સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 4 ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 4

પ્રકરણ ૨ જા નું ચાલુ

જયદામનના રાજ્યઅમલની કોઈ પ્રશસ્તિ, શિલાલેખ કે ઉલ્લેખ ઉપલબ્ધ નથી. તેનું મૃત્યુ ક્યારે થયું તે પણ વસ્તુ પ્રાપ્ત નથી, પરંતુ રૂદ્રદામને પહેલાને પુત્ર ઈ. સ. ૧૪૩ લગભગ ગાદીએ આવ્યો ત્યારે જયદામનનું મૃત્યુ થઈ ગયું હશે તેમ માની શકાય તેમ છે.

રુદ્રદામન ૧ લો - (ઇ. સ. ૧૪૩-૧૫૮):રુદ્ર દામન તેના પિતાની ગાદીએ આવ્યો ત્યારે તેનું રાજ્ય બળવાન રાજ્ય ન હતું. દક્ષિણના ગૌતમીપુત્રે તેના પિતા મહ તથા અન્ય શકોને નબળા કરી નાખ્યા હતા. પણ રૂદ્રદામન એક મહાવિચક્ષણ પુરુષ હતો. તે વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય, સાહિત્ય અને કાવ્યને જ્ઞાતા હતો . તેણે અશ્વો, હાથીઓ અને રથ હાંકવાની કળા હસ્તગત કરી હતી. વળી તે યુદ્ધકળામાં નિપુણ હતો. તેણે યુદ્ધ સિવાય કેઈનો પ્રાણ ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પ્રવેગી કામ માટે તેણે કરવેરા નાખ્યા ન હતા કે ફાળો કર્યું ન હતો. રાજ્ય વ્યવસ્થા માટે તેણે અતિસચિવ અને કર્મ સચિવ નીમ્યા હતા. એ બધું બતાવે છે કે રૂદ્રદામન એક મહાન પુરુષ હતો અને તેણે પોતાનું રાજ્ય નાનું જણાતાં તેને વિસ્તાર વધારવા પ્રયત્ન કર્યો હતો. રૂદ્રદામને પિતાના રાજ્યને વિસ્તૃત કરવા માટે મહાપુરુષાર્થ આરંભે તેની સાથે તેને એક મહાન ચિંતા હતી. દક્ષિણ ભારતના મહા બળવાન ગૌતમી પુત્રના પુત્ર મહારાજા વશિષ્ઠીપુત્રને હરાવવાનું કામ ધારવામાં આવે તેટલું સહેલું ન હતું છતાં તેણે તે આરંભ્યું અને બનતાં સુધી નર્મદાકાંઠે ભયંકર યુદ્ધ થયું. તેમાં સાતવાહન રાજા વશિષ્ઠીપુત્રે તેને યુદ્ધમાં સજજડ હાર આપી અને રૂદ્રદામનને પરાજયમાંથી પિતાને સર્વ વિનાશ સર્જાતે અટકાવવા પિતાની પુત્રીના લગ્ન વશિષ્ઠીપુત્ર સાથે કરવાં પડયાં.

{ ૧. શક સંવત ૫૨,
૨. જૂનાગઢને પથ્થરમાં કોતરેલે લેખ. (ભાવનગર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃત).
૩. આ વિસ્તાર વધારતાં તેના મૃત્યુને સમયે નીચેના દેશે હતા.

૧ પૂર્વ અપર આકાર અવંતી - પૂર્વ અને પશ્ચિમ માળવા
૨ અનુપ નીમાડ જીલ્લાનું - માહેશ્વર નર્મદાતીરે
૩ નિવૃત્ત - નીમાડ
૪ આનર્ત - ઉતર ગુજરાત- કચ્છ મારવાડ સિંઘ ની વચમાં
૫ સૌરાષ્ટ્ર - સૌરાષ્ટ્ર
૬ સ્વભ્ર - આબુ અરવલ્લી પ્રદેશ
૭ મારું કચ્છ કે ભૃગુકચ્છ - મારવાડ અને કચ્છ અથવા ભરૂચ
૮ સિંધુ - સિંઘ નો લાટ પ્રદેશ
૯ સૌવીર - મુલતાન આસપાસ પંજાબ નો પ્રદેશ
૧૦ કુકુરા - રાજસ્થાન
૧૧ અપરાંત - કોંકણ
૧૨ નિષદ્ધ - વિંધ્ય પ્રદેશ
૧૩ યૌધેય વર્તમાન ભરતપુર }

તેમ કરવાથી અસ્થિરતા અને નાશને કાંઠે આવી પડેલું તેનું રાજ્ય તેણે બચાવી લીધું. લગ્ન પછી અલ્પકાળમાં જ તેણે સાતવાહને સાથે પુન: યુદ્ધને આરંભ કર્યો અને તેના જામાતા વશિષ્ઠીપુત્ર પાસેથી નાહપાનના સામ્રાજય નો ઘણો પ્રદેશ જીતી લીધે. આ પ્રદેશમાં મધ્ય ભારત, રાજસ્થાન, કચ્છ, સિંધ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્ર (કોકણ) વગેરે પ્રદેશને સમાવેશ થતો હતો. તેણે દક્ષિણ ભારતના સ્વામી સાતકર્ણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને નાહપાનના અંતિમ વંશજોએ ગુમાવેલા પ્રદેશ અને પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કર્યા. '

રુદ્રદામને આ વિજયે પછી“ મહાક્ષત્રપ ” નું બિરુદ ધારણ કર્યું અને દક્ષિણ ભારતના સાતવાહનના સાર્વભૌમત્વને સદાને માટે આ દેશમાંથી દૂર કર્યું રૂદ્રદમનની રાજધાની ઉજ્જૈનમાં જ રહી. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર તેણે સુવિશાખ નામને સૂબો નીમેલો.

રાજ્યવિસ્તાર :- રુદ્રદામનનું રાજ્ય સૌરાષ્ટ્ર, ગુજરાત, માળવા, મારવાડ, અનુપ દેશ એટલે વર્તમાન મધ્ય ભારત, અપરાંત દેશ એટલે મહારાષ્ટ્રને સાગરકાંઠો અથવા કંકણ તથા સિંધ સુધી ફેલાયેલું હતું.

સુદર્શન અને શિલાલેખ: રુદ્રદામનના કાળમાં જૂનાગઢમાં મૌર્ય સમયમાં બંધાયેલું સુદર્શન તળાવ ફાટ્યું. શક વર્ષ ,૭૨ માં (ઈ. સ. ૧૫૦) સૌરાષ્ટ્ર ઉપર એક ભયંકર વાવાઝોડાએ અને ભારે વરસાદે ઘણી ખુવારી કરી. સુદર્શન તળાવ એટલું ભરાયું કે તેની પાળ પાણીના પ્રવાહ સામે ટકી ન શકતાં ફાટી અને સુવર્ણ સાકિતા (વર્તમાન સુવર્ણરેખા કે સેનરખ) અને પલાશિની નદીએ ભારે પૂરમાં આવી અને મોટાં મોટાં ઝાડો ઊખાડી પડયાં. આ ઝાડ તળાવના માર્ગમાં ભરાયાં અને તેથી વરસતા વરસાદમાં આવેલાં નદીના પુરમાં તળાવનાં પાણી ભળ્યાં તળાવની પાળ તથા તેના ઉપર બાંધેલાં મકાનને કાટમાળ તેમાં તણાયો અને પ્રજા જોખમમાં મુકાઈ. આ પાળની ફાટ ૧૨૫ હાથ લાંબી પહોળી અને ૭૫ હાથ ઊડી હતી.

{ ૧. ગિરનાર શિલાલેખ તથા Coins of Andhra Dynasty by Rapson,
૨. ડૉ. ભાઉદાજી માને છે કે પારસીનામ સીયાવકશાનું સુવિશાખ થઈ ગયું છે. (પ્રો.કોમીસેરિયટ)
૩. સુદર્શન તળાવ જૂનાગઢમાં કયે સ્થળે હતું તેને નિર્ણય થતું નથી. વર્તમાન જૂનાગઢ પાસે તેવું કોઈ સ્થળ જણાતું નથી કે જ્યાં આ તળાવના સ્થળને નિર્દેશ કરી શકાય. તે ગિરનાર પાસે હોવાનું માની શકાતું નથી. મારા અંગત મત પ્રમાણે આ તળાવ અત્યારે જ્યાં ત્રિપુર સુંદરીદેવીનું મંદિર તથા ત્રિવેણી સંગમ થાય છે ત્યાં હોવું જોઈએ. કારણ કે પલાશિની તથા સોનરખ ત્યાં મળે છે. વર્તમાન જૂનાગઢ નો કિલ્લો તે સમયે હતો નહિ. કીલા બાજુથી જતી સડક તથા શહેરના અમુક ભાગ તેમજ ધારાગઢ બાગ વગેરે તેમાં આવી જતા હશે ..}

પાણી તેમાંથી ધોધમાર વહેવા માંડયું. તેમાં ઝાડ, વેલા, લાકડાં, પથ્થર, કાંકરા ઑ તણાવા માંડયાં. ગિરિનગરના પ્રજાજને તેમનું ઉપયોગ કરવાનું પાણી વ્યર્થ વહી જતું હોઈ પોતાના વહી જતા ભાગ્યને રોવા માંડયા. મહાક્ષત્રપ રૂદ્રદામને પોતાના અંગત ખર્ચમાંથી, ફંડ ફાળો કે વેઠ પ્રથા પાસેથી લીધા સિવાય આ સમારકામ કરવા આજ્ઞા આપી. તેણે માત્ર પોતાના આત્માની ઉન્નતિ અર્થે પ્રજાનો જરા પણ સહકાર લીધા સિવાય આ કામ કરવા નિશ્ચય કર્યો. પણ તત્કાલીન સ્થપતિઓની કમઆવડતને કારણે આ કામ થઈ શકે તેમ જણાયું નહિ અને જે જબરદસ્ત ફાટ પડી હતી તેને પૂરવાનું તેમાં સામર્થ્ય હતું નહિ. આ દુર્દશા જોઈ લોકો એ અફસોસ કરવા માંડયા. લોકો નું આ દુઃખ જોઈ સુવિશાખે આ કામ હાથમાં લીધું અને તેની શક્તિ તથા બુદ્ધિચાતુર્યથી તેણે ફાટેલી પાળ પૂરી દઈ પુનઃ પૂર્વવત્, સ્થિતિમાં આ તળાવ મૂકયું. '

પરદેશી સાર્વ ભૌમત્વ: રૂદ્રદામનનું મૃત્યુ ઈ. સ. ૨૫૮ લગભગ થયું હોવાનું મનાય છે. મહાક્ષત્રપ હોવા છતાં તેણે ઈરાનના પાથી અને સમ્રાટોને અધિકાર સ્વીકારેલ હોવાનું જણાય છે. આ સાર્વભૌમત્વ માત્ર નામનું જ હશે. દિલ્હીના અંતિમ શહેન શાહોના અમલમાં વિવેક ખાતર તેના સ્વતંત્ર થયેલા સૂબાઓ તેમનું નામ લખતા તેવું આ હશે. ક્ષત્રપો મૂળ ઈરાનના સેનાપતિઓ હતા. એટલે તેમણે વિવેક ખાતર અથવા તેમના તરફથી ચડાઈની બીક ન રહે તે ખાતર આ પદ્ધતિ રાખી હોય તે નવાઈ નહિ. વળી ઈરાનના યુવરાજ તેમનાં બિરુદમાં શકાનશાહ (શકોના શાહ) એમ લખતા અને જ્યાં જ્યાં શકોનું રાજ્ય હતું ત્યાં તેમના રાજ્યપતિ થતા તેઓ શકો ના શહેનશાહ હતા તેમ માનતા. શક ક્ષત્રપો તેમને કઈ ખંડણી આપતા કે કેમ તેને કઈ ઉલ્લેખ જોવામાં આવતું નથી. સાસાનીયન સમયમાં ઈરાનના આધિપત્ય નીચેના શક પ્રદેશના હાકેમને“ શકાનશાહ કહેતા.

ઇરાન: આ સ્થળે ઈરાનનો થોડો ઈતિહાસ જાણવો જરૂરી છે.
ઈ. સ. પૂર્વે ૨૫૬ માં સેલ્યુકસના રાજ્યના છિન્નભિન્ન થવા સાથે આરસ સાઇડ (arsacide) ને વંશ કે જે પાર્થિયન વંશ કહેવાય તે ઇરાનમાં સ્વતંત્ર થયો. અને તે વંશના રાજા મીથાડેતિસ પહેલા એ ઈ. સ. પૂ. ૧૭૧ થી ૧૩૮ નેચમાં અને મીથાડેતિસ બીજાએ ઈ. સ. પૂ. ૧૧૩ થી ૮૮ વચમાં તેમના રાજ્યની સીમાઓ સિંધુ અને જેલમ નદીના કાંઠા સુધી વધારી. ક્ષત્રપો ચસ્ટન અને નાહપાન

{ ૧ રૂદ્રદામનનો શિલાલેખ, જૂનાગઢ-અશોક લેખની બાજુમાં છે તેના આધારે. આ લેખમાં બીજી ઘણી વિગતો આપી છે. તેમાં સુવિશાખને પહેલવા જાતિનો અને કુલાઈમાનો પુત્ર કહ્યો છે. પહેલવા કે પહેલવી ઈરાનીએ, જરથોસ્ત હતા. આ લેખમાં સ્વાતિકાનું નામ નથી પણ પુસ્યગુખ, તુશાપ, ચંદ્રગુપ્ત, અશોક વગેરેને ઉલ્લેખ છે.}

તેમનો અધિકાર સ્વીકારતા એટલું જ નહિ, પણ તેઓ સાથે તેમને સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધ હતો. તેઓ ભારતીય ન હતા પણ “ પહેલવાન હતા. આ પાર્થિયન વંશનો અંત ઈ. સ. ર૨૬ માં આવ્યો . પાર્થિયનની પડતી થઈ અને જરસ્ત ધર્મ અનુસરનારા પામક નામના મહાપુરુષે ઇરાનનું જરથોસ્તી રાજ્ય સ્થાપ્યું જે ઈતિહાસમાં સાસાનીયન વંશ તરીકે પ્રસિદ્ધ છે.

તેને રાજા બહેરામ બીજો, બહેરામ ત્રિીજો, હોરમઝ ત્રીજો, વગેરે હતા ત્યારે “ શકાનશાહ ” બિરુદ લખતા તેમ જોવામાં આવ્યું છે.

શકાનશાહ: વિદ્વાન પ્રો. કેમીસેરિયટ માને છે કે આ બિરુદનો અર્થ એ થઈ શકે કે ભારતના ક્ષત્રપો ઉપર તેમને અધિકાર હતું, પરંતુ ઈરાનને પ્રાંત શકસ્તાન ઉર્ફ સીસ્તાન તેમના અધિકારમાં હતો અને તેથી તે બિરુદ લખાયું હોય તે અસંભવિત નથી. નાહપાન કે રૂદ્રદામન જેવા મહા વિજેતાઓ ઈરાનને અધિકાર સ્વીકારે એ બહુ મનાતું નથી. અને કદાચ હોય તે તેના પિતૃદેશ પ્રત્યેના પ્રેમના કારણે માત્ર વિવેક ખાતર જ સ્વીકાર્યો હોય તે બનવા જોગ છે.

પ્રો. હરજફેલ્ડ (Herzfeld) સાસાનીયન મહારાજ્ય નીચેના પ્રદેશોનું વર્ણન કરતાં શકસ્તાનને નિર્દેશ કરે છે તથા વિવરણમાં શકસ્તાનમાં, મકરાણ, તુરાન, સિંધુ નદીના મધ્ય ભાગના પ્રદેશ, કચ્છ, કાઠિયાવાડ, માળવા તથા તેની પાડોશના મધ્ય પ્રદેશને સમાવેશ થતો હતો તેમ જણાવે છે.

{ ૧ પ્રો. કોમીસેરિયટ-શ્રી. વિન્સેન્ટ સ્મીથને આધારે તથા પ્રો હરઝલ્ડ (Herzfeld) Pehlvi Inscription and monuments of Early History of Sasanian Empire ને આધારે,

૨. સાસાનીયન વંશના ઇતિહાસને અભ્યાસ આ લેખકે વિદ્વાન પ્રો.કોમીસેરિયટ પાસે કર્યો હતો અને તે સમયે પણ એટલે ઈ. ૧૯૨૯ માં આ પ્રશ્ન પરત્વે તેમની સાથે ચર્ચા કરવામાં આવેલી. ઇતિહાસના સમર્થ વિદ્વાન અને લેખકના ગુરુનું મંતવ્ય સર્વથા અમાન્ય રહી શકે તેમ નથી પરંતુ શંકાસ્પદ જરૂર છે. દિલ્હીના અંતિમ બાદશાહો પૈકીના શાહે આલમ માટે એક લેખક લખે છે કે“ હુંકુમતે શહેનશાહે આલમ-અઝ દિલહીના પાલમ ” એટલે છ માઈલના વિસ્તારમાં જ દિલહીની શહેનશાહ હતી છતાં જૂનાગઢના નવાબો તેમના રૂક્કામાં મહોર“ શાહ આલમ બાદશાહ ગાઝી ફીદવી નવાબ હામદખાન – વગેરે લખતા તેમ શકાનશાહ ' બિરુદ તેમના અભિમાન ખાતર રહ્યું હોય તેમ માની શકાય. વળી આ પાર્થિયને કે સાસાનીયને સાથે સંબંધ ધરાવતા ક્ષત્રપો, પરદેશી રહ્યા ન હતા. સાતવાહનેએ તેમને પરાજ્ય કર્યા પછી તેઓએ તેમના ધર્મનું પરિવર્તન કર્યું હતું. તેઓ હિંદુ થઈ ચૂક્યા હતા.રુદ્ર દામન, ‘રુદ્ર સિહ, રૂદ્રસેન વિજયસેન, પૃથ્વીન, ભક્તિદાન વગેરે નામો બતાવે છે કે તેઓ વેદ ધર્મના અનુયાયીઓ હતા અને તેમનાં ધાર્મિક કે સાંસ્કૃતિક બંધનો ઇરાન સાથે હતા નહિ. પ્યારા બાવાના મઠના શિલા લેખમાં કેવલીયા શબ્દ કે જે જૈન ધર્મશાસ્ત્રોમાં વપરાતો શબ્દ છે તે છેતરાયો છે. તેઓ ઉપર જૈનધર્મની પણ અસર છે. ક્ષત્રપો ચસ્ટાંન પછી અથવા તે અરસામાં જ ભારતમાં વસતા આ સાથે મળી ગયા અને તેઓને અપનાવી લેવામાં આવ્યા તે નિર્વિવાદ છે. વળી આગળ જોયું તેમ તેઓ મૂળ ભારતના આ ક્ષત્રિય જ હતા પણ ક્ષત્રિય કર્મનો ત્યાગ કરતાં પતિત થયા હતા. તે પુનઃ શુદ્ધ થયા તેમ પણ માનવામાં હરકત નથી.}

યઝદામન (દામાઘાઝદા દામાજાદાશ્રી) પહેલો: રૂદ્રદામનના મૃત્યુ પછી ઈ. સ ૧૫૮ એટલે શક ૮૦ લગભગ તેને જયેષ્ઠ પુત્ર દામાઘાઝદા ઉર્ફે દામજાદાશ્રી ઉર્ફે યઝદામન ગાદી ઉપર આવ્યું તેનું નામ સ્પષ્ટ દર્શાવે છે કે તે ઈરાની નામ હતું પરંતુ તેણે તેના પિતાને જ્ઞાનવિજ્ઞાનને વારસો જાળવ્યો હતો. તેના શિલા લેખો પણ શુદ્ધ સંસ્કૃતમાં છે, અને તેની સાબિતી માં માત્ર તેના સમયના સિક્કા ઓ જ છે ચિદમનને તેના પ્રતાપી પિતાએ પ્રાપ્ત કરેલ મહારાજ્ય સાચવવા માટે તથા તેના સ્વામી રહેવા માટે પરાયાં રાજ્ય તરફથી નહિ પણ પિતાના જ ભાઈ તરફથી ભય હતો. યઝદામન તેમ છતાં તેની જિંદગી દરમિયાન તેના પુત્રોને દબાવી શક્યો હોવાનું જણાય છે.

યઝદામનનું નામ શુદ્ધ ઇસની હતું તેના પિતાનું અર્ધું નામ આર્ય અને અર્ધ ઈરાની હતું (રૂદ્ર અને દામન). તેથી એક વિદ્વાન કલ્પના કરે છે કે તેની મા ઈરાની હશે.

રુદ્ર સિંહ ૧ લો : તેનું મૃત્યુ થયા પછી તેની ગાદી તેના જ્યેષ્ઠ પુત્ર જીવન
દામમનને મળવી જોઈએ તે ન્યાયે તે સિંહાસન પર આરૂઢ થયો પરંતુ તેના કાકા રૂદ્રસિંહે તેને કાઢી મૂકી રાજ્યધુરા હસ્તગત કરી. ગુંદા (જામનગર) ના શિલાલેખમાં રૂદ્ધસિંહ તથા જીવદામન અને તેના પિતા ચસ્ટનનાં નામ છે પણ યઝદામનનું નથી. તેનું કારણ એ ગણાય કે રૂદ્રસિંહ વિજયી થતાં તેણે યઝદાનનું નામ તેમાં લખ્યું નહિ. આ શિલાલેખમાં તેના રાજ્યમાં શક સંવત્ ૧૦૩ ના વૈશાખ શુકલપંચમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં સેનાપતિ વાહકના પુત્ર રૂદ્ધભટ્ટીએ લેકોના કલ્યાણાર્થે રાસો-પાદર ગામમાં વાવ ખોદાવ્યાનો ઉલ્લેખ છે.

રૂદ્ધસિંહ ઈસ્વી સન ૧૮૧-શક સંવત્ ૧૦૩ માં હયાત હતો તે સાલ ઈ. સ.
૧૮૧ થઈ. તેના મૃત્યુના વર્ષને નિર્ણય થયો નથી.

રૂદ્ધસિંહના જીવન કાળમાં મઝદેદામને પુત્ર જીવદામન ગાદીએ આવ્યા હતા. તેના સિક્કાઓ ઉપરથી એમ જણાય છે કે જીવદામન ઈ. સ. ૧૭૮ થી ૧૮૧ સુધી
{ ૧. યઝાદ-એ જરથોસ્તીઓનું પ્રિય નામ છે. મુસ્લિમે આવ્યા પહેલાંનું ઈરાનનું નામ યઝાદ હતું અને યઝદામન એટલે“ યઝાદ નો રક્ષક એ અર્થ કરી શકાય.
૨. સત્યસર્માં.
૩, રેપસન.
૪. ભાવનગર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃતમાં નક્ષત્ર શ્રવણ લખ્યું છે ત્યારે E, I,
વોલ્યુમ ૧૬ પૃ. ૨૬૫ ઉપર લેખ છાપ્યો છે તેમાં રોહિણી નક્ષત્ર લખ્યું છે.
૨, ભાવનગર ઈશ્ક્રીપસંન પાકૃત અને સંસ્કૃત E, I.vol. ૧૬. }

સત્તા ઉપર હશે. ગુંદા નો લેખ ઈ સ. ૧૦૩ નો છે તેમાં તેનું નામ નથી જયારે સિક્કા ઓમાં ઈ. સ. ૧૮૧ પહેલાં અને ઈ. સ. ૧૮૮ પછી તેના નામને નિર્દેશ છે. એટલે સમગ્ર વિચાર કરતાં જણાય છે કે ઈ. સ. ૧૭૮ થી ૧૮૧ સુધી તે સત્તા પર હતો. પણ તે વર્ષમાં રૂદ્ધસિંહે તેને પરાજિત કર્યો અને રાજ્ય હસ્તગત કર્યું. પાછો જીવ દામન ઈ. સ. ૧૮૮ થી ૧૯૧ સુધી સત્તાના સિંહાસને આરૂઢ થયો અને તે વર્ષમાં ફરી રુદ્રસિંહ તેની પાસેથી સત્તા ખૂંચવી લીધી. ઈ. સ. ૧૮ લગભગ રૂદ્ધસિંહનું મૃત્યુ થતાં તેણે પુન: રાજ્યસત્તા પ્રાપ્ત કરી, તેમ સહેજે અનુમાન થઈ શકે છે.

એ રીતે આ કાકા અને ભત્રીજા વચ્ચે રુદ્રસિંહનું મૃત્યુ થયું ત્યાં સુધી યુદ્ધ ચાલ્યા કર્યું અને સત્તાને ફેરફાર થયા કર્યો. સંભવ છે કે માંડલિક રાજાઓ અને સરદારો વચ્ચે પણ પક્ષ પડેલા હશે. જૂનાગઢના શિલાલેખમાં તેને સ્વામી કહ્યો છે. તે શિલાલેખમાંથી નોધવા લાયક કોઈ હકીકત મળતી નથી.

એ રીતે રુદ્રસિંહને રાજ્યઅમલ તથા તેના ભત્રીજા જીવદામનને રાજય અમલ એક સમયમાં સાથે રહ્યો છે તેની નેંધ નીચે મુજબ કરી શકાય.

શક સંવત ૧૦૦ થી ૧૦૩ (ઈ. સ. ૧૭૮ થી ૧૮૧) જીવદામન મહા ક્ષત્રપ તરીકે.
રૂદ્ધસિંહ શક સંવત્ ૧૦૩ થી ૧૧૦ (ઈ. ૧૮૧ થી ૧૮૮).
જીવદામન શક સંવત્ ૧૧૦ થી ૧૧૩ (ઈ. ૧૮૮ થી ૧૯૧).
રૂદ્ધસિંહ શક સંવત્ ૧૧૩ થી ૧૧૯ (ઈ. ૧૯૧ થી ૧૯૭).
જીવદમન શક સંવત્ ૧૧૯ થી ૧૨૦ (ઈ. ૧૯૭ થી ૧૯૮).
રૂદ્ધસિંહ શક સંવત્ ૧૨૦ થી ૧૨૩ (ઈ. ૧૯૮ થી ર ૦૧).
એમ પણ અનુમાન કરી શકાય છે કે જે સમયમાં રૂદ્રસિંહ મહાક્ષત્રપ પદેથી હટી જતા તે સમયે તે ક્ષત્રપ તરીકે ચાલુ રહેતા અને જીવદામન મહાક્ષત્રપ તરીકે રહેતો. તે પછી એમ પણ અનુમાન થઈ શકે કે બન્ને જણાએ સમાધાની થી રાજ્યગાદીના ભાગ વર્ષોના હિસાબે વહેંચી લીધા હતા.

રૂદ્ધસિંહ પહેલાના સિક્કાઓ તેના પુરોગામીથી થોડા જુદા પડે છે. જૂના
સિક્કામાં મૂછવિહીન પુરુષની આકૃતિ છે જ્યારે રૂદ્ધસિંહના સિક્કામાં. મુચવાળા યુવાન છે.

એ રીતે રૂદ્ધસિંહ તથા જીવદામનનું રાજ્ય સલાહસંપથી અથવા લડાઈએથી ભરપૂર ચાલ્યું હશે. રુદ્રસીંહ નો મૃત્યુકાળ શક સંવત ૧૨૩ (ઈ. સ. ર ૦૧) અને જીવદામનનો મૃત્યકાળ શક સંવત્ ૧૨૦ (. ૧૯૮) એ રીતે હોવાનું અનુમાન થઈ શકે છે.

{ ૧. ગુંદા નો શિલાલેખ ૧૦૦૩ શક સંવતને રૂદ્ધસિંહ નો છે. }

સત્યદામન: સત્યદામન, રુદ્રસિંહ તથા જીવદમનના મૃત્યુ પછી તેમની ગાદીએ આવ્યો હોવાનું અનુમાન માત્ર એક જ સિક્કા ઉપરથી થાય છે. તેણે ક્ષત્રપ તરીકે કાકા તથા ભાઈના તાબામાં રાજય કર્યું કે તે મહારાજ્યને સ્વામી થયો તે જણાતું નથી.

રૂદ્રસેન પહેલો : (ઈ.સ ૨૦૧ થી રરર) તેના પછી રૂદ્ધસિંહ પહેલાનો પુત્ર રૂદ્રસેન પહેલો મહાક્ષત્રપના બિરુદથી ગાદી ઉપર બેઠો. સૌરાષ્ટ્રના દ્વારકા મહાલના ગામ મુખવાસરમાંથી મળી આવેલ એક લેખ તેના સમયનો છે તેમજ જસદણ પાસે ગઢા ગામેથી મળી આવેલા લેખ ઉપરથી જણાય છે કે તે શક સંવત્ ૧૨૧ (ઈ. સ. ૧૯૯) માં ક્ષત્રપ હતું અને શક સંવત્ ૧ ર ૩ થી ૧૪૪(ઈ. સ. ૨૦૧ થી ઈ. સ. રરર) સુધી મહાક્ષત્રપ હતા એટલે રૂદ્ધસિંહના સમયમાં જ તે ક્ષત્રપ થઈ ગયો હતો અને સત્યદામનની જેમ જ એકાદ પ્રદેશનો તે અધિકારી હતો.

આ લેખો ઉપરથી બીજી એક વસ્તુ પ્રતીત થાય છે કે તેઓ પોતાના પૂર્વજો ને ભદ્રમુખ” બિરુદથી ઓળખાવે છે. તેથી તેને ભદ્ર કે ભદ્રમુખ વંશ પણ કહ્યો છે.

વૈશાલીમાંથી મળેલા એક તામ્રપત્ર ઉપરથી જણાય છે કે તેની બેનનું નામ મહાદેવી પભુદામા હતું.

ક્ષત્રપ પૃથ્વીસેન: રૂદ્રસેન નો પુત્ર પૃથ્વસેન માત્ર ક્ષત્રપ જ હતો અને શક સંવત્ ૧૪૪ (ઈ. સ. રરર) માં હયાત હતો.

મહાક્ષત્રપ સંઘદામન : (ઈ. સ. રરરથી રર૩): એ રૂદ્ધસિંહ પહેલા નો હતો અને મહાક્ષત્રપ તરીકે પિતાનો વારસ થયો, તેણે માત્ર એક જ વર્ષ રાજય કર્યું હોવાનું જણાય છે.

મહાક્ષત્રપ દામસેન: (ઇ. સ. રર૩ થી ૨૩૬): સંઘદામન અપુત્ર ગુજરી ગયો હોવાનું જણાય છે. તેના ઉત્તરાધિકારી તરીકે તેનો ભાઈ દામસેન આવ્યો. તેણે
{ ૧. આ લેખનું વર્ષ ભાવનગર ઇસ. પ્રાકૃત અને સંસ્કૃતમાં ર૩ર લખ્યું છે પણ રેપ્સન અને લ્યુડરે તે ૧૨૨ મુકરર કર્યું છે. તેની સાબિતીમાં ગઢાનો લેખ પણ તે જ પુસ્તકમાં છે. તેમાં ક્ષત્રપ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. તે લેખ શક સંવત ૧૨૧ (ઇ. સ. ૧૯૯) ને છે.
૨. આ વાત માન્ય રહે તેમ નથી. ટિલોયા પન્નાટી'માં ભટ ચસ્ટન ’ કહ્યો છે પણ જેમ મુસ્લિમ રાજાએ તેમના દરેકના નામ આગળ મહમદ શબ્દ લખતા તેમ મનાર્થે ભદ્રમુખ શબ્દ વાપર્યો જણાય છે.
3. Archeological Survey of India Annual Report 1913-I 4. તે
ઉપર પ્રતીત થાય છે કે પુરુષને તેમના નામ પાછળ ' દામ અને સ્ત્રીઓને દામા પ્રત્યય લગાડવામાં આવતો .}

ક્રમશ .........