૧. ભણીને આવ્યો છું
૨. નક્કી જ છે જવાનું
૩. કંઈ થાય છે...
૪. હંમેશા એવું કેમ લાગે છે
૧. “ભણીને આવ્યો છું” -Hiren Bhatt(©એમજ દિલથી) દંભનો જામ ભરીને આવ્યો છું ,પ્રેમ ને પાટુ મારીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
લુટાય એટલું લુટીને આવ્યો છું,રોટલા રળવા ધન લઈને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
સ્ત્રી-સંતાનને વિદેશ લઈને આવ્યો છું, મા-બાપને સાવ તરછોડીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
સગા-વહાલાને છોડીને આવ્યો છું, મીત્રો-યારોને ય મુકીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
સંસ્ક્રુતિની ભાન ભુલીને આવ્યો છું , ધર્મ ની ધજા તોડીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
લાગણીનો છેડો ફાડીને આવ્યો છું,આકાંક્ષાનો રથ હાંકીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
હર્ષ ને હરખ હડસેલીને આવ્યો છું, ભોગનો પ્યાલો પીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
રૂપના અભરખા માણીને આવ્યો છું, ચામડું નવું ચઠાવીને આવ્યો છું
શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છું
સધળા દરવાજા રખડી આવ્યો છું, અંતે હરી તવ શરણે આવ્યો છું
શું કહું સાહેબ અંતે હું અભણ થઈને આવ્યો છું
————————————————————— ૨. નક્કી જ છે જવાનું ........ નક્કી જ છે જવાનું
ધરેથી શ્મશાન સુધીનું જ અંતર કાપવાનુ
પાછુ વળીને એમાં શું જોવાનું
જે જીવનભર કર્યું છે એજ સાથે આવવાનું
સમય છે કરીલે જે કરવાનું
છોડ તું મસમોટા હિસાબ માંડવાનું
તોળીને જો કર્મો , છે પાપ ને પુણ્ય જોખવાનુ
ગયા પછી કોણ કેટલું યાદ કરવાનું
ભલે બાંધે ધર કે સંબધ, મડદાને કોણ સંધરવાનુ
માનવદેહ મળ્યો સુંદર , પામીલે પામવાનું
ગયા પછી ખબર નથી ફરી કોને શું મળવાનું
જ્ઞાનનો સબુડો ભરીલે તો આવડશે ઊગરવાનું
ભૈ જ્ઞાન-ભકતી-કર્મ થકી જ મોક્ષ સુધી પહોંચવાનું ————————————————————- ૩. કંઈ થાય છે કંઈ થાય છે ...
કંઇ થાય છે,કંઇ થાય છે, કંઇ થાય છે
ના રહેવાય કે ના સહેવાય છે, કંઇ થાય છે
આંખની એ કીકીઓ આંસુને સથવારે ભીંજાય છે, કંઇ થાય છે
પાંપણની પાળી પર સુતેલી પલક (પણ) પીસાય છે, કંઇ થાય છે
સીવેલા હોઠ પણ વાત સઘળી કહી જાય છે, કંઇ થાય છે
કર્ણપટલ પણ શબ્દ સાંભળવા તરસી જાય છે, કંઇ થાય છે
અંતરની ઉમીઁઓ પણ ઊકળીને ઊભરાય છે, કંઇ થાય છે
દિલ પણ ક્યારેક એક ધબકારો ચુકી જાય છે, કંઇ થાય છે
લાગણીના લસકારાથી લેપથી કયાં રુજાય છે, કંઇ થાય છે
જગેલા સપના પણ એમજ સૂઈ જાય છે, કંઇ થાય છે
પ્રેમ ના પરપોટા પળવારમાં ફૂટી જાય છે, કંઇ થાય છે
વિશ્વાસ ના ભરોસા પણ ચકનાચુર થાય છે, કંઇ થાય છે
હેતના હાલરડાંથી હવે હદયઘાત થાય છે, કંઇ થાય છે
માત્ર હરી શરણે હવે મસ્તક જુકી જાય છે
કંઇ થાય છે,કંઇ થાય છે, કંઇ થાય છે
ના રહેવાય કે ના સહેવાય છે, કંઇ થાય છે. ——————————————————————————————————————————૪. હંમેશા એવું કેમ લાગે છે ....... હંમેશા એવું કેમ લાગે છે
કે જીવનમાં કંઈક ખુટતુ લાગે છે
દેશ- પરદેશ ફર્યા પછી પણ
દુનિયા નો છેડો ધર લાગે છે!
કેટલીય ઊંમર વટાવ્યા પછી પણ
માં ના ખોળે કેવો આરામ લાગે છે!
ઘણા મનોરંજન માણ્યા પછી પણ
પરીવાર સાથે કેવો આનંદ લાગે છે!
સોનાની થાળીમાં જમ્યા પછી પણ
પ્રેમનો સુકો રોટલો કેમ સ્વાદિષ્ટ લાગે છે
દોડાવી મોટરકાર મોધીદોટ પણ
ખુલ્લા પગે ભાંગેલી બાળપણની દોડ કેમ વ્હાલી લાગે છે
હુકમ ચલાવી પોતાનો એ ધરે કે બહાર પણ
માં-બાપ ને શીક્ષકનો ઠપકો હજુ કેમ કામ લાગે છે
અર્જિત કરીને સઘળું જીવનમાં છતાય
હરીનો મારગ કેમ સાર્થક લાગે છે. —————————————————————૫. આ દર્પણ.....
હો કાલ્પનિક કલ્પના કે પછી નયનનો નજારો
ભાવ મનનો જ રજુ થાય છે, આ દર્પણ મા સઘળું સ્પષ્ટ દેખાય છે
હો રુપનો ભંડાર કે સજ્યા ૧૬ શણગાર
કરુપુ પણ જો સુંદર જણાય છે , આ દર્પણ મા .....
હો પ્રીતમ ની પ્રીત કે એને મળવાને મીટ
છબી પ્રીતમ સંગ રચાય છે, આ દર્પણ મા સઘળું ....
હો શક્તિ અપાર કે પછી ધર્યો શિરતાજ
હું નો હંકાર સહજ જણાય છે, આ દર્પણ મા સઘળું...
હો સત્ય પ્રબળ કે પછી સદ્દગુણ સરબર
મુખે તેજ કેવું પ્રકટાય છે, આ દર્પણ મા સઘળું .......
હો જૂઠનો સાથ કે પછી આચર્યું હો પાપ
છુપાતા મુખથી આંખ કયા મીલાવાય છ, આ દર્પણ મા...
હો દિલથી કમજોર કે પછી મન ડામાડોળ
હોય વિરલો તોય જીત કયાં થાય છે, આ દર્પણ મા ......
હો જ્ઞાનનો ભંડાર કે પછી કર્મનો આધાર
શૂન્ય ભાવથી હરી કયા ભીંજાય છે, આ દર્પણ મા સઘળું સ્પષ્ટ દેખાય છે..
******* ધન્યવાદ******