સવારમાં સૂરજના કુમળા કિરણો સીધા બારીમાંથી આરુષિ નાં મો પર પડે છે. અને તેની આંખો ધીમે ધીમે ખોલે છે. આરુષિ વિચારોમાં ટેડી પકડી ને રાત્રે ફર્શ પર જ સૂઈ ગઈ હતી.
આહાન હજુ પણ ઊંઘી રહ્યો હતો. આરુષિ ઊભી થઈને આહાન પાસે આવે છે. અને વ્હાલથી માથાં પર હાથ ફેરવવા માંડે છે. અને એટલાં માં રમાબેન આવે છે.
"ગુડ મોર્નિંગ બેટા.. " રમાબેન આરુષિ ને આમ જોઈ એ પણ બેસી જાય છે.
" જોતજોતામાં આહાન કેટલો મોટો થઈ ગયો નહીં... આરુ.. સમય ક્યાં વીતી જાય છે ખબર જ નથી રહેતી."
"હા મમ્મી... ખરેખર સમય ક્યાં વીતી જાય છે ખબર નહીં.." ( આરુષિ ઊંડા વિચારમાં બોલે છે. )
"મમ્મા.... " આહાનની ઊંઘ ઊડી જાય છે.
" હા... ઊઠી ગયો.. માય ચેમ્પ... " અને આહાન આરુષિ ની ગોદમાં બેસી જાય છે.
" અલે મારો લાડકવાયો...." રમાબેન આહાનને ચૂમી લે છે.
અને બોલે છે. " આરુ બ્રેકફાસ્ટ તૈયાર છે. બંને આવો ફ્રેસ થઈને.."
"ઓકે " આરુષિ
" વાઉ મમ્મી .... આલુ પરોઠા..." આરુષિ ઉત્સાહ માં આવી બોલે છે.
"હા તું ઘણા સમય પછી આવી છે...યે તો બનતાં હૈ " રમાબેન
"હા આફ્ટર લોન્ગ ટાઈમ.. બહુ જ મિસ કર્યા..." આરુષિ
"હા હા હવે અમે નહીં દેખાઈએ તને..." રૉકી આવે છે.
"હા તું તો રોજ દેખાય છે.. તું એવો જ રહીશ...તારી જેલસી હજુ ગઈ નહીં ... ભાઈ..." આરુષિ
"હા લગ્ન થઈ ગયા પણ તું તો એવો જ રહ્યો..." રમાબેન
આ વાત થી બધાં શાંત થઇ જાય છે..
અજેશભાઈ સાંભળી જાય છે. અને ટેબલ પર બેસતાં બોલે છે. રૉકી તારે પ્રિયા ( રૉકી ની વાઈફ ) ને લેવા જવાનું નથી..
" હા પપ્પા સાંજે જાઉ છું. સવારે આવી જઈશું." રૉકી
" હમમ... આરુ... એક પ્લાન છે...મારો એક ફ્રેન્ડ ટ્રાવેલ એજન્સી માં છે. અને આ વખતે બૉમ્બે ટુર નો પ્લાન છે.. શું કહેવું ... આરુષિ.. મોકો પણ છે બધાં સાથે છીએ.. જમાઈ આવે ત્યાં સુધીમાં એક ટુર થઈ જાય.. આહાનને પણ મજા આવશે.." અજેશભાઈ
" નોટ બેડ પાપા... આમ પણ આહાન નાનો હતો એટલે બહુ સમય થયો કોઈ ટુર પર નથી ગયાં.. પણ કેટલા દિવસ નો છે..." આરુષિ
" હા ત્રણ કે ચાર દિવસ તો ખરાં.. અને તું તારી ફ્રેન્ડસ ને પણ સાથે લઈ શકે છે..." અજેશભાઈ
" હા આરુ જઈએ... વિચાર સારો છે..મોકે પે ચોકા..." રૉકી
હા એ વાત સાચી હો...." રમાબેન
બધું બરાબર પણ...." આરુષિ
"અરે જમાઈ સાથે હું વાત કરીશ... તું બસ ઓકે બોલ.." અજેશભાઈ
"અરે એવું કંઈ નથી... ઓકે જઈશું" આરુ
ઓકે ડન ત્યારે હું આજે જ કન્ફર્મ કરી દઉ છું..." અજેશભાઈ
"હા પપ્પા અને હું કુહુ ને પણ કહી દઉ છું એ ફ્રી હશે તો જરૂર થી આવશે..." આરુષિ
"ઓકે ચલો, હું નીકળું ઑફિસ માટે" અજેશભાઈ
"અરે ટીફિન તો લઈ જાઓ... " રમાબેન ઉતાવળ માં ટીફિન આપવા આવે છે...
અને આરુષિ ફોન કુહુ ને ફોન લગાડતાં ઉપર જાય છે...
" હેલો..... મેડમ.... " આરુષિ
"અરે આરુ.... બોલ... તું ક્યાંથી ફ્રી થઈ. ક્યારેક તો અમદાવાદ આવ... " કુહુ
" અરે અહીં જ છું... અને મારા પાસે એક પ્લાન પણ છે.." આરુષિ
"વાઉ તું અહીં છે... અને મને કીધું પણ નહીં..આહાન શું કરે છે... " કુહુ
અરે હજુ કાલે જ આવી આવી છું..આહાન બસ તેની નાની સાથે રમે છે....અને હાં... એક ટુર પ્લાન છે ફૅમિલી સાથે.. તું આવીશ ને... પૂછુ જ શું કામ છું...તારે આવાનું જ છે... કોઈ બહાનું ના જોઈએ...." આરુષિ
" પહેલા સાંભળ તો ખરી... બોલવા તો દે.. અરે... હું ફ્રી જ છું...એકદમ... ઓકે... બહુ ટાઈમ થઇ ગયો.. જોડે બેસી વાતો નથી કરી... એ બહાને સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળશે..
હવે મેરેજ પછી તો તું ક્યાં હાથમાં આવે છે..." કુહુ
"યા મિસ્ડ યુ.... ચલ તો મળીએ... પપ્પા આજે કન્ફર્મ કરી દેશે... સો કાલે આપણે થોડી શોપિંગ કરશું.. એટલે આવી જજે..." આરુષિ
સાંજે અજેશભાઈ બધું કન્ફર્મ કરી દે છે... એટલે બધા તૈયારી માટે લાગી જાય છે... ગુજરાતીઓનો એક જાણીતો શોખ છે નાસ્તો.... ગમે ત્યાં પ્રવાસ જાય પણ નાસ્તો તો હંમેશા સાથે જ હોય... એ ટેવ મુજબ રમાબેન પણ નાસ્તા બનાવવા લાગી જાય છે...બીજા દિવસે કુહુ અને પ્રિયા પણ તેના પિયરથી આવી જાય છે... અને બધા શોપિંગ કરવા માટે જતાં રહે છે... દિવસ એમજ પસાર થઈ જાય છે.. આવીને થાકીને લોથ થઈ સૂઈ જાય છે...
બીજા દિવસે સાંજે ૭ વાગ્યે અજેશભાઈ બહાર નીકળતા બોલે છે..
" અરે રૉકી આ લૅડીઝોનું ક્યારેય પુરું નહીં થાય.. જલ્દી કરો... નવ વાગ્યે ટ્રાવેલ ઉપડવાની છે..એ લોકોને કહે જલ્દી કરે... ટ્રાફિક માં ફસાઈ ના જઈએ.."
અજેશભાઈ
"હા હા બસ નીકળી ગયા... હવે ચાલો બૂમો પાડ્યા વગર... " રમાબેન નીકળતા બોલે છે..
બધાં ટેક્સી માં ગોઠવાઈ ગયા... અને ટેક્સી ટ્રાવેલ સ્પોટ તરફ નીકળી જાય છે... ટ્રાફિક ના લીધે પહોંચતા ઘણી વાર લાગે છે... ત્યાં પહોંચતાં જ અજેશભાઈના ટ્રાવેલ એજન્સી વાળા ફ્રેન્ડ ઉમેશભાઈ ફૅમિલી સાથે ઊભા હોય છે...
"સૉરી લેટ તો નથી થઈ ગયું ને..." અજેશભાઈ ઉમેશભાઈ ને હાથ મિલાવતા બોલે છે...
" ના ના બરાબર છે...હજુ બધાં આવે છે.. તમારી ટીકિટ મારી પાસે છે.. આપી દઉ..." ઉમેશભાઈ
અને એકબીજાની ફૅમિલી ઓળખાણ કરાવી ને બધા ટ્રાવેલ માં ગોઠવાઈ જાય છે...
ટ્રાવેલ ગાઈડ સૂચનો આપે છે... આપણે સૌપ્રથમ સાપુતારા હિલ સ્ટેશન ત્યારબાદ નાશિક થઈ ને મુંબઈ માટે રવાના થઈશું.. પછી નો પ્લાન મુંબઈ જઈને આપીશ... આશા છે કે તમને જરૂર થી એન્જોય કરશો...હેવ અ હેપી એન્ડ સેફ જર્ની..
ટ્રાવેલ જય માતાજી નારાથી ઉપડે છે... અને એકબીજાથી અજાણ હોવાથી બધા તો પહેલાં એકબીજાને ક્યાંથી છો... એવાં અનેક સવાલો થી ઓળખાણો કાઢવામાં લાગી જાય છે.. એમાં પણ બૈરાંઓની વાત થાય... એ તો નામ થી માંડીને આખી જનમકુંડળી કાઢી લે...
પણ એક યુવાન એનાં મોબાઇલ ફોન અને લેપટોપ માં જ બીઝી છે.. કુહુ નું ધ્યાન એ તરફ જાય છે.. અને આરુષિને કહે છે.. આ માણસ ફરવા આવ્યો છે કે ફોન ને લેપટોપ માં પડી રહેવા...
" હશે આપણે શું.... એની મરજી.. પણ આપણે તો ફુલ એન્જોય કરવાનો છે.." આરુષિ
"હા એ પણ છે.." એમ કહી બંને જણા વાતોમાં મશગુલ થઈ જાય છે.
આહાન તો બાળસહજ ટેવ મુજબ ક્યારનો સૂઈ જાય છે...અને થાકીને મોટા ભાગના લોકો ઊંઘી જાય છે.. અને યુવાનો મોબાઈલમાં ડૂબી ગયા હોય છે... અને રાતના અંધકારમાં ટ્રાવેલ સડસડાટ પોતાનો રસ્તો કાપે છે.....
ક્રમશઃ