બદલાતાં સબંધો ભાગ 5 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાતાં સબંધો ભાગ 5

બદલાતાં સબંધો ભાગ 5

ભાવિન કહ્યું હા અને કહ્યું હતું કે એક મિત્ર હતો એમ વાત કરી હતી થોડી વાત થઇ હતી પણ વધારે મેં કોઈ દિવસ પુછ્યું નહિ....
પરેશ કહ્યું ભાઈ ચાલ જવા દે એ બધુ અને તારા જન્મદિન ની સાથે નવા વર્ષ અને તેની નવી શરૂઆત કર ભાઈ.
પ્રણય કહ્યું ભાવિન સત્ય તમે જાણ થયું છે અને તારે હવે આગળ કોઇપણ જાતની દુઃખ લઇને આગળ વધવાની જરૂર નથી અને હું જાણુ છુ કે તુ કોઇને દુઃખી નહિ કરે કેમ કે તારા થોડા હતાશ વર્તન તારા ઘરનાં સભ્યો ભોગવી રહ્યા છે તો બને તેમ તારે આ વાત ભૂલવી પડશે અને આગળ વધવું પડશે.
ભાવિન કહ્યું પ્રણય તે જ કહ્યુ હતુ પ્રેમ સત્ય અને વિશ્વાસ સાથે જોડાયેલો અને સ્વતંત્ર છે. હુ મારા વર્તન ને સુધારવાનો પ્રયત્ન કરીશ પણ મારા ધા અને ચોટ મારા હ્રદય પર વાગી છે.
પ્રણય કહ્યું ભાવિન તુ આમ નાં વિચાર દોસ્ત સમય સંજોગ તેને વહેલા ખબર પડી નહિ તો જીવનમાં ક્યાંક એવો સમય જૉ આમ થાય તો કદાચ એનું નિવારણ અને રસ્તો અઘરો બની ગયો હોત.
ભાવિન કહ્યું પ્રણય મે ક્યાંક પણ કોઈને છેતરયા નહિ છતાં મારી જિંદગીમાં આવુ કેમ થાય છે.
પ્રણય કહ્યું તો તુ તારી જિંદગી હતાશા નિરાશાઓ થી ભરી દેવી છે, કેમ આમ વિચારે છે મિત્ર સમય પર છોડી દે અને જલદી ફરી જિંદગીમાં આગળ વધવા માંડ તો તારા એને તારા પરિવાર માટે સારું છે.
ભાવિન કહ્યું પ્રણય તુ સત્ય કહ્યું પણ મારા માટે આ નાનકડી વાત નહિ મે એના માટે મારુ જીવન અને તેને ગમતી જિંદગી જીવવાનુ શરૂ કયું મે કોલેજ નહિ પણ જોબ અપનાવી અને....
પ્રણય કહ્યું ભાવિન સમય લાગશે આ બધુ દૂર થવાના પણ પ્રયત્ન તારે કરવો પડશે યાર ભગવાનને તમે તારા જ જન્મદિન વર્ષ પર તને મોકો આપ્યો હવે તારે નકકી કરવાનું છે કે તુ અને કેવી રીતે જીવે છે નિરાશા થી કે નીડરતા થી પસંદગી તારી છે.
ભાવિન કહ્યું બસ હવે બહુ થયુ ભાઈ હુ સમજુ છું, હું જરૂર આગળ વધીશ.
ચાલ હવે તારે ઘરે જવાનું છે અને અત્યારે તને કોણ મૂકવા આવશે બધા મિત્રો ચાલ્યાં ગયાં.
પ્રણય કહ્યું હુ જતો રહીશ ભાઈ તુ બસ તારા ઘરે શાંતી થી જતો રહે પરેશ ભાઈ તમે ભાવિનને ઘરે લઈ જાવો.
પરેશ કહ્યું પ્રણય તુ કયા જઈશ અત્યારે ચાલ ઘરે હુ ભાવિન ને મૂકીને તને મૂકવા આવુ.
પ્રણય કહ્યું તમે નહિ માનો ચાલો પણ હુ અડધા રસ્તે ઉતરી જઈશ.

થોડાં સમયમાં બધાં ધરે પહોંચી ગયા. અને પરેશ કહ્યુ ભાવિન ચાલ હું પ્રણયને મૂકીને આવુ.
ભાવિન કહ્યું પરેશ ચાવી લાવો મારા મિત્રને હુ મૂકવા જઈશ.
પરેશ કહ્યું ભાવિન પણ તુ (એટલામાં ભાવિન ચાલી લઇને ઘરની બહાર નીકળી જાય છે)
ભાવિન કહ્યું ચાલ પ્રણય
પ્રણય કહ્યું તુ રેવા દે ભાઈ પરેશ મૂકી જશે.
ભાવિન કહ્યું કેમ હુ બીમાર છું મને ડ્રાઇવિંગ આવડશે તો પણ તુ મને ના કહે તો ઓક લે પરેશ તુ જ મૂકી આવ.
પ્રણય કહ્યું ભાવિન બસ કર હવે આપણે ધરે છીએ અને તને કહ્યુ વર્તન અને વ્યવહાર શબ્દો પર ધ્યાન રાખજે કેમ કે તેનાથી આપણી વ્યક્તિને નુકશાન થસે.
ભાવિન કહ્યું હા ભાઈ બસ તુ કહે તો મોન ધારણ કરી લવ.
પ્રણય કહ્યું ચાલ ભાવિન તુ મૂકવા.
ભાવિન કહ્યું હા હવે મારો મિત્ર લાગ્યો.

થોડાં સમયમાં ભાવિનના મોબાઈલમાં મેસેજ પર મસેજ આવી રહ્યા હતા અને તે સોનિયાના હતાં. ભાવિન બાઈક સાઈડ કરીને મોબાઈલ ચેક કરે છે અને તે ખૂબ જ હતાશ થઈ જાય છે.
પ્રણય કહ્યું શુ થયુ પ્રણય.
ભાવિન કહ્યું કઈ નહિ જો હજુ મેસેજ કરે છે આ ગાડી ચાલ હવે ધરે મૂકીને મારા ધરે પણ જવાનું છે.
પ્રણય કહ્યું ભાવિન તુ સવારે અથવા સાંજે સમય લઇને તુ શાંતિપુર્વક તુ અને સોનિયા તમારાં પ્રેમ સંબંધને નિવારણ લાવીને એક મિત્ર તરીકે તો રહી શકો છો. પછી તારી મરજી તારે શુ કરવું છે.
ભાવિન બાઈક ચલાવી રહ્યો છે પ્રણય પાછળ બેઠો છે અને બંને મિત્રો વાતચીત કરી રહ્યા છે.
ત્યાં પ્રણય ના મોઢા પર પાણી ના છાંટા પડતાં હોય એવું તેણે લાગ્યું કે આકાશમાં વાદળો કદાચ આવ્યાં હોય તો વરસાદ પડે પણ તેને આકાશ તરફ જોયું તો સાફ હતું, પછી તેને બાઈક ઊભું રાખવાનું કહ્યું. કેમ કે તે છાંટા નહિ પણ ભાવિન નાં આંસુ હતાં,પ્રણય જોયું તો ભાવિન રડી રહ્યો હતો.
પ્રણય કહ્યું ભાવિન આજે હુ તને નહિ રોકી શકુ રડી લે ભાઈ આજે તારે જેટલું રડવું હોય પણ કાલે મારો મિત્ર કે ભાવિન જોઈએ રડી લે ભાઈ તારા દિલને વાગ્યું છે અને રડવાથી તને થોડી હળવાશ મળે છે. (બંને મિત્રો ભેટી પડ્યા)
ભાવિન કહ્યું તારા દરેક શબ્દો પાણીમાં ગયાં તે કેટલું સમજાવ્યો પણ હુ ખુદ ને રોકી શક્યો નથી મિત્ર.
પ્રણય કહ્યું ભાવિન તુ લાવ બાઈક હુ ડ્રાઇવિંગ કરીશ તને આરામ ની જરૂર છે, અને જલ્દી ધરે પહોંચી જઈએ રાત વધારે થઇ ગઈ છે.
ભાવિન કહ્યુ ઓક ભાઈ ચાલ તને ગમે તેમ કર.
બન્ને મિત્રો ધરે પહોંચી ગયા અને ભાવિન પ્રણયને પોતાના ધરે પહોંચી જાય છે.

થોડાં દિવસો વિતવા લાગ્યા ભાવિન એ પોતાના ધરે રહી ગયો અને કોલેજ જવાનું શરૂ કરી દીધું. પણ તેનું મન લાગતું ન હતું. પ્રણય એણે ઘણું સમજવ્યો કે ભાઈ જિન્દગી છે આવાં અનેક પ્રકારની સમસ્યાઓ આવશે એનાથી ના હતાશ કે મો થોડી ફેરવી લેવાય.
પ્રણય એ તેનાં બદલવા માટે એને કોલેજમાં ભાવિનને જે સામાજિક ક્ષેત્રે કાર્યરત કરવામાં આવતા સેવાના કર્યો કરવાં માટે તેને તેમ લીડર તરીકે બનાવ્યો અને તેનાં આ નિર્ણય તેનાં મિત્રો અને શિક્ષકોએ તેની નવી શરૂઆત માટે તક રૂપી બિરદાવે છે.
પ્રણય કહ્યું ભાવિન તારે તારા અઘરું નથી કેમ કે તમે સેવા લોકોનું હિત કલ્યાણ કરવાં માટે મે હમેશાં તને આગળ જોયો છે. તો તુ આ સામાજિક કલ્યાણ સેવા માટે તેને લીડર તરીકે નિવૃત કરવામાં આવ્યો છે જેથી તુ તારું ધ્યાન આ કામમાં વ્યસ્ત રહે અને તારી હતાશા દૂર થતી જાય અને તેને લાગતું હોય તો તુ ના પાડી શકે છે.
ભાવિન કહ્યુ નાં પ્રણય સારું થયું આમ પણ ક્યાંય પણ મારુ મન લાગતું નાં હતું
પ્રણય કહ્યું બસ તો આગળ વધે એજ શુભેચ્છાઓ મિત્ર.
ભાવિન કહ્યુ ચાલ હવે ઘરે નીકળીએ તારી લાસ્ટ બસ હસે.
પ્રણય કહ્યું હા ચાલ પણ આજે લીડર તરીકે ની પાટી તો આપવી પડશે.
ભાવિન કહ્યુ ઓક ભાઈ જરૂર કાલે સવારે નાસ્તો મારા તરફથી બસ અને તનિશા અને બીજા મિત્રો સાથે કહી દેજે ભાઈ ચાલ ફરી મળીએ બાય.

થોડાં સમયમાં ભાવિન સામાજીક કાર્યકરો સાથે ભળી ગયો અને ખુબ સુંદર સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં અને ભાવિન તેનો કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ ભાવિન તેનાં સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માં વ્યસ્ત થઇ ગયો.
કોલેજના પ્રિન્સીપાલ અને બીજા ઘણા વિધાર્થીઓ અને સાથે પ્રણય પણ હતો.
પ્રણય કહ્યું ખૂબ ખૂબ અભિનંદન મિત્ર આજે ગર્વ છે મને.
ભાવિન કહ્યુ પ્રણય શું કહે છે અને સર તમે.
પ્રિન્સીપાલ કહ્યુ અભિનંદન ભાવિન તારા સામાજીક કાર્યો કારણે તને એવોર્ડ એનાયત કરવામાં આવશે અને તારે 10 દિવસ પછી તારે જવાનું છે બીજી બધી માહિતી પ્રણય આપશે.(આમ કહીને પ્રિન્સીપાલ ચાલ્યાં જાય છે)
પ્રણય કહ્યું વાહ ભાઈ સાચે તુ ઉત્તમ ભાવિન.
ભાવિન કહ્યુ બસ ભાઈ મે મારી ફરજ બજાવી છે બસ.
પ્રણય કહ્યું પણ તુ શહેર જવા માટે તૈયાર થઈ જા અને તારે પરેશ પાસે જવાનું છે એટલે આ એવોર્ડ એનાયત ત્યાં તેમનાં શહેરમાં થવાનો છે.
ભાવિન કહ્યુ એટલે પાછો ફરી ત્યાં નહિ હુ નહિ જઈ શકુ મિત્ર.p
પ્રણય કહ્યું ભાવિન મને ખબર છે પણ એ સમય ગયો આજે 4 વર્ષ થયા અને તે સોનિયા સાથે થયેલા ધટના પછી તે ત્યાં જવાનું છોડી દીધું છે, પણ એ ના ભૂલ ત્યાં તારા અન્ય પોતના છે જે તારી ત્યાં વાટ જોઈ રહ્યા છે. તારા ભાઈ કે મિત્ર પરેશ અને માં જેવી માસીને તુ નહિ મળે.
ભાવિન કહ્યુ પ્રણય હુ ભૂતકાળ હજુ ભૂલ્યો નથી અને મારે ત્યાં જવુ નથી.
પ્રણય કહ્યું ભાવિન ઠીક છે તારી મરજી પણ તારા નાં જવાથી કોલેજનું નામ અને મે તને ચાલ જવા દે. પણ તારે ત્યાં જવાનું છે ના જવુ હોય તો આજથી મને ભૂલી જા એ મિત્ર શુ કામનો જે બીજાં મિત્રની વાત ના માને ઓક બાય.
પ્રણય ચાલી નીકળે છે

વધુ આવતા અંકે
મનિષ ઠાકોર,પ્રણય

મિત્રો ઘણા સમયથી મારું id બંધ હતું. જેથી આગળ નો ભાગ આવતાં વિલંબ થયો પણ હવે સમયસર આવશે
ત્યા સુધી તમારી કલ્પના રૂપી પ્રતિભાવ જરૂરથી આપશો.