ભાગ-4
અક્ષરાએ અક્ષતના રૂમનો દરવાજો ખખડાવ્યો,પણ અંદરથી કોઇ અવાજના આવ્યો.અક્ષરાએ બારણાને ધક્કો માર્યો,દરવાજો ખુલ્લો હતો.તે અંદર ગઇ અને બારણું બંધ કર્યું.અક્ષત ધ્યાન મુદ્રામાં બેસેલો હતો અને આંખો બંધ કરીને ભગવાનનું નામ લઇ રહ્યો હતો.
અક્ષરા તેને પોતાનો નિર્ણય સંભળાવવા આતુર હતી.તે રાહ નહતી જોઇ શકતી.
"અક્ષત,તને કેટલી વાર લાગશે?"અક્ષરા આતુર થઇને બોલી.
અક્ષતે આંખો ખોલી અને કશું બોલ્યા વગર તેની સામે આંખો કાઢી.અક્ષરાને ગુસ્સો આવ્યો અને તેના ધીરજની કસોટી થઇ રહી હતી.
"હવે બસ જલ્દી કરને અક્ષત."
અક્ષતે પોતાની ધ્યાનસાધના અધુરી રાખી અને ઊભા થતાં બોલ્યો,
"બોલ મારી માઁ,કેમ આટલી ઉતાવળ છે?"
"હ ઉતાવળી થઇ છું તારા સવાલનો જવાબ આપવા."અક્ષરા ઉત્સાહિત થતાં બોલી.
અક્ષત થોડો ગંભીર થઇ ગયો,તેને આશા હતી કે અક્ષરા તેને ના પાડશે.અક્ષત તે પરિસ્થિતિ માટે તૈયાર હતો.
"શું?"
"ચલ ભાગી જઇએ."અક્ષરા બોલી.
"શું!??ભાગી જઇએ !!પણ કેમ અને ક્યા!!?"અક્ષતને આધાત લાગ્યો.
"સ્ટુપીડ.તે કાલે મને પુછ્યું હતું ને કે લગ્ન કરીશ મારી સાથે?તો જવાબ છે હા પણ આપણે ભાગીને લગ્ન કરવા પડશે."અક્ષરા બોલી.
"પણ કેમ આપણે કોલેજમાં ભણતા કોઇ છોકરોછોકરી થોડી છીએ કે ભાગીને લગ્ન કરવા પડે?આપણે બન્ને આપણો નિર્ણય લેવા માટે આઝાદ છીએ.કોઇને પુછવાનું થોડી હોય તેમા."અક્ષતે કહ્યું.
"ના,તને શું લાગે છે મારા છોકરાઓ અને તેમની ધર્મપત્નીઓ આપણા લગ્ન ખુશી ખુશી કરાવશે?ના.અરે હું અર્ણવની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે બીજા લગ્નની વાતના કરું એટલે તો મને અહીં મોકલી દીધી છે.
બાકી રહ્યા મારા કુટુંબીજનો તે પણ આ વાતનો વિરોધ કરી મને શાંત પાડીને બેસાડી દેશે.સાંભળ તારે મારી સાથે લગ્ન કરવા હોય તો આ એક જ રસ્તો છે."અક્ષરા ઠંડા કલેજે બોલી રહી હતી અને પંખા નીચે અક્ષત પરસેવે રેબઝેબ હતો.
"જા જા મારે આવી રીતે નથી લગ્ન કરવા.મારે લગ્ન કરવા છે પણ આવી રીતે નહીં.હું બધાની સામે તારો હાથ પકડીને તને મારી સાથે લઇ જવા માંગુ છું."અક્ષતે તેનો હાથ પકડતા કહ્યું.
અક્ષરા નારાજ થઇને જતી રહી.બાકીનો આખો દિવસ અક્ષત અક્ષરાને મનાવવામાં લાગ્યો,પણ અક્ષરા ટસની મસ ના થઇ.હારીને સાંજે વોક કરતા કરતા તેણે હથિયાર મુકી દીધાં.
"સારું મારી માઁ તું જીતી હું હાર્યો,પણ કોઇ સાંભળશે તો કેવું લાગશે કે ભાગી ગયાં.કેટલી બધી બદનામી થશે?તારા અને મારા નામ પર કિચડ ઉછળશે.મારું તો વાંધો નહીં કોઇ તને કઇ કહેશે તો મારાથી સહન નહીં થાય."
"સાંભળ.આપણે ભાગીશું તે જાહેર થશે તો બદનામી થશે ને."અક્ષરાએ કહ્યું.
"મતલબ."અક્ષત અક્ષરાની વાતો સમજી નહતો શકી રહ્યો.
"આ શનિવારે આપણા આશ્રમના તમામ લોકો નાટક જોવા જવાના છે.તું શુક્રવારે અહીં મજા નથી આવતી કરીને અહીંથી નિકળી જજે.હું શનિવારે બધા નાટક જોવા જશે ત્યારે એક કાગળ લખીને નિકળી જઇશ કે મારા દિકરાઓ મને લેવા આવ્યા હતા ,તો હું જઉં છું.
તેથી તે લોકોને એમ લાગશે કે મારા દિકરાઓ મને લઇ ગયા અને મારા દિકરાઓ અને કુટુંબીઓને એમ લાગશે કે હું અહીં જ છું."
"સારું,તારો પ્લાન તો ખુબ જ સરસ છે પણ ભાગીને આગળ શું કરીશું?"અક્ષત.
"સાંભળ,પછી થોડે દુર એક પકિયાનું ગેરેજ છે ત્યાંથી એક લાલ ગાડી લઇશું અને પછી શરૂ થશે રોડ ટ્રીપ જે મારું એક ડ્રિમ હતું જે મે અને અર્ણવે જોયું હતું કે અમે બન્ને આ ઉંમરે રોડ ટ્રીપ કરીને લદ્દાખ જઇશું પછી માતારાણીના દરબારમાં અને આપણે ત્યાં લગ્ન કરીશું." અક્ષરા બોલી રહી હતી અને તેની આંખોમાં ચમક અને સપનાની આસ અક્ષતને દેખાઇ રહી હતી.
"સારું આજથી મારા જીવનની કમાન તારા હાથોમાં.તું જેમ કહે એમ કરીશું."અક્ષતે આટલું કહી આસપાસ જોયું કોઇ ન દેખાતા તેણે અક્ષરાને પોતાની નજીક ખેંચી અને તેને ગળે લગાડી દીધી પછી તેના કપાળે ચુંબન કર્યું.
"ચલ જા હવે."અક્ષરા શરમાઇને જતી રહી.
**********
અહીં જાનભાઇ તેમના અડ્ડા પર તેમના માણસો સાથે બેસ્યા હતાં.તે કોઇની સાથે ફોન પર વાતો કરી રહ્યા હતા અને ખુબ જ ખુશ જણાઇ રહ્યા હતા.
"પંટરો ખુશખબર છે આપણો માલ શુક્રવારે આવી જશે.એક વાર તે આવી જાય તરત જ પકિયાના ગેરેજમાં જઇને માલ આપણે જે ગાડી લઇને જવાનું છે તેમાં માલ છુપાવી દેજો અને તે પણ એ રીતે કે કોઇને ખબર ના પડે.
આપણે શનીવાર સવારે આપણા ડેસ્ટીનેશન પર જવા નિકળી જઇશું.યાદ રાખો કોઇ ભુલ ના થવી જોઇએ.તમને ખબર છે તે માલકરોડો રૂપિયાનો છે.એક વાર તે ઠેકાણે પડી ગયો ને તો આપણે બાકીની જિંદગી એશ કરીશું."જાનભાઇ બોલ્યા.
" ભાઇ,ચિંતા ના કરો.બધું તમારા પ્લાન પ્રમાણે જ થશે કોઇને ખબર પણ નહીં પડે તેમ કામ પતી જશે."
**********
મન્વય કમીશનર સાહેબ સાથે મીટીંગમાં બેસ્યો હતો.
"સર,આ પકિયાનું ગેરેજ છે.નક્કી તેમા કઇંક ગડબડ છે.સર નક્કી તે જાનભાઇ તેનો માલ પકિયાનીજ કોઇ ગાડીમાં છુપાવીને તેની હેરફેર કરશે."
"તો તારી પાસે શું પ્લાન છે?"
"સર,અગર આપણે તે પકિયાને અત્યારે પકડીશું તો તે જાનભાઇ તેનો પ્લાન બદલી નાખશે અને આપણે તેને રેડ હેન્ડેડ ક્યારેય નહીં પકડી શકીએ."મન્વય.
"હા તો આમ હાથ પર હાથ રાખીને બેસવાનું?"
"ના સર,મે મારો એક માણસ તે પકિયાને ત્યાં કામ પર લગાવ્યો છે.તે મને બધી માહિતી આપે છે અને તેણે ત્યાં નજર રાખેલી છે.જેવો માલ ગોઠવાશે.મારો માણસ મને કહી દેશે અને આપણે જાનભાઇને રેડ હેન્ડેડ પકડીશું. સર કેવો છે પ્લાન?"
"મસ્ત."
"સર એક રીકવેસ્ટ હતી કે આ પ્લાન હમણાં આપણા બે વચ્ચે જ રાખજો કેમકે મને શંકા હતી કે આપણા ડિપાર્ટમેન્ટમાં કોઇ તે જાનભાઇ માટે કામ કરે છે."મન્વય બોલતો હતો ત્યાં જ મનસ્વીનો મેસેજ આવ્યો.
"હાઇ,શું કરતા હતા? વ્યસ્ત ના હોવ તો સાંજે મળીએ કોફી પર?તમને તે દિવસે પ્રોપર થેંક્સ ના કહી શકી."પછીએક બે સ્માઇલી હતાં.આ મેસેજ વાંચીને મન્વયના ચહેરા પર સ્માઇલ આવી ગઇ.
જે કમીશનર સાહેબના ધ્યાનમાં હતી.
"શું વાત છે? કોનો મેસેજ છે?"
"ના સર એવું તમે સમજો છો તેવું કશુંજ નથી.શી ઇઝ જસ્ટ અ ફ્રેન્ડ."મન્વય ગભરાતા બોલ્યો.
"પેલી કહેવત સાંભળી છે? ચોર કી દાઢીમે તિન્ખા.તારા હાવભાવ સ્પષ્ટ બતાવે છે કે તેણી જે કોઇ પણ છે .તારા માટે તે માત્ર મિત્ર નથી.લાગે છે જલ્દી જ પેલા જાનભાઇને પકડ્યા પછી તારી જાન જોડવાની છે.વરધોડો નિકળશે મારા મન્વયનો"કમીશનર સાહેબની ટીખળ પર મન્વય શરમાઇ ગયો.
"હવે મળવા જાય તો ખાલી હાથે ના જતો."કમીશનર સાહેબ..
"તો સર?"મન્વય
"તો સર શું? ફુલોનું બુકે કે ચોકોલેટ્સ લઇને જજે છોકરીઓને આવું બધું બહુ જ ગમે.સાંભળ તે તેને જણાવ્યું કે તું ઇન્સપેક્ટર મન્વય દેસાઇ છે?"કમીશનર સાહેબના પ્રશ્ને મન્વયને ઉદાસ કરી દીધો.કમીશનર સાહેબ સમજી ગયા.
"સાંભળ દિકરા,આ વાત જણાવવામાં તેને ઉતાવળ ના કરતો.પહેલા તેની સાથે દોસ્તી કર.તેને પણ જાણવા દે કે તું કેટલો સારો છોકરો છે અને પછી ધીમે ધીમે તેને જણાવ."
" સર તેને તો દગો આપ્યો ના કહેવાય?"મન્વય.
"ના તું સત્ય થોડો સમય જ છુપાવજે.ખોટું ના બોલતો.કેટલા વાગે મળવાનું છે?"કમીશનર સાહેબ.
"સાંજે સાત વાગે."મન્વય.
"સારું જા જલ્દી મોડો ના પહોંચતો."કમીશનર સાહેબ.
મન્વય ત્યાંથી નિકળી ગયો.તે પોણા સાત વાગે કોફી શોપ જઇને તેની રાહ જોવામાં લાગી ગયો.સાતમાં પાચ મીનીટ કમે તે આવતી દેખાઇ.તેણે એકટીવા પાર્ક કર્યું,હેલ્મેટ ઉતારીને ડેકીમાં મુકી.તેણે ગુલાબી કલરનો શોર્ટ કુરતો જીન્સ પર પહેર્યો હતો.કાનમાં લાંબી લટકતી ઇયરરીંગ્સ અને હાથમાં વોચ.
"હાય સોરી મે તમને બહુ રાહ જોવડાવી."મનસ્વી વોચ દેખતા બોલી.
"ના મારી આદત પ્રમાણે હું વહેલો આવી ગયો.આ ફુલ તમારા માટે લાવ્યો હતો."ગુલાબના ફુલનો બુકે આપતા મન્વય બોલ્યો.
"ઓહ વાઉ થેંક યુ."મનસ્વીને ગુલાબના ફુલ ખુબ જ પસંદ હતા
તે લોકો અંદર જઇને બેસ્યા.
"મન્વય તમને કેવીરીતે ખબર પડી કે મને ગુલાબ ગમે છે."
"કેમ કે દરેક સુંદર છોકરીઓને લગભગ તેમના જેવા સુંદર ગુલાબ ગમતા હોય છે."મન્વયે તેની આંખોમાં જોતા કહ્યું.મનસ્વી પોતાની સુંદરતાના વખાણ સાંભળીને શરમાઇ ગઇ.
"મન્વય,હું પણ તમારા માટે ગિફ્ટ લાવી છું.આ ગણપતિબાપાની મુર્તિ.હું તેમને ખુબ જ માનું છું.તે દિવસે બાપાની કૃપાથી તમે મને મળ્યા અને હું મુશ્કેલીમાં પડતા બચી ગઇ."મનસ્વી.
"ઓહ થેંક યુ.મનસ્વી તમારા લગ્ન?"મન્વયે હિંમત કરીને પુછી તો નાખ્યું પણ પછી તેને ગભરામણ થવા લાગી.
"નથી થયાં.અમારા સમાજમાં મને મારા જેટલો ભણેલો અને સમજદાર સાથી ના મળ્યો અને હવે મારી ઉંમર થઇ ગઇ છે તો હવે મળશે પણ નહીં."મનસ્વી હળવા નિસાસા સાથે બોલી.
મન્વયે તેના હાથ પર પોતાનો હાથ મુકી મનસ્વી તેની આંખોમાં કઇંક અલગ જ ભાવ દેખાયો.ઘણીબધી વાતો શેયર કરીને મન્વય અને મનસ્વી એક નવા જ વણકહ્યા સંબંધને તાંતણે બંધાઇને છુટા પડ્યાં.રોજ મોડે સુધી વાતો કરવી અને મળવું હવે તેમની રોજની એક આદત થઇ ગઇ હતી.એકબીજાને પ્રેમ તો મનોમન કરવા લાગ્યા હતા પણ તે વાત હોઠ પર નહતી આવી.
***********
એક દિવસ સાંજે બગીચા પાસેના તળાવના કિનારે અક્ષત અને અક્ષરા બેસ્યા હતા.અક્ષરા વારંવાર વોચમાં સમય જોતી હતી.
"શું થયું અક્ષરા કોઇ આવવાનું છે?"અક્ષતે પુછ્યું.
"હા તમારા માટે એક સરપ્રાઇઝ છે."અક્ષરા મલકાતી બોલી.
"શું સરપ્રાઇઝ?"અક્ષત.
"એ કહી દઉં તો સરપ્રાઇઝ ના કહેવાય."અક્ષરા.
તેટલાંમાં મનસ્વી આવી પીળા કલરના સલવાર કમીઝમાં તે સુંદર દેખાતી હતી.તેણે દુરથી જોયું તેની મમ્મી કોઇ અન્ય પુરુષના ખભા પર માથું ઢાળીને,હાથમાં હાથ પરોવીને બેસેલા હતા.તે આશ્ચર્ય પામી તેને તેની આંખ પર વિશ્વાસ નહતો આવતો.
તે પોતે અહીં તેની મમ્મીના કહેવા પર આવી હતી અને તે આજે મન્વય વિશે કહેવાની હતી,પણ તેની મમ્મીએ તો તેને જ આશ્ચર્યમાં મુકી દીધી.તે તેની મમ્મી પાસે ગઇ.
"મમ્મી!!?"મનસ્વી.
મનસ્વીને જોઇને અક્ષરાબેન અક્ષતનો હાથ પકડીને ઊભા થયાં.તે મનસ્વીને ગળે મલ્યા.
"કેમ છે મારી દિકરી?"અક્ષરા બેન
"એકદમ ઠીક.મમ્મી મારી પાસે એક સરપ્રાઇઝ છે તારા માટે."મનસ્વી.
"મારી પાસે પણ તારા માટે એક સરપ્રાઇઝ છે અને તે છે આ."અક્ષરા આટલું કહીને મનસ્વી અને અક્ષતની વચ્ચેથી ખસી ગયાં.મનસ્વી અને અક્ષત એકબીજાને આશ્ચર્યથી જોઇ રહ્યા હતા.એક જ સરખી બે આંખો એકબીજાને ધારીધારીને જોઇ રહી હતી બન્નેના ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ હતો અને અક્ષરાના ચહેરા પર સ્માઈલ.
મન્વય મનસ્વીને જણાવી શકશે પોતાના હ્રદયની લાગણીઓ કે તેની પોલીસ ઇન્સપેક્ટર વાળી સત્ય વાત તેમને અલગ પાડશે ?અક્ષરાબેનની લગ્નની વાત જાણીને મનસ્વીના શું પ્રતિભાવ હશે?
જાણવા વાંચતા રહો.