Mr. unknown _RishiSoni_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mr. unknown

હેલ્લો વાંચકો,
મારી પ્રથમ રચના માતૃભારતી એપ ના માધ્યમથી તમારી સમક્ષ રજુ કરું છું...
વાંચી ને કેવી લાગી એ જણાવશો જી...
(આ સંપૂર્ણપણે કાલ્પનિક છે... આ રચનાનો કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી...તેમજ રચનાનો કોપીરાઇટ લેખક એટલે મારી પાસે છે...)

વિવાન - હાય, શશાંક અને શાન...

શશાંક, શાન - હાય...

વિવાન - કેટલે પહોંચ્યો પ્રોજેક્ટ?

શશાંક, શાન - બધી જ જરૂરી ઇન્ફોર્મેશન મળી ગઈ છે... બસ થોડા સમય માં પ્રોજેક્ટ પૂરો થશે...

વિવાન - પ્રોજેક્ટ પૂરો થાય એટલે આપણી જગ્યાએ મળો...

શશાંક, શાન - ઓકે, બાય...

વિવાન - બાય...

(વિવાન ઘરે જઈને)

વિવાન - રિચા... ન્યુઝ શરૂ રાખીને ક્યાં ચાલી ગઈ?

રિચા - હું રસોઈ બનાવું છું... હમણાં આવું...

(ન્યુઝએન્કર - પાછલા કેટલાક દિવસોથી ગુજરાતમાં ખૌફનાક કિસ્સાઓ થઈ રહ્યા છે... મોબાઈલ દ્વારા બ્લાસ્ટ થવાના કિસ્સાઓમાં 75 લોકોના મૃત્યુ થયા...અને હવે આ મામલાની તહકીકાત સિક્રેટ જાસૂસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે...)

(વિવાન શશાંક અને શાન ને કૉલ કરે છે...)

વિવાન - હેય, આ ન્યુઝ માં વાત કઈ રીતે ફેલાણી? આપણું મિશન સિક્રેટ છે ખબર છે ને?

શશાંક, શાન - સર આ વાત કોણે ફેલાવી તે જાણવાની ટ્રાય કરીએ છીએ...

વિવાન - હવે પછી એક પણ વાત બહાર ના જવી જોઈએ સમજાય ગયું?

શશાંક,શાન - યસ સર...

(વિવાન ફોન મૂકે છે...)

રિચા - (રસોડામાંથી આવતા) કોની જોડે ફોનમાં વાત કરી રહ્યાં હતાં? આવીને સીધા ફોનમાં જ પડ્યા રહો છો...

વિવાન - એ બસ ફ્રેન્ડ સાથે.... મને કકડીને ભૂખ લાગી છે... જમવાનું બની ગયું છે?

રિચા - હા હું ટેબલ પર ગોઠવું છું... તમે બેસી જાવ...

વિવાન - (ધીમેથી) હાશ બચી ગયો...

( વિવાન,શશાંક અને શાન એક સિક્રેટ જાસૂસ એજન્સી માં જાસૂસ છે... જેમાં વિવાન શશાંક અને શાન નો સિનિયર છે જ્યારે બહાર ની દુનિયામાં ત્રણેય સારા મિત્રો જેમાં વિવાન લેખક અને શશાંક, શાન બંને સોફ્ટવેર એન્જિનિયર છે...)

શાન - શશાંક આપણે જેટલી ઇન્ફોર્મેશન જોતી હતી એ મળી ગઈ... મોબાઈલ જે ડિવાઇસ દ્વારા હેક થાય છે... એ ડિવાઇસ દર વખતે અલગ અલગ જગ્યાએ ડિટેક્ટ થયેલું છે...

શશાંક - ઓહ...આ તો ખૂબ જ સારી ઇન્ફોર્મેશન છે...

શાન - તારો પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો?

શશાંક - ખાલી ટેસ્ટ કરવાનો બાકી છે...

( બીજે દિવસે સવારે વિવાનના ફોનમાં રિંગ વાગે છે...)

વિવાન - હાય...

શશાંક, શાન - સર પ્રોજેક્ટ તૈયાર છે...

વિવાન - ઓકે તો આજે મળીએ...

( અડધી કલાક પછી)

વિવાન - હાય...

શશાંક, શાન - હાય સર...

વિવાન - હવે લાસ્ટ સ્ટેજ છે...મિશનનું એકપણ ભૂલ ચાલશે નહીં...સમજાય ગયું અને હવે આગળના પ્લાન વિશે માહિતી આપી દઉં પછી એ પ્રમાણે મિશન આગળ ચલાવજો...

શશાંક - ઓકે સર... મારો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને જરૂરી પ્રોસેસ પણ પુરી કરી લીધી છે...

શાન - યસ સર... બધી જ ઇન્ફોર્મેશન તેમજ ગેજેટ્સ પણ મળી ગયા છે...

વિવાન - તો હવે આપણે મિશન સ્ટાર્ટ કરી શકીએ છીએ...

(વિવાન, શાન, શશાંક કાલે ફરીથી મળવાનું નક્કી કરે છે...)

વિવાન- રિચા ક્યાં છો?

રિચા - આ રહી... તમે ફ્રેશ થઈને જમવા બેસી જાવ ચાલો...

વિવાન - મારે એક કામ છે હું સાંજે આવીશ... અત્યારે તું જમી લે...

(વિવાન એક ઘર સામે પહોંચીને ડોરબેલ વગાડે છે...)

વિવાન - હાય દિવાકર સર...

દિવાકરસર - આવ દીકરા.... વિવાન કેમ આવવાનું થયું?

વિવાન - સર તમે ન્યુઝ માં સાંભળ્યું જ હશે મોબાઈલ બ્લાસ્ટ વાળો કેસ...

દિવાકરસર - હા....એ કેસ તારી ટિમ હેન્ડલ કરે છે ને?

વિવાન - હા સર પણ આ કેસ હવે મારાથી કદાચ હેન્ડલ નહીં થાય તમારી મદદ ની જરૂર છે...

દિવાકરસર - ઓકે પણ મને કોઈ એક આસિસ્ટન્ટ જોસે જે બાકીનું વર્ક હેન્ડલ કરી શકે...

વિવાન - ઓકે સર...

(થોડીવાર વાત કર્યા પછી વિવાન ત્યાંથી રજા લઈને શશાંક અને શાન ને કૉલ કરે છે...)

વિવાન - રાત્રે હું મોકલું એ એડ્રેસ પર બધી જ ઇન્ફોર્મેશન અને પ્રોજેક્ટ લઈને પહોંચી જજો ને એ જગ્યા ખાલી કરી નાખજો ત્યાં ખતરો છે...

(રાત્રે...)

વિવાન - બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લીધી શાન?

શાન - હા સર, બધી જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લીધી હવે ત્યાં કઈ વધ્યુ નથી.

શશાંક - આ મારો પ્રોજેક્ટ, અને સર તમને કંઇક જરૂરી ઇન્ફોર્મેશન મળેલી ને?

વિવાન - હા ઇન્ફોર્મેશન એ છે કે આજ થી ઠીક બે દિવસ એટલે કે 14th Feb એ બ્લાસ્ટ થવાનો છે અને બે સ્થળ છે, એક શશાંક તારા ઘર પાસેનું કેફે અને બીજું સિટી મોલ માં આ બંને જગ્યા એ બ્લાસ્ટ થશે કે કોઈપણ એક જગ્યા એ ખબર નથી તેમજ આની સિવાય પણ કોઈ જગ્યા એ થઈ શકે એ પણ ખબર નથી...

શાન, શશાંક - ઓકે સર આપણે હવે જલ્દી થી પ્લાન અમલ માં મુકવો જોઈએ ...

વિવાન - મે એક વ્યક્તિ ને હાયર કર્યા છે હેકિંગ માટે અને આ ઇન્ફોર્મેશન પણ એમણે જ આપેલ છે....હવે અહીં થી આપણું મિશન એ આગળ વધારશે...

શાન - સર કહી શકશો કે એ વ્યક્તિ કોણ છે?

વિવાન - દિવાકરસર ...

શશાંક, શાન - ઓહ સર ! આ તો આપણી પહેલા જાસૂસ હતા ને? કોઈ કારણોસર એમને જાસૂસી છોડવી પડી હતી...

વિવાન - હા, પરંતુ અત્યારે આ પરિસ્થિતિ માં એમના થી બેસ્ટ કોઈ આ મિશન સંભાળી શકે એવું લાગતું નથી. બસ આપણે એમની મદદ કરવાની છે અને શાન આજ થી એમની મદદ કરજે...

(શાન અને શશાંક દિવાકરસરના ઘરે પહોંચે છે...શશાંક એનો પ્રોજેક્ટ દિવાકરસર ને સમજાવીને આપી દે છે...)

દિવાકરસર - હવે આપણે એ ડિવાઇસ હૅક કરવાનું છે...તું ફટાફટ આ બધી ઇન્ફોર્મેશન ચેક કરી લે ને પછી હું કામ શરૂ કરું...

(15 મિનિટ પછી...)

શાન - સર ઇન્ફોર્મેશન ચેક થઈ ગઈ...

દિવાકરસર - તો હવે હું કામ શરૂ કરું...

(8 કલાક પછી)

દિવાકરસર - ફાઇનલી ડિવાઇસ હૅક થઈ ગયું...

શાન - સર... બ્લાસ્ટમાં બસ હવે 3 કલાક જ બાકી છે...

દિવાકરસર - નો પ્રૉબ્લેમ... બ્લાસ્ટ નહીં થાય...

શાન - સર બીજે પણ બ્લાસ્ટ થવાનો છે...મેં વિવાન સર ને ઇન્ફોર્મેશન આપી દીધી બીજા બ્લાસ્ટ ની એ બ્લાસ્ટ હવે સર ડિફ્યુઝ કરશે...

દિવાકરસર - બ્લાસ્ટ ડિફ્યુઝ થઈ ગયો...

(બીજીતરફ...)

વિવાન - શશાંક તું અત્યારે જે કાફેમાં છે ને ત્યાં રિના શાહ નામની એક લેડી નો મોબાઈલ બ્લાસ્ટ થવાનો છે... તું બને એટલી જલ્દી એ કાફે ખાલી કરાવ અને રિના શાહ ને ગોતી તેનો મોબાઇલ ત્યાં જ રેવા દેજે...

શશાંક - ઓકે સર...

(શશાંક કાફે ખાલી કરાવે છે તેના 5 મિનિટ પછી બ્લાસ્ટ થાય છે અને જાનહાની થતી નથી...આ બંને ન્યુઝ ઝડપથી ફેલાય છે...)

વિવાન - શશાંક ગુડ જોબ...

શશાંક - થેન્ક્સ સર...

વિવાન - બ્લાસ્ટ કરવા વાળો પકડાઈ ગયો છે હું એને મળવા જાવ છું...

શશાંક - ઓહહ સારું...

(વિવાન ત્યાં પહોંચે છે ત્યારે તેની સામે જ બ્લાસ્ટ થાય છે અને એ આતંકવાદી mr. unknown બનીને જ રહી જાય છે...)

the end