Wafa or Bewafa - 20 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 20



આરુષિ પલઘડીએ તો સ્કૂટી લઈને ત્યાંથી અદશ્ય થઈ ગઈ.. અયાન ત્યાં જ પસ્તાવાનો ભાર લઈ બેસી રહ્યો...
આરુષિ ફટાફટ ઘરે પહોંચી ગઈ... રમાબેન એને જોઈને પહેલો દિવસ કેવો રહ્યો એમ પૂછવા માટે આવતાં જ હતાં.. આરુષિ કંઈ પૂછે એ પહેલાં જ બોલી પડી...

" મમ્મી, ફ્રેસ થઈ આવું.. પછી વાત કરીએ શાંતિથી... "

રમાબેન એનો ફેસ ધ્યાનથી જુએ એ પહેલાં જ એ ફટાફટ પોતાના રૂમમાં જતી રહી...

અને બાથરૂમમાં જઈને શાવર ચાલુ કરીને બેસી ગઈ....
એનું દિલની વેદના જાણે આંસુઓ સાથે વહી રહી હતી...
અડધા કલાક પછી એ ચેન્જ કરીને બહાર આવે છે... ઠંડીમાં ઠગરીને એના બ્લેન્કેટમાં પોથાઈને બેસી જાય છે...

એટલામાં રમાબેન ચા અને નાસ્તો લઈને આવે છે... આવતાં વેંત જ પૂછી કાઢ્યું... " બેટા, પહેલો દિવસ કેવો રહ્યો.... ??"

" બહું જ સરસ.. મમ્મી... "

" ચાલો, તો તો સારું તને ફાવશે... "

" હા, મજા આવશે... હું થાકી ગઈ છું... આરામ કરવો છે... "

" હા, સૂઈ જા, થોડીવાર..." એમ કહીને રમાબેન ઊભા થયા...

" નાસ્તો લઇ જા.. હું ચા જ પીશ...." આરુષિ

અને રમાબેન જતાં રહે છે... રમાબેનને થોડે અંશે અંદાજો હતો કે એની દિકરીના જીવનમાં અને મનમાં કંઈક ચાલી રહ્યું છે... તેથી એ થોડી ડિસ્ટર્બ રહે છે.. પણ એ વાત કરવાનો મોકો શોધી રહ્યા હતા....

આરુષિના મોબાઈલ પર એક મેસેજ રણક્યો...
" મને ખબર છે... તારા માટે માફ કરવું ખૂબ જ અઘરું રહેશે... હું ફૉર્સ નહીં કરું... છેલ્લું ડિસિઝન તારું રહેશે...આટલાં દિવસ તને બહુ જ મિસ કરી... પણ મારામાં હિંમત નહોતી તારો સામનો કરવાની... આપણા પ્રેમ ખાતર એકવાર વિચારજે... લવ યુ આરુ... ફોરેવર... તું મારા જોડે રહે કે ના રહે..."


આરુષિ મનમાં ઘમાસાણ યુધ્ધ ચાલ્યું... આગમાં જેમ ઘી હોમાય... એમ અયાને આજ ઘી હોમવાનું કામ કર્યું હતું... જેમાં આરુષિ પુરેપુરી પ્રેમની આગમાં હોમાઈ ગઈ હતી... અયાનનું એ કામ એને સોઈ જેમ ચૂભી રહ્યું હતું...
અને શું કરવું એ વિચારતા વિચારતા એને થાક હોવાને કારણે ઊંઘ પણ આવી ગઈ....


અલાર્મનો મોટેથી અવાજ આવતા... આરુષિ એકદમ બેઠી વળી ગઈ... ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા... " દસ વાગ્યે તો ઑફિસ પહોંચવાનું છે... ઓહ ગોડ.... !! આટલું બધું ઊંઘી ગઈ.... !!?"

એટલામાં નીચેથી રમાબેનની બૂમ પડી... " આરુ, જલ્દી ઉઠ... મોડું થઈ જશે તારે...."

અને આરુષિ ફટાફટ તૈયાર થવા માંડી... અને રમાબેને ટીફિન તૈયાર કરી રાખ્યું હતું... એટલે જલ્દીથી નીકળી ગઈ...

રસ્તામાં વિચારોની વમળો સાથે એ ઑફિસ પહોંચી... એનું મન આજ એકપણ કામમાં ઠર્યુ નહીં... જેમતેમ કરીને લંચ ટાઈમ સુધી સમય કાઢ્યો... અને છેવટે ન રહેવાતા મોબાઇલ ફોન હાથમાં લીધો...

" હેલો...અયાન... હું તને માફ કરવા તૈયાર છું...જે કંઈ થયું એ ભૂલવું મારા માટે અશક્ય બરાબર છે... પણ આપણો પ્રેમ તો એ જ છે... તે મારા આગળ કન્ફેસ કર્યું એ બહુ મોટી વાત છે... તું ધારત તો એ છુપાવી શક્યો હોત... "

અયાનના કાન પર વિશ્વાસ ના આવ્યો... એટલે ફરી એકવાર પૂછી લીધું... " આર યુ સ્યોર..!!? તું સાચું કહે છે ને...!!? "

" હા...!! "

" થૅન્ક યુ સો મચ... આરુ ... તો આપણે આજ ડિનર સાથે કરીએ... ??"

" ઓકે...."

જૉબની પાર્ટી ફ્રેન્ડસને આપવાની છે... એવું બહાનું કરીને આરુષિ અયાન સાથે ડિનર માટે ગયા...
અયાને પહેલાં જ ટેબલ બુક કરાવી દીધું હતું... અને સુંદર રીતે ડેકોરેટ કરાવ્યું હતું...

અને થૅન્ક યુ કૅક તૈયાર કરાવી હતી... બંને આજ ઘણા દિવસો પછી મળ્યા હોવાથી મનમાં એક પ્રકારની ખુશી હતી... પણ આરુષિને ઉંડે ઉંડે થોડો ખચકાટ તો હતો જ... જે પહેલાંની જેમ બધું નોર્મલ થવામાં અડચણ ઉભી કરી રહ્યો હતો...
અયાન ને આજ આરુષિ તો મળી ગઈ... પણ પહેલાં જેવી બિલકુલ જોવા ના મળી... વાવાઝોડાની માફક આવતી... અને એની મસ્તી મજાક.. રીસાઈ જવું... પાછું માની જવું... જીદ કરવી... પ્રેમ વરસાવતી... એમાંથી આજ કશું ના જોવા મળ્યું... આવીને શાંત બેઠી...અયાને ઑર્ડર માટે પૂછ્યું તો તને જે ફાવે તે.. એમ કહીને ચૂપ થઈ ગઈ...

અને કૅક કાપી એકબીજાને ખવડાવી... અયાને ફરી એકવાર પૂછી કાઢ્યું...

" આરુ.. તારા મનમાં કંઈ હોય તો હજુ બોલી કાઢ... કંઈ પૂછવું છે તારે...!!? બસ, આમ શાંત ના રહીશ... "


" ના, હું ખુશ છું... તું મારી જોડે છે... નહીંતર એવી કોઈ આશા જ નહોતી કે આપણે ફરીથી આવી રીતે મળશું.... અને સાચું કહું તો બે મહિના પછી કાલે રાત્રે સુકૂનભરી ઊંઘ આવી... માત્ર તારી જોડે વાત થઈ એનાં કારણે... "

" સેમ ટુ યુ... આરુ ... મારો એ ગિલ્ટ મને હરપળ સતાવી રહ્યો હતો... તારી સાથે વાત કરી શાંતિ મળી... "

બંને જણા ખુશીથી સાથે જમ્યા અને છૂટા પડ્યા...
પણ આરુષિના મનમાં એક ખાલીપો લાગી રહ્યો હતો...
એણે મન મજબૂત કરીને અયાનને માફ તો કરી દીધો... પણ કોણ જાણે પેલી વાત મગજમાં ઘુમરાયા જ કરતી હતી...

આવી સ્થિતિમાં ત્રણ દિવસ પસાર થઈ ગયા.. અયાન એને રોજ જૉબ પરથી છૂટીને મળતો.... આરુષિ એની સાથે રહેતી એટલી જ વાર એનું મન શાંત રહેતું.... આરુષિ જેમ ભૂલવાનો પ્રયત્ન કરતી... એમ એ વાત એને વધારે કોરી ખાતી હતી... અને એક દિવસ....


" અયાન, ચાલને કચ્છનો ત્રણ રાત અને બે દિવસનો કૅમ્પ છે... મારા બધા ફ્રેન્ડસ જાય છે... આપણે પણ જઈએ... મજા આવશે...." આરુષિએ ફોન પર અયાનને પૂછ્યું.


" હા, કેમ નહીં... જઈએ...." અયાન આરુષિને ખુશ રાખવાનો એકપણ મોકો છોડવા નહોતો માંગતો...

અને બધાંનો કચ્છ જવાનો પ્લાન પણ બની ગયો...
અને બે દિવસ પછી સવારે કચ્છ જવા માટે નીકળી પણ ગયા...
આરુષિ સેલ્ફી પાડતી... અને ટ્રાવેલમાં ખુશ થઈને નાચતી... જોઈને અયાનને મન ખુશ થઈ ગયું... અને બધાં એન્જોય કરતા કરતા સાંજે કચ્છ પહોંચી ગયા...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED