Wafa or Bewafa - 8 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 8

યેશાનાં ફોન પર રીંગ ફરી વાગે છે... યેશાનું ધ્યાન ફોનમાં હોવાથી આરુષિ પણ ઈશારો કરે છે શું થયું?
એટલે હવે આરુષિને ફોનની સ્ક્રીન બતાવે છે... આરુષિ
ધીમા અવાજે કહે છે.. " ઓકે હું વાત કરું... કંઈ કામ હશે. "

આરુષિ ફટાફટ થોડું પાણી પીને ફોન લઈ રૂમમાં જતી રહે છે.
ફોન રીસીવ કરી કહે છે...
" શું થયું તને..? કેમ આટલા ફોન.... કંઈ પ્રોબ્લેમ... તું ઠીક છે ને...???
અયાન બોલી પડે છે, " બસ... મને બોલવાનો મોકો તો આપ....."
" ઓકે.. બોલ..."
" બસ.. વાત કરવી હતી.. સોરી તમને લોકોને હેરાન કર્યા હોય તો.. "
" ના, એવું કઈ જ નથી... બોલ..."
" કંઈ નહીં, લવ યુ ...પછી વાત કરું..."
." સ્યોર... બધું ઓકે છે ને મને કેમ એવું લાગે છે તું કંઈ કહેવા માંગે છે ?"
" ના ... ઓકે છે. બાય... કહી ફોન મૂકી દીધો..."
આરુષિને થોડું અજીબ લાગે છે.. એટલામાં યેશા આવે છે...
યેશા, " કેમ આટલા ફોન કરતો હતો.. વાત થઈ તારે. "
આરુષિ, " હાં... કંઈ ખાસ કીધું નહીં પણ મને અજીબ લાગ્યું.. ખબર નહીં કેમ કંઈ ટેન્શન હશે...!? "
આરુષિને સમજાઈ ગયું એટલે એ વધુ પૂછ્યું નહીં...
" ઓકે, રેસ્ટ કર... એવું ‌હોય તો ફોન તું રાખ... પછી મૂકી જજે... બહું વિચાર નહીં ઓકે..."
" હા.... , " આરુષિ

આ બાજુ અયાન વિચારે છે... હું કેમ કહી શક્યો નહીં...
મને આરુષિને દૂર જવાની ઈચ્છા નથી.. શું થઈ રહ્યું છે.. મને. શું કરવું સમજાતું નથી.. હજુ વધુ વાત કરવી છે.. પણ એને શરતની વાત ખબર પડશે તો શું વિચારશે..
કહીશ તો દૂર થઈ જશે.. ના કહું તો પણ નફરત કરશે..

બહુ જ વિચારીને ફોન કરે છે.. તો આરુષિ જ ઉપાડે છે..તરત એ જ પૂછે છે...
" શું થયું.. ? "
" કંઈ નહીં... બસ તારી સાથે વાત કરું એટલી ઓછી છે..એન્ડ લુકીંગ નાઈસ ટુ ડે.."
આરુષિ હસી પડી....
પછી તો બસ બંને જણા વાતોમાં મશગુલ થઈ જાય છે.. આખી રાત પૂરી થઈ જાય છે.. પણ તેમની વાતો પૂરી થતી નથી...
હવે તો રોજ આ સિલસિલો ચાલુ રહે છે.. બંને એકબીજાને જોડે વાત કર્યા વિના ચાલતું નથી..
હવે તો અયાન પણ પેલી ટીના જોડે વાત નથી કરતો.. માત્ર આરુષિ જોડે જ વાત કરે છે.. બંને જણાને આમ જોઈ... યેશા પણ અયાનને માફ કરી દે છે.‌ રોહન પણ કંઈ કહેતો નથી... ચારેય જણા ‌ખૂબ એન્જોય કરે છે..સાથે ફરવા જાય જમવા જાય...અને શરતની વાત એમ જ રહી જાય છે.. ભૂલી જાય છે.. હવે ત્રણેય જણા આરુષિને કહેવાનો વિચાર માંડી વાળે છે.. આમ પણ બન્ને સાથે છે..
આરુષિનો અમદાવાદ જવાનો સમય પણ આવી જાય છે..
જતા જતા યેશાની જગ્યાએ અયાન આરુષિને બસ સ્ટેશન મૂકવા જાય છે... બાઇક પર જતાં જતાં ‌અયાન કહે છે...
" આરુ તું મારી સાથે કેવી રીતે વાત કરીશ..!? તું ફોન લઈ લેજે ને.. હવે તો ક્યારે મળીશ!? એમ કહેતા ઈમોશનલ થઈ જાય છે... "
આરુષિ સમજાવે છે..
" ડોન્ટ વરી... બકા હું ફોન લઈ લઈશ.. અને તારે જ્યારે મળવું હોય ત્યારે આવી જજે.અમદાવાદ."
" હા તો પણ..." એમ કહી ચુપ થઇ જાય છે..
આરુષિ પાછળથી એકદમ એને ટાઈટ હગ કરી દે છે... કમને અયાન ‌આરુષિને છેક બસમાં બેસાડી દે છે..
બંને જણા દૂર સુધી એક બીજાને જોતાં રહે છે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED