*એ સમય સંજોગ* વાર્તા ... ભાગ -૪
૨૦-૬-૨૦૨૦ .. શનિવાર....
આગળ નાં ત્રીજા ભાગમાં જોયું કે પોલીસ સ્ટેશનમાં ગામવાળા એ એમ્બેસેડર ને નુકસાન કર્યું..
અને અમદાવાદ ફોન કર્યો ઇન્સ્પેકટરે પણ મગનલાલ જોડે અધૂરી વાત થઈ અને ફોન કટ થઈ ગયો પછી બન્ને પક્ષે થી ફોન લગાવ્યો પણ લાગતો નહોતો...
અને આ બાજુ મેડિકલ સ્ટોર માં બેઠેલી ભારતી...
જય દૂધ માટે રડતો હતો...
ભારતી લાચાર અને બેબસ હતી એક મા થઈને પણ પોતાના બાળક માટે કશું કરી શકે એમ નહોતી...
એટલામાં જ વિનયભાઈ એ પુછ્યું કે બહેન આ બાળક કેમ રડે છે???
એને ચૂપ કરાવો નહીં તો બહાર અવાજ જશે તો મુસીબત આવશે...
ભારતી રડતાં રડતાં કહે ભાઈ એ ભૂખ્યો થયો છે..
એની દૂધની બોટલ ખાલી છે...
એ દૂધ માટે રડે છે...
વિનયભાઈ કહે બહેન હું આ ગામમાં નથી રહેતો...
મારું ઘર બાજુના ગામમાં છે..
અને બીજું ચા ની લારી પોલીસ સ્ટેશન ની સામે છે તો હું બોટલ માં દૂધ ભરાવા જવું અને એ ચા વાળો ક્યા ગામનો છે એ મને નથી ખબર તો કોઈ નવી મુસીબત ઉભી થઈ જાય..
એટલે હું પણ લાચાર છું બહેન...
પણ જો આપ કહો તો મારી દૂકાન ની બાજુ માં એક લીંબુ શરબત વાળો ઉભો રહે છે એ પણ મારાં ગામનો જ છે જો એનાં થી કામ ચાલતું હોય તો બોટલમાં શરબત ભરી લાવું???
ભારતી પાસે પણ બીજો કોઈ જ રસ્તો નહોતો જય ને શાંત રાખવાનો એટલે એણે હા કહી...
અને કહ્યું કે દૂધ વાળી બોટલ પાણી થી ધોઈ ને ચોખ્ખી કરી લેજો ભાઈ..
વિનયભાઈ કહે સારું બહેન તમે ચિંતા ના કરો...
એમ કહીને એ બોટલને ધોઈને સાફ અને સ્વચ્છ કરીને લીંબુનો શરબત ભરી લાવ્યા...
ભારતીએ જય ને ખોળામાં સૂવાડી ને જય ને લીંબુના શરબતથી ભરેલી બોટલ પીવડાવી...
જય પણ ભૂખ્યો હતો...
લીંબુના શરબતની બોટલ પી ગયો..
અને રમવા લાગ્યો...
ભારતીને હાશ થઈ...
કારણકે સવારે વહેલા નિકળ્યા હતા તો રસ્તામાં જે બોટલમાં દૂધ હતું એ જ પીધું હતું જયે...
અને દશ વાગ્યે બાલાસિનોર થી થોડે આગળ એક્સીડન્ટ થતાં આવી પરિસ્થિતિમાં આવી પડ્યા હતા...
હવે બપોરના એક વાગ્યા હતા પણ હજુ કેમ નિકળવું એ મુશ્કેલ હતું...
અને આ બાજુ પોલીસ સ્ટેશનમાં રવીશ મુસીબતમાં હતો કે કેમ કરીને આ જલ્દી નિકળી શકાય...
આ બાજુ મેડિકલ સ્ટોર માં આટલા નાનાં છોકરાંને લઈને એક જ જગ્યાએ બેસાડીને રમાડવો એ પણ રમકડાં વગર એ બહુ કઠિન કાર્ય હતું...
આમ તો જય ડાહ્યો અને શાંત હતો..
પણ હતો તો બાળકને...
ભારતીએ પોતાના હાથમાં થી બંગડી કાઢી ને જય ને રમાડવાનો પ્રયત્ન કર્યો...
અને એને એમાં જ રોકી રાખ્યો...
કારણકે કે એ જગ્યા સિવાય ક્યાંય બીજે જવાય એમ નહોતું....
રવિવારે વિનયભાઈ મેડિકલ સ્ટોર બે વાગ્યા સુધી જ ખુલ્લો રાખતાં અને પછી ઘરે જઈને જમી લેતા એટલે આજે એ ટીફીન લઈને નહોતાં આવ્યાં...
બાકી રોજ વિનયભાઈ ટીફીન લઈને આવતાં અને રાત્રે આઠેક વાગ્યે મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જતાં રહેતાં...
એટલે વિનયભાઈ એ ઘરે ફોન કર્યો કે આજે હોસ્પિટલમાં એક ઈમરજન્સી કેસ આવ્યો છે એટલે મને તાકીદ કરી છે એટલે મારે સ્ટોર મોડા સુધી ખુલ્લો રાખવો પડશે એટલે તમે મારી રાહ ન જોશો...
હું અહીં બધું પતી જશે એટલે ઘરે આવીને જમીશ માટે ચિંતા ના કરશો....
આમ ભારતી અને જય ને બચાવવા માટે વિનયભાઈ પણ ભૂખ્યા જ હતાં
પણ એ સ્ટોર ની બહાર જ ઉભા રહ્યા હતા...
જ્યારથી ભારતી સ્ટોર ની અંદર હતી એ કોઈ દવા લેવા આવે તો જ આપવા અંદર આવતાં અને પછી પાછાં એ સ્ટોર ની બહાર ઉભા રહેતાં ...
ભારતી અને જય ની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી...
એક જ જગ્યાએ બેસી રહેવાનું...
ભારતીને તરસ લાગી હતી કારણકે એ એપ્રિલ માસ ચાલતો હતો...
પણ એની નાની બોટલ નું પાણી તો ખલાશ થઈ ગયું હતું...
થોડીવારે જય પણ અકળાઈ જતો હતો પણ ભારતી ગમે એમ કરીને સમજાવી ને રમતે વારતી...
હવે એણે જય ને સૂવાડવા પ્રયત્ન કર્યો પણ જય સૂતો નહીં
કારણકે એક તો ગરમી બહું અને બીજુ જય ને શાંત વાતાવરણમાં ઉંઘ આવતી એટલે એ સૂતો નહીં પણ ભારતીને પપ્પા કયારે આવશે એવું કાલી ઘેલી બોલીમાં પુછવા લાગ્યો...
ભારતી સમજાવી રહી કે હમણાં આવશે બેટા...
હવે આગળ શું થશે એ આગામી પાંચમા ભાગમાં વાંચો...
તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર થી આપશોજી...
તમારો સાથ સહકાર એ જ મારું લખવાનું પ્રેરકબળ બને છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....