વેમ્પાયર monika doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

વેમ્પાયર

નિલેશ ,રાજા ,કરન,વિક્રમ ચાર મિત્રો મોડીરાતે પાર્ટી કરી ને પાછા આવી રહ્યા હતા બધા નશા મા ચુર હતા નિલેશ કાર ચલાવી રહ્યો હતો ને કાર એક સુમસાન રસ્તા પર બંધ પડી જાય છે દૂર દૂર સુધી અંધારુ ને જંગલ જેવો વિસ્તાર ત્યા નો સન્નાટો જોય ને ભલભલાના હાથ પગ ધ્રુજી જાય પણ બધા શરાબ ના નશા ને કારણે ભાન ભૂલેલા એટલે કોય ફરક નતો પડતો કાર બગડી જવા ને કારણે બધાયે ત્યા થી ચાલતા જ ઘરે જવા નુ નક્કી કર્યુ ચારે ચાર કાર માથી ઉતરીને ચાલવા લાગ્યા નશા ને કારણે બરાબર ચાલી પણ શકતા ન હતા જેમ જેમ આગળ વધતા જતા અંધારુ એટલુ જ ભયાનક અને ગાઢ થતુ જતુ આગળ ને પાછળ કોય દેખાતુ નહી જે રસ્તે લોકો દિવસે આવવા માટે પણ ડરે એ રસ્તે રાતે પહોંચી ગયા હતા

રાજા થોડો પાછળ ચાલતો હતો એવામાં એની પાસે આવી ને કોય ચાલવા લાગ્યું રાજા જોય ને બોલ્યો કોણ છો તમે પણ સામે થી જવાબ ના મલ્યો ને ખાલી મલકાતા ને જોડે ચાલતા રહ્યા થોડી વારમાં તો ખાલી ચીસો મને બચાવો ની એના મિત્રો સુધી પહોંચી બધા નો નશો ઉતરી ગયો હોય એ રીતે પાછળ દોડ્યા પણ રાજ નુ ખાલી શરીર મળ્યું એ પણ જણે એના માથી કોઈ એ લોહી ચુસી લીધુ હોય ને ખાલી હાડકા જ હોય રાજ ના ગળામાં દાંત ના નિશાન હતા બધા ને લાગ્યું કોય જંગલી જાનવર હસે જેણે આને મારી નાંખ્યો નિલેશ ગુસ્સામાં આવી ને જાનવર ને શોધવા લાગે છે બુમો પાડે છે આવ હિમ્મત હોયતો મને માર કરન ને વિક્રમ નિલેશ ને પકડી ને કહે છે ચાલ અહી થી પણ નિલેશ નથી માનતો એટલે બન્ને એને પકડીને ખેંચીને લઇ જાય છે

આગળ જતા એક છોકરી મળે છે જે બહુજ ડરેલી હોય છે એના શરીર પર જાનવર ના પંજા ની ખરોચાયેલા નિશાન હોય છે કરન એ છોકરી ની બાજુમાં જઈ ને પુછે છે કોણ છો તમે ને આટલી રાતે રહી શુ કરો છો અહી કેવીરીતે આવ્યા પણ પેલી છોકરી એટલી બધી ડરેલી હોય છે કે એને આ ત્રણ થી પણ બીક લાગે છે ને ત્યાથી ભાગવા લાગે છે આ ત્રણેય એની પાછળ દોડે છે ને એને પકડી લે છે ને એમના થી નહી ડરવા કહે છે પેલી છોકરી ખચકાતી ડરતી એમની વાત માની લે છે ને થોડી શાંત પડતા કરન ફરી એનુ નામ પુછે છે એ છોકરી એનું નામ મોહિની કહે છે જોકે એ દેખાવે પણ ખરેખર મોહક હોય છે રુપ રુપ ના અંબાર જેવી લાંબા કાળા વાળ, આંખો મોટી ને અણીદાર કોય એકવાર જોવે તો મોહિત થઈ જાય.

થોડીવાર બધા ત્યા જ ઉભા રહી ને આગળ વધે છે કરન મોહિની સાથે ચાલે છે ને વિક્રમ અને નિલેશ બન્ને આગળ ચાલે છે મોહિની ને કરન પુછે છે તુ રહી કેવીરીતે પહોંચી મોહિની બોલી મારી પાછળ બદમાસ છોકરા પડ્યા હતા ને એમના થી બચતા હુ અહી પહોંચી ગઈ પણ અહી એવી તો એક જંગલી જાનવરે મારા પર હુમલો કર્યો માંડ માંડ હુ એ જાનવર થી બચી ને આ બાજુ આવી ને તમે મળી ગયા આના થી કરન ને વિશ્વાસ થઈ ગયો કે રાજ ને કોય જંગલી જાનવરે જ માર્યો છે હવે જેટલુ બને એટલુ ઝડપથી અહી થી નિકળી જવુ પડશે કરન પોતા ના મિત્ર ને અહી થી જલદી નિકળી જવા કહે છે બધા ઝડપથી ચાલવા લાગે છે.

અચાનક મોહિની અટકી જાય છે કરન ,વિક્રમ, નિલેશ આગળ ચાલવા લાગે કરન નુ ધ્યાન પડે છે મોહિની એમની જોડે નથી કરન પાછળ ફરીને જોવે છે તો મોહિની એક ઝાડ પાસે ઉભી હોય છે કરન એને બોલાવે છે મોહિની કેમ ઉભી છે ચાલ ઝડપ થી અહી થી જેટલુ બને એટલુ જલદી નિકળી જવા નુ છે કરન ને બોલતો જોઈ ને નિલેશ અને વિક્રમ પણ ઉભા રહી જાય છે કરન મોહિની ની જવાબ દેતી નથી એટલે એની પાસે જાય છે ને એને પકડીને હલાવે છે મોહિની ક્યા ખોવાઈ ગઈ ચાલ જલદી તો પણ જવાબ નથી દેતી એટલે થોડા વધારે મોટે થી બોલે છે મોહિની ......... મોહિની કરન ની સામુ જોવે છે કરન જોય ને બે ડગલા પાછળ ખસી ને નીચે પડી જાય છે કરન ને પડેલો જોય ને એની પાસે આવે છે
એ બન્ને પણ મોહિની ને જોય ને ડરી જાય છે

મોહિની ના બે દાંત મોટા તલવાર ની ધાર જેવા બહાર નિકળેલા હોય છે આંખ ની નિચે લાલ રંગના કુંડાળા આંખ ની કીકી લાલ રંગ ની વાળ લાંબા ને કાળા જમીન સુધીના મોહિની એક વેમ્પાયર હતી એને આ રીતે જોય ને બધા સમજી ગયા મોહિની માણસ નથી એક વેમ્પાયર છે ત્યાથી બધા પોતા ની જીવ બચાવવા અલગ અલગ દિશામાં ભાગવા લાગે છે પણ કરણ મોહિની ની ના હાથ મા આવી જાય છે ને મોહિની એનુ ખુન ચુસી લે છે બધુ જ ને હાડપિંજર બનાવી ને ફેંકી દે છે.......

નિલેશ જંગલ તરફ ભાગવા લાગે છે પણ મોહિની ત્યા પહોંચી જાય છે નિલેશ એક ઝાડી ની પાછળ છુપાય જાય છે મોહિની ની એને આમતેમ શોધે છે પણ નિલેશ નથી દેખાતો એટલે મોહિની જોરથી ભયાનક અવાજ કરે છે જેને કારણે નિલેશ ડરી ને પડી જાય છે ને મોહિની એને જોય જાય છે નિલેશ ને ગળા થી પકડીને ઉંચો કરે છે એક ઝાડ પર લટકાવી દે છે નિલેશ મને છોડી દે કરી ને હાથ જોડે છે પણ મોહિની એની ગળા પર પોતાના તીક્ષ્ણ દાંત બેસાડી ને બધુ જ લોહી પી જાય છે નિલેશ ની લાશ એ ઝાડ પર જ લટકતી રહે છે એ જ હાલત માં.................

વિક્રમ ભાગતો ભાગતો રસ્તા મા જ આગળ વધે છે આગળ જતો હોય છે સામે મોહિની ની ને ઉભેલી જોવે છે એટલે એ પાછો ભાગે છે વિક્રમ ને ખબર નથી હોતી કે નિલેશ પણ મરી ગયો છે મોહિની નિલેશ નુ રૂપ લઈને વિક્રમ ની પાસે દોડતી આવે છે નિલેશ સારુ કર્યું તુ મલી ગયો આ મોહિની નઈ છોડે આપણ ને ગભરાયેલો એ જોતો જ નથી બીજુ કઈ જ કે એ જ્યા હતો ફરી ત્યા જ પાછો આવી ગયો છે મોહિની નિલેશ બની ને એની જગ્યાએ પાછી લઈ આવી છે કેમ કે જો એ રસ્તો પુરો થઈ જાત તો મોહિની એના સુધી પહોંચી નઈ નિલેશ જોર જોર થી હસવા લાગે છે એને આમ જોઈ ને વિક્રમ પુછે છે ગાંડો નથી થઈ ગયો ને આમ કેમ હસે છે અહી મોત માથે ટાંડવ કરે છે ને તને હસુ આવે છે .........

મોહિની નિલેશ ના રૂપ માથી પોતાના સાચા રૂપ મા આવે છે એ જોઈ ને અવાક થઈ જાય છે એ કશુ વિચારે એ પહેલા મોહિની વાયુ વેગે એની પાસે પહોંચી જાય છે મોહિની ની વેમ્પાયર એનુ ગળુ પકડી ને એનુ લોહી ચુસી લે છે ને અંતે વિક્રમ પણ મરી જાય છે............

કહેવાય છે કે વેમ્પાયર માણસો ના લોહી થી જ જીવે છે વેમ્પાયર કોય પણ રૂપ લઇ શકે છે હોય શકે કે આપણી વચ્ચે જ હોય ને આપણે એને ઓળખી પણ ના શકી એનો ભોગ બની ત્યારે જ ખબર પડે છે કે એ માણસ નઈ વેમ્પાયર છે👹👹👹👹👹👹

મોનિકા " એક આશ "