આંગળિયાત..ભાગ..13
રૂપા,રૂબી અને લીનાએ મળી રચીતને સબક શીખવાડવા એક
પ્લાન નકકી કર્યોં એ આપણે આગળ જોયું, હવે આગળ....
રૂપાની માહીતીથી એટલું તો સમજાયું કે રચીત ચીરીત્રથી બરાબર ન હતો,એ રૂબી અને લીના સાથે છલ કરતો હતો, પરંતુ એ એની આદત હતી,- કે કોઈ મજબૂરી હતી,એ બધું જાણવા પ્લાન મુજબ રૂબીએ એની સાથે જોડાઈ રેહવું જરૂરી હતું,કારણકે લીના સાથે એ છલ કરતો હતો એટલે એને રચીત સત્ય કહે એવી કોઈ આશા ન હતી ,રૂબી સાથે છલ કરતો હતો,પણ એની સાથે લગ્ન કરવાનો હતો,એટલે એની સાથે રહીને ઘણી માહીતી મેળવી શકાય એમ હતું,પરંતુ એના માટે લગ્નનો સમય થોડા મહિના માટે ટાળવો પડે એમ હતો,રૂબીએ રચીત સાથેના સંબધ ચાલુ રાખી એનાથી દૂરી બનાવી રાખવાની હતી.
લીનાતો સેવ ભાંગી પડી હતી, અંશના વિચારે એની આંખના આંસુ રોકાતા ન હતા,રૂબી અને રૂપાએ લીનાને પાણીનો ગ્લાસ ધરતા આશ્ર્વાસન આપતા કહ્યું:
" લીના, આમ આંસુ પાડવાંથી કોઈ નહીં થાય થોડી સ્ટ્રોંગ બન કદાચ આ કોઈ ચાલ છે, તો હજું ઘણું સહન કરવાનું આવશે..! અમે તારી સાથે છીયે તું હિમ્મત નહીં હાર...."
લીના પાણી પીને થોડી સ્વસ્થ થઈ, આંસુ લુછયાં અને ધરુજતા પગે ઘરે જવા નીકળી, રૂબી અને રૂપા પણ ઘરે ગયા,લીનાને આશ્ર્વાસન તો આપ્યું પણ રૂપા અને રૂબી મનમાં ઘણુ જાણતા હતા,-કે લીના માટે સ્વસ્થ રેહવું અઘરું હતુ,
લીના ડોર બેલ માર્યો....મંજુબેને દરવાજો ખોલ્યો અને લીના મંજુબેનને ગળેવળગી એકદમ ધ્રુસકે ધ્રુસકે રડવાં
લાગી,એ જોઈ થોડી વાર તો મંજુબેનને સમજાયું નહીં,એ ચૂપચાપ લીનાના માંથે હાથ ફેરવતા એને શાંત કરતાં રહ્યા,લીનાને કશુંએ પૂછવાની એમની હિંમત ન હતી,મનમા ઘણાં વિચારો ફરતા હતા, પરંત ભગવાનને પ્રાર્થના પણ કરતા હતા કે પોતે જે કઈ મનમાં ખરાબ વિચાર કરે છે એ સાચા ન હાયો, જય લીના માટે પાણી લાવી બહેન પાસે ઊભો રહ્યો અને લીનાને પુછવા લાગ્યો:
"દીદી , શું થયું છે..? કંઈક તો બોલ...!"
"લી...ના..બે..ટા.. તું કઈ બોલ..!આમ રડવાંથી કંઈ નહીં થાય.."
મંજુબેને લીનાને માંથે હાથ ફેરવી એના આંસુ લુછતાં કહ્યું અને લીનાએ રડતાં રડતાં મંજુબેનને બધી વાત કરી, એમનો તો જાણે સ્વાસ જ અટકી ગયો, ગળામાં ડુમો ભરાઈ આવ્યો, એની સામે પોતાનો ભૂતકાળ તરવરવાં લાગ્યો એ એક પણ શબ્દ બોલ્યા વગર એના ઓરડામાં જતા રહ્યાં,ઘરનું વાતાવરણ આજ તંગ થઈ ગયું,બધાનાં ચેહરા ઉપરથી હસી ગાયબ થઈ ગઈ હતી.
આબાજુ આજ રચીત અને રૂબી રાત્રે ડાન્સ ક્લબ જવાનું નકકી કર્યું, રૂપાએ એને બધું સમજાવીને મોકલી,એ પ્રમાણે જ રૂબીએ રચીને લલચાવી નશામાં ચૂર કરી બધી વાત કઢાવી લીધી અને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી.
અહીં લીનાને ઊંઘ નથી આવતી આખી રાત રડયાં કરે છે, મંજુબેન પણ ઊંઘ નથી આવતી એની સામેથી લીનાનો ભૂતકાળ જતો નથી,એ ભરતભાઈને હવે લીનાને હકીકત જણાવતાં નહીં રોકવા કહે છે,અને સુરજ ઉગવાની વાટ જોતા બારી ખુલી આંખે બારીમાં તાકીને બેસી રહે છે,પરંતુ એનાથી સવારથવાની વાટ નથી જોવાતી એ ઊભા થઈને લીનાના ઓરડામાં જાય છે,લીના પણ જાગતી તકીયો પળાતી કેટલાય વિચારોના વિમળમાં ફસાયેલી પડી છે,દરવાજાનો અવાજ લીના આંખ લુછી બેઠી થઈ, કઈ બોલ્યા વગર જ મંજુબેનને લીના સામે જોઈ પલંગમાં એની પડખે બેઠાએક લાંબો નીસાસો નાખતા એ એક જ શબ્દ બોલ્યા :
" શું અંશમાં તારો ભુતકાળ પાછો આવશે...?"
આ સાંભળી લીના ફાટી આંખે મંજુબેનને જોઈ રહી,
અને બોલી:
"ભુતકાળ..!? કયો ભુતકાળ...?"
મંજુબેન હવે લીનાને એના ભુતકાળ વીશે જણાવે છે,આગળના ભાગમાં વાંચ શું લીનાનો ભુતકાળ શું હતો...?