આંગળિયાત - 10 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંગળિયાત - 10

આંગળિયાત..ભાગ..12

આપણે આગળ જોયું એક એવી હકીકત રૂપાની સામે આવી હતી,-કે એ હવે મુંઝવણમાં આવી ગઈ હતી ,એક સહેલી છે...એક બહેન છે..બંનેને સાચું કેમ કહે..? એકની જીંદગી તો ખરાબ થઈ જ ગઈ છે, એ વાત જુદી હતી કે હજું લીનાએ વાતથી અજાણ હતી,અને બીજીની જીંદગી ખરાબ થવાની તૈયારીમાં હતી,આખી રાત જાગીને વિચાર કર્યાં પછી એક જ નિર્ણય મગજમાં આવતો હતો,- કે બંનેને પોતાના પતિની હકીકત ખબર હોવી જોઈએ અને એના વિશે જે સાચું છે એ સ્વીકારી આગળ શું નિર્ણય કરવો એ એમનાં હાથમાં છે,પરતું પોતાને જે ખબર પડી છે એના વિશે બંનેને અવગત તો કરાવવું જરૂરી હતું.....

રૂપા અને રૂબી શોપિંગ માટે નીકળે છે, અને લીનાને એક મોલમાં બોલાવે છે પરતું આ વાત શોપિંગ પહેલા કરવાં વિચારે છે રૂપા અને મોલના એક કોફી હાઉસમાં જવાં કહે છે,
" રૂબી..! ચલ ને યાર કોફી પીવાની ઈચ્છા છે, પહેલાં કોફી પીએ પછી શરૂ કરીએ શોપિંગ..."

" અ..રે.. વાહ..! બેસ્ટ આઈડીઆ, 'कुछ अच्छा करना है तो पहले मुंह मीठा करना चाहिए '..." બોલી રૂબી રૂપાને પીઠ ઉપર ધબો મારતાં હસી પડી,પરતું રૂપા તો ચીંતામાં હતી, શું કરું...? કેમ વાત કરું..? આ બહું મોટી વાત હતી,એટલામાં લીના પણ સામેથી આવતી દેખાઈ એટલે રૂપા એની સામું જોઈને ફીંકકુ હસી,લીના નજીક આવી એટલે રૂપાએ રૂબીને લીનાની ઓળખાણ કરાવી,...

" રૂબી...! 'મારી દોસ્ત લીના..' લીના..! 'મારા માસીની દિકરી રૂબી..' જે દુબઇ રહે છે,"

લીના રૂબી સામે હાથ લંબાવી દોસ્તી કરી એક સ્માઈલ કરે છે, એને ત્રણેય કોફી હાઉસમાં જાય છે, ત્રણ કોફી ઓડર કરી ત્રણેય વાતોએ વળગે છે, રૂબી અને લીના તો જાણે ઘણાં
સમયથી મિત્રો હોય એટલા એકબીજામાં ભળી જાય છે, રૂપા થોડી ચીંતામાં ચુપ બેઠી છે, એના મનમાં વિચારો ચાલ્યા જ કરે છે, શું કરું...? બંને કેટલી ખુશ છે..! હું વાત કરીશ એની બંને ઉપર શું અસર થશે...? બંને કેવું રીએકટ કરશે...?
અત્યારે તો આવનાર મુસીબતથી અજાણ બંને કેટલી ખુશ છે,
હું કેમ બંનેની ખુશી છીનવું..?પરતું જે પણ થાય એ પેહલા મારી સહેલી અને મારી બહેન છે,બંનેને મુસીબતમાંથી સાવચેત કરવાં ઉગારવાં મારી પહેલી ફરજ છે, અને મન મકકમ કરી વાત શરૂ કરી,રૂપા પર્સમાંથી રૂમાલ કાઢી કપાળ ઉપરનો પરસેવો લૂછતાં બોલી,
" લીના..રૂબી... મારે તમને બંનેને એક વાત કરવી છે.."

આટલું સાંભળતા લીના અને રૂબીએ રૂપા તરફ ધ્યાન કરતાં જોયું એને ખૂબ પરસેવો વળી ગયો હતો, એટલે રૂબી અને લીના એકબીજાને સામે જોઈ હસવાં લાગ્યાં,

" રૂપા..!આટલા એરકન્ડીશનરમાં તને પસીનો વળી ગ્યો..
શું..પ્રેમ તો નથી થઈ ગયો ને..?" રૂબી હસતાં હસતાં બોલી,

" ના એ મેડમને પ્રેમ થાયતો એ સામે વાળાને પરસેવો વાળી દે
એમ છે...! "

લીનાએ મસ્તી કરતાં રૂબીના હાથમાં તાળી આપતાં કહયું, અને બંને મોટેથી હસવાં લાગી પણ રૂપા એકદમ મૂંઝવણમાં હતી,એ લીનાએ નોટીસ કર્યું અને રૂબીને આંગળીના ઈશારેથી ચૂપ રહેવા કહીં એક હાથે રૂપાનો હાથ પકડતાં બોલી,

"રૂપા..! કોઈ પ્રોબ્લમસ છે..?"

" હા..! પરંતુ કેમ કહું સમજાતું નથી..."

"એ..રે .. બોલ ..યાર અમે તારી મદદ કરીશું..."

" લીના..રૂબી.. પ્રોબ્લમસ બહું મોટી છે,બંને ધ્યાનથી સાંભળજો..." અને રૂપાએ વાત શરૂ કરી,

"તમે બંને કોઈ જાળમાં ફસાય ગઈ છો .."

" અમે બંને..! " રૂબી એ સવાલ કરતાં લીના સામે જોયું,

" હા..... ! તમે બંને..!"

"અમારું બંનેનુ શું કનેકશન..?"

"હું પણ નથી સમજી શકતી, પણ તમારું બંનેનું કનેક્શન મળે છે એક જ જગ્યા એ.."

" તું શું કહેવા માંગે છે..?" લીના વચ્ચે જ બોલી પડી,

" રચીત..." રૂપા નીચી આંખ કરી બોલી,

" મતલબ...!" લીના અને રૂબી બંને એકી સાથે બોલી પડયાં,

" મતલબ એમ કે રચીત તમને બંનેને ઉલ્લુ બનાવે છે અથવાં કોઈ રમત રમે છે..."

રચીતનું નામ આવતાં રૂબી અને લીના બંને અવાક્ થઈ ગયા હતાં, હસવું કે રડવું કઈ સમજાતું નહતું,

" રૂપા.. ! સ્ટુપીડ યાર ...! મજાકની કોઈ હદ હોય,"

રૂબી ટેન્શન સાથે ગુસ્સોમાં જરા ઉંચા અવાજે બોલી ગઈ,
લીના તો કંઈજ બોલવાની હાલતમાં ન હતી,કારણકે રચીતના વર્તન ઉપરથી લીનાને થોડો વહેમ તો પહેલાંથી જ હતો,ફરી રૂપાએ બંનેનો હાથ પકડતાં શાંતિથી બેસવાનો ઈશારો કરતાં કહયું,

" રૂબી...લીના..હું કોઈ મજાક નથી કરતી..! લીના તારાં પતિનું નામ કહે રૂબીને.."

લીના રૂબી સામે જોતાં બોલી," રચીત કુમાર..."

"હવે એ શું કરે છે એ કહે.."

" એ એક ફિલ્મ એક્ટર છે.. "

" રૂબી...! સાંભળ્યું..?"

રૂબીનાં તો જાણે હોંશજ ઊડી જાય છે,

" વોટ..! "

" હા... ! લીના..રૂબીની સગાઈ પણ રચીત કુમાર સાથે જ થઈ છે, બંને હવે એની સાથે બહું મોટી રમત રમાય છે વિશે નકકી થઈ ગયા, બંનેને હાલ તો કઈ સુઝતું નથીં. આંખોમાં ઝળઝળીયા આવી જાય છે, રૂબી તો સગાઈ તોડી આગળ વધી શકે અને થોડા દિવસોમાં નવી જીંદગી શરૂ પણ થઈ જાય એ બધું સહેલું ન હતું પણ એટલું આગળ પણ ન હતાં વધ્યા કે અઘરું લાગે,પરંતુ વધારે મુશ્કીલ લીના માટે હતું, લીના રચીતના બાળકની મા હતી.

રૂપા બંનેને સાંત્વના આપી અને એનું આવુ કરવાનું કરાણ જાણવાની અને એને સબક શીખવાડવાની સલાહ આપે છે, જે બંનેને સમજાય છે ,અને એ માટે તૈયાર પણ થાય છે.

રચીતને સબક શીખવાડવા લીના,રૂબી,અને રૂપા ત્રણેય મળી શું પ્લાન કરશે એ હવે એ આગળનાં ભાગમાં વાંચશુ.

🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi