રાજા પાલ અને રાણી પીલુ તેમના દેશ તરફ રવાના થયા. ચાલતા ચાલતા તેને રસ્તા માં તેને ગુરુ વિશ્વસ્વામી મળે છે. રાજા પાલ અને રાણી પીલુ તેમને ઓળખતા હતાં એટલે તેમને પ્રણામ કરી આશીર્વાદ મેળવે છે. સાધુ ના વેશ માં પાછા મહેલ તરફ જતા રાજા પાલ ને ગુરુ વિશ્વસ્વમી સવાલ કરે છે.
હે રાજન આમ જંગલ તરફ જવાના બદલે મહેલ તરફ કેમ પાછા ફરો છો. આપ ની ઉંમર હવે મહેલ સંભાળવાની નહિ પણ જંગલ માં રહી ને તપચર્યા કરવાની છે. એટલે મોહ છોડી ને ભક્તિ ના માર્ગે ચાલતા થાવ.
ગુરુ વિશ્વસ્વાની ના આ સવાલ નો જવાબ હાથ જોડીને રાજા પાલ આપે છે.
ગુરુજી આપ તો અંતર્યામી છો. આપ ને બધી વાત ની ખબર હોય છે. પણ આપ મારી પાસે થી જાણવા જ માંગો છો તો આપ ને હું કહ્યું છું.
તપચર્યા કરી મને સંતાન પ્રાપ્તિ તો થઈ પણ મારો દીકરો ક્રૂર અને જુલમી બની ગયો અમારા એક પણ સંસ્કાર તેમને અસર કર્યા નહિ. અમે તેમને સારો માણસ બનાવવાની ઘણી કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યા.એક દિવસ તેમના લગ્ન કરાવી દીધા અને અમે જંગલમાં જઇ ભક્તિ કરવા લાગ્યા પણ તેમના માં કોઈ પરિવર્તન આવ્યું નહિ. જંગલમાં નગરજનો આવીને સમાચાર આપ્યા કે આપ દેશ તરફ પાછા ફરીને કઈક કરો એટલે ગુરુજી અમે પાછા મહેલ તરફ પાછા ફરી રહ્યા છીએ.
સાંભળ રાજન. તું તારું કર્તવ્ય નું પાલન કર. જે થવાનું છે તે તું કે હું નહિ રોકી શકીએ પણ એટલું કહીશ તારા દેશ ને ફરી પહેલા જેવો દેશ કરનાર આ દુનિયામાં જન્મ લઈ શુક્યો છે. બસ તેના આવવાની તું રાહ જો. આટલું કહી ગુરુ વિશ્વસ્વામી ચાલતા થયા.
રાજા પાલ અને રાણી પીલુ મહેલમાં પહોંચે છે. ત્યારે નગરજનો જોઈને ખુશ થાય છે પણ પલઘી નાખુશ હતો. તેણે પિતાજી ને સ્વાગત કરવાના બદલે તેને કડવા વહેણ કહી તેને બેઈજ્જત કરે છે. પણ રાજા પાલ આ કડવા વહેણ સાંભળીને પણ તેને સમજાવવાની કોશિશ કરે છે. રાજા પલઘી તેના પિતાશ્રી ની કોઈ વાત માનતો નથી ને તે તેના કક્ષ માં પોતાની પત્ની પાસે જતો રહે છે.
આવુ થોડા દિવસ ચાલ્યું પણ રાજા પલઘી સમજવાને બદલે વધુ ઘાતકી બની ગયો અને એક દિવસ તો તેણે તેની સીમા પણ ઓળંગી દીધી. રાજા પાલ તેને સમજાવવા તેના કક્ષમાં ગયાં ત્યારે પલઘી બહુ ગુસ્સે હતો. એ ગુસ્સો તેણે તેના માતા પિતા પર ઉતારી દિધો. અને ન કહેવાના શબ્દો કહ્યા. રાજા પાલે તો પલઘી ના મુખે થી કઠોર શબ્દો સાંભળી લીધા પણ રાણી પીલુ આ કઠોર અને અપમાન જનક શબ્દો સાંભળી શકી નહિ અને તેમના પુત્ર પલઘી ને ઘણું બધું કહી દીધું.
આ સાંભળી ને પલઘી વધુ ગુસ્સે થયો અને સૈનિકો દ્વારા તેમના માતા પિતા ને સજા આપી અને આદેશ આપ્યો કે જીવનભર આ લોકો ને કારાવાસ માં રાખવામાં આવે. ત્યાર થી તેઓ હજુ કારાવાસ માં કોઈની પ્રતીક્ષા કરી રહ્યા છે. વાત પૂરી કરી તે સૈનિકે કહ્યું બ્રાહ્મણ દેવતા આ હતો આ દેશ નો ઈતિહાસ. હવે મોડી રાત્રી થઈ ચૂકી છે. હું મારા ઓરડા માં જઈને આરામ કરું. કહી ને તે સૈનિક વિશ્વજીત ના કક્ષ માંથી નીકળી તેના ઓરડા તરફ઼ છૂપી રીતે નીકળી ગયો.
સૈનિક પાસે થી પલઘટ દેશ નો ઈતિહાસ અને બની ગયેલી ઘટના સાંભળી ને વિશ્વજીત ને આખી રાત ઊંઘ પણ ન આવી પણ એક વિચાર જરૂર થી આવ્યો કે ગુરુ વિશ્વસ્વામી એ મને પલઘટ દેશ જીતવા શા માટે મોકલ્યો છે. આ વિચારમાં ને વિચારમાં તેને ઊંઘ આવી ગઈ.
સવાર થયું એટલે રાજા પલઘી પાસે થી અહી થી જવાની આજ્ઞા લીધી. રાજા પલઘી એ હજુ રોકાઈ જવાનું કહ્યું પણ હવે મારે જવું જોઈએ અને મે મહેલ ને સારી રીતે નિરીક્ષણ કરી લીધો છે. એવું કંઈ મને લાગ્યું નહિ. એટલે હું હવે આપની પાસે થી રજા લવ. રાજા પલઘી ને બ્રાહ્નણ બની ને આવેલા વિશ્વજીત વિશે કોઈ જ ખબર ન હતી. તે અત્યાર સુધી વિશ્વજીત ને બ્રાહ્મણ જ માની રહ્યા હતા. રાજા પલઘી થોડા વસ્ત્રો અને અનાજ આપી બ્રાહ્મણ ને જવાની આજ્ઞા આપી.
વિશ્વજીત મહેલ માંથી બહાર આવી અને તેના રહેણાક પાસે પહોંચ્યો. ત્યાં પહેલે થી સૈનિકો તેની રાહ જોઈ રહ્યા હતા. થોડો સમય થયો ત્યાં પેલા ચારેય દિશા તરફ મોકલેલા સૈનિકો પાછા ફર્યા અને વિશ્વજીત પાસે બેસી ગયા અને તેમણે જે નિરીક્ષણ કર્યું તે કહેવા લાગ્યા.
કુંવર અમે ચારેય સૈનિકો અલગ દિશા માં પહોચી ગુપ્ત રીતે જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે નગરજનો માં યુવાન લોકો તલવાર ચલાવતા શીખી રહ્યા હતા. પહેલા પૂછ્યું તો સ્વ રક્ષણ માટે શીખી રહ્યા છીએ એવું કહ્યું પણ પછી તેના મુખે તેણે સાચે સાચું કહી દીધું. અમે રાજા સામે બળવો કરવા માટે તલવાર શીખી રહ્યા છીએ.
એક સૈનિકે વાત પૂરી કરી બીજો સૈનિક બોલ્યો. કુંવર મે અમુક નગર જનો ને પૂછ્યું કે કોઈ બહાર દેશ નો રાજા આ દેશ પર આક્રમણ કરે તો આપ કોની સાથે રહેશો. આપ રાજા માટે લડશો કે રાજા વિરૂદ્ધ. ત્યારે બધા પાસે થી એક જ જવાબ હતો. અમે અમારા રાજા વિરૂદ્ધ લડાઈ કરીશું. આમ પણ અમે અત્યારે તેમનો અત્યાચાર ભોગવી રહ્યા છીએ. કદાચ પલઘી રાજા હારી જઈ બીજો કોઈ સારો રાજા રાજ કરી શકે તે એક આશા તો રહેવાની અને જો હારી જઈશું તો આ ત્રાસ થી મુક્ત થઈ વીરગતિ પ્રાપ્ત કરીશું.
તે સૈનિકે વાત પૂરી કરી ત્યાં બીજા સૈનિકે કુંવર સામે તેણે જાણેલી વાત કરી. હું જે દિશા તરફ ગયો હતો તે દિશા માંથી મહેલમાં પાણી પહોંચાડવા માં આવે છે. ત્યાં રહેતા લોકો મચક માં પાણી ભરી ભરીને મહેલમાં પહોચાડે છે. અને તે પ્રજા આ જુલમ થી ત્રાસી ગઈ છે. એક વાર બધા લોકો એ રાજા સામે બળવો કરી પાણી પહોંચાડવાની ના પાડી તો અમુક લોકોના રાજા પલઘી એ હાથ કાપી નાખ્યાં. અમને પણ તેઓ આ સજા આપશે, આ ડર થી તેઓ હજુ જુલમ ને સહન કરી રહ્યા છીએ.
બધા સૈનિકો ની વાત સાંભળી ને સૈનિકો સામે વિશ્વજીતે મહેલ વિશે અને મહેલમાં શું બની રહ્યું છે તે વાત વિસ્તાર પૂર્વક સૈનિકો ને કહી. આ સાંભળી ને સૈનિકો એ વિશ્વજીત ને કહ્યું કુંવર હવે આગળ આપણે શું કરીશું તે કહો. જેથી આપણે સહેલાઇ થી પલઘી ને હરાવી ને આ નગરજનો ને ત્રાસ થી મુક્તિ આપી શકીએ.
વિશ્વજીતે કહ્યું. પહેલા આપણે જૂના રાજા પાલ ને કારાવાસ માંથી મુક્ત કરી નગરજનો સામે લાવવાના છે જેથી નગરજનો ને અહેસાસ થાય કે હજુ મહારાજ પાલ જીવે છે. અને રાજા પલઘી સામે બળવો કરવા તૈયારી દેખાsશે. અને આપણું કામ સરળ બનશે.
આગળ વાત કરતા કહ્યું હું કાલે ફરી રાજમહેલ માં પહોચી ને રાજા પાલ અને રાણી પીલુ ને મુક્ત કરી અહી લાવીને બધી વાત કરીશ પછી બધા મળીને વિચારીશું કે આગળ શું કરવું. આટલું કહી વિશ્વજીતે બધા સૈનિકો ને આરામ કરવાનું કહ્યું.
બીજે દિવસે સવારે વહેલા ઊઠી ને વિશ્વજીત મહેલમાં પાણી પહોંચાડનાર ની સાથે રહીને મહેલ ની અંદર પહોંચી ગયા. પહેલે થી મહેલ વિશે સારી રીતે જાણી શુક્યાં હતા એટલે કોઈ જોઈ ન શકે એવી જગ્યાએ જઈ સાંજ પડવાની રાહ જોવા લાગ્યા.
સાંજ પડી એટલે વિશ્વજીત છૂપી રીતે મહેલ ની નીચે રહેલ કારાવાસ માં પહોચ્યા. ત્યાં સૈનિકો નો પહેરો જોયો. આટલા બધા સૈનિકો સામે લડવું મુશ્કેલ તો ન હતું પણ જો મહેલમાં ખબર પડી જશે તો બહાર નીકળવું મુશ્કેલ થશે. એટલે એવો વિચાર કરવા લાગ્યા જેનાથી સૈનિકો થોડો સમય અહી થી દુર રહે. ઘણો વિચાર કર્યો પણ કોઈ વિચાર ન મળ્યો ત્યાં તેની નજર એક દૂર બેઠેલા સૈનિક પર પડી તે અર્ધ જાગૃત હતો. જાણે કોઈ નશામાં હશે.
વિશ્વજીત તેની પાસે જઈ થોડી મદિરા માંગે છે. તે સૈનિક પોતાનું ભાન ભૂલી ગયો હતો. તેને વિશ્વજીત સૈનિક લાગ્યો એટલે તેને મદિરા જ્યા રાખી હતી તે હાથમાં ઇશારા થી બતાવી. વિશ્વજીત ત્યાં થી હાથમાં આવી શકે તેટલી મદિરા લાવ્યો અને અર્ધ જાગૃત સૈનિક ના કપડા તેણે પહેરી સૈનિક બની હાથમાં મદિરા લઈ પહેરો આપનાર સૈનિકો પાસે આવે છે અને બધાને સૈનિકો ને મદિરા પાન કરાવે છે.
બધી મદિરા પૂરી થઈ ગઈ પણ સૈનિકો હજુ હોશમાં જ હતા. વિશ્વજીત હજુ વધુ મદિરા લઈને સૈનિકો ને પીવડાવે છે ત્યારે તે બધા સૈનિકો હોશ ખોઈ બેસીએ ઢળી પડે છે.
ક્રમશ....