બનવુ છે તેવા વાતાવરણમા રહો.

શું આસપાસના વાતાવરણને લીધે વ્યક્તી સફળ કે નિષ્ફળ થઈ શકે ? હા ચોક્કસ થઈ શકે કારણકે વાતાવરણની વ્યક્તીના માનસ પર ઘણીજ ઉંડી અસર થતી હોય છે. આસપાસનુ વાતાવરણ એ વ્યક્તી માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરતુ હોય છે જેથી વ્યક્તી અમુક રીતે વિચારવા કે વર્તવા પ્રેરાતા હોય છે જે છેવટે તેની સફળતા કે નિષ્ફળતાનુ કારણ બનતુ હોય છે. તમે ચોખ્ખા, હવા ઉજાશ વાળા કે શાંત વાતાવરણમા વાંચવા બેસો અને પછી ગંદા, દુર્ગંધ મારતા કે શોર બકોર વાળા વાતાવરણમા વાંચવા બેસો તો કોઇ કાર્ય માટે અમુક પ્રકારના વાતાવરણની શું જરુરીયાત રહેતી હોય છે તે આપો આપ સમજાઇ જશે. આમ વાતાવરણની આપણા મન વિચારો, ધ્યાન અને કાર્યક્ષમતા પર ઘણી અસર થતી હોવાથી સફળ થવા માટે તેનુ ધ્યાન રાખવુ ખુબ જરુરી બનતુ હોય છે.

જરા વિચારો જોઈએ કે તમારે વેપાર કરવો હોય પણ તમારી દુકાન જ્યાં છે ત્યાં દરરોજ ઝઘડાઓ થતા હોય, દરરોજ ખુન ખરાબા, મારામારી કે કર્ફ્યુ લાગતા હોય તો તમે આવા વાતાવરણમા વેપાર કેવી રીતે કરી શકો ? તમે જે કારખાનુ ચલાવો છો ત્યાના કર્મચારીઓ વારંવાર અંદરો અંદર લડી પડતા હોય, નાની નાની બાબતોમા ઝઘડાઓ કરતા હોય, એક બીજાને સહકાર ન આપતા હોય કે શાંતીથી કામ કરવાનુ વાતાવરણજ ન હોય તો તમે તમારો વેપાર કેવી રીતે ચલાવી શકો? આમ કોઇ પણ કાર્યને શાંતીથી પુર્ણ કરવા માટે શાંત, પ્રોત્સાહક, સપોર્ટીવ વાતાવરણ હોવુ ખુબ જરુરી બનતુ હોય છે કારણકે તેવા વાતાવરણમાજ શાંતીથી કાર્યને અંજામ આપી શકાતો હોય છે.

ઘણી વખત તમે જોયુ હશે કે એક હોશીયાર વ્યક્તી ખરાબ વ્યક્તીના સંગતમા આવીને પોતે પણ ખરાબ બની જતો હોય છે જ્યારે એક ખરાબ માણસ કોઇ સારા ગુરુ કે વ્યક્તીના સંપર્કમા આવીને ખુબ સારા કામ કરવા લાગતા હોય છે, ઘડીભરમાતો આપણને વિચાર પણ ન આવે તેવા ઉચ્ચ કક્ષાના કામ તેઓ કરતા થઈ જતા હોય છે તો આ બધુ જોઈને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે આવી ઘટનાઓ કેવી રીતે શક્ય બનતી હોય છે? તો તેના જવાબમા તેમ કહી શકાય કે વ્યક્તીને મળતા આસપાસના વાતાવરણનીજ આ કમાલ હોય છે કારણકે આસપાસનુ વાતાવરણ વ્યક્તીનુ ચુપચાપ ઘડતર કરતુ હોય છે એટલે કે વ્યક્તી જેવા વાતાવરણમા રહેતો હોય છે તેવાજ તેના સ્વભાવ અને વિચારો બની જતા હોય છે. જો વ્યક્તી હકારાત્મક ધાર્મીક કે દયાળુ વાતાવરણમા રહેતો હોય તો તેના વિચારોમા પણ દયા, ધાર્મીકતા અને હકારાત્મકતા ઉત્પન્ન થતી હોય છે જ્યારે તેનાથી ઉલટ નબળા, ઉશ્કેરાટ ભર્યા કે ગુનાહિત વાતાવરણમા રહેનાર વ્યક્તી ગુસ્સેલ, ઇર્ષાળુ, દુખી, અભીમાની કે નિરાશ વ્યક્તીત્વ ધરાવતા બની જતા હોય છે. પછી આવા સ્વભાવ વાળા લોકો જડપથી સફળતા મેળવી શકતા હોતા નથી. તો આવા કારણોને લીધેજ મોટી મોટી કંપનીઓમા કર્મચારીઓને મળતા વાતાવરણ પર ખાસ ધ્યાન આપવામા આવતુ હોય છે, તેઓને જેવો આઉટપુટ જોઇએ છે તેવોજ ઇનપુટ આપવામા આવતો હોય છે. આ રીતે કર્મચારીઓને અમુક પ્રમાણે વર્તવાની સુગમતા વિકસાવવામા આવતી હોય છે જેથી વ્યક્તીના મનને તે મુજબ કાર્ય કરવાની ટેવ પાડી ઉચ્ચ કક્ષાનુ પરીણામ મેળવી શકાય.

તમે કોઇ ધંધાકીય એકમની મુલાકાત લેશો તો જણાશે કે એકમને જેવા કાર્યની જરુર હોય છે, જેવી આવળતોની જરુર હોય છે તેમા વધારો કરતા વાતાવરણની રચના કરવામા આવતી હોય છે. દા.ત. કોઇ એકમમા R&D(રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) વધારે મહત્વનુ હોય તો ત્યાં કર્મચારીઓને સંશોધન કરવા વધુ પ્રોત્સાહન આપે તેવા વાતાવરણની રચના કરવામા આવતી હોય છે. આવા વાતાવરણમા કામ કરવાનુ લો પ્રેશર, ક્રીએટીવીટીને વધારે મહત્વ આપવામા આવતુ હોય છે. આજ રીતે જો બીજા કોઇ એકમમા સંશોધન કરતા ઉત્પાદન કે માર્કેટીંગ વધારે મહત્વનુ હોય તો ત્યાં માર્કેટીંગ કરવા માટે મદદરુપ થાય તેવા હરીફાઇ યુક્ત વાતાવરણની રચના કરવામા આવતી હોય છે. આવુ વાતાવરણ ઉત્પન્ન કરવા માટે તીવ્ર હરીફાઇ, ઉપરી અધીકારીઓનો સતસત કામ કરવાનો દબાવ વગેરે જેવા ટુલ્સનો ઉપયોગ કરવામા આવતો હોય છે. કોઇ સ્થળે માનવીય મુલ્યો વધારે મહત્વના હોય તો ત્યાં માનવીય મુલ્યો પર વધારે ભાર આપવામા આવતો હોય છે, તેમજ આર્મીને લગતુ ક્ષેત્ર હોય તો ત્યાં દેશપ્રેમ, સેવાકિય જુસ્સો અને પરાક્રમનુ વાતાવરણ ઉત્પન્ન કરવામા આવતુ હોય છે. આમ વ્યક્તીને જેવુ વાતાવરણ મળે છે કે આપવામા આવે છે તેવોજ તે આખરે બની જતો હોય છે. પછી તેઓને માટે તે રોજીંદુ કાર્ય બની જતુ હોય છે, તેઓને આવા કામ કરવા માટે ખાસ કશી મહેનત કરવી પડતી હોતી નથી જેથી સરવાળે બધાને લાભ થતો હોય છે.

માની લ્યો કે તમે બીમાર છો, એટલા બધા બીમાર છો કે તમારામા ઉઠવાની પણ શક્તી રહી નથી, તમારાથી કશુજ થઈ શકે તેમ ન હોવાથી તમને હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા છે. હવે બને છે એવુ કે આસપાસના કોઇ રૂમમાથી કોઇના અવસાન થયાના સમાચાર તમને મળે છે, જીવનમા જીવવા જેવુ કશુ છે જ નહી તેવી ચર્ચાઓ થઈ રહી છે, અધુરામા પુરુ તમે ટી.વી ચાલુ કરો તો તેમાય મોત અને અકસ્માતનાજ સમાચારો ચાલી રહ્યા છે, બીજો કોઇ પ્રોગ્રામ ફેરવો તો તેમાય છળ, કપટના દાવ ખેલાઇ રહ્યા હોય તો તે બધાની તમારા મન પર કેટલી વિપરીત અસર પડે ! તમે કેટલા દુ:ખી થઈ જાવ ! આવા સમયે તમને પણ એવો વિચાર એક વખતતો આવ્યા વગર રહે નહી કે આ જીવનમા જીવવા જેવુ કશુ છેજ નહી, આ જીવનમાતો ચારેય બાજુ દુખ, નિરાશા અને કાવા દાવાઓજ ફેલાયેલા છે, જીવન હવે કશા કામનુ નથી, આવા જીવનથી બચવાનો એકજ ઉપાય છે “ મોત “ બસ હવે તેના વગર આપણો ઉધ્ધાર નથી.

પણ હવે જરા તમે વિચારો જોઈએ કે આ હદ સુધીના વિચારો સુધી તમે કેવી રીતે પહોચી ગયા? તમેતો શાંતીથી પથારીમા સુતા હતા, તમનેતો આવુ કશુ મનમાય ન હતુ તો પછી કેમ આવા વિચારો આવવા લાગ્યા? આ પ્રશ્નનો જવાબ આસપાસનુ દુ:ખ અને નિરાશાઓથી ભરેલુ વાતાવરણ જ છે ખરુને ! હવે માની લ્યો કે આસપાસ દુ:ખોનુ નહી પણ ખુશીઓનુ વાતાવરણ હોત, લોકો તમને શુભ આશીષો આપી રહ્યા હોત, તમારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થનાઓ કરી રહ્યા હોત, તમને પ્રેમ અને આશા ભરી નજરે નિહાળી રહ્યા હોત, તમારા લાંબા આયુષ્યની કામનાઓ કરી રહ્યા હોત, તહેવારના દિવસો હોત, બધા લોકો તેને ઉજવવા થનગની રહ્યા હોત, તમે પણ તેવોજ ઉત્સાહ અનુભવી રહ્યા હોત, તમને પણ તે ઉજવવાનુ અને ભાગ લેવાનુ મન થઈ રહ્યુ હોત, વધારામા તમારા પરીવારમાથી કોઇ ખુશીના સમાચાર પણ આવી રહ્યા હોય કે કોઇ સ્નેહીજનને તેના કામમા મોટી સફળતા મળી હોય તો તમે કેટલા ઉત્સાહમા આવી જતા હોવ છો, તમે પણ જીંદગીને નવેસરથી શરુ કરવા પ્રેરાતા હોવ છો, ઉજવણીઓ કરશો અને જીવનમા બધુજ ભુલીને આગળ વધવાનો પ્રયત્ન કરશો ખરુને ! આમ આસપાસનુ વાતાવરણ વ્યક્તીના વિચારોને ટકોરા મારી મારીને એવો આકાર આપી દેતુ હોય છે, એવી દિશા આપી દેતુ હોય છે કે પછીતો વ્યક્તી તે દિશામાજ જાણ્યે અજાણ્યે આગળ વધવા લાગતો હોય છે જેની જાણ તેને ખુદને પણ હોતી નથી.

દેશની બધીજ શાળા કોલેજોમા એક સરખો અભ્યાસક્રમ હોય છે, એક સરખા શીક્ષકો હોય છે, એક સરખી સુવીધાઓ હોય છે તેમ છતાય દરેક શાળાઓના પરીણામો અલગ અલગ આવતા હોય છે. ઘણી વખતતો શાળામા પુરતી સાધન સુવીધાઓ પણ નથી હોતી તો પણ ત્યાં ભણતા વિદ્યાર્થીઓ ઉંચી ટકાવારીએ પાસ થતા હોય છે જ્યારે સંપુર્ણ સુવીધાઓથી સજ્જ હોય ત્યાના વિદ્યાર્થીઓના પરીણામ નબળા આવતા હોય છે. તો આવુ થવાનુ કારણ શું હોય છે? આવુ શા માટે બનતુ હોય છે ?
તો તેનો જવાબ પણ પ્રેરણા યુક્ત વાતવરણજ હોય છે.
માત્ર સાધન સુવિધાઓથીજ વિદ્યાર્થીઓના પરીણામો સુધરતા હોતા નથી પણ વિદ્યાર્થીઓ સ્વૈચ્છાએ, પદ્ધતીસરની મહેનત કરવા કેટલા પ્રેરાય છે તેના આધારેજ સારા પરીણામો મેળવી શકાતા હોય છે. પણ વિદ્યાર્થીઓ સતત મહેનત કરવા કેવી રીતે પ્રેરાઈ શકે અથવાતો શા માટે તેઓ મહેનત કરવા પ્રેરાય? તો તેનો જવાબ પ્રેરણા યુકત વાતાવરણજ બને છે. આવા વાતાવરણમા વિદ્યાર્થીઓને પોતાનો વિકાસ કરવાની, નવા નવા રેકોર્ડ સ્થાપવાની ઉત્કંઠા વધતી હોય છે, તેઓ વધુ સ્પર્ધાત્મક બનતા હોય છે જેથી તેઓ વધારે મહેનત કરી જાતેજ આગળ આવી બતાવતા હોય છે. પછી આવા લોકોને વધારે રોકવા ટોકવાની જરૂર પડતી હોતી નથી કારણકે તેઓ સ્વૈચ્છાએજ પોતાનો સાચો માર્ગ શોધી આગળ વધતા રહેતા હોય છે.
આમ શાળા કોલેજ કે ઘરમા ઉચ્ચ કક્ષાના પ્રેરણાત્મક વાતાવરણની રચના કરવામા આવે, લોકોને પોતાનો હેતુ, વિઝન સ્પષ્ટ કરી પોતાના મન પર કાબુ મેળવી, તેને યોગ્ય દિશામા સ્વૈચ્છાએ વાળવાની પ્રેરણા આપવામા આવે તો નબળામા નબળો વિદ્યાર્થી પણ જાતે મહેનત કરીને ઉચા પરીણામ લાવી બતાવતા હોય છે. ડિમોટીવેટ કરનારા વાતાવરણમા કે માત્ર પુસ્તકિયા જ્ઞાન મેળવવાની આંધળી દોટ મુકવાના વાતાવરણમા આવા પરીણામો મેળવી શકાતા હોતા નથી કારણકે આવા વાતાવરણમા વિદ્યાર્થીઓ કંટાળી જતા હોય છે અને આખરે તેનાથી છટકવા ગેર માર્ગે દોરવાઇ જતા હોય છે અને સરવાળે નુક્શાન થતુ હોય છે.

તમે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ તો જોયોજ હશે. તે કેટલો અઘરો હોય છે તેમ છતાય વિદ્યાર્થીઓ તેમા ૯૫ થી ૯૯ % લાવી બતાવતા હોય છે તેનુ કારણ આ મોટીવેશનજ હોય છે. અહી વિદ્યાર્થીઓને એટલી બધી પ્રેરણા આપવામા આવતી હોય છે, તેઓના ઉત્સાહને એટલો બધો પ્રબળ કરી દેવામા આવતો હોય છે કે વિદ્યાર્થીને એમ થઈ જતુ હોય છે કે નહી હવે તો મારે દુનિયા આખી જીતીજ બતાવવી છે. આ દુનિયામા અઘરુ કશુ છેજ નહી તેમ માનીને તેઓ રાત દિવસ જટીલમા જટીલ થીયરીઓ સમજવા લાગી જતા હોય છે અને તેમા જ્વલંત સફળતા મેળવી બતાવતા હોય છે. તેનાથી ઉલટ આર્ટ્સ અને કોમર્સના પ્રવાહનો અભ્યાસક્રમ વિજ્ઞાન કરતાતો સહેલોજ હોય છે. અમુક અમુક ચેપ્ટર્સતો સાવ વાર્તાઓ જેવાજ હોય છે તેમ છતાય વિદ્યાર્થીઓ તેમા સારા માર્કસ મેળવી શકતા હોતા નથી તેનુ કારણ પણ આ મોટીવેશન આપતા વાતાવરણનો અભાવજ હોય છે. તેઓને એવુ વાતાવરણ નથી મળતુ કે જેમા તેઓને એમ થઈ જાય કે નહી હું પણ ઉચ્ચ કક્ષાનુ જ્ઞાન મેળવી તેનો મહત્તમ ઉપયોગ કરી બતાવુ એટલા માટેજ તેઓ કાચા રહી જતા હોય છે.
હા એ વાત બીલકુલ સાચી છે કે આપણુ મન મજબુત હોય, કંઇક કરી બતાવવાનુ નક્કી કરી લીધુ હોય તો ગમે તેવા વાતાવરણમા પણ કામ કરી શકાતુ હોય છે પણ આતો મન છે, જે ખુબજ ચંચળ છે. તે ક્યારે બદલાઈ જાય તેની ગેરેન્ટી આપી શકાતી હોતી નથી. એક નબળો વિચાર મનમા બેસી જાય તો આખે આખી વિચારસરણીજ બદલાઇ જતી હોય છે. પછી હોશીયારમાથી ઠોઠ અને એક્ટીવમાથી આળસુ બનતા વાર લાગતી હોતી નથી. આમ આસપાસનુ વાતાવરણજ વ્યક્તીને આડકતરી રીતે કે સુશુપ્ત અવસ્થામા મનમા વિચાર મુકી દેતુ હોય છે, પછી આ વિચાર ધીરે ધીરે માન્યતામા પરીવર્તીત થઈ જતો હોય છે અને પછી આ માન્યતા વ્યક્તીના વર્તનમા ફેરવાઇ જતી હોય છે.

આમ વાતાવરણ વ્યક્તીની સાચી દિશા નક્કી કરતુ હોય છે, તેના આત્મબળમા વધારો કરતુ હોય છે જેથી વ્યક્તી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનુ બળ પ્રાપ્ત કરી આગળ વધવા સક્ષમ બનતા હોય છે. આ વાતાવરણ જેટલુ સ્ટ્રોંગ હોય, તેટલાજ વ્યક્તીના ઇરાદાઓ સ્ટ્રોંગ બનતા હોય છે અને આવા સ્ટ્રોંગ ઇરાદાઓ ધરાવતી વ્યક્તી પ્રબળ પ્રયત્નો કરી તેવાજ પરીણામો મેળવી બતાવતા હોય છે.
ટીપ્સ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED