Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 10 - છેલ્લો ભાગ

ભાગ-10

આજની સવાર અક્ષરાબેન અને અક્ષતભાઇ માટે ખુબ જ મહત્વની હતી.ગઇકાલે જીવનની આશામાંથી નિકળીને વાડીએ પહોંચતા અક્ષરાબેનને તેમના બન્ને દિકરાઓ અને તેમના દિયર મળ્યા.

"મમ્મી!!!"આટલું કહીને તેમના દિકરાઓ તેમને ગળે લાગ્યાં.

"અમને માફ કરી દેશો મમ્મીજી"બન્ને વહુઓ માથું ઝુકાવીને ઉભી હતી.અક્ષરાબેને તેમને પણ ગળે લગાવી લીધી.

"નાનકો ક્યાં?"અક્ષરાબેને પુછ્યું.

અક્ષરાબેને તેમના પૌત્ર વિશે જાણીને ખુબ જ દુખ થયું.

"ચિંતા ના કરો.હું કાલથી જ તેની સારવાર શરૂ કરી દઈશ.જોજો એક મહિનામાં દોડતો થઇ જશે પાછો."

"મમ્મી,અમે તમારી સાથે છીએ અને આ લગ્ન તો થઇને જ રહેશે."હર્ષ અને આયુષ બોલ્યા.

"હા ભાભી, મોટાભાઇની અંતિમ ઇચ્છા અમે જરૂર પુર્ણ કરીશું."તેમના દિયર બોલ્યા.

અક્ષતભાઇ તેમની પાસે ગયાં.બન્ને દિકરાઓ તેમને પગે લાગીને ગળે મળ્યા.અક્ષતભાઇએ પ્રેમથી તેમને માથે હાથ ફેરવ્યો.અક્ષતભાઇને આજે બે દિકરાઓ મળી ગયા અને બન્ને દિકરાઓને તેમના પિતા પાછા મળી ગયાં.

" આજે મને પણ મારા મોટાભાઇ જાણે પાછા મળી ગયાં.ભાઇ-ભાભી,તમે ચિંતા ના કરો આ લગ્નમાં કોઇ જ પ્રકારના વિઘ્ન નહીં આવવા દઇએ.મનસ્વી તું ભાભીને લઇને આપણા ઘરે જા અને મોટાભાઇ તમે મારી સાથે મારા ઘરે ચાલો અને તમે છોકરાઓ લાગી જાઓ તૈયારીમાં."કાકા બોલ્યા.

અત્યારે......

લગ્નમંડપ સજી ગયું હતું નવ વાગ્યાનું મુહૂર્ત હતું. સવા આઠ વાગ્યા હતા.અક્ષરાબેન દુલ્હનના રૂપમાં અત્યંત સુંદર લાગી રહ્યા હતા.સિલ્કના લાલ કલરના હેવી સેલા પ્રકારની સાડી ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી હતી.માથામાં અંબોડો વાળ્યો હતો જેમા તાજા ખિલેલા લાલ ગુલાબ લગાવ્યા હતાં.અર્ણવ એટલે કે તેમના પહેલા પતિએ તેમને લગ્નની પહેલી સાલગીરીમાં આપેલા હીરાના દાગીના પહેર્યા હતા.તે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.અહીં અક્ષતભાઇ પણ ક્રીમ કલરના કુરતા પાયજામામાં તે હેન્ડસમ લાગી રહ્યા હતા.ગળામાં લાંબી મોતીની માળા પર સુંદર લાગી રહી હતી.

અક્ષરાબેનના અન્ય સગા તેમના દિયરની સમજાવટથી રાજીખુશી સાથે માની ગયા હતા.તે લોકો અક્ષતભાઇની જાન લઇને વાડીએ આવી ગયા હતા.

અક્ષરાબેન રાહ જોઇ રહ્યા હતા પણ હજી સુધી કોઇ જ આવ્યું નહતું.તેટલાંમાં જ જીવનની આશા વૃદ્ધાશ્રમમાંથી એક પછી એક બધા આવી રહ્યા હતા.

જે ન્યુઝચેનલમાં તેમણે ઇન્ટરવ્યુ આપ્યો હતો તે ન્યુઝચેનલ વાળા લાઇવ ટેલિકાસ્ટ માટે આવી ગયા હતા.ઘણાબધા લોકો એવા આવી રહ્યા હતા જે માત્ર તેમને સપોર્ટ કરવા માટે આવ્યાં હતાં .

 

અહીં જાનભાઇ જેલમાંથી જેલરને તેમની જ ગન વડે મારીને ભાગી ગયા હતા.તે પણ અહીં અક્ષરાબેન અને અક્ષતભાઇના લગ્નમાં આવવા નિકળી ગયા.

 

મનસ્વી રૂમમાં તૈયાર થઇ રહી હતી.ડાર્ક પીંક કલરની ચણિયાચોલીમાં તે ખુબ જ સુંદર લાગતી હતી.તેના વાળ સિલ્કી અને ખુલ્લા હતા.તે તૈયાર થઇ ગઇ અને અરીસામાં પોતાની જાતને નિહાળતી હતી.મન્વય પાછળથી આવ્યો તેણે પાછળથી મનસ્વીને પકડી લીધી.

 

"ખુબ જ સુંદર લાગી રહી છો.હવે નેક્સ્ટ આપણો જ વારો છે.મંડપમાં બેસવાનો.તો તૈયાર છેને મીસીસ મનસ્વી મન્વય દેસાઈ બનવા માટે."મન્વયે આટલું કહીને તેને ગાલ પર કીસ કરી.મનસ્વી થોડી શરમાઇ ગઇ પણ તે મન્વયને ગળે લાગી ગઇ.

 

અહીં વૈશાલીબેન તે બધાં લોકોની પાછળથી ભીડને ચિરતા આગળ આવ્યા.

"અક્ષરાબેન અને અક્ષતભાઇ,મને માફ કરી દો.ન્યુઝપેપરમાં આ સમાચાર મે જ આપ્યાં હતા.

 

હું અક્ષરાબેનની સુંદરતાથી બળતી હતી,તેમની આવડત,પર્સનાલિટી અને લોકપ્રિયતા મને ખુંચતી હતી.જે માન મને મળવું જોઇએ તે એમને મળ્યું.તો હું જાણે કે તેમને દુશ્મન સમજી બેઠી પણ હું એ ના સમજી એ પણ મારી જેમ જ એકલતાથી પીડાતા હતા.

 

કાલે તમારા ગયા પછી બધાં મને ખુબ વઢ્યા અને મને સમજાવી.મને અહેસાસ થઇ ગયો કે તમે સાચા હતા.માફ કરી દો મને.હું એક ભેંટ લાવી છું.આ લાલ બંગડીઓ,સાવ સાદી અને કાંચની છે પણ સૌભાગ્યની નીશાની છે.મારી તમને આ બંગડી દ્રારા શુભેચ્છા છે કે તમે અંખડ સૌભાગ્યવતી રહો."વૈશાલીબેન બોલ્યા.તેમણે તે બંગડી અક્ષરાબેનને પહેરાવી અને તેમને ભેંટ્યા.

 

અહીં લગ્નની શરૂઆતની વીધી શરૂ થઇ ગઇ પણ થોડી વસ્તુઓ ખુટતા મન્વય અને મનસ્વીને તે લેવા મોકલવામાં આવ્યાં.

લગ્નની વીધી ચાલતી હતી.તેટલાંમાં વિરાજભાઇ ત્યાં આવ્યાં.તેમને જોઇને અક્ષતભાઇને પરસેવો વળી ગયો.વિરાજભાઇ આજે અક્ષતભાઇએ આપેલા દગાનો બદલો લેવા આવ્યા હતા.તે આ લગ્ન કોઇપણ કાળે થવા દેવા ના માંગતા.

"અક્ષત ,તે મને દગો આપ્યો અક્ષરા માટે, તો હવે આ લગ્ન હું નહીં થવા દઉં."વિરાજભાઇ મનોમન બોલ્યા

" અભિનંદન અક્ષતભાઇ અને અક્ષરાદેવી.હું વિરાજ વિરાજ બિલ્ડર્સનો માલિક અને અક્ષતનો ખાસ દોસ્ત.શું દોસ્ત લગ્ન કરવાનું નક્કી કર્યુંને મને બોલાવ્યો પણ નહીં.આપણી પાક્કી દોસ્તી વિશે ભાભીને જણાવ્યું કે નહીં?"વિરાજભાઇ બોલ્યા.

અક્ષતભાઇ ચુપ રહ્યા.તેમના કપાળે વળેલો પરસેવો અક્ષરાબેન જોઇ શકતા હતા,પણ તે કશું સમજી નહતા શકતા.

 

"કોઇ વાંધો નહી ભાભી,હું તમને જણાવું અમારી પાક્કી દોસ્તી વિશે."આટલું કહીને વિરાજભાઇએ બધાને અક્ષતભાઇનો જીવનની આશામાં આવવાનો મુળ હેતુ જણાવ્યો કે તે અહીં અક્ષરાદેવીને દગો આપી તેમની જમીન પડાવવા આવ્યાં હતાં.અક્ષતભાઇ નીચું જોઇ ગયા.

"બસ પતી ગયું વિરાજભાઇ?આ વાતનો મને અંદાજો હતો પણ સાચું કહું મને કઇ જ ફરક નથી પડતો કેમ કે મને ખબર છે કે અક્ષત મને પહેલા પણ સાચો પ્રેમ કરતા હતા અને આજે પણ સાચો પ્રેમ કરે છે.

રહી વાત જમીનની તો તે પેપર અહીં મારી આ બેગમાં જ છે લો લઇ લો.

જતા રહો અહીંથી.આજે મને અહીં કોઇ પણ એવી વ્યક્તિની હાજરી નથી જોઇતી કે જે મારી ખુશીઓમાં પથ્થર નાખે.સાચું કહું હવે અક્ષતના સાથ અને હુંફ સિવાય મને કશુંજ નથી જોઇતું.

આ પેપર કે જમીનનો ટુકડો મારા અક્ષતથી વધારે નથી.હવે હું જીવનના સમયકાળમાં છું જેમા મને રૂપિયા ,દાગીના કે કોઇ જાયદાદ નહીં પણ અક્ષતનો સાથ જોઇએ.લો આ જમીન લઇ લો પણ અમારી આ ખુશીની ઘડીમા પથ્થર ના નાખશો.

એક સલાહ આપું.આ ઉંમરમાં હવે કોઇ વસ્તુ તમને સૌથી વધારે સુખશાંતિ આપે તો તે તમારા જીવનસાથીનો અને બાળકોનો પ્રેમ છે." આટલું કહીને અક્ષરાબેને વિરાજભાઇને તે કાગળ આપ્યા.અક્ષતભાઇ અને અક્ષરાબેનનો આ પ્રેમ જોઇને વિરાજભાઇનું જાણે હ્રદય પરિવર્તન થઇ ગયું.

"વાહ અક્ષરાબેન,તમારા પ્રેમે મારી આંખો ખોલી નાખી.આ ઉંમરે પણ મે મારી પત્ની અને બાળકોથી વધારે પૈસાને મહત્વ આપ્યું.કદાચ એટલે જ તે લોકો મારાથી દુર રહે છે.સોરી તમારા શુભ પ્રસંગને બગાડવા ઇચ્છ્યો."

મન્વય અને મનસ્વી તેટલાંમાં ત્યાં આવે છે.આ બધી વાત જાણીને મનસ્વીને પણ આશ્ચર્ય થયું .તેટલાંમાં મન્વયને મેસેજ આવ્યો કે જાનભાઇ જેલરને મારીને ભાગી ચુક્યો હતો.મન્વય એલર્ટ થઇ ગયો.તેને શંકા હતી કે જાનભાઇ અહીં જ આવશે.થોડાક જ સમયમાં તેની આશંકા સાચી પડી.જાનભાઇ અંદર આવ્યો અને મુખ્ય દરવાજો અંદરથી બંધ કરીને હવામાં ગન ચલાવી.

"એય બુઢાઉ અને બુઢિયા,મારી બેગ ક્યાં છે? એય મન્વય કોઇ ચાલાકી ના કરતો નહીંતર ઉડાવી દઇશ બધાને.મારી બેગ મને ના મળી તો કોઇ નહીં બચે."જાનભાઇ સખત ગુસ્સામાં હતા.

"જાનભાઇ,તમારી બેગ મારી પાસે છે.તમારો માણસ જ્યારે ગાડીમાં છુપાવવા ગયા હતા ત્યારે મે તે બદલી નાખી હતી.હું મારા માણસ સાથે મંગાવી લઉં છું.પ્લીઝ તમે કઇ જ કરશો નહીં."વિરાજભાઇ બોલ્યા.તેમણે તેમના માણસને ફોન કરીને બોલાવી લીધા ફોન કરીને.

જાનભાઇનો પ્લાન અલગ જ હતો તે બેગ મળ્યા બાદ કોઇને પણ જીવતા ના છોડવાનો નિર્ણય લીધો હતો.થોડા સમય બાદ એક માણસ બેગ લઇને આવ્યો.જાનભાઇએ તેને અંદર આવવા દીધો.તે સ્થળને પોલીસે ચારેય બાજુથી ધેરી લીધી હતી.

તે બેગ ખોલી જાનભાઇએ પોતાનો સામાન ચેક કર્યો.

"વાહ,આ છે અસલી બેગ.હવે મારું કામ ખતમ થઇ ગયું અને હવે હું તમારા બધાનું કામ ખતમ કરીશ.કોઇને પણ જીવતા નહીં છોડું."જાનભાઇ આટલું બોલીને ગન તાકી.તેટલાંમાં જ જે માણસ બેગ લઇને આવ્યો હતો તે સાદા ડ્રેસમાં પોલીસ ઇન્સપેક્ટર હતો.તેણે જાનભાઇને ઘેનની દવાવાળું ઇંજેક્શન આપી દીધું.તે ત્યાં જ બેભાન થઇ ગયો.પોલીસની ટીમ આવીને તેને લઇ ગયા.કમિશનર સાહેબ આવ્યાં અને બોલ્યા,

"વાહ મન્વય, તારો પ્લાન જોરદાર હતો તે ફોન લગાવીને બધી વાત મને સંભળાવી અને મે આ પ્લાન બનાવ્યો.જેવો વિરાજભાઇનો માણસ બેગ લઇને આવ્યો અમે તેની સાથે આપણા ઓફિસરને બદલીને તેને બેભાન કરીને પકડી લીધો અને આટલા મોટા જથ્થાની ડ્રગ્સ પકડી લીધી.

હવે આ ચિંતા છોડ અને તારા થનાર સાસુ સસરાના લગ્ન માણીએ.હા અક્ષતભાઇ,આવતીકાલે હું મારા મન્વયનું માંગુ લઇને આવીશ.તેના માઁબાપ તો જીવતા નથી પણ તે મારા માટે દિકરા જેવો જ છે."કમિશનર સાહેબની વાત પર બધા હસ્યાં.

અક્ષરાબેન અને અક્ષતભાઇના જીવનમાં આવેલી તમામ અડચણો દુર થઇ ગઇ અને તેમના લગ્ન ખુબ જ સરસ રીતે ધામધૂમથી સંપન્ન થયા.તેમના લગ્ન જ તેમનો વિરોધ કરવાવાળાને જડબાતોડ જવાબ હતો.આજે અર્ણવભાઇની અંતિમ ઇચ્છા પુરી થઇ.લગ્ન પુરા થયા બાદ નવદંપત્તીએ સૌથી પહેલા અર્ણવભાઇના ફોટાના દર્શન કરીને તેમના આશિર્વાદ લીધાં.

અક્ષરાબેનને તેમનીજીવનની ઢળતી સંધ્યાએ તેમના અક્ષતનો સાથ મળી ગયો હતો.નવદંપત્તી તેમની અન્ય ઇચ્છા એટલે કે રોડટ્રીપ ટુ લદ્દાખ પર નિકળી પડ્યા હતા.મન્વય અને મનસ્વીના લગ્ન નક્કી થઇ ગયા હતા.બન્ને ભાઇએ પોતાની મોટીબહેનના લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા.

અક્ષરાબેન અને અક્ષતભાઇના પરત ફર્યા બાદ મનસ્વી અને મન્વય પણ લગ્નન‍ાં બંધનમાં બંધાઇ ગયા.હવે અક્ષતભાઇ અને અક્ષરાબેન મેરેજ બ્યુરો ચલાવે છે એટલે કે સેવા આપે છે.તેમના જેવા જ એકલા પડેલા લોકોને તે તેમની ઢળતી સંધ્યાનો સાથ મેળવી આપે છે.

સંપૂર્ણ.

રીન્કુ શાહ.