આંગળિયાત - 12 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંગળિયાત - 12

આંગળિયાત..ભાગ..14

આગળ આપણે જોયું લીનાને રચીત જે કરવાં જઈ રહ્યો હતો એનાથી ભાંગી પડી હતી,રચીતનુ આવુ કરવાનુ કરણ લીનાની સમજમાં આવતું ન હતુ, જો એને લીના પસંદજ ન હતી તો લગ્ન કરવાનુ કારણ શું હતુ, એને એના લેવલની મોડલ કે હીરોઇન જ જોતી હતી તો આબધા નાટક શુકામ કર્યાં..?
સવાલ તો ઘણાં જ હતા પરંતુ જવાબ ન હતો,એના જવાબ માત્ર રચીત પાસે હતા,અને સાચો જવાબ આપશે કે કેમ અની ઉપર હવે વિશ્ર્વાસ કેટલો કરવો...?એમા પણ ઘણાં સવાલ હતા.

મંજુબેન લીના પાસે બેસી એના ભુતકાળને લીના સમક્ષ રાખતાં જીભ થોથવાતી હતી, પણ હવે અંશ ખાતીર કેહવું પણ જરૂરી હતુ, એક રાઝ જે વરસોથી લીનાથી છુપાવ્યું હતુ,જેના લીધે મંજુબેન અને ભરતભાઇને ગામ અને પરિવાર પણ છોડવો પડયો હતો,મંજુબેન બોલતાં હતા અને આંખ સામે એનો ભુતકાળ આજ સાક્ષાત ઊભો હતો,

"લી....ના...તારા પિતા ભરત નહીં પણ અશોક છે....મારા પહેલા લગ્ન મુંબઈ અશોક પટેલ સાથે થયા હતા, લગ્નના ત્રણ વર્ષમાં નરકની ઓળખ કરાવી દેનાર એ જલાદથી તને બચાવી હું એને છોડી પીયર આવી ગઈ હતી, અને એની પાસે પાછું નહીં જવાનો નિર્ણય કરી છૂટાછેડા લીધા હતા, તને સીંગલ પેરેન્ટસ તરીકે ઊછેરવાની જવાબદારી મારી હતી હવા,પીયરમાં માતાપિતા સાથે ભાઈ ભાભીઓ પણ હતા, એટલે ત્યાં કાયમ રહેવું શક્ય નહતું, મે એક મકાન ભાડે રાખી નોકરી શરૂ કરી...ભરત એ ઓફીસના બોસ હતા,અને એ કુંવારા હતા,એના માતા પિતા સાથે એ રહેતા હતા,અમારી ઓફીસની એ મુલાકમાં મૈત્રી થઈ અને એ મૈત્રી પ્રેમસંબંધમાં બદલાય,પરંતુ એમના માતાપિતાને અમારો સંબંધ મંજુર ન હતો કારણ કે મે તને સાથે લઈને આવવાની વાત કરી હતી,
અને ભરત મારી સાથે લગ્ન માટે અને તારી જવાબદારી ઉપાડવા બાબતે મક્કમ હતા, અમે લગ્ન કર્યાં...તું આંગળિયાત બની મારી સાથે ભરતના ઘરે આવી....પરંતુ ભરત સીવાય કોઈએ તને અપનાવી નહીં,ભરત તને પોતાની દીકરીની જેમજ રાખતા પણ સમાજના અને સગાવાહલાના મેહણા કાનમાં ભાલાની જેમ ખૂંચતા,બા અને બાપુજી ક્યારેય પ્રેમથી બોલાવતા નહીં,એકવાર મરી તબિયત ખરાબ થતા મને દવાખાને દાખલ કરવાંમાં આવી...તું ઘરે હતી અને મારા માતા પિતા એમને ગામ ગયા હતા, તું હજુ ત્રણ જ વરસની હતી,તારા રમવામાં ઘરમાં કઈક નુકસાનથતા ભરતના બે તને ખૂબ મારી અને તું બેભાન થઈ ગઈ, એ બનાવ પછી અમે તાત્કાલિક પહેરે કપડેજ ઘર છોડી દીધું અને અમે બરોડા આવી નવું ઘર વસાવ્યું,થોડો સમય જતા જયનો જનમ થયો, પરંતુ ભરત તને કયારેય કોઈ ખોટ નથી આવવા દીધી સગા બાપ કરતા વિશેષ ધ્યાન રાખ્યું છે તારું,
મારાં મનની મૂંઝવણ એ જ છે કે આવું કોઈ તારી સાથે થવા લાગ્યું છે, તુ નસીબદાર હતી કે તને ભરત જેવા પિતા ફરી મળી ગયા, અંશનું શું થાશે..?"

આ બધું લીના મંજુબેન સામે એકી ટશે જોતી સાંભળતી હતી,અને આંખમાંથી આંસુડા ટપ,ટપ વહે જતા હતા,લીના ઊભી થઈ અને મંજુબેનના રૂમ તરફ ગઈ અને ભરતભાઈ સૂતા હતા એની બાજુમાં બેસી એની છાતીએ માથુરાખી ડુસકા ભરતી રડવા લાગી, ભરતભાઈ જાગીને બેઠા થયા અને લીનાને છાતી સરસીચાંપી ત્રણેય ખૂબ રડયાં, લીનાને
ઉછેરવાંમાં ભરતભાઈનુ બહુ જ મોટું બલાદાન હતુ, એને એમના માતા પિતા ગામ અને છોડવા પડયા હતા,સમાજ નુ આપેલુ આંગળિયાતનું મેહણુ લીનાના માથેથી ધોયુ હતુ,લીનાએ ભરતભાઇના હાથ ચુમી એની આંસુની ધારથી ધોયા હતા,પરંતુ એના પ્યારાનો આભાર માની એને ઠેસ પોહચાડવાં નહતી માંગતી, એટલે એના પગે પડી પોતાની લડતમાં જીતે અને અંશની જીંદગી સુધરે એવા આશીર્વાદ જ માંગ્યા,અને ભરતભાઇએ પણ દિકરીને અન્યાય સામે લડવામાં અને એ જે પણ નિર્ણય કરે એમા સાથ આપવા વચન આપ્યુ. અને લીને માથે હાથ ફેરવી એનું કપાળ ચુમ્યું,
અને જીંદગીની હર લડાઈમાં હંમેશા જીતે એવા આશીર્વાદ આપ્યા,અને બારીમાંથી સુરજની પહેલી કીરણનો પ્રવેશ સાથે ઓરડામાં આછા ઉજાસનો પ્રવેશ થયો,જય પણ જાગીને આવીગયો અને ત્રણેને બેઠેલા જોઈ એ આંખ ચોળતો ચોળતો બોલ્યો,: " વાહ...! દીદી આવી તો તમે લોકોએ નાઈટ આઉટ કર્યું મને નહીં જગાડયો.." અને ત્રણેય હસવા લાગ્યા,મંજુબેન હસતા હસતા બલ્યા મારો દિકરો રહી ગયો આજ ફરી કરશું આપણે નાઈટ આઉટ અને બધા હસવા લાગ્યા.
મંજુબેન રસોડામાં ગયા અને ચા બનાવી ,બધા ચા નસ્તો પતાવ્યો, એટલામાં લીનાના ફોનની રીંગ વાગી, લીનાએ ફોન જોયો રૂપાનો હતો,
" હલ્લો...! રૂપા...બોલ .."

"લીના..રૂબી રચીતની કબુલાત લઈ આવી છે..'યાર ! આઈમ શોક ... બહુ જબરી ચાલ ચલી છે એ લોકોએ ....હું અને રૂબી
રાત્રે આવશું તારા ઘરે તારા મમ્મી પપ્પાની હાજરીમાં સાંભળી
અને આગળ ચર્ચા કરીશું, તું ચિંતા નહીં કરતી, અને...હા ...એક વાત કહું અંશને લેવા ગૌરી આવે તો લઈ નહીં જવા દેતી એ ખાસ ધ્યાન રાખજે, "

" હમ.." લીનાએ ફોન મુકયો અને રૂબીએ અંશને નહીં મોકલવા શુકામ કહ્યુ હશે..? એ વિચાર કરવાં લાગી એ વાત એણે મંજુબેનને પણ કરી, એટલે મંજુબેન કહ્યું ફોન આવે અંશને લેવાતો આજ કઈ બહાનું કરીદેજે આમ જ દિવસ પુરો થયો અને રૂબી અને રૂપા આવી ગયા.

રૂબી ને રૂપા રચીતનુ કયું નવું રાઝ લઈને આવી હતી, અને રૂપાએ અંશને એના ઘરે મોકલવાની ના શુકામ કહી એ આગળના ભાગમાં વાચીશું.

🙏જય શ્રીકૃષ્ણ 🙏