સાપસીડી.... - 5 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપસીડી.... - 5

સાપસીડી 5


મયુરની કંપ્પની અને દોસ્તી પ્રતિકને.ફાવી ગઈ હતી.એણે મયુરને તેના બનેવી તરીકેની મહોર મારી દીધી હતી..ઘરના પણ બધા સહમત થયા હતા.

માયા અને મયુરે તો અમદાવાદમાં ફરવાનું અને ખરીદી ધૂમ કરી લીધી હતી.


અવન.મોલ થી માંડી ને કાંકરિયા ની સેર કહો કે ગાંધીનગરની લટાર અને સોલા ભાગવતના દર્શન બનેએ કરી લીધા હતા..

અઠવાડીયું ફરીને મયુર પરત દુબઇ ગયો અને ત્યાં પ્રતીકને ફેરવ્યો .એટલે બને પાકા દોસ્ત બની ગયા હતા .

આ સંબંધને કાયમી ને અંગત બનાવવા નું નક્કી થઈ ગયું હતું. બનેં પરિવારો નવા સંબંધથી ખુશ હતા …


બંનેની જ્ઞાતિ ઓ સરખી નહિ લગભગ સમાનકક્ષા ની હતી અને આર્થિક રીતે પણ સધ્ધર ને સમાન જેવl હતા.એટલેજ બધા ઇચ્છતા હતા કે કાયમી અંગત સબંધ બંધાય.

એમીરટ્સ ની લકસરીયસ ફ્લાઈટમાં ઇન્ડિયા પરત ફરતી વખતે પ્રતીક ને સાથે કમ્પનીના થોડા સાથીઓ હતા ,બધા નહોતા. પરત ફરવાની બધાની ફ્લાઇટ્સના દિવસો અલગ અલગ રાખ્યા હતા. ગઈ કlલેજ બે ત્રણ જણ નીકળી ગયા હતા કામ સર મુંબઇ તરફ ...તો સવારની ફ્લાઈટમl બીજા એકબે ...અને હજુ તો કંપનીના ડિરેક્ટરો માં અમૂકની ફેમિલી આવતા તેઓ બીજા બે ત્રણ દિવસ વધુ રહેનાર હતા...આમ પરત ફરતા બધા લગભગ અલગ રીતે આવવાના હતા..


પાછા ફરીને વિકેન્ડ આરામ કરીને પછીજ આવતા વિકથી કામ ની શરૂ આત કરવી છે..તેમ પ્રતિકે નક્કી કર્યું હતું..જેથી આરામ પણ થઈ જાય ને ફેમિલી સાથે થોડો ટાઈમ સપેન્ડ થઇ શકે. આવતા વિકથી ઓફિસમાં તો કામ ધમધોકાર શરૂ કરવાનું જ છે પણ પાર્ટીના આગામી ઇવેન્ટ્સ ને પણ આખરી ઓપ આપવાનો છે…

વળી પરિવારના સામાજિક જવાબદારીઓ ના કામો પણ જોવાના છે...

મમી એ તો જાહેર કરી જ દીધું કે માયાને મયુરની સગાઈ ને લગ્ન બને ને સાથે જ પતાવી દઈશું.

સાથે સાથે પ્રતિકનું પણ છોકરી ફાઇનલ કરે તો પતાવી નાંખીએ.


પણ પ્રતીકને કોઈ ઉતાવળ નહોતી.મમી દર વખતની જેમ બોલ્યા કરે ...એણે તો કારોબાર અને પાર્ટી સાથે જ જાણે લગ્ન કરી લીધા હતા…રાજકારણ અને પેસા કમાવા બે જ જીવન હતું જાણે…


વિકેન્ડમાં મમીના હાથની ઘરની રસોઈ આગળ બધું ફિકુ છે ...એમ પ્રતીકને હમેશા લાગતું હતું. આજે પણ એમ જ થયું...જાણે વરસો પછી પેટ ભરીને જમવાનું થયું હોય તેવો અનુભવ થયો.આમ પણ દુબઇ માં વાનગી ઓનો સ્વાદ તો અનેરો હતો પણ કામ ની ધમાલમાં અત્યારે ખાસ યાદ નહોતું એમ પણ કહી શકાય.


ઘરમાં તો બધાને તેની ગિફ્ટો ખૂબ ગમી હતી..આશા હતી કે બીજા ને પણ ગમશે જ ...મમી એ કેટલીક ગિફ્ટસ માયા ને લગ્નમાં આપવા થશે કહીને કબાટમાં સાચવી ને મૂકી દીધી. પ્રતિકને આશ્ચર્ય જરૂર થયુ પણ મમી આગળ દલીલ ખાસ કરવાની ટેવ નહોતી એટલે મૌન જાળવ્યું.


બસ 2થી 3 માસ તો થશે બહેન ના લગ્ન માટે પણ દીકરીના લગ્નની તૈયારીઓ તો વરસ થી ચાલતી હોય છે એટલે આમl પણ કઇ નવાઈ નહોતી.

પ્રતીકને પોતાના લગ્નની કોઈ ઉતાવળ નહોતી રાજકીય મહત્વકાંશાઓ સામે બાકી બધું વિચારવાની કોઈ જરૂરત લાગતી નહોતી.

એક વાર સત્તા મળે તો ઘણું બધું કરવાનું હતું...શુ શુ ફેરફાર અને પરિવર્તન લાવવા છે તેની લાંબી યાદી તેની પાસે હતી .સ્વપ્નાઓ કહી શકાય તેવા પ્લાનિંગ તેણે તેના લેપ ટોપ માં સાચવી રાખ્યા હતા .અને અવારનવાર તેને ટાઈમ મળે વાંચ્યા કરતો હતો...દુબઈમાં જે જોયું અને ધંધામાં જે અનુભવો થયl તે પછી લિસ્ટ માં ઘણો ઉમેરો થઈ ગયો હતો…


જો કે અમીર અને કરોડપતિ બનવાનું સ્વપ્ન ટોચે હતું….કારણ રાજકારણમાં ફટાફટ કરોડપતિ બની જવાય છે. તે આટલા વરસથી પ્રતીક જોતો આવતો હતો. અને એને ખાતરી હતી કે આવી પ્રગતિ રાજકારણ જેવી દુનિયનl બીજl કોઈ ફિલ્ડમાં નથી .


પણ ટિકિટ મળે અને મંત્રીપદ મળે તે માટે સો કોઈ તે બહુ નાનો છે અને હજુ બીજા ઘણા સમાજના સિનિયર લોકો ને આ સ્થાને પહોંચવાની ઉતાવળ છે

..આ પોતાના લોકોજ પ્રતિકનો રસ્તો રોકવાના છે તેનો અણસાર પ્રતીકને તો હતો જ ..

રવિવારે સાંજે જ હાઈ પાવર કમિટિની ની બેઠક હતી. સેમીનાર બાબતે ચર્ચા કરી ફાઇનલ કરવાનું હતું. સેમિનાર પાર્ટી નો નહોતો પણ પાર્ટી કરતા વિષેશ હતો. કારણ વિચાર ધારા બાબતે મંથન કરવાનું હતું .

એ તો પ્રતીકને સમજાઈ જ ગયું હતું કે અહીં કામ પડે એના જેવા લોકોને દોડાવવામાં આવે છે ...પણ ટિકિટ કે હોદાની વાત આવે તમે હજુ બહુ નાના છો ...અનુભવ ક્યાં છે ..તમારી પાસે ...વગેરે બહાના કાઢી હાંસિયામાં ધકેલી દેવાય છે...કદાચ આ જ આપણી સંસ્કૃતિ છે ..કlરણ લગભગ રાજકારણમાં આવી જ સ્થિતિ હજુ સુધી તો બધે જ જોવા મળે છે.


સાંજે જ તેને અજયભાઈએ માકુભાઈના બોપલ સ્થિત બંગલે ,નિવાસે પહોંચી જવા જણાવ્યું. ત્યારે શરૂઆત્ત માં તો પોતે હજુ કાલે જ આવ્યો અને થાકેલો છે કહી બહાનું બતાવ્યું .પણ દલી લ ફોગટ ગઈ .તેને હાજર થઈ જવાનું ફરમાન થયું ….ભલે તું 7 ના બદલે 9 વાગ્યા પછી પણ આવજે પણ પહોંચી જરૂર જજે…..કહી અજયભાઈએ ફોન કાપી નાખ્યો ...પ્રતિકની બીજી કોઈ વાત સાંભળ્યા વગરજ...

દુબઇ હતો ત્યારેજ તૃપ્તિ સાથે અને વિદુર્ર ભાઈ સાથે ને બીજા એક બે સાથીઓ સાથે એક બે વાર વાતચીત કરી ને છેલ્લી પરિસ્થિતી ની ખબર મેળવી લીધી હતી.


પ્રવાસ એ પણ વિદેશનો અને એટલા બધા દિવસ બહાર રહેવાનું એટલે સ્વભાવિક રીતેજ પાર્ટીની ગતિવિધિઓ અને રાજકારણના તાજા સમાચાર પોતાને મળ્યા કરે તે જરૂરી છે એમ તો તે સમજતો જ હતો. અને એની જ આ બધી વાત હતી.

વિદુરભાઈ આમ તો પ્રતિકથી દસેક વરસ મોટા હતા પણ બંનેની વેવલેંથ સા રી એવી મળતી હતી. પ્રતીક તેમને નાન્ના ભાઈ જેવો તેમને લાગતો હતો.


આમ તો તેઓ બીજી જાતિના હતા જેને થોડી ઊંચી કહે છે તેવી. પ્રતિકના સ્વપ્નાઓ અને મહ્ત્વકાંક્ષાઓથી વિદુર્ ભાઈ વાકેફ હતા.

પાર્ટીમાં તેમની પાસે અનુભવ હતો , વિચારધારl હતી અને હોદો પણ હતો . જોકે તેમની કોઈ મહત્વકાંક્ષા નહોતી….પાર્ટી એમના માટે ઘર હતી , પરિવાર હતો અને એઓ એક સમર્પિત સેવક જેવા હતા .બેચલર હતા તો ડિગ્રીધારી કંપની સેક્રેટરી CA પણ હતા. આમ છતાં સ્વયં સેવક જેવા હતા.

બાળપણથી જ તેઓ આ લોકો સાથે તન મનથી થી જોડાયેલા .


બધીજ શિબિરો અને સેવાઓ શાળા જીવન સાથે જ કરતા આવેલા .એમનું ભણતર ને ઘડતર જ એમની વિચારધારl સાથે થયું હતું. રાષ્ટ્રભક્તિ અને સમર્પિત સેવા એજ તેમનો જીવન મંત્ર હતો.

જો કે વિદુરભાઈ નું કામ અલગ હતું . તેમની જવાબદારીઓ પણ જુદા પ્રકારની હતી. પણ પ્રતીક તેમને ગમતો ...એની મોટી મોટી વlતો બહુ રસ પૂર્વક તેઓ સાંભળતા રહેતા. પ્રતિકની ઉતાવળ અને ઝડપ બંનેના તેઓ સાક્ષી રહી ચૂક્યા હતા.


તૃપ્તિ આમ તો વડોદરામાં રહેતી ને ત્યાં પાર્ટી એ તેને જિલ્લાની સ્થાનિક સ્વરાજની બેઠકની ટિકિટ આપી હતી .હોદો પણ હતો. ચૂંટાયેલા સભ્યોમાં તે મંત્રી હતી. પ્રતીક સાથે કોઈ બેઠકમાં ઓળખાણ થઈ ગઈ .તેમાંથી મિત્રતા પણ થઈ ગઈ હતી. રાજકારણમાં મિત્રતા તો બહુ જલ્દી થઈ જાય છે પણ કોણ કોની સાથે છે કે રહેશે તે કહેવું બહુ મુશ્કેલ છે.

અમદાવાદ આવતી ત્યારે બિન્દાસ બને સાથે ફરતા ..