જિંદગીની સફર - ૨ Bhavik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીની સફર - ૨

ઘરનો ડોરબેલ વાગ્યો અયાનના મમ્મી ઘરમાં રસોડામાં કામ કરતા હતા એટલે પોતાના હાથ સાફ કરી એ ઝડપથી દરવાજો ખોલવા માટે ગયા .દરવાજો ખોલતા સામેથી અવાજ અાવ્યો 'નમસ્તે આંટી 'જયશ્રીકૃષ્ણ..

" અરે કાવ્યા તું આવા અંદર આવ તું બેસ હું અયાનને કહું છું કે તું આવી છે "

કાવ્યા આ ઘર માટે બહુ મહત્વનું નામ હતું .લગભગ ચાર મહિના જેટલો સમય થયો છે અયાનના કોલેજ શરૂ થયાનો પણ આ ચાર મહિનામાં કાવ્યાના લીધે આ ઘરમાં કંઈક અલગ જ બદલાવ આવ્યો હતો .

કાવ્યા એ અયાનની પહેલી કોલેજની મિત્ર હતી .

દેખાવમાં સુંદર અને સમજદાર પણ મનથી એટલી જ ચંચળ હતી .નાની નાની વાત પણ એના દિલ સુધી પહોંચી જાય એટલી સંવેદનશીલ. સરળ નહોતું એના વ્યક્તિત્વને સમજવું પણ એ એટલી સમજદાર હતી કે ખૂબ આસાનીથી કોઈના પણ વ્યક્તિત્વને ઓળખી પાડતી .અયાન ને જ્યારે પહેલી વખત કાવ્યા મળી ત્યારે અયાન હજુ તેના પિતાના શોકમાંથી બહાર નહોતો આવેલ.. એ કાવ્યા જ હતી જે અયાન ને ક્યારેક આઇસ્ક્રીમ તો ક્યારેક કોઈ બીજા બહાને ફરવા માટે તો ક્યારેક પોતાના સ્વભાવથી વિપરીત થઇ ચટપટી વાતો દ્વારા અયાનને એક નવી શરૂઆત અપાવી હતી .

અયાનના ઘરે પણ કાવ્યાને અવાર નવાર જવાનું થતું એટલે અયાનના મમ્મી પણ કાવ્યાને ખૂબ સારી રીતે ઓળખતા અને અયાનના મમ્મી ને પણ એ શોકમાંથી બહાર લાવવા કાવ્યા એ ખૂબ મદદ કરી હતી .કોઈને પણ તકલીફમાં જોઇને એનું હૃદય મદદ કરવા માટે તત્પર રહેતું અને અયાન સાથે તો તેની મૈત્રી એટલી હતી કે હવે તેને પૂછવું ના પડતું કે શું થયું ??એ માત્ર તેણે જોઈને સમજી હતી ..

અયાનના મમ્મીએ ઉપર જઈને કહ્યું ,"બેટા કાવ્યા આવી છે તારું કાંઇ કામ છે ."

એ હા મમ્મી આવ્યો અામયએ ખિસકોલીને ઉતાવળ વધારે જ હોઈ, હજુ વાર છે ૧૦:૦૦ વાગવામાં .૧૦:૦૦ વાગ્યે અયાન અને કાવ્યા કોલેજમાં અસાઈમેન્ટ જમા કરાવવા જવાના હતા અયાનનો અવાજ કાવ્યા સાંભળી લીધો હતો ,અને એ તરત બોલી "જોયું તમે કોઈ કોઈને ખિસકોલી કહીને થોડું બોલાવે કંઈ ???કોલેજ માટે લેટ ન થાય એટલે થોડી વહેલી આવી હતી ..

અયાનના મમ્મીએ હસીને કહ્યું ,કે અે તમે બંને જાણો તમારા વચ્ચે મારે નહીં આવું .ત્યાં જ અયાન ઉપરથી તૈયાર થઈને આવ્યો અને ગુડ મોર્નિંગ ખિસકોલી કહીને કાવ્યાને ચિડવવાનું શરૂ કર્યું .કાવ્યા કંઈ જવાબ આપે એ પહેલાં અે ફરીથી બોલ્યો ચાલ ચાલ હવે મોડું થાય છે પછી તારું બક બક શરૂ કરજે. મમ્મી હું સાંજે આવીશ અેમ કહીને ઘરની બહાર નીકળી ગયો .કાવ્યા પણ અમે જઈએ છીએ એમ કહીને નીકળી .બન્ને કોલેજ તરફ રવાના થયા .

અયાનનું વ્યક્તિત્વ આ ચાર મહિનામાં ખૂબ બદલાઈ ગયું હતું .એ શાંત સમજદાર અયાન ખૂબ ચંચળ & મસ્તીખોર બની ગયો હતો. અભ્યાસ પ્રત્યે પણ તે હવે એટલો ગંભીર નહોતો .કાવ્યા અને કહેતી પણ તું થોડો સમજદાર બન અને આ મસ્તી થોડી ઓછી કર પણ બસ એ તો એના જ અંદાજમાં બે હાથ જોડી કહે તો બોલો સમજદારીના દેવી કાવ્યા દેવીની ........

અને પછી જય બોલવામાં તો ક્યાંય ક્યારેય કોઈ પાછળ રહેતું જ આજુબાજુના બધા એક સાથે જય બોલતા....

કાવ્યા બંને હાથ કપાળ ઉપર રાખીને બોલતી હે ભગવાન ! શું થશે આનું ??ઈશાન, શિવાની ,અયાન, રોય ,કાવ્યા ,હષઁ અને કાજલ આ હતું અયાનનું કોલેજ ગ્રુપ .બધા એકબીજાની ખૂબ મસ્તી કરતા પણ કાવ્યા આ ગ્રૂપની ખૂબ સમજદાર અને હોંશિયાર છોકરી હતી .તેની મજાક ઉડાવતા પહેલા બધા થોડો વિચાર કરતાં પણ અયાન આ કામ ખૂબ સરળતાથી કરતો જાણે એને હક્ક હોઇ કાવ્યાની મસ્તી કરવાનો . બીજા કોઈ મસ્તી કરે તો કાવ્યા કદાચ ગુસ્સે થઇ જતી પણ અયાનની દરેક મસ્તીનો જવાબ એ મલકાટથી અાપતી.

હા કાવ્યા અયાનને એક મિત્રથી પણ કંઈક વધારે માનતી હતી પણ અયાનની આંખમાં કદી કોઈ એવો ભાવ એને જોવા ના મળતા એટલે કંઈ બોલી ના શકતી.

એક દિવસ બધા કોલેજની એ કેન્ટિનમાં સાથે નાસ્તો કરતા હતા અને કંઈક અચાનક જ વાતોમાંથી એ બધા પ્રેમના વિષય પર પહોંચી ગયા .બધા પોતપોતાના મંતવ્ય અનુસાર કહેતા ગયા અને અયાન નો વારો આવ્યો ત્યારે એ થોડું વિચારવા લાગ્યો .

અયાન શાયરીનો શોખીન હતો ..

શબ્દો એને ખૂબ ગમતા અને અયાનનું આ મંતવ્ય તેની સામેની ખુરશી પર બેઠેલ કાવ્યા સાંભળવાં ખૂબ આતુર હતી ,જાણે આ મંતવ્ય તેના માટે મહત્ત્વનું હોય ...થોડા સમય બાદ અયાન વિચારીને બોલ્યો :

અણસાર નથી કે મારા દિલનું તાળું બીજા કોઈ ખોલી જાય ,

ચાવી મે સંતાડી છે શક્ય નથી કે બીજા કોઈ શોધી જાય.

અયાનની આ શાયરી પર બધા વાહ-વાહ કરતા હતા અને કાવ્યા વિચારમાં હતી કે આ શું બોલી ગયો?? એને કંઈ સમજાયું નહીં પણ એટલામાં જ બાજુના ટેબલ પરથી એક પાતળો સુંદર અવાજ આવ્યો ,

સંભાળજો જરાક ક્યાંક સાચવેલી ચાવી સચવાયેલ જ ના રહી જાય

કેટલાય ચોરને જોયા છે જે તોડીને લઇ જાય અને ચાવી તો એમનમ જ રહી જાય ..

કદાચ શાયરીથી કરેલા અયાનના આ પ્રશ્નનો તે જ અંદાજમાં આનાથી સારો જવાબ ના હોઇ શકે .

કોણ હતું એ જે અયાન ના પ્રશ્નોનો આટલી સરળતાથી જવાબ આપી ગયા ?????શું અયાન તેમને ઓળખતો હતો ???? શું અયાન કોઈ નવી મુસીબતમાં હતો ????શું અયાનના જીવનમાં કંઈ નવું બનવાનું હતું ???

જાણવા માટે વાંચવાનું ચૂકશો નહીં જિંદગીની સફર ભાગ-૩.