પ્રકરણ-૪
સ્કૂલેથી ઘરે આવીને નંદિની જ્યાં સુધી રાત્રેે સૂતી નહીં , ત્યાં સુધી બસ સ્કૂલમાં તેના આજે જ નવા - નવા બનેલા ફ્રેન્ડ્સ અને તેની સાથે બેઠેલા આદિ ની વાતો કરતી રહી..... તેની વાતો આજે ખૂટવાનું નામ નહોતી લેતી....
ધનંજય અને સુભદ્રા પણ તેની વાતો માં ખુબજ interest લઈને ને.... તેને બધા પ્રશ્નો પૂછીને ...તેનો ઉત્સાહ વધારતા રહ્યા.....અને મનોમન ખુશ પણ થયા કે ....ચાલો સારું થયું કે નંદિનીના સ્કૂલનો પહેલો દિવસ એના માટે ખૂબ જ સરસ રહ્યો.... હવે એને બધું ધીમેે ધીમે ભુલવામાં કદાચ સરળતા રહેશે....
આમ વિચારીને સુભદ્રા નંદિનીને સુવડાવવા લાગી .નંદિની પણ કાલે વહેલા વહેલા ઉઠવા માટે જલ્દીથી સૂઈ ગઈ કે જેથી એ વહેલી વહેલી સ્કુલે જઈ શકે....
નંદિનીને સુવડાવી સુભદ્રા બહાર હોલમાં આવી . ત્યાં ધનંજય પોતાની ફાઈલ જોઈ રહ્યા હતા... આવીને સુભદ્રા તેની પાસે બેઠી અને ફાઇલ બંધ કરીને લઈ લીધી....
" અરે ...!! આ શું કરે છે ? કેટલું ઈમ્પોર્ટન્ટ કામ કરવાનું છે મારે સુભદ્રા ....ખબર છે ને ? "
" અરે !! આખો દિવસ ઓફિસમાં કામ કરતા તમારુ મન નથી ભરાતું કે તમે મારી આ સૌતન ને પણ ઘરે લઈને આવો છો...?"
"સૌતન...."
" હા ..સૌતન .....આ તમારી ફાઇલ ....મારી સૌતન જ છે ને ? જે ઘરે આવ્યા પછી પણ મારા પતિ પર પોતાનું રાજ ચલાવે છે....."
ધનંજય હસવા લાગ્યા..... સુભદ્રા ને હવે વધારે ચીડ ચડી .... અને મો ફુલાવી ને એ બીજી બાજુ જોઈને બેસી ગઈ.....
ધનંજયે તેને પોતાની પાસે ખેંચી.... અને એના ફુલાયેલા મોઢાની ચિબુક પકડીને તેનું મોં ઊંચું કર્યું .અને એની આંખોમાં આંખો નાંખીને પ્રેમથી જોયું.....
સુભદ્રા શરમાઈ ગઈ અને તેના ગાલ ઉપર લાલિમા છવાઈ ગઈ.....
" ઓહો... તો અમારા મેડમ ને લગ્નના આટલા વર્ષો પછી પણ શરમ આવે છે.... અને એ પણ એટલી બધી કે .....જાણે આજે જ નવી નવી દુલ્હન બનીને આવી ના હોય....!! "
" જાવને હવે શું તમે પણ દિવસેને દિવસે નાના થતા જાઓ છો..."
" તે નાનો જ છું ને કેમ....? "
ધનંજય આંખો ના ઈશારા કરી ને બોલ્યો.....
" અત્યાર સુધી હતા હવે નહીં...."
" કેમ હવે શું થઈ ગયું કે તને હું અચાનક જ મોટો લાગવા લાગ્યો.....? "
" કારણ કે.... હવે.. તમે ...એક.... દસ ....વર્ષની ....દીકરીના.... પપ્પા છો.... અને... હું એની ....મમ્મી...."
સુભદ્રા તૂટક તૂટક અવાજમાં ધનંજય ની જીજ્ઞાશા વધારવા માટે ધીમે ધીમે બોલી.....
ધનંજય હસવા લાગ્યો " તારી વાત સાચી છે સુભદ્રા ....જોને નંદિની એ આપણને અચાનક જ માતૃત્વ અને પિતૃત્વ નું કેવું દૈવીય સુખ આપી દીધું ....!!! નહિતર આપણી વચ્ચે અસીમ પ્રેમ હોવા છતાં આપણે અધૂરા હતા અને એ અધૂરપ નંદિનીએ પૂરી કરી નહીં...?"
" સાચી વાત છે તમારી, મને તો લાગતું જ નથી કે નંદિનીને મેં જન્મ નથી આપ્યો .એની માટે તો જાણે મેં જ પ્રસવની વેદના અનુભવી હોય એવી અનુભૂતિ અને અહેસાસ નંદિની ને જોઈને થાય છે.....!!!!"
" અને મને પણ એ જાણે મારો પોતાનો જ અંશ હોય એવું ફીલ થાય છે ધનંજય બોલ્યો....."
નંદિની ખરેખર ધનંજય અને સુભદ્રાની બાબતમાં ખૂબ જ લકી હતી. સુભદ્રાને તો નંદિની મા પોતાની સગી બહેનનું લોહી હતું. તો લોહીનું ખેચાણ થાય એ સ્વાભાવિક હોય ....પણ ધનંજય ને તો સુભદ્રાએ એના કરતા પણ વધારે નંદિની માટે ઝૂરતો... અને તડપતો ....જોયો હતો . નહીંતર તો એની સાથે તો નંદિની ની કોઈ લોહીની સગાઈ પણ નહોતી....
કદાચ આને જ ધનંજય પૂર્વ જન્મનો કોઈ ઋણાનુબંધ માનતો , એ તો નંદિની પોતાની જ દીકરી છે એમ માનતો .સુભદ્રા કરતા પણ ધનંજય નંદિનીને વધારે પ્રેમ , લાડ અને વહાલ કરતો ....એનો અહેસાસ નંદિની અને સુભદ્રા બંનેને હતો. એટલેજ હવે નંદિની પણ સુભદ્રા કરતા ધનંજય સાથે વધારે ને વધારે ક્લોઝ થતી જતી હતી....
નંદિની તો આખો દિવસ .."પપ્પા ....આમ ...પપ્પા .…..તેમ ...." કરતી કરતી ધનંજય ની આગળ પાછળ ફરતી રહેતી .
" હવે આમ જ બેસી રહેવું છે કે આરામ પણ કરવો છે .થાકતા નથી આખો દિવસ ઓફિસમાં કામ કરીને ? તો અહીંયા પણ મારી સૌતન ને ઘરે લઈને આવો છો.... "
સુભદ્રા એ હસીને કહ્યું ,અને ધનંજય ને પરાણે ફાઇલ બંધ કરવી પડી .
બીજા દિવસે નંદિની તૈયાર થઈ ને સ્કુલે પહોંચી .અને પોતાની કાલની જ બેંચ પર બેસી ગઈ. આજે હવે તેને એકલું લાગતું ન હતું . એ પણ બધા સાથે વાતોમાં સૂર પુરાવવા લાગી .
આદિ ....આદિત્ય મહેતા ....જેનો રોજનો નિત્યક્રમ રહેતો કે ક્લાસ રૂમના દરવાજે થોડીવાર ઉભો રહી ....આખા ક્લાસરૂમમાં નજર ફેરવી ....સૌથી ક્યુટ ગર્લ પાસે બેસતો ...એનો આ નિત્યક્રમ આજે ફરી ગયો હતો .
કારણકે કાલે ક્લાસમાં નંદિની પાસે બેસીને આખો દિવસ પસાર કર્યા પછી એ ઘરે ગયો ,તોપણ એને નંદિની ની હરણી જેવી ચંચળ આંખો ....નજર સામે તરવરતી હતી .એને ઘરે જઈને નક્કી કરી લીધું હતું કે કાલે મારે શું કરવું .....
આદિ આવ્યો ... એની નજર નંદિનીને શોધી રહી હતી.... એણે એણે નંદિનીને કાલ વાળી બેન્ચ ઉપર બેઠેલી જોઈ......અને તરત જ ક્યાંય રોકાયા વગર ..... કાંઈ પણ વિચાર્યા વગર ......તે તેની પાસે જઈને બેસી ગયો ......
આદિના બેસવાથી નંદિનીને તો નહીં , પણ એના બધા ફ્રેન્ડ્સ , ઇન ફૅક્ટ આખા ક્લાસ ને આશ્ચર્ય થયું , કે સૌથી ક્યુટ ગર્લ ....પાસે જ બેસવા વાળો આદિ ....એ પણ થોડીવાર ક્લાસ રૂમના દરવાજે ઉભા રહીને.... આખા ક્લાસરૂમની ગર્લ્સનું ઓબ્ઝર્વેશન કર્યા પછી ......એને જે ગમે એ જ ......બ્યુટીફુલ ગર્લ ની બાજુમાં બેસવા વાળો આદિ..... આજે સતત બીજા દિવસે એ જ બેંચ પર .....અને એ જ ગર્લની સાથે કેમ બેસી ગયો....?
" Hi .....Nandini how are you....?
" Fine ....thank you ...and you....?"
" Fine ....thanks..."
એમ ફોર્મલ વાતો શરૂ કરીને નંદીની સાથે વધારે વાતો કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો .પરંતુ નંદિની હજુ જેવી પ્રતાપ ગઢ માં રુદ્રાક્ષ સાથે ખુલીને વાતો કરતી હતી ,એટલી સુરતમાં આદિ સાથે નહોતી ખુલી ને વાતો કરી શકતી.
એને આજે રુદ્રાક્ષની યાદ આવી ગઈ .....અને આંખોમાં નમી પ્રસરી ગઈ ....એને રુદ્રાક્ષ બહુ યાદ આવતો. એ કદાચ ક્યારેય કોઈની સાથે રુદ્રાક્ષની જેમ દિલ ખોલીને વાત નહીં કરી શકે એવું એને લાગ્યું..... પણ પછી બીજી જ ક્ષણે એના આંખોની નમીએ ગુસ્સાનું સ્વરૂપ લઈ લીધું......
રુદ્રાક્ષ એને મળ્યા વગર..... એને કાંઈ જ જણાવ્યા વગર.... પ્રતાપ ગઢ અને એને....છોડીને જતો રહ્યો ....એનો ગુસ્સો એના મનમાંથી ઓછો થતો નહોતો , પરંતુ દિવસેને દિવસે વધતો જતો હતો.....
એના મમ્મી પપ્પાના ગયા પછી એક મિત્ર તરીકે , એના સાથી તરીકે , એને સૌથી વધારે જરૂર રુદ્રાક્ષની હતી . અને અત્યારે જ રુદ્રાક્ષ નહોતો . એ વાતનો ડંખ કદાચ એના દિલમાં ઊંડો ઘા કરી ગયો હતો .....અને આ ઘા દિવસો જતા એમ વધારેને વધારે નાસુર બનતો જતો હતો. એના દિલમાંથી રુદ્રાક્ષની સ્મૃતિઓ એના ઇચ્છવા છતાં ય વધારે ને વધારે તાજી થતી જતી હતી ....કેમ જાણે કે એનો આત્મા રુદ્રાક્ષની સ્મૃતિઓને..... રુદ્રાક્ષની યાદોને .....અને રુદ્રાક્ષના માસુમ....અને નમણાં ચહેરાને .....પોતાની અંદર કેદ કરવા માંગતો ના હોય !!!?
રુદ્રાક્ષની સ્મૃતિઓ અને એનો માસુમ ચહેરો ક્યાંક ઝાંખો થઈ ને રુદ્રાક્ષ ની જેમ અચાનક ગાયબ થઈ જાય , તો તે કદાચ જીરવી નહીં શકે ....એવું એને સતત લાગ્યા કરતું.... અને એથી એક પણ દિવસ એવો નહોતો જતો ... કે એણે રુદ્રાક્ષ સાથે વિતાવેલી દરેકે દરેક ક્ષણ જીવંત કરીને ફરીવાર જીવી ન હોય....!!!
નંદિની રુદ્રાક્ષના વિચારોમાંથી બહાર આવી ક્લાસમાં પિરિયડ શરૂ થઈ ગયો હતો .અને બધા ભણવામાં ધ્યાન આપવા લાગ્યા .
*. *. *.
અમદાવાદમાં હવે ધર્મેન્દ્ર ભાઈનો પોતાનો બિઝનેસ ધીરે-ધીરે જામી રહ્યો હતો . તેમની મહેનત અને વર્કોહોલિક આદત તેમને જંપીને સુવા નહોતી દેતી.... જ્યાં સુધી તેઓ પોતાની મંઝિલ પ્રાપ્ત ન કરે , ત્યાં સુધી તેઓ પગ વાળીને બેસે એવા માણસો પૈકીના નહોતા . આથી જ એકાદ વર્ષમાં તો તેમની ઓફિસે હવે સેટેલાઇટ જોધપુર રોડ ઉપર "રુદ્રાક્ષ ઇન્ફોટેક " કંપનીનું સ્વરૂપ લઇ લીધું હતું અને કંપનીમાં માણસો નો સ્ટાફ પણ વધવા લાગ્યો હતો.....
પ્રતાપ ગઢ માં પણ તેઓનું કુટુંબ ગર્ભશ્રીમંત ગણાતું હતું , પણ ધર્મેન્દ્રભાઈ ની મહેનતે અને સફળતા એ તેમની શ્રીમંતાઈ માં ચાર ચાંદ લગાવી દીધા હતા....
તેમના પિતા અને રુદ્રાક્ષના પ્રિય એવા તેના દાદા વિરેન્દ્ર નાથને પણ અમદાવાદમાં આવી ગયું હતું , અથવા તો એમ પણ કહી શકાય કે તેમણે અમદાવાદમાં ફવડાવી દીધું હતું .
અમદાવાદનો પોશ એરિયા ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં ધર્મેન્દ્રભાઈ એ પોતાનો બંગલો પણ લઈ લીધો , ધર્મેન્દ્ર ભાઈ ના જીવનમાં જ્યારથી રુદ્ર નો પ્રવેશ થયો ત્યારથી રુદ્ર એ એમના જીવનને કેસુડાના ફૂલ ની જેવુ ખીલવી દીધું હતું ...આથી એ બંનેના નામ ઉપરથી " રુદ્ર પલાશ " એવું બંગલાનું નામાભિધાન કરી ત્યાં શિફ્ટ પણ થઈ ગયા. ખુબજ અત્યાધુનિક શૈલીથી બનાવેલ ફર્નિચર ..ઈન્ટિરીયર....બધી જ ફેસીલીટીસ... અને એકદમ મોર્ડન લાઇફ સ્ટાઇલ.... મુજબ બનાવેલા બંગલોમાં વિશાળ ગાર્ડન પણ હતું . વિરેન્દ્ર નાથને હવે આ બંગલોમાં ફાવી ગયું હતું . તેમને ગાર્ડનિંગ નો બહુ જ શોખ .એટલે સવારે પૂજા અર્ચના માંથી પરવારી વિરેન્દ્ર નાથ થોડીવાર પોતાનો સમય ગાર્ડનમાં વિતાવતા. બધા ફુલછોડ આગળ ફરી વળતાં... કોને ખાતરની .... કોને નીંદણ ની.... કોને પાણી ની જરૂર છે ...તે બધી સૂચના તેઓ માળીને આપતા. અને ક્યારેક તો જાતે જ કામ કરવા લાગી જતા.....
રુદ્રાક્ષ પણ અમદાવાદમાં નંદિનીના ભાગનો સમય હવે દાદાજી સાથે પસાર કરવા લાગ્યો હતો . સ્કૂલે જતા પહેલા અને સ્કૂલેથી થી આવ્યા પછી પણ ,રુદ્રાક્ષ ને દાદાજી સાથે જ રહેવું ગમતું .રાત્રે પણ દાદાજીના રૂમમાં stories સાંભળવા પહોંચી જતો.....
રુદ્રાક્ષ હવે સ્કૂલમાં પણ ધીરે ધીરે એડજસ્ટ થતો જતો હતો ....તે જેવો પ્રતાપગઢમાં અલ્લડ , તોફાની , મસ્તીખોર અને બિન્દાસ્ત boy હતો ....તેવો જ તે હવે અહીંયા પણ બની ગયો હતો..... ધીરે-ધીરે તેના તોફાન , મસ્તી , તેના અલ્લડપણા અને બિન્દાસ્તપણા જેવા ગુણો , ક્લાસરૂમમાં અને સ્કૂલમાં પ્રગટ થવાના શરૂ થઈ ગયા હતા....
પહેલા તો ફક્ત વિરેન જ ક્લાસરૂમમાં મસ્તીખોર સ્વભાવનો હતો...પણ હવે રુદ્રાક્ષના આવવાથી અને તેના આ બધા પરાક્રમો પ્રગટ થવાની સાથે સાથે , વિરેન અને રુદ્રાક્ષની જોડી જામતી જતી હતી ..... અને આ જોડી જે પહેલા દિવસે " just friend " હતા એમણે આજે " best friend " નું સ્વરૂપ લઇ લીધું હતું....
રુદ્રાક્ષના સ્વભાવ અને તેના દેખાવના કારણે ક્લાસ ની બધી જ ગર્લ્સ તેને પોતાનો bf બનાવવા અને તેની સાથે નિકટતા કેળવવા તેની આગળ પાછળ ફરતી રહેતી....
તેમના ગ્રુપની ઈશિતાને પણ રુદ્રાક્ષનો આ ફ્રેન્કી સ્વભાવ અને એનો attitude ખુબ જ ગમતો ...એ પણ ગ્રુપમાં રુદ્રાક્ષનો પીછો નહોતી છોડતી ...પણ રુદ્રાક્ષ તો જાણે બધા થી નિર્લેપ જ રહેતો ....
અમદાવાદ આવ્યા ને ત્રણ ત્રણ વર્ષ થવા છતાં , રુદ્રાક્ષનું મન પ્રતાપગઢમાં નર્મદાના કાંઠે આવેલા નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં વારંવાર જતુ રહેતું હતું .કારણકે.....
રુદ્રાક્ષ નો દેહ તો હતો અમદાવાદમાં.... પણ જાણે તેનો આત્મા તો તે નંદિની ની પાસે જ છોડીને આવી ગયો હતો....!!! એનું શરીર ભલે અહીંયા હતું... પણ તેનું મન ...તેનું હૃદય ...અને તેની નંદિની ....પ્રતાપગઢમાં હતા .....ઘણીવાર વેકેશનમાં તે પ્રતાપગઢ જવાની જીદ કરતો , પણ ધર્મેન્દ્રભાઈ તેમના બિઝી શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને જઈ શકતા નહોતા .
રુદ્રાક્ષને થતું જેમ હું પણ નંદિનીને યાદ કરું છું..... તેમ નંદિની પણ મને યાદ કરતી જ હશે ....એમ હંમેશા મનાવતો રહેતો , અને નંદીની સાથે વિતાવેલી દરેક ક્ષણને વાગોળતો રહેતો . એના દિલોદિમાગમાં સાત - આઠ વર્ષની નંદિની ની દેહ્યા કૃતિ છપાઈ ગઈ હતી અને રોજ મનોમન નંદિનીની આ તસવીર એના દિલમાં વધારે ને વધારે છપાતી જતી.....
આમ નંદિની સુરતમાં , અને રુદ્ર અમદાવાદમાં ,એકબીજાની યાદ કરતા રહેતા .....રુદ્ર પ્રેમથી ...! જ્યારે નંદિની ગુસ્સાથી ....!પણ એ ગુસ્સાની પાછળનો ગર્ભિતાર્થ તો કદાચ ભવિષ્યમાં સમય જ પ્રકટ કરી શકે તેમ હતો....
રુદ્ર અને નંદીની પોતપોતાના શહેરમાં પોતાની જ દુનિયામાં હોવા છતાં , જાણે આ દુનિયાથી તેમને કોઈ જ નિસ્બત નહોતી .બંને જાણે એકબીજા વગર અધૂરા હતા . બંનેની દુનિયા અલગ હતી... પણ કદાચ તેમના દિલના તાર માઇલો દૂર હોવા છતાં એકબીજા સાથે જોડાયેલા રહેતા હતા .....
આજે નંદિની પંદરમો birthday હતો .અને જ્યારથી નંદીની , સુભદ્રા અને એના જીવનમાં આવી ત્યારથી ધનંજય નંદિનીનો birthday દર વર્ષે ધામધૂમથી ઉજવતો . ધનંજય નંદિની ના બધા જ સ્કુલ ફ્રેન્ડ.... તથા પોતાના ફ્રેન્ડ સર્કલ ને પણ ઘરે invite કરી ને પાર્ટી આપતો . અને તેમના ફ્રેન્ડસર્કલમાં સૌથી વધારે ક્લોઝ એવા એમના ફ્રેન્ડ એટલે એડવોકેટ રવિ રાજ મહેતા.....
હા ...આપણા આદિના ના પપ્પા .....એટલે જ એડવોકેટ રવિરાજ મહેતા .....
સુરત કોર્ટમાં એક બાહોશ જીનીયસ અને નીડર એડવોકેટ તરીકે તેમની ગણના થતી હતી ....
બધા તેમને જજ બનવાનું ઘણીવાર કહેતા .... અને એ હતા પણ એટલા બધા બુદ્ધિશાળી કે તેઓ હાઇકોર્ટના જજ બનવા માટે પણ સક્ષમ હતા ..પણ તેઓ તેમના આ એડવોકેટ ના વ્યવસાય થકી નિર્દોષ અને ખોટી રીતે ફસાયેલા વ્યક્તિઓને બચાવવા માંગતા હતા.....
અને એટલે જ કદાચ સુરત અને ગુજરાતની અંધારી આલમ તેમના નામ માત્રથી ફફડતી ....આજ કારણે કદાચ એમના છુપા દુશ્મનો પણ વધારે હતા......
આવું જ ધનંજય નું પણ હતું .....એસીપી હોવાને કારણે અને પોતાની ફરજમાં સંપૂર્ણ નિષ્ઠાવાન અને પ્રામાણક હોવાને કારણે તેઓ કોઈ પણ ગુનેગાર , અંધારી આલમના ભાઈઓ ,કે ડ્રગ્સ માફિયાઓ ને જરા પણ મચક આપતા નહોતા ...આ બધા જ બદીઓ થી ભરેલા લોકોને જ્યારે એ જાણ થતી .... કે પોતે ધનંજય પ્રસાદ શાસ્ત્રી ના સાણસામા ફસાયેલા છે ....ત્યારે તે પોતાની છૂટવાની આશાઓ છોડી દેતા ....કારણકે ધનંજય હંમેશા પૂરતા પુરાવા અને સાબિતી સાથે જ ગુનેગારોને દબોચતા જેથી કરીને તેઓ નિર્દોષ પુરવાર ના થઈ શકે .....
અને આવા ગુનેગારોને દોષિત પુરવાર કરી ....તેમને જેલભેગા કરી... સમાજને સ્વચ્છ કરવાનું કામ કરતા એડવોકેટ રવિ રાજ મહેતા....
આથી જ ધનંજય અને રવિરાજ બંનેની friendship આગળ વધીને , family relationship સુધી પહોંચી હતી .બંને જણા એકબીજાના ઘરે નાના-મોટા શુભ પ્રસંગે ભેગા થતા અને આનંદ કરતા .....
આમ હવે આદિ પણ નંદિનીના સ્કુલ ફ્રેન્ડ ની સાથે સાથે ફેમિલી ફ્રેન્ડ પણ બની ગયો હતો.......
આદિ અને નંદિની ની દોસ્તીનો કેવો વળાંક આવશે ... ... ? શું નંદિની રુદ્રાક્ષને ભૂલી જશે ...?હવે આગળ આ કહાની શું વળાંક લેશે ....? તે જાણવા માટે વાંચો રુદ્ર નંદિની નો આગળ નો ભાગ.......
ક્રમશઃ.....
Hello friends
અત્યાર સુધી વાંચનનો તો ખૂબ જ અભ્યાસ રહ્યો છે .પણ સ્વતંત્ર નવલકથા લેખનનો આ મારો પ્રથમ પ્રયાસ છે ....જ્યારે માતૃભારતી બધા લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવા માટે આટલું સરસ પ્લેટફોર્મ પુરું પાડતું હોય ....ત્યારે હું પણ મારી જાતને લેખન કાર્ય કરવા માટે ના રોકી શકી .મને આશા છે કે મારી નવલકથા "રુદ્ર - નંદિની " નુઆ પ્રકરણ તમને ખૂબ જ ગમ્યું હશે ....વાચકમિત્રો મારી આ કૃતિને વધારેમાં વધારે રેટિંગ આપી મારા ઉત્સાહને વધારો જેથી હું આથી પણ વધારે સારું લખવાનો પ્રયાસ કરું......
આ નવલકથામાં આવતા બધા જ પાત્રો ના નામ ,સ્થળ ,સુચિ ,જાતિ ,સ્વભાવ ,ધર્મ , હોદ્દો બધું જ કાલ્પનિક છે .તેમને કોઈપણ ધર્મ , જાતિ , વ્યક્તિ , સ્થળ કે સંપ્રદાય સાથે કોઈ જ વ્યક્તિગત સંબંધ નથી .અને જો કાઈ એવું લાગે તો તે એકમાત્ર સંયોગ જ છે.
..........BHABNA MAHETA
.