Featured Books
શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 36


મહાદેવે ઘણું સમજાવ્યું પણ રાજા પાલ એક ના બે ન થયા ને ફરી તપશ્ચર્યા કરવા બેસી ગયાં. મહાદેવે તો સંતાન પ્રાપ્તિ નું વરદાન તો આપી દીધું હતું એટલે રાજા પાલ જેવા તપશ્ચર્યા માં બેઠા કે તરત તે તેના ધામમાં નીકળી ગયા.

દિવસો પછી દિવસો પસાર થતા રાણી પીલુ ને કૂખે એક સુંદર બાળક નો જન્મ થાય છે. રાણી તો બહુ ખુશ થાય છે. કે રાજા ની તપશ્ચર્યા ના કારણે વારસદાર મળ્યો છે. પણ અંદર થી દુઃખ હતું કે હજુ સુધી રાજા કેમ પાછા ફર્યા નહિ. આવી જશે તે વાત થી રાણીએ ફરી થોડા દિવસ જવા દીધા. પણ પછી રાણી પીલુ સૈનિકો ને આદેશ આપે છે. મહારાજ ને ગમે ત્યાંથી શોધી લાવવામાં આવે. અને જો તે હજુ સુધી તપશ્ચર્યા કરી રહ્યા હોય તો ખાલી તેના સમાચાર લાવવામાં આવે. આદેશ મળતા સૈનિકો રાજા પાલ ને શોધવા જંગલ તરફ નીકળી પડ્યા.

થોડા દિવસ પછી તે સૈનિકો મહેલમાં પાછા ફરે છે અને રાણી પીલુ ને સમાચાર આપે છે. કે મહારાજ હજુ જંગલમાં તપશ્ચર્યા કરે છે. આ સમચાર સાંભળી ને રાણી પીલુ ને હૈયે ટાઢક તો થાય છે પણ હજુ કેમ તપશ્ચર્યા કરી રહ્યા છે તે સવાલ તેને સતાવવા લાગ્યો. સૈનિકો પાસે થી સમાચાર સાંભળી ને ફરી રાણી પીલુ એ કહ્યું. મહારાજ સુરક્ષિત તો છે ને..?

હા રાણી બા. મહારાજ સુરક્ષિત છે. અને તેઓ તપ માં લીન હતા એટલે અમે તેમનાં દર્શન કરી પાછા ફર્યા.

રાજા પાલે કરેલી વાત રાણી પીલુ ને યાદ આવી ગઈ. જે થવાનું છે તે થશે જ પણ આપણે આપણું કર્તવ્ય ક્યારેય ભૂલવું નહીં. તેમ રાણી પોતાના દીકરા ની સાળ સંભાળ રાખવા લાગ્યા. અને તેના દીકરાનું નામ રાખ્યું પલઘી.

પલઘી જન્મ થી ગુસ્સા વાળા સ્વભાવ નો હતો. એટલે નાનપણ માં જેની સાથે રમતો તેની સાથે ઝગડો કરતો અને તેને મારતો. આ જોઈને રાણી પીલુ તેને સજા પણ આપતી અને સમજાવતી પણ પલઘી સમજવા વાળો ન હતો. તે સમયે ફરી રાણી ને રાજા પાલ ની યાદ આવી ગઈ. અને મહાદેવ સામે બેસીને આજીજી કરવા લાગી.
હે મહાદેવ મારા પતિ ની અત્યારે મારે ખાસ જરૂર છે આપ તેને અહી મોકલો. મારા એકલા થી દીકરા પલઘી ને સાચવી શકાતુ નથી.

રાણી પીલુ ની વાત મહાદેવ સાંભળી ગયા હોય તેમ મહાદેવ ફરી રાજા પાલ સામે ઉપસ્થિત થયા અને તેને ફરી વરદાન માંગવા કહ્યું. ત્યારે તપશ્ચર્યા માંથી જાગીને મહાદેવ ને પ્રણામ કરી ફરી તેજ માંગ્યું જે પહેલા તેમણે માંગ્યું હતું.
હે પ્રભુ મને મારા જેવો દીકરો જોઈએ.

ત્યારે મહાદેવે કહ્યું. હે વત્સ તારી ઘરે દીકરા નો જન્મ થઈ ચૂક્યો છે અને તે હવે ધીરે ધીરે મોટો પણ થઈ રહ્યો છે. પણ તેણે કરેલા પૂર્વ જન્મ ના કારણે તે પોતાનું જીવન ગુજારશે. એટલે હે રાજન આ સિવાઈ બીજું કંઈ માંગ હું તારા પર પ્રસન્ન થયો છું.

હે પ્રભુ. તો મને એવું વરદાન આપો કે મારી નગર ની પ્રજા કાયમ માટે સુખી અને શાંતિ વાળું જીવન સદાય ને માટે જીવતી રહે.

મહાદેવ ને પણ કઈ સમજાતું ન હતું કે રાજા પોતાની પ્રજા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે. પોતાના માટે તો કઈ જ નહિ. રાજા ની આ વાત થી મહાદેવ ને થયું હવે રાજન ને બનનાર બધી ઘટના થી વાકેફ કરાવવું પડશે.

મહાદેવે રાજન ને વાત કરતા કહ્યું. સાંભળ રાજન વિધિ ના લેખ કોઈ ટાળી નથી શકતું. તારી ઘરે જન્મેલું બાળક તારી પર જ જુલમ ગુજારશે અને તને જેલમાં પણ કેદ કરી દેશે. પણ એક મહાન યોદ્ધો તારા દેશમાં આવશે જે તને કારાવાસ માંથી મુક્ત પણ કરશે અને તારા પુત્ર ને સજા આપી ફરી પ્રજા ને સુખ અને શાંતિ નો કાયમ માટે અહેસાસ કરાવશે. એટલે રાજન તું તારા મહેલમાં જા, જે થવાનું છે તે કોઈ ટાળી નહિ શકે પણ તું હંમેશા પ્રજા ને હિમ્મત અને શાંતિ આપવાનું છોડીશ નહિ. ક્યારેય નિરાશ થઈશ નહિ. બધાને સારા અને ખરાબ દિવસો આવતા જ હોય છે. આટલું કહી મહાદેવ પોતાના ધામમાં જતા રહ્યા અને રાજા તેમના મહેલ તરફ પાછા ફરે છે.

રાજા પાલ જ્યારે મહેલ પાછા ફર્યા ત્યારે નગરજનો, સૈનિકો અને રાણી ખુશ થઈ ગયા. તેઓએ રાજાનું સ્વાગત કર્યું પણ તેમનો દીકરો પલઘી તેમને નફરત ની નજરે થી જોઈ રહ્યો હતો. આટલી નાની ઉંમરમાં આ રીતે તેમના દીકરા નું જોવું રાજા પાલ ને ખુબ નવાઈ લાગી. ત્યારે તેને મહાદેવે કહેલી વાત યાદ એવી.

પલઘી તેમનો દીકરો હતો એટલે રાજા પાલ તેમની પાસે ગયા અને કહ્યું દીકરા પલઘી હું તારા પિતાશ્રી છું. મને પ્રણામ નહિ કરે. પલઘી ની બાજુમાં ઊભેલી રાણી પીલુ એ કહ્યું બેટા પિતાશ્રી ને પ્રણામ કરી આશીર્વાદ લે.

માતૃશ્રી સામે જોઇને કહ્યું. મારે કોઈ પિતાશ્રી નથી. હું તો તમારો દીકરો છું બીજા કોઈનો નહિ. એટલું કહી મી બગાડી દૂર નીકળી ગયો.

રાજા પાલે રાણી ને મહેલમાં લઇ જઇને એક સવાલ કર્યો. હે પ્રિયે.. પલઘી આપણો જ દીકરો છે ને. મને તો ખબર છે પલઘી આપણો દીકરો છે પણ આવો દીકરો....!
ગંભીરતા થી રાણી ને કહ્યું.

મહારાજ આપણો દીકરો પલઘી આપણો જ છે. પણ મારી ભૂલ અને બેદરકારી ના કારણે તેનું વર્તન આવું થઈ ગયું છે. મને ક્ષમા કરશો.. હાથ જોડી રાણી પીલુ માફી માંગવા લાગી.

પલઘી ધીરે ધીરે મોટો થવા લાગ્યો. રાજા પાલ અને રાણી પીલુ એ સંસ્કારો નું ભરપૂર ચિંચન કર્યું પણ દીકરા પલઘી પર તેની કોઈ અસર થતી ન હતી. ઉલટા નો તે વધુ ક્રૂર અને ક્રોધી બનતો જતો હતો. તેને એક આશ્રમ માં પણ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો પણ ત્યાં તે ગુરુ ને હંમેશા તંગ કરી ભાગી જતો. આખરે ગુરુ પણ પલઘી ના આવા વર્તન થી ત્રાસી ને તેને મહેલમાં છોડી આવ્યા.

પલઘી હવે યુવાન થઈ ગયો હતો. રાજા પાલ ને લાગ્યું જો દીકરા પલઘી ને કોઈ સારી કન્યા સાથે પરણાવી દેવામાં આવે તો કદાચ તેની સાથે રહીને તે તેના વર્તનમાં પરિવર્તન આવી શકે. એટલે રાજા પાલે એક સારી કન્યા સાથે પલઘી ને પરણાવી દીધો.

લગ્ન પછી પલઘી પહેલા જેવો રહ્યો ન હતો. તે હવે ડાહ્યો થઈ ગયો હતો. એટલે રાજા પાલે તેને રાજા ના સિહાસન પર રાજા ઘોષિત કરી દીધો. રાજા પાલ ને લાગ્યું મારા દીકરો પહેલા જેવો નથી રહ્યો તે હવે મારી જેવો થઈ ગયો છે. એટલે રાજા પાલ અને રાણી પીલુ એ નક્કી કર્યું થોડા દિવસ જંગલમાં રહીને પ્રભુ ભક્તિ કરીએ. રાજા પાલ અને રાણી પીલુ જંગલમાં જઈને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા.

સમય વીતવા લાગ્યો. એક દિવસ સવારે રાજા પાલ સૂર્ય ને જળ અર્પણ કરી રહ્યા હતા. ત્યાં સામે નગરજનો આવતા દેખાયા. તેઓ ઝડપ ભેર તેમની પાસે આવી રહ્યા હતા. સુર્ય પૂજા કરીને નગરજનો નું સ્વાગત કરી તેમની કુટીર પાસે લઈ ગયા. અને તેમનુ અહીં આવવાનું કારણ પૂછ્યું.

નગરજનો એ માંડી ને વાત કરી.
મહારાજ આપના ગયા પછી હતું ન હતું એવું થઈ ગયું. રાજકુમાર પલઘી રાજા બન્યા પછી તો વધુ ક્રૂર અને જુલ્મી બની ગયા. નગરજનો પર ત્રાસ ગુજારવવા લાગ્યા. લાગણી કે પ્રેમ જેવું મહેલમાં કે દેશ માં ક્યાંય રહ્યું નથી. રાજા પલઘી નો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે ત્યાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આપ કઈક ઉપાય કરો અને આ ત્રાસ માંથી મુક્તિ અપાવો. હાથ જોડી નગરજનો વિનંતી કરવા લાગ્યા.

રાજા પાલ ને પહેલે થી ખબર હતી કે કઈક આવું જ થવાનું છે. તે જાણતા હતા જે હું મહેલમાં રહીશ તો મારો પુત્ર મારી પર પણ જુલમ ગુજારશે. એટલે તેઓ રાણી પીલુ ને લઇ જંગલ તરફ ભક્તિ કરવાના બહાને આવી ગયા. તેમના મનમાં એવા વિચારો આવ્યા હતા. કદાચ પલઘી ના મહેલમાં એકલા રહેવાથી થોડું પરિવર્તન તેનામાં આવે. કા નગરજનો પલઘી ના ત્રાસ થી કઈક એવું પગલું ભરે જેનાથી પલઘી સામાન્ય રાજા બની શકે. પણ આજે તેનો આ વિચાર ખોટો સાબિત થયો.

હાથ જોડી વિનંતી કરી રહેલા નગરજનો ને રાજા પાલ આશ્વાસન આપતાં કહ્યું. આપ ચિંતા કરશો નહિ હું એક બે દિવસ માં મહેલ પહોંચું છું અને હું મારા દીકરા પલઘી ને સમજાવીશ જો નહિ માને તો ફરી હું રાજા થઈ દેશ પર રાજ કરીશ.

રાજા પાલ ના આ વચન સાંભળી ને નગરજનો ખુશ થતાં થતાં ત્યાં થી નીકળી પલઘટ દેશ પહોંચી અને બાકીના નગરજનો ને શુભ સમાચાર આપ્યા.

ક્રમશ ..