બદલાતાં સબંધો. ભાગ 2 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાતાં સબંધો. ભાગ 2

બદલાતાં સબંધો. ભાગ 2

ભાવિન વિચાર કરે છે કે હુ તેને સહેલાઈથી દિલની વાત કરીશ, પણ પહેલા તેને મારા વિશે શું વિચારે છે તે પણ મહત્વનું છે.

સોનિયા તેના ફેમિલી સાથે ચર્ચ થી ઘરે આવે છે, અને ભાવિનને મળવા જાય છે. ભાવિન ઘરે હતો નહિ પછી તે ભાવિનને ફોન કરે છે. તેનો કોઈ જવાબ આવ્યો નહિ. થોડાં સમય બાદ ભાવિનનો ફોન આવ્યો અને કહ્યું સોનિયા હુ પરેશ ભાઈ સાથે બહાર આવ્યો હતો પણ હા જમીને મળીએ બાય.
સોનિયા કહ્યું હા ઓકે બાય પણ જલદી આવજે મારે કામ છે તારું.
ભાવિન કહ્યું હુ હમણાં જ આવ્યો.

બન્ને ઘરના સભ્યો જમીને રોજની જેમ અગાસી પર ભેગા થયા અને વાતો કરતા હતા.
ત્યાં ભાવિન પરેશ અને સોનિયા અલગ ખુરશી લઈને બેઠા હતા.
ભાવિન કહ્યું શું કામ હતું સોનિયા.
સોનિયા કંઈ નહીં તું જલદી આવ્યો નહિ.
પરેશ કહ્યું તમે બન્ને વાતો કરો મારે સવારે ઑફિસમાં કામ છે અને વહેલા જવાનું છે શુભ રાત્રી બાય.
સોનિયા અને ભાવિન કહ્યું બાય પરેશ શુભ રાત્રી
ભાવિન કહ્યું સોનિયા કેવો રહ્યો આજનો દિવસ...
સોનિયા કહ્યું બસ મઝા અને મઝા પહેલા ચર્ચ ગયા પછી હોટેલમાં જમ્યાં બાદ ગાર્ડનમાં મમી પપ્પા સાથે વાતો કરી તું શું કર્યું તે.
ભાવિન કહ્યું હુ આરામ અને સાંજે પરેશ સાથે થોડી ખરીદી કરવા ગયા હતા.

થોડાં સમય બાદ બધા ઘરના સભ્યો એક પછી એક સુવા માટે ચાલ્યા ગયા.
ભાવિન કહ્યું સોનિયા તું અગાસી પર કેમ સુવે છે.
સોનિયા કહ્યું કેમ મને તો બહુજ ગમે છે ખુલ્લા આકાશ નીચે સુવા ની મઝા અને તારલા ની પણ અલગ મઝા છે. તું સુવે તો ખબર પડે.
ભાવિન કહ્યું એવું તો આજે હુ અમારી અગાસી પર સુવીને જોવું કેવી મજા આવે છે.
સોનિયા કહ્યું ચાલ હવે હુ મારી અગાસી પર જાવ છું.
ભાવિન કહ્યું એક વાત કહેવી હતી.
સોનિયા કહ્યું ફોન ચાલુ કર હુ ઓનલાઇન મેસેજ વાત કરું ઓકે.
ભાવિન કહ્યું ઓકે બાય.

બન્ને મિત્રો ઓનલાઇન મધરાત્રે પણ વાતચીત કરી રહ્યા હતા.
ભાવિન કહ્યું સોનિયા મારે તેને એક પ્રશ્ર્ન પૂછવો છે તું જરૂર જવાબ આપજે.
સોનિયા કહ્યું હા જરૂર.
ભાવિન કહ્યું આજે 14 છે. પ્રેમનો એકરાર કરવાનો દિવસ.
સોનિયા કહ્યું હા તો શું......

થોડાં સમય માટે બંનેના ફોનમાં પણ શાંત વાતવરણ થઈ ગયું હતું. પછી
ભાવિનને કહ્યું હુ તને પ્રેમ કરૂં છું આઈ લવ યુ.
થોડાં સમય માટે બંનેના ફોનમાં પણ શાંત વાતવરણ થઈ ગયું હતું.
બન્ને ઓનલાઇન હતા પણ કોઇનો મેસેજ પણ ના આવ્યો કે ના ટાઈપ થયો.
ભાવિન ફરી મેસેજ કર્યો સોનિયા તારે જે પણ નિર્ણય હોય તે મને જણાવી શકે છે અને હા અત્યારે (3) ત્રણ વાગ્યાં છે હુ અગાશી ની પાળી પર 5 મિનિટ તારી વાટ જોઈશ.
થોડાં સમય બાદ સોનિયા તે અગાશી ની પાળી તરફ આવે છે, અને કહ્યું
ભાવિન હુ તને પ્રેમ કરુ છુ અને પસંદ પણ છે. પણ નિર્ણય લેવામાં થોડો સમય આપ અને ત્યાં સુધી આપણે સારા મિત્ર તરીકે રહીશું.
ભાવિન કહ્યું હા સોનિયા તારે સમયે લેવો હોય તો જરૂર આપણે મિત્ર તરીકે રહીશું અને મને તારા જવાબનો ઇન્તજાર રહેશે.

થોડાં દિવસોમાં પછી સોનિયા અને ભાવિન બન્ને મિત્ર તરીકે રહેવા લાગ્યા અને સાથે બજાર અને અન્ય મિત્રો સાથે બહાર ફરવા માટે નીકળ્યો હતા.
મધરાતે બધાં સૂઈ ગયા હતા ત્યારે સોનિયા ભાવિન મેસેજ કર્યો અને અગાશી પર બોલાવ્યો.
ભાવિન કહ્યું કેમ અત્યારે મને અહી બોલાવ્યો સોનિયા કોઈ કામ હતું.
સોનિયા ભાવિનને ભેટી પડે છે અને કહ્યું આઇ લવ યુ ટુ.
ભાવિનને કહ્યું મને વિશ્વાસ હતો કે તું મને જરૂર પ્રેમ કરીશ.

મધરાતે પ્રણયની ચાંદની છલકી રહી હતી, પવન પણ મદ મદ આવી રહ્યો હતો ત્યારે ભાવિન અને સોનિયા હાથમાં હાથ નાખીને બન્ને યુગલ એકબીજાને ચહેરાને નિહાળી રહ્યા હતા. સોનિયા ના વાળ ની લટ વારંવાર પવન આવાથી ગાલ સાથે રમી રહી હતી. ભાવિન સોનિયાને ગાલ પર ચુંબન કરે છે, અને સોનિયા શરમાઈને ને લાલ લાલ થઇ જાય છે.બન્ને એકબીજા ભેટીને છૂટા પડે છે.

સવારમાં ભાવિન વહેલો ઊઠીને બહાર જોગિંગ કરવા જાય ત્યારે તે ગાર્ડનમાં સોનિયાને અન્ય છોકરા સાથે વાત કરતી જોવે છે અને તે છોકરો તે પહેલી વખત જોવે છે અને કંઈપણ કહ્યા વગર તે ઘરે આવે છે. થોડાં સમય બાદ સોનિયા પણ ઘરે આવીને ભાવિનને બૂમ પાડે છે પણ ભાવિન આવ્યો નહિ.
સોનિયા ભાવિન ના ઘરે તેના રૂમ તરફ આગળ વધી રહી હતી ત્યારે............ ..........

વધુ આવતા અંકે
મનીષ ઠાકોર, પ્રણય

આગળનો ભાગ જલદી આવશે
આમજ પ્રતિભાવ આપતા રહેજો