Test of trust books and stories free download online pdf in Gujarati

વિશ્વાસની પરીક્ષા

"હુ...આવતી કાલે રજા ઉપર છુ,તો કાલે તમારો બાયોલોજીનો ક્લાસ કોઈ લેવા નહી આવે,તમારે બાયોલોજીના ક્લાસમા શાંતીથી બેસીને વાંચન કરવાનુ રહે છે,ખાલી ખોટુ કોઈ પણ સ્કૂલની લોબીમા આટા ફેરા નહી કરે,તમને બધાને ખબર છે,કે બાયોલોજી માટે સ્કૂલના મેનેજમેન્ટે મને કોઈ પણ આસિસ્ટન્ટ આપ્યો નથી,એટલે તમારે જાતેજ શાંતીથી,મજાક મસ્તી કર્યા વગર તમારુ કામ ખુદ કરવુ પડશે.તમારા માથી કોઈની પણ ફરીયાદ મારી પાસે આવવી ન જોઈએ સમજ્યા બધા,અને આજના ચેપટરમા કોઈને કંઈ ન સમજાયું હોય તો મને સવાલ કરી શકે છે "રૂચિતા મેડમે વાઈટ બોર્ડને સાફ કરતા અમને બધાને કહ્યુ.
રૂચિતા મેડમની આ વાત સાંભળીને હુ અને મારા કલાસના બીજા સાથી મિત્રો મનો મન આનંદીત થઇ રહ્યા હતા,કેમ કે આવતી કાલે અમારી પચાસ માર્કની જે ચેપટર ટેસ્ટ હતી તેનુ પેપર આપનાર અને સુપરવિઝન કરના કોઈ નહોતુ એટલે આવતી કાલે અમારે બાર સાયન્સના ભણતરના ભાર વગરની,માત્ર એક કલાક મસ્ત મજાની જીદંગી જીવવાની હતી અને તેની અસર અત્યારથીજ અમારા બધાના ચહેરા ઉપર આવી ગઈ હતી.આ અસરની ખબર અમારી સામે જોઈ રહેલા રૂચિતા મેડમની આંખોને પડી ગઈ હતી.તેથી રૂચિતા મેડમે અમને બધાને પુછ્યું,
"કેમ...તમે લોકો થોડીવારમા આટલા બધા ખુશ થઈ ગયા?"
રૂચિતા મેડમનો આ સવાલ સાંભળીને અમારા ક્લાસ માથી કોઈ કંઈ બોલ્યું નહી,ચુપચાપ અમે રૂચિતા મેડમને જોતા રહ્યા અને મેડમ અમને બધાને જોતા રહ્યા.આજનો બાયોલોજીનો ક્લાસ સમાપ્ત થવામા હજુ થોડો સમય બાકી હતો, ત્યા મેડમ બોલ્યા,
"તમે કોઈ હમણા ક્લાસની બહાર પાણી પીવા ઉભા ન થતા,હુ ગઈ કાલની લેક્ચર ટેસ્ટના જોવાય ગયેલા પેપર લઈને આવુ છુ,કોઈ અવાજ ન કરતા,બાજુમા મેથ્સનો ક્લાસ ચાલુ છે "આટલુ બોલીને રૂચિતા મેડમ અમારા ક્લાસમાથી બહાર નિકળીને તેની ઓફીસ તરફ ગયા .
હજુ મેડમ કલાસની બહાર થોડે દુર પહોંચ્યા હશે ત્યા તો અમે બધાએ આવતી કાલની એક કલાકની મસ્તી,આજથી શરૂ કરી દીધી,
બધા એકબીજાને કહેતા હતા કે,
"હાશ...આપડે તો કાલે...મજા પડી જશે...આખા દિવસનુ ખાલી બે કલાકજ ભણવાનુ,બાકી આખો દિવસ જલ્સાજ જલ્સા "
"તારી વાત એકદમ સાચી છે... કાલે મેથ્સવાળા ચેપટર ટેસ્ટ લખતા હશે ત્યારે આપણે શાંતીથી... ટેન્શન ફ્રી થઈ ને મજા કરી છુ "
"કાલે આપણને જલ્સા કરતા જોઈને મેથ્સ વાળા તેના સાહેબને મોટી મોટી ગાળો આપશે "
"હા...કાલે તો મેથ્સ વાળાની બરાબરની લાલ થવાની છે,કેમ કે તે લોકોને જે ચેપટર ટેસ્ટ છે,તે ચેપટર પણ બોવ અઘરું છે ".
"તે લોકો ને ચેપટરતો અઘરું છે જ,તેની સાથે પેપર પણ અઘરું છે,
કેમ કે આ વખતે તેના આ અઘરા ચેપટરનુ ટેસ્ટ પેપર મેથ્સના મેઈન સરે સેટ કરેલુ છે "
"એટલે...આવતી કાલે મેથ્સ વાળાની બરાબરની બુચ વાગવાની છે,તે જોવાની મજા પડશે "
અમારી આવી અફલાતુન મહેફીલ ચાલતી હતી , ત્યારે ટક-ટક-ટક-ટક આવો રૂચિતા મેડમના સેન્ડલ નો અવાજ અમને સંભળાયો,એટલે અમને બધાને ખબર પડી ગઈ કે મેડમ હવે થોડીવારમા ક્લાસમા અમારી સામે,ગઈ કાલની લેક્ચર ટેસ્ટના પેપર લઈને પ્રગટ થશે,એટલે અમે બધાએ અમારી અફલાતુન મહેફીલ સંકેલીને,પોત પોતાની બેન્સ પર,ફરીથી બાર સાયન્સના સિન્સિયર સ્ટુડન્ટ બનીને ડોક્ટર બનવા માટે મહેનત કરવા લાગ્યા.
રૂચિતા મેડમ અમારા ક્લાસરૂમમા દાખલ થયા અને તેના હાથમા રહેલા લેક્ચર ટેસ્ટના તપાસેલા પેપરને,અમારા રોલ નંબર પ્રમાણે અમને બધાને વહેંચવા લાગ્યા.અમારી આંખોએ અમે કરેલી મહેનતનુ ફળ ચાખ્યું.જે લોકોને આ લેકચર ટેસ્ટમા સૌથી ઓછા માર્ક આવ્યા, તેને મેડમે ફરીવાર તે ટોપીક લખવા અને વાંચવા આપ્યો અને એની ફરી પાછી લેકચર ટેસ્ટ ગોઠવી.મને તો આ લેકચર ટેસ્ટમા મારુ લક્ષ્યાંક પ્રાપ્ત થયુ હતું એટલે કોઇ વધારાની ચિંતા ન હતી.
"તમને બધાને ખબર છે કે આવતીકાલે તમારી ચેપટર ટેસ્ટ છે,તો પણ તમારામાથી કોઈ એ સામે ચાલીને કેમ મને સવાલ ન કર્યો કે, મેડમ અમારી ચેપટર ટેસ્ટ કોણ લેશે ?,"મેડમે થોડા કડક શબ્દોમાં અમારી સામે જોતા અમને કહ્યુ.મેડમ ગુસ્સાની નજરે અમને બધાને જોતા રહ્યા અને અમે બધા ચુપચાપ ગુનેગાર બનીને મેડમની સામે જોતા રહ્યા.
"હુ.. જ્યારે કલાસની બહાર ગઇ ત્યારે તો,તમે બધા જોર જોરથી બોલતા હતા કે,કાલે મેડમ નથી એટલે ચેપટર ટેસ્ટ નહી લે..કોઈ,તમે બધા અહી ભણવા આવો છો કે મજા કરવા હે ?,તમારા મમ્મી પપ્પા ભણવાના પૈસા ભરે છે,તો ભણોને.... જલ્સો જ કરવો હોય તો તમે શુ કરવા અહી સ્કૂલમા તમારો સમય અને તમારા મમ્મી પપ્પાના પૈસા બગાડવા આવો છો,તમને હર એક સમયે,હર એક વસ્તુ શીખવવી પડશે?કેમ હવે ચુપ થઇ ગયા,બોલો ને...હવે...,"રૂચિતા મેડમ અમારા પર ગુસ્સે થઈ ગયા હતા અને તેનો આ ગુસ્સો અમારી સાથે ,અમારા કલાસની બહાર ,અમારા કલાસની સામેથી ચાલીને લંચ કરવા જઈ રહેલા મેથ્સ ના વિધાર્થીઓ પણ અનુભવી રહ્યા હતા.
"આવતીકાલે...હુ નથી આવવાની...તો પણ તમારે ચેપટર ટેસ્ટ આપવાની રહે છે,એટલે બધા કાન ખુલ્લા રાખીને સાંભળજો...અને બધા સારી તૈયારી કરીને આવજો... સમજણ પડી કે નહી બધાને?"રૂચિતા મેડમે અમારા માટે તેનો વટ હુકમ બહાર પાડ્યો.આ વટ હુકમ સાંભળીને અમારા એક સાથી વિધાર્થીએ મેડમને પુછ્યું કે,
"મેડમ....આવતીકાલે તમે નથી આવવાના,તો અમને ચેપટર ટેસ્ટ નુ પેપર કોણ આપશે ? "
"તમને બધાને તમારુ ટેસ્ટ પેપર, નક્કી કરેલા સમયે મળી જશે...હુ આવતીકાલે આવુ કે ન આવુ તેની સાથે તમારે કોઈ નિસબત રાખવાની જરૂર નથી " રૂચિતા મેડમે જવાબ આપવા કહ્યુ.
"હવે કોઈને કંઈ પુછવુ છે...તો બોલો...નહી તો તમે બધા લંચમા જાવ,અને કાલે કોઈ બહાનુ નહી ચાલે...કાલે તમારે બધાયે ચેપટર ટેસ્ટ આપવાની રહે છે..એટલે તૈયારી બરાબર કરીને આવજો..."
મેડમ આટલુ કહીને અમને બધાને લંચમા જવા માટે કહ્યુ.
* * * * * * * * * * * * * * * * * * * *
જેમ દરિયાના મોજાં કિનારાને મળવા માટે હર્ષઘેલા થઈ ને ઉછળતા ઉછળતા કિનારા તરફ આવે છે અને કિનારાને મળતાની સાથે જ ,એ હર્ષઘેલાં દરિયાના મોજાં મૃત્યુ પામે છે,તેમ રૂચિતા મેડમે તેની આવતી કાલની ગેરહાજરીમા,અમારે બધાયે ચેપટર ટેસ્ટ આપવાની રહે છે તે જાહેરાતે,અમારી આવતી કાલની મસ્તીને મૃત્યુને ધાટ ઉતારી દીધી હતી.
અમે બધા એક સાથે, ક્લાસની સીડીઓ ઉતરીને કેન્ટીન તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકબીજાના સ્મિત હીન ચહેરાઓને જોઈને આવતીકાલનુ દુ:ખ આજે અનુભવી રહ્યા હતા.
કેન્ટીનમા આજે મસાલાથી ભરપુર ગરમા ગરમ છોલે-પુરી બન્યું હતું. મેથ્સના સાથી મિત્રો મોજથી તે છોલે-પુરી જમી રહ્યા હતા,પરંતુ આ મસ્ત મજાના સ્વાદિષ્ટ છોલે-પુરી માથી,અમને બાયોલોજી વાળાને મજા નહોતી મળી રહી,કેમ કે આવતી કાલે જન્મ લેનારી અમારી બધાની મસ્તીની ખુશીનુ આજે અચાનક અવસાન થયુ હતું.
અમે બધા જમીને ઉભા થઇ ગયા અને એકબીજા સાથે આવતી કાલની ચેપટર ટેસ્ટની ચર્ચા કરવા લાગ્યા,અમારા બધાનુ મન એ ચેપટર ટેસ્ટમા લાગતુ નહોતુ,તો પણ મજબૂર થઈ ને મનને આવતી કાલની ચેપટર ટેસ્ટ માટે મજબુત કરી રહ્યા હતા.
"મેહુલ...તને રૂચિતા મેડમે બોલાવ્યો છે "મેથ્સના એક મારા સાથી વિધાર્થી મિત્રએ મારી નજીક આવીને મને કહ્યુ.હુ રૂચિતા મેડમને મળવા માટે તેની ઓફીસ તરફ ચાલતો થયો અને મારા બીજા સાથી મિત્રો રિડિંગ હોલ તરફ રવાના થયા.
હુ પણ રૂચિતા મેડમને મળીને રિડિંગ હોલમા ગયો,હજુ મે મારુ સ્કૂલબેગ પીઠ પરથી ઉતારીને ટેબલ પર મુક્યુ‌ ત્યા,મારી સાથે રહેલા બાયોલોજીના મારા મિત્રોએ મને, યુદ્ધમા જેમ સૈનિકો તેના દુશ્મનને ધેરી લે છે,તેમ મને ધેરી લીધો અને એક પછી એક મને પુછવા લાગ્યા,
"એય...બોલને...મેડમે તને કેમ બોલાવેલો ? "
"એ આપણને નહી કહે,કેમ કે એ મેડમનો ખાસ માણસ છે "
"એય... ગાંડા..તુ શાંતી રાખ,એ આપણો ભાઈબંધ પહેલા છે અને મેડમનો ખાસ પછી છે,એટલે તે આપણને હમણા બધુંજ કહે છે"
"મને ખબર છે...એ નહી કે એટલે નહીજ કે "
"અરે...યાર...તમે બધા છુપ થાવને....મને ગઈકાલની મારી ડિફિકલ્ટી સોલ્વ કરવા માટે મેડમે બોલાવ્યો હતો "મારા આ એકજ વાક્યથી મેં મારા બધાજ મિત્રોના અલગ અલગ સવાલનો એકજ જવાબ આપી દીધો,એટલેજ હુ કહુ છુ,સવાલ ભલે ગમે એટલા અધરા અને વધારે હોય,પણ તમારો જવાબ તો એકજ હોવો જોઈએ.આજનો દિવસ પુરો થયો અને અમે બધા સ્કૂલમાથી છુટીને હોસ્ટેલમા આવ્યા.હોસ્ટેલના સમયપત્રક પ્રમાણે અમે બધાએ અમારુ કામ પુર્ણ કરુ અને રાત્રે સુઈ ગયા.
* * * * * * * * * * * * * * * * *
રાત્રી પુરી થઈ ગઈ હતી અને સવાર પડી ગઈ હતી, હોસ્ટેલમા રહેલા અમારા સાથી વિધાર્થી મિત્રો ન્હાયી ધોયને તાજા માજા થઈ ને કેન્ટીનમા ગરમા ગરમ ચા નાસ્તો કરી રહ્યા હતા.અમે બધા નાસ્તો કરીને ,સવારના અમારા ક્લાસના લેક્ચર ભરવા માટે ગયા, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનો લેક્ચર પતી ગયો હતો,એટલે અમે બાયોલોજી વાળા ઉભા થઇ ને અમારા બાયોલોજીના ક્લાસમા ગયા.કેમ કે હવે અમારી અને મેથ્સ વાળાની ચેપટર ટેસ્ટ શરૂ થવાની હતી.
મારા બધાજ બાયોલોજી ક્લાસના સાથીય મિત્રો અમારા ક્લાસમા ગયા,પરંતુ હુ ન ગયો એટલે તે બધા મારી રાહ જોવા લાગ્યા.થોડી વાર પછી હુ મારા ક્લાસમા ગયો તો મારા બધાજ સાથીય મિત્રો એકી નજરે મને જોવા લાગ્યા,તે બધાની નજર મારા હાથમા રહેલા આજની ચેપટર ટેસ્ટના પેપર ઉપર પડી,મે એ બધાને એ ચેપટર ટેસ્ટ નુ એક એક પેપર આપ્યુ અને છેલ્લે વધેલુ એક પેપર લઈને હુ મારી જગ્યા પર બેઠો અને ચેપટર ટેસ્ટ લખવા લાગ્યો.
મારા બીજા સાથીય મિત્રો પણ ચેપટર ટેસ્ટ લખવા લાગ્યા.
ચેપટર ટેસ્ટનો સમય પુર્ણ થયો અને મે બધા પાસેથી ઉતરવહી ભેગી કરી.ત્યાર બાદ મારા સાથી મિત્રો લંચ કરવા માટે કેન્ટીનમા ગયા અને હુ અમે બધાએ આપેલી ચેપટર ટેસ્ટ ની ઉતરવહી રૂચિતા મેડમની ઓફીસમા તેની તિજોરીમા મુકવા ગયો ,ત્યાર બાદ હુ પણ લંચ કરવા માટે કેન્ટીનમા ગયો.
હુ મારી ડિશ લઈને મારા સાથી બાયોલોજી ક્લાસના મિત્રોની પાસે જમવા માટે બેઠો,પરંતુ તે બધા મારી સામે તેની આંખોમા ગુસ્સો ભરીને જોઈ રહ્યા હતા.પરંતુ હુ તે બધાની સામે મીઠી નજર રાખીને જોઈ રહ્યો હતો,એટલે એક પછી એક મારી સામે જોયને બોલ્યા,
"તુ કેમ ગઈ કાલે...અમારી સાથે ખોટુ બોલ્યો ?? "
"તુ..એ દગાખોર સાથે કેમ વાત કરે છે...જવા દેને એને,એની મેડમ પાસે "
"હુ તો એની સાથે હવે વાતજ નથી કરવાનો..તે ભાઈબંધીને લાયક નથી "
"કાલે મેડમે મને આપણી આજની ચેપટર ટેસ્ટના પેપર કંઈ તિજોરીમા મુક્યા છે તે અને તેની ચાવી મને આપવા માટે બોલાવ્યો હતો અને મને કહ્યુ હતુ કે,તુ આ વાત તારા સાથીય મિત્રો ને નહી કહેતો,મને તારા પર વિશ્વાસ છે એટલે આવતીકાલની ચેપટર ટેસ્ટની જવાબદારી તને આપુ છુ "મે સાચી હકીકત મારા ખોટા મિત્રોને કહી સંભળાવી અને હુ મારી ડિશમા રહેલુ ભોજન જમવા લાગ્યો.
મારા મિત્રો માટે આજે ખાલી એક ચેપટર ટેસ્ટ હતી,પરંતુ મારી માટે ચેપટર ટેસ્ટ અને તેની સાથે મેડમના વિશ્વાસની ટેસ્ટ હતી,
અને મારી બન્ને ટેસ્ટ સારી ગઈ હતી અને એમા હુ સારા ગુણ સાથે પાસ થવાનો હતો.
એક બાજુ મારા મનમા મને મારા મિત્રો સાથે ખોટુ બોલ્યો તેનો અફસોસ હતો, પરંતુ બીજી બાજુ મે મારા શિક્ષકનો વિશ્વાસ જીત્યો હતો તેનો આનંદ પણ હતો.
-© ખોડીફાડ મેહુલ (ગુરુ)




























બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED