એ સમય સંજોગ... ભાગ -૨ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ સમય સંજોગ... ભાગ -૨

*એ સમય સંજોગ*. વાર્તા... ભાગ -૨
૨૦-૬-૨૦૨૦.... શનિવાર...

આગળ ના ભાગમાં આપણે જોયું કે રવીશ અને ભારતી બે વર્ષ નાં દિકરા જય ને લઈને એમ્બેસેડર ગાડીમાં શિતલ ની કંકોત્રી આપવા ભારતીના ભાઈ ને ત્યાં જવા નિકળે છે જે ગોધરા થી આગળ એક નાનાં ગામડાંમાં રહેતાં હતાં...
બાલાસિનોર થી સહેજ જ આગળ એક નવ વર્ષનો છોકરો અથડાતાં એને ખોળામાં સૂવાડીને હોસ્પિટલ લઈ જતાં હોય છે અને હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ છોકરો રવીશ અને ભારતી નાં ખોળામાં જ મૃત્યુ પામ્યો...
હવે રવીશ અને ભારતીની હાલત ખરાબ થઈ જાય છે..
થોડીવાર માં હોસ્પિટલ આવતા...
રવીશ ભારતી ને કહે છે તું જય ને લઈને ગાડીમાં જ બેસી રહેજે...
કારણકે આ ગામવાળા નો ભરોસો નાં કરાય...
હું ઉપર હોસ્પિટલમાં શેરખાન અને પેલા ભાઈ સાથે જઈને આવું...
શેરખાન અને રવીશ છોકરાં ને પકડીને ઉપર હોસ્પિટલમાં લઈ ગયા...
ઉપર પહોંચી ને ઈમરજન્સી માં એ છોકરાં માટે ડોક્ટર ને બોલાવ્યા...
ડોક્ટરે આવીને કહ્યું કે સોરી લોહી બહું વધારે નિકળી ગયું તેથી કેશ પતી ગયો છે...
છોકરાં સાથે આવેલા ભાઈ આ સાંભળીને ખૂનનસ ભરી નજરે જોયું...
આ બાજુ ડોક્ટર કહે પોલીસ કેસ થશે..
અને આજે રવિવાર છે તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તો બોડી સાંજે મળશે તો આપ બહાર ઉભા રહો...
એટલામાં છોકરાની માતા અને એનાં સગાંવહાલાં એક ખુલ્લા ટેમ્પામાં આવ્યા હતા..
બધાં જ શેરખાન ને અને રવીશ ને ફરી વળ્યા..
રવીશે શેરખાન ને ઈશારો કર્યો..
એટલે શેરખાન છટકીને નીચે ભાગ્યો અને ગાડી ચાલુ કરી દીધી...
રવીશ પણ પેલા ટોળાને કહ્યું કે મને ડોક્ટર સહીં કરવા બોલાવે છે તો હું જઈને આવું એમ કહીને બીજી બાજુ ના રસ્તે થી નીચે ઉતરી ગયો અને ગાડીમાં બેસીને ગાડી સીધી પોલીસ સ્ટેશને ભગાડી દીધી....
પોલીસ સ્ટેશન જઈને રવીશે બધી વાત કરી એ સાંભળીને એ ગામની પોલીસ સ્ટેશન નાં ઇન્સ્પેક્ટર ખુબ જ સારાં હતાં..
એમણે કહ્યું કે આ બહેન ને અને બાળકને ક્યાંક સંતાડી દો..
આ ગામની પબ્લિક નો કોઈ ભરોસો નહીં આ લોકો તો બહુ ખતરનાક હોય છે અહીં આવશે તો તમને પણ બચાવવા ભારે પડશે માટે જલ્દી કરો આ બન્ને ને ક્યાંક છુપાવી આવો...
રવીશે ભારતીને કહ્યું કે જલ્દી કર ...
ભારતીએ જય ને તેડી લીધો અને દોડતાં એ લોકો પોલીસ સ્ટેશન ની સામેની ગલીમાં ગયાં...
ત્યાં અંદર એક મેડિકલ સ્ટોર હતો...
રવીશે એ ભાઈ ને જોયાં અને એને લાગ્યું કે આ માણસ સારાં લાગે છે....
એટલે..
એણે એ ભાઈ ને બધી વાત કરી ...
અને મદદ કરવા વિનંતી કરી...
અને પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું છે કે આ બન્ને ને છુપાવી આવો એટલે આપ આટલી મદદ કરશો???
તો ઉપકાર આપનો...
એ ભાઈ પણ આ બન્ને નાં લોહી વાળા કપડાં જોઈ સમજી ગયા હતાં કે કંઈક અઘટિત ઘટના ઘટી છે....
પેલાં ભાઈ એ કહ્યું કે જરૂર હું પણ તમારી નાતનો જ છું..
અંદર આવતાં રહો બહેન આ બાળક ને લઈને...
અને રવીશને કહે તમે ચિંતા નાં કરશો હું આ બન્ને ની રક્ષા કરીશ...
હવે તમે પોલીસ સ્ટેશન જાવ....
અને પેલા વિનય ભાઈએ ... ભારતીને અને જય ને અંદર બેસાડી દીધા અને પંખો ચાલુ કરી આપ્યો....
હવે જય ને ભૂખ લાગી હોવાથી એ રડવા લાગ્યો...
ભારતીએ પર્સ ખોલ્યું પણ રસ્તામાં જય ને દૂધ બોટલમાં પીતો હતો તે પીવડાવી દીધું હતું અને બીજું ચા વાળા પાસેથી ભરાવા નું રહી ગયું...
અને ભારતી ને એમ કે ત્યાં સુધીમાં તો ભાઈને ત્યાં પહોંચી જઈશું...
એટલે ત્યાં ભાઈ નાં ઘરે થી ભરીને પીવડાવી દઈશ...
જોડે એક મોનેકો નું પેકેટ હતું એ ખોલીને જય ને બે બિસ્કીટ ખવડાવ્યા...
ભારતીને પણ તરસ ખુબ જ લાગી હતી તો પર્સ માં થી નાની પાણીની બોટલ હતી એ ખોલીને પાણી પીધું...
હવે આગળ ત્રીજા ભાગમાં વાંચો કે હજુ શું પરિસ્થિતિ થશે ...
આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....