Jindagini safar - 4 books and stories free download online pdf in Gujarati

જિંદગીની સફર - ભાગ - ૪

અયાન જાણતો હતો કે કાવ્યા અને આંસુ એ કોઈ નવી વાત નહોતી જેને માત્ર અવગણી શકાય એવી ક્લાસ ટેસ્ટમાં પણ જો ઓછા માર્ક્સ આવે તો પણ તેની આંખમાં ચોમાસુ શરૂ થઇ જતું .કાવ્યા એક સંવેદનશીલ છોકરી હતી અયાને જ્યારે પૂછ્યું કે કાવ્યા શું થયું તું કેમ રડે છ? કાવ્યાખૂબ સરસ રીતે વાતને ટાળી અને કહી દીધું કે કંઈ નહીં થયું

અયાન એક ગંભીર સ્વરે બોલ્યો મને ખબર છે જૂઠું ના બોલ

કાવ્ય થોડી ગભરાઈ

બોલ હવે તારે કયા વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા ?આટલું બોલી તે હસ્યો અને કહ્યું પાગલ છે તું એમાં રડવાનું શું હોય ક્લાસ ટેસ્ટ તો ચાલ્યા કરે .

કાવ્યા થોડી હળવાશ અનુભવી પણ દુઃખ પણ એટલું જ થયું .અત્યાર સુધી તો કાવ્યાએ ગમે તેમ કરી પોતાની જાતને નિયંત્રણમાં રાખી હતી પણ અયાનના આ શબ્દો એના દુઃખને ચરમસીમાએ પહોંચાડી દીધું હતું એક તરફ કાવ્યા હતી જેની પાસે અયાનના આંખના પલકારોનું પણ કારણ હતું અને એક તરફ અયાન છે જે દુઃખના દરિયામાં ડૂબેલા કાવ્યાના આંસુને માત્ર સામાન્ય આંસુ સમજતો હતો. કાવ્યા પોતાની જાતને ખૂબ મજ
બૂત બનાવી હસવાનું નાટક કર્યું પણ એ હાસ્ય જાણે રૂદનથી પરિભાષા પ્રકાશિત કરતું હતું કાવ્યા જાણતી હતી કે આંસુ સુખ અને દુઃખ બંને ના હોય પણ હાસ્ય પણ દુઃખનું હોઈ શકે એ આજ એણે સમજાયું હતું.

અયાન કોઈ ખરાબ છોકરો નહોતો એનો કોઈ એવો ઈરાદો નહોતો કે એના લીધે કોઇના દિલને દુઃખ પહોચે .હા કોઈની સંવેદના સુધી ઝડપથી પહોંચી ન શકતો એ દરેક વાત બસ મસ્તીમાં જ કાઢી નાખતો. ચાલ હવે આંસુ લુછ અને કેન્ટિનમાં ચાલ બધા રાહ જોઇ રહ્યા છે .

" કેન્ટિન "

આ શબ્દ કાવ્યાના કાનમાં કંઇક એ રીતે ગુંજ્યો કે જાણે લાઇબ્રેરી જેવી નિરળ શાંતિ માં કોઈ દુદુંભિ નો નાદ કરેલ હોય આ એ જગ્યા હતી કે જ્યાં કોઇ માત્ર એક જ ક્ષણમાં એની પાસેથી એનો જીવ લઈ ગયું હતું .કરૂણાની હદ તો એ હતી કે કાવ્યા પાસે એને રોકવાનો પણ હક નહોતો .આપણી અતિ પ્રિય કોઈ વસ્તુ કોઈ આપણને પૂછીને અને પરત આપવાની વાતથી પણ લઈ જાય તો પણ મન હંમેશા એક ચિંતાથી ઘેરાયેલ રહે કે પાછું આપી તો જશે ને ??અહીંયા તો માનસી હમેંશા કાવ્યા પાસેથી અયાન ને લઈ ગઈ હતી .

જોરથી અવાજ સંભળાયો કે ખિસકોલી ક્યાં છે તું??? ચાલને કેન્ટીનમા... કાવ્યા વિચારમાંથી બહાર આવી .કાવ્યાએ કહ્યું કે ના હું નહીં આવી શકું મમ્મીનો ફોન હતો કે કંઈક કામ છે એટલે મારે જવું પડશે .અયાનને પણ આ વાતમાં કંઈક ખોટું લાગ્યું નહીં એટલે એણે કહ્યું તો સારૂ કાલે મળીશું હું પણ તારી સાથે આવેત પણ મારે હજુ માનસીને મળવાનું છે અયાન ભલે અજાણતાં જ પણ કાવ્યાના દિલ પર વારંવાર એવા ઘા કરી રહ્યો હતો કે જો કાવ્યા હવે વધુ એક ક્ષણ પણ અહીં એની સામે રહેશે તો પોતાની જાતને નહીં સંભાળી શકે કાવ્યા ત્યાંથી ચાલી ગઈ લગભગ બાર વાગ્યે જેટલો સમય થયો હશે કેન્ટીનના ટેબલની ફરતે ગોઠવાયેલા એ ખુરશીમાંથી બિલકુલ અયાનની સામે ગોઠવાયેલી ખુરશી ખાલી હતી જ્યાં હંમેશા કાવ્યા બેસવાનું પસંદ કરતી .

એટલી જ વારમાં ત્યાં માનસી આવી .માનસીને જોઇ અયાને કહ્યું હેય માનસી !! માનસી પણ અયાનને જોઈને ખુશ થઈ અને ત્યાં માત્ર એક ખાલી રહેલી ખુરશીમાં બેસી ગઈ .થોડી વાતો અને મસ્તી પછી માનસી અચાનક પૂછ્યું કાવ્ય ક્યાં છ??અયાને થોડાં રમૂજમાં જવાબ આપ્યો એણે થોડું કામ હતું એટલે નહીંતર અત્યારે જ્યાં તું બેઠી છે ત્યાં એ હોત બધા હસવા લાગ્યા માનસી પણ ફરીએ રમૂજમાં જોડાઈ ગઈ લગભગ અડધી કલાક જેટલી ઢીંગા મસ્તી બાદ બધા છૂટા પડ્યા માનસી થોડું શરમાઇને કહ્યું બાય અયાન ..અયાને આ શબ્દો સાથે સહમતી ના દર્શાવી અને કહ્યું બાઇ કરતાં આવજો કેને માનસી એ આશ્ચર્યથી કહ્યું એ જ તો થયું બધું સરખું જ થાય .અયાને કહ્યું ના આ બાઈ કહેવામાં એ લાગણીનો અનુભવ નથી થતો કે આવજો કહેવામાં થાય છે આવજો કેટલો સરસ શબ્દ છે જેને બોલતા જ એક ફરી મળવાની આશા રજૂ થાય છે જે બાઈ કહેવામાં કયાંય દેખાતી જ નથી માનસી પણ કંઈક મંદ હાસ્ય સાથે બોલી આવજો. અચાનક જ જાણે કંઈક મગજમાં ઝબકાર થયો હોય એમ એણે અયાનને પૂછ્યું કાવ્યા ક્યાં રહે છે તેના ઘરનું સરનામું શું છે અયાન ના ચહેરા પર આ ક્ષણે કંઈક એવી વિસામણ દેખાય કે જાણે સમજવાનો પ્રયત્ન કરતો હતો આ પ્રશ્નને ..કાવ્યા અને માનસી બન્ને સારા મિત્રો પણ નહોતા છતાં એના ઘરનું સરનામું માનસીને શું કરવું છે ??અયાન આ પ્રશ્નનો ઉત્તર માનસીએ કંઈક બુક આપવા લેવાનું કહી સમાવી દીધો અયાને તેને કાવ્યના ઘરનું સરનામું બતાવ્યું .માનસી અયાનને કહ્યું સારૂ કાલે મળીશું અને તે કાવ્યના ઘરે ગઈ. ડોરબેલ વગાડ્યો કાવ્યા દરવાજો ખોલ્યો અને સામે માનસીને જોતાં જ એ આશ્ચર્યનો પાર ન રહ્યો .આશ્ચર્ય ઘણું હતું એટલે જોતાં જ મોઢામાંથી તું ???એવો શબ્દ નીકળી ગયો

કેમ ન આવી શકું માનસીએ હસતાં હસતાં કહ્યું ??

અરે એમ નહિ આ તો અચાનક .....આવ ને એમ કહી કાવ્યા માનસીને અંદર લઈ ગઈ થોડી વાર બાદ પૂછ્યું કંઈ આવવાનું ખાસ કારણ ??માનસી થોડી અચકાઈ અને બોલી હા કારણ તો છે પણ કેમ કહું એ સમજમાં નથી આવતું. કાવ્યાને થોડી શંકા થઈ પણ છતાંય તેણે કહ્યું અરે બોલને એમાં શું માનસીએ વળી થોડું વિચારીને કહ્યું તેને ખોટું તો નહીં લાગેને ???કાવ્યાને હવે લગભગ ખાતરી થઈ ચૂકી હતી કે આ વાત ક્યાંકને ક્યાંક અયાન સાથે જોડાયેલ છે કાવ્યા કહ્યું ના ના તુ બિંદાસ બોલ માનસીએ કહ્યું મેં તેને રડતા જોઈ હતી .કાવ્યા આ એક વાક્યને આધારે બધું સમજી ગઈ પરંતુ એ દેખાવ કરવા લાગી કે જાણે તેને કંઈ ખબર જ નથી અને કહ્યું હું ???ક્યારે ???કાવ્યા કંઈક આગળ નાટક કરે તે પહેલાં જ માનસીએ તેનો હાથ પકડી કહી દીધું કે હું કોઈ અહીં તારું નાટક જોવા નહીં આવી હું જાણું છું કે દરેક દરેક આંસુનો મતલબ શું હોય ???કાવ્યાએ કહ્યું અરે એવું કંઈ નહીં મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા એ તો એટલે હજુ વાક્ય પૂરું પણ નહોતું થયું ત્યાં કાવ્યાનું ધ્યાન માનસી પર ગયું જે તેને એકીટશે જોઈ રહી હતી અને બોલી પૂરું થયું તારું ખોટું બોલવાનું કાવ્યામાં હવે વધુ હિંમત નહોતી કે એ આ વાતને આગળ કરી શકે ત્યાં જ માનસી બોલી કે ચાલ માની પણ લીધું કે તું ઓછા માર્કસને લીધે રડતી હતી પણ એ લાગણી કે પછી તારા આંસુમાં રહેલા અયાન માટેનો પ્રેમ કેમ ત્યારે વહી રહ્યો હતો ??કાવ્યા સ્તબ્ધ થઈ ગઈ તે હવે પોતાની જાતને કાબૂમાં રાખી શકે તેમ નહોતી ..

કાવ્યા શું કહીને વાતને ટાળશે ????

શું માનસી અને અયાના સંબંધ કે જેની હજુ શરૂઆત છે તેના પર કોઈ અસર થશે ??

જાણવા માટે વાંચવાનું ચૂકશો નહીં જિંદગીની સફર ભાગ -૫.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED