એક વધુ બલિ..ભાગ - ૧ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

એક વધુ બલિ..ભાગ - ૧

*એક વધુ બલિ*. વાર્તા... ભાગ- ૧ ક્રાઇમ સ્ટોરી..
૧૯-૬-૨૦૨૦ શુક્રવાર...


અમુક માણસ જ્યારે શ્રધ્ધા નાં પગથિયાં ચડીને પેઢી ઓ ની પેઢીઓ તારે છે.. ત્યારે ઈતિહાસ માં એમનાં નામ અમર થાય છે. અને સમાજમાં એમનાં નામ આદર સહિત લેવાય છે....પણ જ્યારે અંધશ્રદ્ધા નાં પગથિયાં ચડે છે ત્યારે અનેક ખરાબ પરિણામ સમાજને પણ ભોગવવાં પડે છે....
અને પછી સર્જાય છે ક્રાઈમ....
આવોજ એક કિસ્સો છે..
એક મોટાં શહેરોમાં રહેતા ધનાઢ્ય પરિવારનો...
એક આલીશાન મહેલ હતો એમાં પતિ પત્ની રહેતાં હતાં...
બાપ દાદાનો ધીકતો ધંધો હતો એને જ આગળ ધપાવવા મહેનત કરી હતી વિરલ ભાઈ એ ..
એમની પત્ની નું નામ પ્રિયા હોય છે...
વિરલ ભાઈ માતા પિતાનું એક નું એક સંતાન હોય છે...
આખાં દેશમાં ધંધો ફેલાયલો હોય છે એટલે વિરલ શેઠ ને આજે અહીં મિટિંગ તો કાલે બીજે મિટીંગ એમ દોડધામ પણ ખૂબ જ રહે છે અને ધંધાને વિશ્વ લેવલે લઈ જવામાં ખુબ અથાગ પ્રયત્નો કરે છે...
હજુ સફળતા જોઈએ એવી મળતી નહોતી..
વિરલ શેઠ અને પ્રિયા મેડમ સાથે જ હોય..
વિરલ શેઠ અને પ્રિયા મેડમ નાં લગ્ન ને દશ વર્ષ થઈ ગયાં હતાં પણ હજુયે કોઈ સંતાન યોગ થયો નહીં...
એટલે બન્ને જણાં એ મોટા મોટા ડોક્ટરને બતાવ્યું અને દવા ચાલુ કરી પણ કોઈ ફરક પડ્યો નહીં...
આધુનિક ટેકનોલોજી નો પણ જેટલા થાય એટલો ઉપાયો કર્યા પણ કોઈ રીઝલ્ટ મળ્યું નહીં...
ધીમે ધીમે બન્ને હતાશા તરફ વળ્યા અને જ્યોતિષ અને મંદિરમાં પૂજા પાઠ ચાલુ કરાવી..
કોઈ પણ મંદિર બાકી નાં રાખ્યું...
વિદેશ જઈને પણ દવા કરાવી પણ કોઈ રીઝલ્ટ મળ્યું નહીં...
આમ અનેક મંદિરો માં ફરતા કોઈ કહે આ ઉપાય કરો અને કોઈ કહે આ ટુચકો કરો પણ સંતાન યોગ સફળ થયો નહીં..
એટલે વિરલ શેઠ ને ચિંતા પેઠી કે મારાં આ ધંધાને સંભાળનાર કોઈ બાળક તો જોઈએ જ...
આમ સતત ચિંતા માં ઘેરાયેલા રહેતા પતિ પત્ની નાનાંમાં નાનાં માણસ ની પણ કહેલી વાત માનીને એ કાર્ય કરતાં..
પ્રિયા મેડમે તો કહ્યું કે આપણે દતક બાળક લઈ લઈએ પણ વિરલ શેઠ એનો વિરોધ કર્યો કે આપણું બાળક આપણું લોહી હોય...
આમ બન્ને વચ્ચે પણ ચડભડ થવા લાગી ...
આનાથી કંટાળી ને એક પ્રખ્યાત જ્યોતિષ ને મળ્યા તો એમણે ગરીબો ને દાન પૂણ્ય કરીને દુવાઓ નો ચમત્કાર થશે એવું કહ્યું...
વિરલ શેઠ અને પ્રિયા મેડમે ગરીબોને અન્નદાન, વસ્ત્ર દાન આપવાનું ચાલુ કર્યું...
આમ આ બધી પ્રવૃત્તિઓ માં વિરલ શેઠ ધંધામાં પૂરતું ધ્યાન આપી શકતાં નહીં એનાં લીધે ધંધો મંદો ચાલવા લાગ્યો...
છતાંય વિરલ શેઠ ની આંખો નથી ખુલતી..
મેનેજર ફરિયાદો કરે છે શેઠ આપ મિટિંગ માં હાજર નથી રહેતાં તો શોદા કેન્સલ થાય છે...
પાછા થોડા દિવસ ધંધામાં રચ્યા પચ્યા રહે છે વિરલ શેઠ અને પછી ફરી પાછાં સંતાન મેળવવા ની તલપ માં દોડવા લાગે છે...
એટલે હવે ઓફિસમાં પણ ચર્ચા નો વિષય બની જાય છે..
આમ એક દિવસ નિરાશ થઈ ને ઓફિસમાં બેઠાં હોય છે વિરલ શેઠ...
અને
રિશેષ નો સમય થતાં બધાં લંચ લેવા જાય છે ત્યારે એ તક નો લાભ લઈને ઓફિસ નો પટાવાળો રાઘવ ...
વિરલ શેઠ ની કેબીન નો દરવાજો ખખડાવ્યો...
વિરલ શેઠ વિચારો માં થી ચમકીને જુએ છે..
રાઘવ બહારથી આજાજી કરે છે સાહેબ હું અંદર આવું???
વિરલ શેઠ કહે આવી જા...
રાઘવ દરવાજો ખોલી અંદર આવ્યો..
અને અદબ વાળીને ઉભો રહ્યો...
વિરલ શેઠ કહે બોલ શું કામ છે???
રાઘવ કહે એક વાત કહું સાહેબ???
વિરલ શેઠ કહે હાં બોલ..
સાહેબ આપ મારી વાત સાંભળી ને ગુસ્સો ના કરશો...
વિરલ શેઠ કંટાળીને ...
તું પેહલા વાત તો કર રાઘવ...
રાઘવ ગભરાતાં અને ડરતાં..
ધીમે થી કહે છે..
સાહેબ હું જે વસ્તીમાં રહું છું ને એની પાછળ એક તાંત્રિક બાબા રહે છે ...
બધાં કહે છે એ બહુ જ ચમત્કારી છે અને એ કહે એમ કરીએ તો આપણને મનવાંછિત વસ્તુઓ મળે છે..
અમારા એ એરિયામાં એમનું નામ છે અને અમારાં એરિયાના ઘણા લોકો નાં કામ થયાં છે...
તો... આપ...
વિરલ શેઠ તો હું શું કરું???
રાઘવ કહે આપ જો એ તાંત્રિક બાબા ને મળો તો આપને પણ સંતાન પ્રાપ્તિ થાય એ માટે હું તો કહું છું...
હવે વિરલ શેઠ ચમક્યાં...
હેં શું વાત કરે છે રાઘવ..
આ સંભવ છે???
રાઘવ કહે હા સાહેબ..
તમે મળી લો એકવાર તો ખબર પડી જશે..
વિરલ શેઠ કહે સારું તો ચાલ અત્યારે જ જઈએ...
રાઘવ કહે સાહેબ ધીરા પડો..
આપ અને મેડમ સજોડે જજો અને હું પહેલા તાંત્રિક બાબા ને વાત કરી આપ માટે સ્પેશિયલ સમય લઈ લવું એમનો તો આપની વાત ખાનગી પણ રહે અને આપને શાંતિથી વાતચીત કરવા સમય મળી રહે...
વિરલ શેઠ કહે બરાબર છે તારી વાત રાઘવ...
તો તું જા છુટ્ટી લઈને અને મારા માટે આટલું કામ કરી દે..
રાઘવ કહે સાહેબ પણ આમાં થોડો ખર્ચ પણ થશે હો...
વિરલ શેઠ કહે તું એની ચિંતા ના કરીશ...
રાઘવ કેબિનમાં થી બહાર આવી ને મૂછો પર તાવ દઈને...
હવે આવ્યું ઉંટ પહાડ નીચે...
આજે રાઘવ પોતાના પ્લાન માં ફાવી ગયો..
આ બાજુ પ્રિયા આજે ઓફિસ એટલે નહોતી આવી આજે સવાર સવારમાં જ વિરલે બાળકો બાબતે ઝઘડો કર્યો હતો... એટલે એ ઉદાસ મને વિચારી રહી...
વિરલ અને પ્રિયાના ઘરમાં હમણાં હમણાંથી વાકયુદ્ધ ખેલાયા કરતું હતું. કોણ જાણે કેમ કોઈની નજર ન લાગી ગઈ હોય???
આ સુખી જીવનમાં આ આંધી ક્યાંથી આવી???
એટલે જ પ્રિયા ટેન્શનમાં આવી ગઈ હતી...
પ્રિયાને આ સમય બદલાશે કે કેમ એ યક્ષપ્રશ્ન સતાવ્યા કરે છે. બંનેના મન ઉદ્વિગ્ન છે. આક્ષેપ પર આક્ષેપ લગાવ્યા કરે છે. સમાધાનની કોઈ ફોર્મ્યુલા હોય એવું લાગતું નથી.
વિરલ કલ્પના પાંખ પર બેસી ઉકેલ શોધવાના પ્રયાસો કરે છે. અને પોતાની કિસ્મત ને કોષ્યા કરે છે...
મોટેભાગે પતિ-પત્નીના ઝઘડા વડીલોએ કરેલા લગ્નથી હોય છે....
કારણ કે બાળકોના વિચારો જાણ્યા વિના લાકડે માંકડું લગાવી દેતા હોય છે. પછી વિચારોનો મેળ ન ખાય એટલે ઘરમાં મહાભારત ખેલાય...
પણ ...
અહી તો પ્રેમ લગ્ન છે...બંનેએ સમજી વિચારીને લગ્ન કર્યા છે...
ઘરનો જ ધંધો છે તેથી આર્થિક રીતે સલામત છે.... મોટેભાગે સામાજિક રીતે કુટુંબમાં માબાપના કારણે પતિ-પત્ની વચ્ચે ટકટક થતી હોય,કારણ કે સંયુક્ત કુટુંબની પરિભાષા ભૂલી વિભક્ત રહેવામાં જીવનનો વિકાસ માનતી આજની યુવા પેઢીને સાસુ સસરા સાથે રહેવામાં નાનમ લાગે છે. જોકે અહી તો બંન્ને ને એ વાત ની પણ કોઈ મગજમારી ન હતી...
કારણકે વિરલ ની માતા તો વિરલને નાનો મૂકીને જ એક માંદગીમાં પ્રભુ ધામ જતાં રહ્યાં... અને વિરલના પિતા અમારાં લગ્ન ને એક વર્ષ પછી એટક આવ્યો તો એ પણ આ ધનદોલત અને મહેલ છોડીને જતા રહ્યા...
અને મારે તો પ્રેમ કર્યો વિરલ જોડે લગ્ન કર્યા એ કાકા કાકીને નાં ગમ્યું તો સંબંધ પૂરો થયો કારણકે મારાં મમ્મી-પપ્પા તો એક કાર એક્સીડન્ટ માં જ ગુજરી ગયા હતા અને કાકા કાકી એ મોટી કરી હતી...
ક્યારેક દાંપત્યજીવનના પરિપાક રૂપ સંતાન ન હોય તો ચકમક ઝરે પણ અહી તો વિરલ કોઈ જ વાત સમજવા તૈયાર નહોતો...
અને એટલે જ મારું મન ગભરાઈ છે..
અને એટલે જ..
શંકા. કુસંકા નો ભાર દિલમાં રહે છે...
નાનાં મોટાં ઝઘડાં ગમે તેવા પ્રેમના વૃક્ષને ધરાશાહી કરી દે છે....
આમ પ્રિયા વિચારો માં એકલી એકલી જાત સાથે વાતો કરી રહી અને સમાધાન શોધી રહી....
અને ઘરમાં પહેલાં જેવી સુખ-શાંતિ રહે એ માટે ઈશ્વર ને પ્રાર્થના કરતી રહી..
અને ઓફિસ થી વિરલ આવે તો એની સાથે ખુલીને ચર્ચા કરવી એવું નક્કી કર્યું.....
હવે વધુ આગળ નાં ભાગમાં વાંચો....
ભાવના ભટ્ટ અમદાવાદ...