2020 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2020

શ્રી ગણેશાય નમઃ

"મા, તું બિલકુલ ચિંતા ન કરીશ. હું બીલકુલ ઠીક છું, ક્યાંય બહાર નથી જતી. કોરોના નો ચેપ ન લાગે એ વાત નું પણ ધ્યાન રાખું છું. તું દાદા-દાદી નું ધ્યાન રાખજે અને મારી ચિંતા બીલકુલ ન કરીશ." મીતા એ ફોન કાપ્યો, ચા નો કપ લીધો અને બાલ્કની માં આવી.


અમદાવાદ ના પોશ વિસ્તાર ના મોંઘા ફ્લેટ માં એકલી રહેતી મીતા સ્વભાવ થી ખુબ જ કામઢી હતી. કામ જ સર્વોપરી નો સિદ્ધાંત ધરાવતી મીતા તેની આ આદત ને કારણે વ્યવસાયિક જીવન માં સફળતા ના શિખરો ચડી હતી એવું કહીએ તો કોઈ અતિશ્યોક્તિ નહીં.


નવરા બેસવું મીતા ને મન પાપ હતું, ફાજલ સમય મન ને અવળા રસ્તે ચડાવી દે છે એવું મીતા માનતી હતી. પણ 2020 મીતા માટે તેને નાપસંદ ભેંટ લઈને આવ્યું હતું. છેલ્લા 2 મહિના થી લોકડાઉન ના કારણે મીતા ઘર માં પૂરાઇ ગઇ હતી, ઓફીસ માંથી ફરમાન મળી ગયું હતું કે વર્ક ફ્રોમ હોમ કરો.


"ક્યાં તો એક દિવસ પણ કામ કર્યાં વગર પસાર નહોતો થતો, અને ક્યાં આ 2 મહિના થી કામ વગર ઘર માં બેઠી છું. આ કોરોના એ તો લોકોના જીવન બદલી નાખ્યા છે, ખબર નઇ ક્યારે આ મહામારી થી છુટકારો મળશે." મીતા વિચારો માં ખોવાઈ ગઈ.

"જેટલો આરામ શરીર ને આપી રહ્યા છો, એટલો જ આરામ મન ને પણ આપો." મીતા ના બાજુવાળા ફ્લેટ માં રહેતો વિનય બાલ્કની માં આવ્યો અને મીતા ને વીચારોમાં ખોવાયેલી જોઈ તેની આદત મુજબ બોલ્યો.

વિનય અને મીતા વચ્ચે 36 નો આંકડો હતો, બન્ને એકબીજા થી એકદમ અલગ હતાં. વિનય એક નંબર નો આળસું હતો જ્યારે મીતા કામઢી હતી. વિનય બધા કામ ધીમે ધીમે અને બેદરકારી થી કરતો જ્યારે મીતા સમય ની એકદમ પાબંધ અને બધા જ કામ ચોકસાઇ થી કરતી.

એકબીજા ની બાજુમાં રહેતા હોવાથી અને એકબીજાથી એકદમ વિપરીત આદતો હોવાના કારણે બન્ને વચ્ચે અમુક વાર ઘર્ષણ પણ થયેલા છે.
મીતા એ એક નજર વિનય પર નાખી, અને ધ્યાન ફરીથી ચા ના કપ પર કેન્દ્રીત કર્યું.

"શું થયું મીતા? તું કંઈક ઉદાસ લાગે છે. બધું ઠીક છે?" વિનયને મીતા નું વર્તન રોજ કરતા કઈંક અલગ લાગ્યું.

"કંઈ ખાસ નહી, હું હાલ ની પરીસ્થિતી વિશે વિચારી રહી છું. આ કોરોના એ બધા ના જીવન ખરાબ કરી નાખ્યા છે, એક માણસ બીજા માણસ ને મળી નથી શકતો. લોકો મરી રહ્યા છે, પરિવાર પાસે નથી જઈ શકતા. આ બધું ક્યારે અટકશે વિનય?" મીતા એ એક બાળકી ની જેમ પ્રશ્ન કર્યો.

વિનય ને પહેલી વાર મીતા માટે લાગણી થઈ, કામ અને કામ નો રાગ આલાપતી, તેની સાથે ઝઘડતી મીતા આટલી પ્રેમાળ પણ છે એ વિનય ને આજે પહેલી વાર જાણવા મળ્યું. તેણે પહેલીવાર મીતા નો ચહેરો પુરુષ બની ને જોયો, "એકવાર પાછું વળી ને જોવાની ઇચ્છા થાય એટલો માસુમ અને સુંદર ચહેરો છે." વિનય મનોમન બોલ્યો અને મલકાયો.

"તને હસવું આવે છે? હું આટલી ગંભીર વાત કરી રહી છું અને તું હસે છે. મારે તારી સાથે વાત જ નતી કરવા જેવી." મીતા ગુસ્સા માં અંદર જતી રહે છે.

"આ છોકરો ક્યારેય નહી સુધરે, કેટલી ગંભીર અને દુખદ વાત હતી અને એ મહાશય હસે છે. હવે હું તેની સાથે ક્યારેય વાત નહી કરું." મીતા એ મનોમન નક્કી કર્યું અને લેપટોપ ખોલી કામે લાગી.

બીજા દિવસે વિનય વહેલી સવારે જ બાલ્કની માં આવી ગયો, પણ મીતા હજુ સુધી દેખાઈ નહીં. કોણ જાણે કેમ પણ વિનય નું મન બેચેન થઇ ગયું. સંબંધ વગર ની આ લાગણીઓ ઉછાળા મારી રહી હતી, અને વિનય થોડા ઘણા અંશે પોતાની લાગણીઓને સમજી શક્યો હતો.


કયાંય સુધી રાહ જોયા પછી વિનય એ અંદર જવાનું નક્કી કર્યું, મન ને અનુસરી તે અંદર આવ્યોય ખરો. પણ તેનું હૃદય બાલ્કની માં જ રહી ને મીતા ની રાહ જોઈ રહ્યું હતુ.

છેક બીજા દિવસે સવારે મીતા દેખાઈ, વિનય અને મીતા ગાર્ડ એ મુકેલ દુધ અને શાકભાજી લેવા કોરીડોર માં આવ્યાં હતાં.
"તું કેમ કાલે બાલ્કની માં દેખાઈ નહી?" વિનય એ અધિરાઇ થી પુછ્યું?



"મારા બાલ્કની માં આવવા ન આવવા થી તને શું કામ ફરક પડે છે?" મીતા એ સામો પ્રશ્ન કર્યો.

વિનય મીતા ની નજીક ગયો, એક હાથ દરવાજા પર મૂકી એ મીતા તરફ જુક્યો અને બોલ્યો,"સાચે કહી દઉં કે મને શું કામ ફરક પડે છે?"

મીતા એ વિનય તરફ જોયું, તેની આંખો ના ભાવ વાંચી મીતા ના શરીર માં ધ્રુજારી છૂટી ગઈ. આ પ્રથમ વાર હતું કે મીતા વિનય ની આટલી નજીક હતી. એ કંઈક બોલવા માંગતી હતી પણ એની જીભ થોથવાઈ ગઈ, જાણે શબ્દો ગળા સુધી આવી ને ફસાઈ ગયા.

"મે કાલે જે કર્યું એ બદલ માફી માંગવી હતી એટલે તારી રાહ જોતો હતો, પણ તું તો આવી જ નઈ." વિનય બોલ્યો અને મીતા થી દુર થયો.

મીતા એ પોતાનો સામાન લીધો અને દોડીને ઘર માં જતી રહી. મીતા એ તેના હૃદય પર હાથ મૂક્યો, તેનું હૃદય હાલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તેણે થોડી ક્ષણ પહેલા ની ઘટના યાદ કરી. કેટલો સોહામણો છે વિનય, મીતા મનોમન બોલી અને શરમાઇ ગઇ.


વિનય ના ઘર ના દરવાજા ની ડોરબેલ બે વખત વાગી, બન્ને વાર વિનય એ "એ આવ્યો" એવો જવાબ આપ્યો. ત્રીજી ડોરબેલ વાગે એ પહેલા વિનય એ દરવાજો ખોલ્યો, તેની સામે મીતા ઊભી હતી.


"આવ અંદર, સોરી આટલી વાર કરી દરવાજો ખોલવામાં." વિનય ની આ ખુશી ક્ષણિક જ હતી. તેને મીતા ને તેના ઘર ના હાલત પર નજર ફેરવતા જોઈ. વિનયના ઘર ને કચરાટોપલી ની ઉપાધી મળી શકે એ હદે તેનું ઘર અસ્તવ્યસ્ત હતું.
"ના અંદર નઇ આવું, અમમ હું તને પુછવા આવી હતી કે આજે સાંજ ની કોફી તને મારા ઘરે મારી સાથે ફાવશે?" મીતા એ મુદ્દાની વાત કરી.
" શ્યોર, વ્હાય નોટ. હું સાંજે આવી જઈશ, થેંક્યું સો મચ મને ઈનવાઈટ કરવા બદલ." વિનય ખુશખુશાલ થઈ ગયો.


વિનય અને મીતા કોફી લઈને બાલ્કનીમાં આવ્યાં.

"તે અચાનક જ મને કોફી માટે ઈનવાઈટ કર્યો, હું કારણ જાણી શકું? આઇ મીન આપણે દોસ્ત નથી, અને સારા પાડોશી તો બીલકુલ નથી, તો?" વિનય એ વાત શરું કરવાના ઇરાદા થી કીધું.
"મારી મમ્મી હમેશાં કહે છે કે પહેલો સગો તે પાડોશી, અને સગા સાથે હળી મળી ને જ રહેવું જોઈએ. આ બધું હું પહેલાં નતી માનતી, પણ કોરોના મહામારી આવી, હજારો લોકો મરી રહ્યાં છે, લોકો પોતાના પરીવાર ને મળવા ઇચ્છે છે પણ મળી નથી શકતા. એવું લાગે છે જાણે કે માણસ ના હાથ માં કંઈ છે જ નઈ, માણસ કુદરત ના હાથ ની કઠપુતળી બની ગયો છે." મીતા આટલું બોલી અટકી ગઈ.


થોડી ક્ષણો સુધી આકાશ માં જોઈ એ ફરી બોલી," જ્યારે આપણા હાથ માં આપણુ જીવન પણ નથી તો આપણે શાનું અભિમાન કરવું જોઈએ? મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે તો પછી ગુસ્સો, વેર, ઇર્ષ્યા, અભિમાન, લઈને જીવવાનો શું મતલબ છે? સૌ હળી મળી ને કેમ ન રહી શકીએ?"

"સાચી વાત છે મીતા, આ મહામારી એ એટલું તો શીખવી જ દીધું છે કે માણસ પૃથ્વી પર વસતું પ્રાણી માત્ર છે. આ પૃથ્વી નો અધિકારી માત્ર ઈશ્વર છે અને આપણે સૌ ઈશ્વર ના સંતાન, એટલે આ પૃથ્વી પર માણસો જેટલો જ અધિકાર અબોલ પ્રાણીઓનો પણ છે. બસ માણસો જેટલી જલ્દી આ વાત સમજી જાય એટલું સારું." વિનય એ કીધું.


"વિનય હુ તને એક પ્રશ્ન પુછવા માંગું છું." મીતા એ અચકાતાં કીધું.
"હું તને પસંદ કરું છું મીતા, અને હું ખોટો ન હોઉં તો તું પણ મને પસંદ કરે છે. પણ મીતા આ આકર્ષણ માત્ર છે, આપણે દોસ્તી ની શરૂઆત કરીએ? એકબીજા ને સમજીએ, જાણીએ પછી જ આ સંબંધ ની શરૂઆત કરીએ?" વિનય એ અચકાયા વગર તેના મનની વાત કહી.
"તું સાચું કહે છે વિનય, અને આપણી પાસે તો સમય જ સમય છે." મીતા હસી પડી.
"તો યે કોફી દોસ્તી કે નામ." વિનય એ તેનો કોફીનો મગ મીતા તરફ કર્યો.
"આજ કી શામ દોસ્તી કે નામ." મીતા એ તેનો મગ હળવે થી વિનય ના મગ સાથે ટકરાવ્યો, એ ટકરાવ માં દોસ્તી નો રણકાર હતો, ધીમે ધીમે પાંગરી રહેલા સુસુપ્ત પવિત્ર પ્રેમ નો રણકાર હતો.

એક પવિત્ર સંબંધ ની સાક્ષી પુરતા સુરજ નું છેલ્લું કીરણ પણ આથમી ગયું અને આગમન થયું દિવસ અને રાત ને જોડતી મધુર સાંજનું, બિલકુલ વિનય અને મીતા ના પ્રેમ ને જોડતી દોસ્તી ની જેમ.

સમાપ્ત