વફા કે બેવફા - 5 Miska Misu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વફા કે બેવફા - 5

મજાની વાત એ છે કે રોહન અને અયાન નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બંને જણા એક બીજાથી રગરગથી ઓળખતા હતા.
રોહને પૂછ્યું, અયાન, ચલ મારી સાથે યેશાને મળવા જવાનું છે.એન્ડ આરુષિ પણ આવાની છે. મળવું હોય તો...!?"

કેમકે એ અયાન વિશે બધું જ જાણતો હતો. એટલે વધારે કંઈ બોલ્યો નહિ. અયાન વિચારે છે. ફેસ ટુ ફેસ વાત કરી લઉ તો સારું રહે.. આરુષિને વધારે સારી રીતે સમજાવી શકાય. રોહનને પણ કહે છે. તો રોહન પણ એમ જ કહે છે,
" બેટર છે તું મળીને વાત કરે... "



આ બાજુ યેશાના ઘરે બધાં લંચ કરી લે છે..
" યેશા, કેટલી વાર..... છે.. ?? આરુષિ બૂમ પાડે છે.
" હા.. આવી.... ચલ...."
બંને જણા સ્કુટી પર જવા નીકળે છે.. રસ્તામાં આરુષિ કઈપણ બોલતી નથી..

" શું થયું કેમ સુનમુન બેઠી છે !? " યેશા

ઊંડો‌ શ્વાસ લીધોને બોલી, " હમમમમ.... નર્વસ..."
" અરે હું છું ને તારી સાથે જ હોઈશ...બસ..."
" હમમ, થૅન્કસ...."

દસ મિનિટ પછી ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચે છે. બંને અંદર જાય છે.. ગાર્ડનમાં ખૂણામાં એક ટેબલ પર રોહન અને અયાન બેઠાં વાતો કરતાં હોય છે. અયાનની પીઠ આ તરફ હોય છે.એટલે રોહન એ લોકોને આવતા જોઈ અયાનને કહે છે..
પહેલાં તો યેશા દેખાય છે. પછી અચાનક જ યેશાની પાછળથી આરુષિ દેખાય છે. અને અયાન‌ બસ જોતો જ રહી જાય છે.

લાઈટ પીન્ક કલરનો ડ્રેસ... પવનમાં લહેરાતા સિલ્કી લાંબા ખુલ્લા વાળ.. એક હાથમાં વોચ. બીજા હાથમાં બ્રેસલેટ.. વાઈટ મોતી વાળી ઈયરીંગ્સ... આંખમાં હળવું કાજલ.. એન્ડ આછી લિપસ્ટિક.. સિમ્પલ પણ આકર્ષક દેખાય છે. અયાનને એક અનોખું આકર્ષણ થાય છે..
અયાન તો બંને છેક નજીક આવી જાય છે ત્યાં સુધી જોતો જ રહે છે.. યેશા આવીને ચપટી વગાડે છે...
" હું પણ આવી છું... એક જ જણ પર ધ્યાન આપવાનું એમ..!!?" એમ કહી હસીને શેકહેન્ડ કરે છે.‌‌
" હા મેડમ.... ખબર છે... " એમ કહેતા
પાછળ આરુષિ સામે પણ હાથ લાંબો કરે છે..
આરુષિ પણ થોડી સ્માઈલ સાથે શેકહેન્ડ કરે છે.

બંને જણા બેસે છે. રોહન કહે છે...
" શું ઓર્ડર કરું યેશા... બોલ...અમે તો કોફી ઓર્ડર કરી છે.."

" અમારે પણ કોફી કેમ આરુ ચાલશેને...?? " યેશા આરુષિની સામે જોઈ બોલે છે.
" હા..,. " આરુષિ
યેશા આરુષિ અને અયાન‌ રોહન વાતો કરે છે.. અયાન થોડી થોડી વારે આરુષિ પર નજર નાખી દે છે..એ જોઈને રોહન પૂછે છે.. અયાન તારો વિચાર બદલાય તો નથી ગ્યોને.. અયાન કે છે ના યાર તને ખબર તો છે ટીના વિશે.. અમે કેટલા ટાઈમથી સાથે છીએ..હમમ... ચલ તમારી વાત કરાવા કઈક કરું છું..
એટલામાં કોફી આવે છે.. કોફી પીને અયાન યેશાને કહે છે.. " ચલને મારી બહેન માટે ગીફ્ટ લેવાની છે. તું હેલ્પ કરને થોડી પસંદ કરવામાં."

" ઓકે, ચલ ક્યાં જવાનું છે..?? " યેશા
રોહન કહે છે..." અહીં પાસે જ છે."
" ચલ, આરુ જઈને આવીએ." યેશા

ત્યાં જ રોહન બોલી પડે છે.. ( પેલા બંને બાજુ ઈશારો કરી) " પાસે જ છે.. આપડે જઈ આવીએ..."
યેશા સમજી જાય છે..
" આરુ તું બેસ..અમે જઈ આવીએ. "
" પણ...". આરુષિ

યેશા વચ્ચે બોલી પડે છે..
" ફટાફટ આવી જઈશું.. આરુ પાસે જ છે.."

એટલે આરુષિ કંઈ બોલતી નથી..બંને જણા જાય છે.. બંને થોડી વાર ચુપ રહે છે. પહેલ કરે કોણ... અયાનને થાય છે વાત તો કરવી જ પડશે...