જીવનસાથી... - 23 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથી... - 23

ભાગ..23

આગળ જોયું એ મુજબ બધી સખીઓ સાથે મળીને રેખાના પુનઃવિવાહની વાતો કરે છે. રેખાએ પણ સહમતિ આપી જ દીધી છે. પાયલે પોતાના લગ્નની જવાબદારીઓ બધાના ભાગે થોડી થોડી પીરસી દીધી છે હવે આગળ...

બપોરનો સમય છે. રેખા કામકાજ પતાવી આડેપડખે થાય છે. એની નજર મોહનની તસવીર પર પડે છે. એ વિચારે છે કે એનો મોહન આ વાતથી ખુશ થશે કે નારાજ? માધવ માટે લીધેલું પગલું ક્યાંક દુર્ગતિ તરફ તો નથી લઈ જતું ને? એ માધવને નિહાળે છે અને મોહન સાથે વાતો કરતી હોય એમ બોલે છે.." મોહન, તમે હોત તો આ માધવ પણ નોધારો ન ગણાત. આપણે કેટલા સપનાં જોયાં હતા પણ તમે એમ ક્યારેય એવું નહોતું કહ્યું કે એ સપનાને અંજામ મારે એકલીએ જ આપવાનો છે. હું હવે થાકી છું સમાજથી. હું હારી ગઈ એકલતાથી. આપના વિના મને કોણ સાથ આપે? માંગુ તો દુનિયાને મોઢે ગરણા કોણ બાંધે? " આમ એ રડતી રડતી ઓશિકું ભીંજવતી ભીંજવતી માધવને છાતીસરસો ચાંપે છે.

આ બાજુ પાયલને યોગેશનો ફોન આવે છે કે પોતે આવી ગયો છે અને બેય પ્રેમીયુગલ સાથે જ ખરીદી કરવા જઈએ તો પસંદગીનો અવકાશ રહે. પાયલ ઓફિસેથી છૂટીને જવા માટે રાજી થાય છે.

રાજે પણ સીમાનો કાલ જન્મદિવસ છે એટલે મૂવીની ટિકીટ અને હોટેલમાં ડીનરનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. એ પણ સીમાની પસંદગીના કપડાં લેવા એકલો જ જાય છે. બધું સરપ્રાઈઝ જ રાખ્યું છે એણે. એને એ આખો દિવસ સીમા સાથે જ રહેવાનું વિચાર્યું છે. સુહાની પણ હવે ઘરમાં પરોવાઈ ગઈ છે. એ અને એના સાસુ ઝુલા પર બેસી દિયર મયંકના આગળના જીવનની ચર્ચા કરે છે.

સાંજે પાયલ અને યોગેશ પોતાના માટે વેડિંગ ડ્રેસ સિલેકટ કરે છે એકસરખાં. હવે એ બેય પોતાના માટે મનગમતાં ફોર્મલ કપડાં લેવા માટે નીકળી પડે છે. વાત વાતમાં જ યોગેશ વાત કરે છે કે' પાયલ, મેં તને મારા મિત્રની વાત કરી હતી એનું કંઈ વિચાર્યું.'

પાયલ :" હાં,મારી જ સખી છે. પરંતુ, એક સમસ્યા છે એને એક બે વર્ષનું બાળક પણ છે.,"

યોગેશ : " ઓહહ, આ વાત તો રહેવા જ દે. કારણ મારો મિત્ર હાઈફાઈ અને વેલસેટલ્ડ છે. એ હા નહીં જ પાડે!"

પાયલ : " સારૂં, વાંધો નહીં. બીજું કોઈ હશે તો વાત કરીશ."

બેય સાથે હરી ફરી અને જમ્યા પછી અલગ પડે છે. રાતે જ પાયલ પથારીમાં સૂતી હોય ત્યારે સીમાને ફોન કરી યોગેશ સાથે થયેલી વાતચીત જણાવે છે‌.

ત્યારે સીમા કહે છે કે .."એવું જ થાય એટલે જ આપણને કોઈ વિશે આંગળી ચીંધતા બહુ ડર લાગે. તો પણ મારે ખાતર તું ફરી એકવાર યોગેશને કહે કે રેખાને એ છોકરા સાથે મળાવવામાં કોઈ સમસ્યા ન હોય તો મુલાકાત ગોઠવી દો. ભલે ને તમે ચાર જ હોવ સાથે. બહુ બધાને વાત ન કરતા. કદાચ વાતચીત થયા પછી કોઈ લાગણીઓ કે દુઆ અસર કરે અને ચોકઠું ફીટ બેસી પણ જાય. "

પાયલે પણ જવાબ આપ્યો તો તો હું કાલનું જ કહું છું એટલે જલ્દી નીવેડો આવે વાતનો..

વહેલી સવાર પડી છે. સીમા ઊઠે છે ને આંખ ખોલે છે‌ તો આખા ઘરમાં ગુલાબની સુંદર મહેંક ફેલાઈ ગઈ હતી. રાજ અને બાળકોએ આખા ઘરમાં ગુલાબના ફૂલોનો સુંદર શણગાર કર્યો હતો. સીમા તો એ જોઈને આશ્ર્ચર્ય પામી કે 'રાજ એના માટે આ કરી શક્યો. હવે ક્યાંય જ સંબંધોમાં શંકાને સ્થાન ન હતું.' આખા દિવસની મસ્ત એનર્જી આ સુગંધ આપી ગઈ. ગુલાબની અને જીવનની સુગંધ સાથે ભળી એટલે બીજું શું જોઈએ !

આજ પાયલે પણ સીમાને બર્થ-ડે વિશ કર્યું અને પાર્ટી પણ માંગી. સીમાએ ચારે સખી મળી અલાયદી પાર્ટી કરીશું એવું કહ્યું. સીમાએ ફરી એકવાર પાયલને રેખાવાળી વાત યાદ કરાવી.

પાયલે યોગેશને કોલ કર્યો અને એક મુલાકાત કરી રેખાને જોવા અને સમજવાની વાત કરી. યોગેશે થોડીવાર પછી જવાબ આપવાની વાત કરી અને કામે વળગ્યો. રેખા પણ આજ માધવને વહાલ કરતા બોલી કે " માધવ જો તો દીકરા મારી આંખ ફરકે છે.. ભગવાન તારા માટે કંઈક સારું કરવાના હશે..માધવ હસ્યો ખાલી બાકી સમજ્યો કશું નહીં."
આજ રેખાને મોહનના અકસ્માત માટે જવાબદાર જે વ્યક્તિ હતો એ માધવના નામે પાંચ લાખ રૂપિયા આપવા માટે આવવાનો હતો. આ વાત રેખાના ભાઈ-ભાભીને જ ખબર હતી. આ વાત પછી તરત જ ભાઈ- ભાભી બેસવા આવે છે ને રેખાના હાથમાં એ રુપિયા મૂકે છે. રેખા બહુ રડે છે કારણ કોઈના જીવની કિંમત રુપિયા તો નથી જ. માધવના ભવિષ્ય માટે આ જ જીવનમૂડી છે એમ કહી એનો ભાઈ સમજાવીને એ રુપિયા રાખવાં સમજાવે છે.

યોગેશ પાયલને એ જ દિવસે કહે છે કે આજ સાંજે જ રેખાને મળીએ. ઘરે નહીં બહાર એટલે બન્નેમાંથી કોઈને સંકોચ ન થાય. પાયલ પણ એ જ સમયે રેખાને કહે છે..
રેખા અને પાયલ સાથે આવશે એવી વાત નક્કી થાય છે. યોગેશે કહ્યું કે હમણાં કોઈને જાણ જ નથી કરવી ફક્ત આપણે ચાર જ. જો આમ જ ગમી જતું ‌હોય તો પછી વાત આગળ વધે‌.

આગળ હવે શું થશે એના માટે આગળના ભાગમાં જોઈએ..

------------ (ક્રમશઃ) --------------

લેખક :-Doli modi ✍️
Shital malani✍️