રુદ્ર નંદિની - 22 BHAVNA MAHETA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર નંદિની - 22



પ્રકરણ ૨૨


કાલે કેમ કોલેજ નહોતી આવી પ્રિયા ? સ્વાતિએ પૂછ્યું .

" એકટીવા ની સર્વિસ કરાવવા ગઈ હતી. એ પણ આવા ધોમધખતા તાપમાં પોતાના ઘરેથી ગેરેજ સુધી એકટીવા દોરીને . મેડમ મે તો જીદ લીધી હતી કે કોલેજ જઈશ તો એકટીવા લઈને નહીંતર નહીં જાઉં."

બધા કાવ્ય સામે આશ્ચર્યથી જોઈ રહ્યા પ્રિયા પણ.

" તને કોણે કહ્યું ....?" પ્રિયા બોલી.

" કોણ કહે ......? તારી મમ્મીએ...."

" મારી મમ્મી.....? મારી મમ્મી ને તું ક્યારે મળ્યો....?"

" આજે સવારે અત્યારે તને કોલેજ પીક અપ કરવા માટે તારા ઘરે ગયો હતો ત્યારે ...." કાવ્ય એ ખુબજ ગુસ્સામાં જવાબ આપ્યો .

" ઓ હાઉ સ્વીટ કાવ્ય.....! " નંદિની મજાકમાં બોલી. આદિ પણ હસ્યો. તેને નંદિની ની આવી હરકતો ખુબજ ગમવા લાગી હતી.

" થેન્ક્સ કાવ્ય..... ફ્રેન્ડ્સ ચલો લેક્ચર શરૂ થઈ ગયા હશે....." પ્રિયા ક્લાસરૂમ તરફ જવા લાગી.

નંદિની અને બીજી ગર્લ્સ પણ લેક્ચર એટેન્ડ કરવા ગઈ પણ બધા બોયઝ હજુ પણ ત્યાં જ ઉભા હતા કાવ્યનો ગુસ્સો શાંત કરવા માટે.

" Come down Kavya...."

" અરે વિરેન.... એ સમજે છે શું પોતાની જાતને ? હું રોજ એને ડ્રોપ કરતો જ હતો ને એક દિવસ ગુસ્સો આવ્યો અને મૂકીને જતો રહ્યો એમાં પેલી ઘટના બની તો એમાં મારો શું વાંક.....? અને એમાં તો આ છોકરીએ કસમ લઈ લીધી મારી બાઈક ઉપર નહીં બેસવાની ,અને ખબર છે એના પપ્પા out of station હતાં તો એ જાતે એકટીવા સર્વિસ માં મૂકવા ગઈ અને એ પણ આવા ભયંકર તડકામાં હેરાન થઈને ! શું જરૂર હતી આવું કરવાની....?"

" વિરેન ...શાંતનુ ....રુદ્ર બધા જ હવે હસવા લાગ્યા...."

" તમને હસવું શેનું આવે છે...? એમાં હસવા જેવું શું છે.....? " કાવ્ય વધારે ગુસ્સે થયો.

રુદ્ર બોલ્યો...." કાવ્ય પ્રિયા તડકામાં હેરાન થતી ગઈ તો તને શેનો ગુસ્સો આવ્યો....? અમને તો કોઈની નથી આવ્યો ...પ્રિયા એ તારી બાઇક ઉપર બેસવાની ના પાડી દીધી તો પણ તને ગુસ્સો આવ્યો કેમ.....? પ્રિયાએ કોલેજમાં એકટીવા લઈને આવવાનું શરૂ કર્યું તો તને કેમ તકલીફ થાય છે .....? ભલે ને આવતી બીજી બધી છોકરીઓ આ જીયા નંદિની બધી આવે જ છે ને ....? ત્યારે તો તને ગુસ્સો નહોતો આવ્યો ...બોલ કાવ્ય કેમ....?"

" કારણ કે ......કારણ કે ....."

કાવ્ય ગૂંચવાયો કેમ કે શું જવાબ આપવો એની તો એને પોતાને પણ ખબર નહોતી . રુદ્ર ની વાત સાચી પણ હતી કે મને શું કરવા ગુસ્સો આવવો જોઈએ ....? પ્રિયાને જેમ કરવું હોય તેમ કરે એનાથી મને કેમ ફર્ક પડે છે.....? એને વિચાર તો જોઈને રુદ્ર પાછો મમરો મુક્યો....

" તારા કહેવા મુજબ જો પ્રિયા માટે તારા દિલમાં પ્રેમ જેવી કોઈ જ લાગણી ના હોય તો તારે આવી રીતે રિએક્ટ ન જ કરવું જોઈએ કાવ્ય...! ભલે એ તારી બાઇક ઉપર ન બેસે...... કે તારી સાથે કોલેજના આવે ....કે તારી સાથે ફક્ત કામથી કામ પુરતી જ વાત કરે..... તને કોઇ જ ફર્ક ન પડવો જોઈએ રાઈટ.....?"

કાવ્ય વિચારતો થઈ ગયો.

રુદ્ર એ એને વિચારોમાં જ ડૂબેલો રહેવા દીધો, પછી કહ્યું ......" ફ્રેન્ડસ ચલો આપણે ક્લાસ એટેન્ડ નથી કરવાના....? "

બધા ક્લાસ રૂમમાં ગયા. કાવ્ય પણ યંત્રવત્ તેમની પાછળ પાછળ ક્લાસ રૂમ તરફ ચાલવા લાગ્યો.

પ્રિયા હવે સાવ નોર્મલ થઈ ગઈ હતી .એમણે કાલે પેલા છોકરાઓ ની બધી ફ્રેન્ડસ્ એ ભેગી થઈને વાટ લગાડી દીધી હતી તે જાણ્યું .જાણીને પોતાને લકી માનવા લાગી કે તેને આવા ફ્રેન્ડ મળ્યા. પણ તેણે કાવ્ય થી થોડી દૂરી બનાવી દીધી હતી . કામ પુરતી જ વાત કરતી. કાવ્યને થયું કે કદાચ પ્રિયા હજુ પણ અપસેટ છે એટલે ....આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. કાવ્ય સાથે પ્રિયા હજુ પણ પહેલાની જેમ હક જમાવીને વાત નહોતી કરી શકતી..... પહેલાની જેમ કાવ્ય ઉપર દાદાગીરી કરવી..... રોફ જમાવવાનો ..... હુકમ ચલાવવો..... કાવ્ય પાસે જીદ્દ કરીને પોતાની વાત મનાવવી..... આ બધું જ લગભગ હવે તેણે બંધ કરી દીધું હતું.

પરંતુ કાવ્ય પ્રિયાના આ બધા નખરા ઓને ઉઠાવવા માટે જાણે કે ટેવાઈ ગયેલો હોય તેમ તેને હવે આવી પ્રિયા નહીં , પરંતુ પોતાની પહેલાની જૂની પ્રિયાને ઝંખતો હતો. કાવ્ય ખૂબ જ બેચેન રહેવા લાગ્યો હતો .તેને ક્યાંય ચેન પડતું નહોતું .પણ હવે બધું જ યંત્રવત ચાલી રહ્યું હતું .આમ ને આમ થોડાક દિવસો વીતી ગયા.

એક દિવસ સાંજે બધા જ બોયઝ ભિખલા ની કીટલી ઉપર ભેગા થઈ ગપ્પા મારતા હતા . ત્યાં જ કાવ્ય વાવાઝોડાની જેમ આવ્યો અને બોલ્યો....

" ફ્રેન્ડસ્ ચલો આપણે બાજુના ગાર્ડન માં જઈને શાંતિથી બેસીએ...."

" કાવ્ય અહીંયા બેઠા છીએ ને અને જો અહીંયા થી રોડ ઉપર ની રોનક પણ બરાબર દેખાય છે ....." શાંતનુ આંખ મિચકારી ને બોલ્યો...

" એ રોનક વાળી ઉઠ .....ચલ છાનો માનો...."

" ઓકે ...ઓકે ...બાબા આમ ગુસ્સે થવાનું બંધ કર ચલો બધા ત્યાં બેસીએ ...." આદિ બોલ્યો....

બધા ગાર્ડનમાં બેઠા પછી રુદ્ર એ પૂછ્યું ....

" બોલ કાવ્ય શું વાત છે.....?"

કાવ્ય થોડીવાર કંઇ બોલ્યો નહીં પછી કહ્યું ....

"એ સમજે છે શું એના મનમાં....? કે એ મારી સાથે પહેલાની જેમ વાતો નહીં કરે તો હું એના વગર....."

પરંતુ કાવ્ય પૂરું બોલી ના શક્યો ......એના ગળે ડૂમો ભરાઈ ગયો ...આંખમાં ઝળઝળિયાં આવી ગયા .....અને એનો અવાજ ધ્રૂજવા લાગ્યો

વિરેન ઊઠીને કાવ્ય પાસે ગયો અને કાવ્ય ને પોતાની બાથમાં લઇ લીધો . કાવ્ય વિરેનને ભેટી પડ્યો . એની લાગણીઓ ને જાણે કે વાચા ફૂટી હોય એમ એ બોલ્યો....

" I love her વિરેન.... I love પ્રિયા... હું તેની સાથે વાત કરવા માટે ઝૂરુ છું ....હું શું કરું ....? તે હવે મારી ઉપર હક જમાવીને વાતો નથી કરતી કેમ વિરેન....? એ મને હવે ઓર્ડર નથી આપતી શું કામ.....? "

" કારણ કે એનું સ્વમાન ઘવાયું છે કાવ્ય..... હા કાવ્ય.... તારા મનમાં પિયા ઉપર જે ગુસ્સો હતો તેના કારણે તે બાઇકના ઊભું રાખ્યું ,પણ એને તો એમ જ લાગ્યું ને કે તને drop કરવાનું નથી ગમતું .અથવા તો તે તારા ઉપર જબરજસતી કરતી હતી .પ્રિયા એક સ્વમાની છોકરી છે .તે એટલે જ બીજા દિવસથી એકટીવા લઈને આવતી થઈ ગઈ ,અને કાવ્ય જો એની પાસે એક્ટિવા ના હોત ને તો પણ એ બસમાં કે ઓટોમાં કોલેજ આવી હોત એટલી બધી સ્વમાની છે એ...."

" તો હવે હું શું કરું રુદ્ર.....?"

" તે તારા દિલમાં રહેલી લાગણીઓને જેમ અમારી પાસે વાચા આપી એમ તારે પ્રિયા પાસે જઈને પણ કહેવું પડશે કે તું તે દિવસે ખરેખર એનાથી હર્ટ થયો હતો. તું એના વગર નથી રહી શકતો એ એને જણાવવું પડશે કાવ્ય અમને નહીં ....અને સાંભળ આ વખતે તારે ધીરજ રાખવી પડશે .... જેમ ઉતાવળે આંબા ના પાકે એમ તારે શાંતિથી અને ધીરજથી કામ લેવું પડશે જો તારે પ્રિયાના હૃદયમાં પહેલાંના જેવું જ સ્થાન પાછું મેળવવું હોય તો.....!!! બિલકુલ ઉતાવળ ના કરતો કાવ્ય .... ભલે એને માટે જેટલો સમય પ્રિયાને લેવો હોય તેટલો લે ,પણ એક દિવસ એ તારી વાત જરૂર સમજશે ઓકે....?

મેં કહ્યું હતું ને ફ્રેન્ડસ કે કાવ્ય ચાર જ દિવસમાં એને એની ફીલિંગ સમજશે અને એને એક્સેપ્ટ પણ કરશે જોયું ને....?"

" હા યાર ....! તું તો ખરેખર હવે બાબા રુદ્રનાથ બની ગયો કે....." આદિ હસ્યો.

બધા છુટા પડ્યા અને ઘેર ગયા .આમ ને આમ દિવસો વિતતા ગયા અને કાવ્ય પ્રિયા ની સાથે ધીરજથી કામ લેવા લાગ્યો .પ્રિયાના દિલમાં એના પ્રેમનો અહેસાસ થશે જ એવો એને દ્રઢ વિશ્વાસ હતો.

આમ જ એમના એન્જિનિયરિંગનું આ છેલ્લું સેમ હતું .બધાને પોતાના પાર્ટનર મળી ગયા હતા .લીનાને પ્રતીકે પ્રપોઝ કર્યું અને જીયાને અવિનાશે. લીના અને જીયાના હૃદયમાં પણ પ્રતીક અને અવિનાશ ઉપર પ્રેમ હતો તેથી એમને ખુશી ખુશી પ્રપોઝ એક્સેપ્ટ કરી લીધું.

આમ જ દિવસો વિતતા ગયા .થોડા દિવસ પછી અભિષેક અને શાંતનું ને લાગ્યું ....." યાર આમ જ કોલેજ પૂરી થઈ જશે અને આપણે હજુ વિશ્વા અને સ્વાતિને પ્રપોઝ નથી કર્યું ......!!" એમ વિચારીને બંનેએ એક જ દિવસે કોલેજ કેન્ટીનમાં અભિષેકે વિશ્વાને..... અને શાંતનુએ સ્વાતિને પ્રપોઝ કર્યું. બંનેના આશ્ચર્ય વચ્ચે વિશ્વા અને સ્વાતિએ પણ તેમને....." આઇ લવ યુ ટુ ..." કહીને હગ કર્યું . બધાને પોત પોતાની મનગમતી દુનિયા મળી ગઈ હતી .ફક્ત રુદ્ર અને કાવ્ય સિવાય.....

એક દિવસ રુદ્ર કોલેજમાં પાછો ગુલાબજાંબુ લઈને આવ્યો. આટલા વરસ સુધી તો નંદિની ના બર્થ ડે ઉપર રજા આવતી અથવા તો કોલેજ આવવાનું નહોતું બનતુ. પરંતુ આ વખતે તો એવું કંઇ જ નહોતું. રુદ્ર કોલેજમાં ગુલાબ જાંબુ નો ડબ્બો લઈને આવ્યો અને બધાની વચમાં મૂક્યો .હવે તો તેમના ગૃપમાં આદિ ....નંદિની વાળુ સુરતનું ગ્રુપ પણ હતું, તે લોકો પણ ગુલાબ જાંબુ જોઈને ફટાફટ ખાવા લાગ્યા.

આદિ ખાતા ખાતા બોલ્યો....

" નંદિની તારે જેટલા ગુલાબ જાંબુ ખાવા હોય એટલા ફટાફટ ખાવા માંડ ,તને બહુ ભાવે છે ને .....? " પછી રુદ્ર સામે જોઇને બોલ્યો ....."રુદ્ર તને કેવી રીતે ખબર પડી કે આજે નંદિની નો બર્થ ડે છે અને એને ગુલાબ જાંબુ ખૂબ જ ભાવે છે ...તને કોણે કહ્યું.....? "

ઈશિતા, વિરેન અને રુદ્રના હાથમાં ગુલાબ જાંબુ એમનું એમ જ રહી ગયું. રુદ્ર પહેલા તો કશું બોલી શક્યો નહીં .થોડીવાર પછી બોલ્યો ....." શું આજે નંદિની નો બર્થ ડે છે....?"

" હા.... તમને લોકોને નથી ખબર....?"

" સોરી ......હેપી બર્થ ડે નંદિની ....અમને લોકોને ખબર નહોતી નહીંતર આવીને તરત જ તને વિશ કર્યું હોત ....." ઈશિતા બોલી...

" ઇટ્સ ઓકે ....અને થેન્ક યુ .....આમ પણ મારા બર્થ ડે ઉપર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જાહેર રજાઓ આવતી હતી , અને હવે તો મોટી થઈ ગઈ છું એટલે બર્થ ડે ઉજવવાનું પણ બંધ કર્યું."

" હા નહીંતર એના મમ્મી પપ્પા તો કેવી શાનદાર પાર્ટી આપતા હતા આ ના બર્થ ડે પર. પણ આને જ અમારી પાર્ટી બંધ કરાવી...."

બધાએ નંદિનીને વિશ કર્યું.

રુદ્રનું મગજ ફાટવા લાગ્યું ....આ તો કેવો યોગાનું યોગ છે કે આ નંદિની અને મારી નંદિની નો બર્થ ડે પણ એક જ દિવસે આવે છે ! એની અને આની બોલવાની છટા .... બધું જ એકસરખું ....! શું આ જ મારી નંદિની .....! ? ના ... એ કેમ બને એના પપ્પા તો એક સામાન્ય મહંત હતા જ્યારે આ ના પપ્પા તો .....રુદ્રનું મગજ હવે ખરેખર ફાટવા લાગ્યું. એના કપાળની નસો તંગ થઇ ગઇ .એના હાથ નું ગુલાબ જાંબુ એમનું એમ જ રહી ગયું....

" રુદ્ર ..…ગુલાબજાંબુ ખાઈ જા ,નહિતર પછી નંદિનીને ખવડાવી દે ,એને બહુ જ ભાવે છે ને ....? " આદિએ મજાક કરી .....પણ રુદ્રનો ગુલાબજાંબુ પકડેલો હાથ આપો આપ જ નંદિની તરફ વળ્યો ...અને બોલ્યો .....

" હેપ્પી બર્થ ડે નંદિની....."

નંદિની થોડીવાર તો સહેજ અચકાઈ પછી તેને પણ ગુલાબ જાંબુ ખાઈ લીધું . ખાતા ખાતા જ બોલી ....." થેન્ક્સ રુદ્ર ....રુદ્ર ....આ ગુલાબ જાંબુ ક્યાંથી લાવ્યો....?"

" કેમ ના ભાવ્યા.....?"

" ખૂબ જ ભાવ્યા ....પણ આ તો વર્ષો પછી આવા ગુલાબ જાંબુ ખાધા ને એટલે ....!" એમ બોલતા બોલતા તો નંદિની આંખમાં ઝળઝળિયાં આવી ગયા એ રુદ્ર એ જોયું .પાછો વિચારવા લાગ્યો કે નંદિનીએ એવું કેમ કહ્યું કે....." વર્ષો પછી આવા ગુલાબ જાંબુ ખાધા ...."વર્ષો પહેલા હું તેના માટે આ જ ગુલાબજાંબુ લઈને જતો હતો. તો શું ખરેખર આ જ મારી નંદિની ....!!!?"રુદ્રનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું .એણે વિરેન સામે જોયું.... વિરેન સમજી ગયો કે રુદ્ર શું જાણવા માંગે છે....! વિરેન નંદિનીને કંઈક પૂછવા જતો હતો ત્યાં જ આદિ નંદિનીને માટે કેક લઈને આવ્યો હતો તે ટેબલ પર મૂકી...... અને બધા નંદિની નો બર્થ ડે ઉજવવા માં પડી ગયા .રુદ્ર ને આદિના મનમાં રહેલી નંદિની પ્રત્યેની ફીલિંગ્સ જોઇને ધ્રાસકો પડ્યો ....એ હવે એ નિષ્કર્ષ પર પહોંચ્યો હતો કે કોઈપણ રીતે નંદિનીના વિષયમાં જેટલું બને તેટલું ઝડપથી બધું જ જાણી લેવું.

" Guys ... મને લાગે છે કે મારી નોટ ટેબલ ઉપરજ પડી રહી , હું હમણાં જ લઈને આવી . " એમ બોલીને પ્રિયા ક્લાસરૂમમાં ગઈ ત્યાં ટેબલ ઉપર તેની નોટ પડી હતી તે લઈને પાછી ફરી તો તેણે જોયું કે કાવ્ય તેની પાછળ ઉભો હતો.

" કાવ્ય ...તું અહીંયા....?"

" હા ...હું પ્રિયા ....! તું આમ કેમ કરે છે મારી સાથે....?"

" કેમ.....? હવે મેં શું કર્યું ....? હવે તો હું તને હેરાન પણ નથી કરતી કાવ્ય.....!!!"

" એ જ તો પ્રોબ્લેમ છે પ્રિયા....! તું પહેલાની પ્રિયા જ બની જા મારી સાથે .....મને હેરાન કર .....મને ઓર્ડર આપ.... મારા ઉપર રોફ જમાવ.... પણ મારી જોડે આવું બિહેવ ના કર પ્રિયા.....!!!"

" ના કાવ્ય .....હવે હું આવી જ બરાબર છું... તને ખબર છે મને કેટલી બધી તકલીફ પડી છે આવી પ્રિયા બનવા માટે.....?"

" પણ કેમ પ્રિયા....? તારે શું જરૂર પડી આમ બદલાઈ જવાની .....? મારે મારી જૂની પ્રિયા પાછી જોઈએ....!"

" કેમ કાવ્ય...? એટલા માટે કે પાછો જ્યારે તને ગુસ્સો આવે ત્યારે તું કોઈપણ જાતના કારણ બતાવ્યા વગર મારી સાથે તને ફાવે તેવું વર્તન કરે....! પ્લીઝ કાવ્ય.... હું હવે કોઇપણ ઉપર ડિપેન્ડેડ રહેવા નથી માંગતી ....તને ખબર છે મેં મારી જાતને આમ બદલવા માટે કેટલી બધી લડાઈ કરી છે મારી અંદરની પ્રિયા સાથે .....? હું તને....." પ્રિયા અડધું વાક્ય બોલીને ચૂપ થઈ ગઈ.

" બોલતા બોલતા કેમ અટકી ગઈ પ્રિયા.....? કહી દે જે તારા મનમાં છે તે....." એમ કહેતો કહેતો કાવ્ય પ્રિયાની એકદમ નજીક આવવા માટે પોતાના પગલાં પ્રિયા તરફ ભરવા લાગ્યો ,અને પ્રિયા પોતાના પગલાં પાછળ પાછળ ભરતી પાછી ચાલવા લાગી .પાછળ દિવાલ આવી ગઈ હવે પ્રિયા થી પાછળ જવાય એવું નહોતું .તે દીવાલને ચોટીને ઉભી રહી ગઈ.

કાવ્ય તેની એકદમ નજીક આવી ગયો. પ્રિયા એ જવા માટે મોં સાઈડમાં ફેરવ્યું તો કાવ્ય એ પોતાના બંને હાથ દિવાલ ઉપર મૂકી દીધા. પ્રિયાને હવે છટકવાની કોઈ જ દિશા. ન રહી. પ્રિયાએ કાવ્યથી નજર ફેરવી લીધી અને બોલી...

" પ્લીઝ કાવ્ય.... મને જવા દે ...બધા મારી રાહ જોતા હશે..."

" પહેલા મારી આંખોમાં આંખ પરોવીને વાત કર ...આમ આંખો ચૂરાવીને તો એ લોકો જ વાત કરે જેના મનમાં ચોર હોય .તારી કોઈ ચોરી કદાચ પકડાઈ જાય એટલા માટે તો તું મારાથી નજર નથી ચૂરાવી રહીને પ્રિયા.....?"

કાવ્ય પ્રિયાની એકદમ નજીક આવી ગયો. પ્રિયા કાવ્યનો શ્વાસોશ્વાસ..... તેના દિલની ધડકનો.... મહેસુસ કરી રહી હતી એટલો બધો કાવ્ય એની નજીક હતો.

"' પ્લીઝ કાવ્ય.... મને જવા દે.... પ્લીઝ....!"

" પહેલા મારી સામે જો પ્રિયા...."

પ્રિયાએ કાવ્ય ની સામે જોયું . એની આંખો માં પહેલા ક્યારેય નહોતા જોયા એવા ભાવ પ્રિયાને દેખાયા.... એને લાગ્યું કદાચ આ મારો ભ્રમ છે .એમ વિચારીને તેણે પોતાની આંખો પાછી બંધ કરી લીધી.

" કેમ પ્રિયા.... મારી આંખોમાં તને એવું તો શું દેખાયું કે તે આમ તારી આંખો જ બંધ કરી દીધી .....? બોલ પ્રિયા....!"

" પ્રિયા મને ખબર છે તું નહીં બોલે ....ક્યારેય નહીં બોલે..... કદાચ મે તારી સાથે એવું બિહેવિયર ના કર્યું હોત ને તો પણ તું મને તારા દિલની ફીલિંગ્સ સામેથી તો ન જ કહેત સાચું ને....?

ઓકે ફાઈન.... પ્રિયા તું મારી પાસેથી જ સાંભળવા માંગે છે તો સાંભળ..... પ્રિયા ખબર નહીં કેમ મને તારું બોલવાનું..... તારો ઓર્ડર કરવાનો ...…...તારો મારા ઉપર હક જમાવવાનો ગમે છે ....પણ જ્યારથી તે મારી સાથે તારું બિહેવયર ચેન્જ કર્યું છે હું પાગલ બની ગયો છું પ્રિયા....! મને તારી વાતો.... તારો ઓર્ડર..... તારી ધમકાવવાની ટેવ ....આ બધાની જાણે કે આદત પડી ગઈ છે ....હું તારી સાથે વાતો કરવા માટે તડપું છું ....તને પીક અપ કરવા.... ડ્રોપ કરવા.... તને બહાર લઈ જવા ....તારી સાથે મારી ફિલિંગ્સ શેર કરવા મારુ મન બેચેન બની ગયું છે.... હું તારા વગર નહીં જીવી શકું પ્રિયા ....! હું તને કોઇ ફોર્સ નથી કરતો કે તારો જવાબ પણ મને ગમે એવો જ હોવો જોઈએ એવું પણ નથી કહેતો... પણ આઇ લવ યુ.... આઇ લવ યુ સો મચ પ્રિયા.....!!!"

પ્રિયાએ કાવ્યની આંખોમાં જોયું .એની આંખોમાં પ્રિયાએ અસીમ પ્રેમ નો દરિયો હિલોળા લેતો જોયો. એને એમાં સમાઈ જવાની ઈચ્છા થઈ પણ પાછું એને એનું સ્વમાન ...એનો ઈગો વચ્ચે આવ્યો.... જે અજાણતા જ કાવ્ય દ્વારા ઘવાયો હતો....

વાચક મિત્રો . અહિયા હું "રુદ્ર -નંદિની ભાગ-૧ " પૂર્ણ કરી રહી છું ." રુદ્ર નંદિની ભાગ -૨ " માટે થોડી વધારે રાહ જોવી પડશે કારણ કે હમણાં મારે થોડા બીજા બધા મહત્વપૂર્ણ કાર્ય છે તે પહેલાં પૂર્ણ કરવા માટે મારે થોડોક બ્રેક લેવો પડશે .
ફ્રેન્ડ્સ ....." રુદ્ર નંદિની ભાગ-1 " ને તમારા તરફથી ખુબ જ સરસ પ્રતિસાદ મળ્યો તે બદલ આભાર. આશા રાખું છું કે હવે આવનારા " રુદ્ર નંદિની ભાગ ૨" ને પણ આવો જ સરસ પ્રતિસાદ આપના તરફથી મળશે. અહીંથી આગળ ની સ્ટોરી વાંચવા માટે આપને " રુદ્ર નંદિની ભાગ-૨ ની રાહ જોવી પડશે સોરી ફ્રેન્ડસ....."

" રુદ્ર - નંદિની ભાગ 1 " સમાપ્ત