પહેલું સુખ તે જાતે નર્યા- કોરોના વિશેષ letsbuilddestiny દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલું સુખ તે જાતે નર્યા- કોરોના વિશેષ

આજના(કોરોના ના સમય) સમય માં યોગ્ય લાગતું આ સૂત્ર પર થી આજ ના આ લેખ ની શરૂઆત કરું છુ.

કોરોના વાઈરસ,આખી દુનિયા માં હાહાકાર મચાવી દેનાર એક જોરદાર શત્રુ, પરંતુ સાથે સાથે એક નવીન યુગ ની શરૂઆત કરવા માટે યોગ્ય સમય પણ કહી શકાય.

માર્ચ ૨૦૨૦ થી આજ દિન સુધી કોરોના ની સારવાર આપતી મોટી મોટી હોસ્પિટલમાં માં લગાતાર કામ કર્યા બાદ મારા અનુભવ મુજબ હું આપ સૌ ને કેટલીક જાણકારી આપવા જઈ રહ્યો છું.

કોરોના થયો છે, આ વાક્ય સાંભળતા જ લોકો ડરી જાય છે અને જાણે કેન્સર થયું હોય એમ હતાશ થઇ જાય છે. આ બીક આપણા માનસ માં ઊભી કરવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે મીડિયા. મીડિયા એટલે ન્યુઝ ચેનલ કે પેપર જ નહિ પરંતુ આપણે જે દુનિયા માં હંમેશા હોઈએ છીએ તે WhatsApp ની દુનિયા પણ આવી જાય છે.

કેટલી બધી અફવાઓ , ખોટા સમાચારો અને ખોટી માહિતી આપણે કોઈ પણ જાતની તપાસ કે તેની યોગ્યતા તપાસ્યા વગર આપણા મિત્રો અને પરિવાર સાથે શેર કરી દઈએ છીએ.

પરંતુ આજે દિશાવળ બંધુ એ જે યોગ્ય તક આપી છે એના મારફતે હું આપને જે જાણકારી આપીશ તે મારા અનુભવ તેમજ કેટલાક મોટા ડોકટરો જોડે થી મળેલ તાલીમ તેમજ સમય સમય પર આવતી વિવિધ માહિતીઓ (વૈજ્ઞાનિક પ્રયોગો )પર આધારિત છે.

“PREVENTION IS BETTER THAN CURE”
કોરોના થવા ની શક્યતા ઓ ને નહીંવત કરવા માટે આપણા બધા પાસે સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારી ભરપૂર છે. તેનો યોગ્ય પાલન કરો.

યોગ્ય રીતે માસ્ક પહેરો. જરૂર વગર ઘર ની બહાર નીકળવાનું ટાળો. ભીડભાડ વાળી જગાએ જવાનું ટાળો. બહાર થી આવી ને સૌ પ્રથમ હાથ ને યોગ્ય રીતે ધોવો . કોઈ પણ વસ્તુ કે જગ્યા ને અડક્યા બાદ સેનેટાઇઝર નો ઉપયોગ કરો. (હાથ ધોવા ની અને સેનેટાઇઝર નો ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિ છે જે મુજબ જ કરવું).

રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય એવા ઘરગથ્થુ ઉપચાર કરવા. રોજ ૩૦ મિનીટ ધ્યાન, યોગ,પ્રાણાયામ અને કસરત અવશ્ય કરવું. બહારનું ખાવાનું ટાળવું. ખાસ કરી નેબહાર નું ઠંડુ ખાવાનું જેમ કે પાણીપુરી અને મીઠાઈઓ.

સકારાત્મક વિચારો માં વધારો થાય એવું વાંચન તેમજ શ્રવણ કરવું. જો સમાચાર સાંભળી ને કે વાંચી ને તણાવ ઉત્પન્ન થાય તો તેને દૂર રાખવું

આપણી ભારતીય શૈલી મુજબ સવારે યોગ્ય નાસ્તો કરવો જેથી શરીર ને જરૂરી ઊર્જા મળી શકે. બપોરે યોગ્ય આહાર લેવો. રાત્રે ખુબજ હળવું ભોજન સમયસર લેવું.

આહાર માં વિશેષ રીતે લીલા શાકભાજી નો ઉપયોગ કરવો. કાચી હળદર તેમજ હળદર ના પાઉડર નો અવશ્ય પણે ઉપયોગ કરવો. (કોરોના કાળ માં હળદર ખુબજ આરોગ્ય પ્રદ પુરવાર થયેલ છે. વધુ જાણકારી માટે આપ YouTube પર letsbuilddestiny ચેનલ પર મુકેલા મારા વીડિઓ ને જોઈ શકો છો.)

https://www.youtube.com/watch?v=uIGj3oI2YOk
Immunity Booster
પ્રોટીન યુક્ત આહાર લેવો જેવા કે ફણગાવેલા કઠોળ, દાળ તેમજ અન્ય. સુકામેવા તેમજ ફળો નો નિયમિત ઉપયોગ કરવો. સુકામેવા માં ખાસ કરી ને અંજીર , અખરોટ , કાજુ નો ઉપયોગ કરવો. ફળ માં મોસંબી કે સંતરાં જ ખાવા કરતા વૈવિધ્ય પૂર્ણ બધા જ ફળો નો ઉપયોગ કરવો.

જો તમને ડાયાબિટીસ કે લોહી નું ઊંચું દબાણ (BP) ની બીમારી છે તો ડોક્ટર ની સલાહ મુજબ દવાઓ અવશ્ય લેવી. આહાર માં પણ શર્કરા તેમજ મીઠા નો વપરાશ નહીંવત કરવો. વજન વધારે હોય તો તેને ઘટાડવા યોગ્ય ઉપાય કરવા. વજન ઘટાડવા આપે Nutritionist સલાહ લેવી જેથી શરીર માં યોગ્ય પોષકતત્વો મળી રહે. અઠવાડિયા એક વખત એક ટાણું કરવું(રોગ પ્રતિકારક શક્તિ વધે છે). દિવસ માં ૧૫ મિનિટ ચાલવા જવું તેમજ ઉપર જણાવ્યા મુજબ ૩૦ મિનિટ ધ્યાન, યોગ,પ્રાણાયામ અને કસરત અવશ્ય કરવું.

રોજ ગળો (Giloy) ની ગોળી કે જ્યુસ નો ઉપયોગ કરવો ( સવાર માં ઉઠતાની સાથે ખાલી પેટે ૧૦ – ૧૫ મિલી જ્યુસ એટલા જ પાણી માં નાખી ને પી જવું. અથવા દિવસ માં એક વાર ૨ ગોળી ગળો ઘનવટી લેવી.)

હુફાળા પાણી માં હળદર અને લીંબુ નાખી ને દિવસ માં ૨ વખત અવશ્ય લેવું. હળદર વાળું દૂધ રોજ સવારે અથવા રાતે અવશ્ય પીવું. કોરોના ની સારવાર આપતી હોસ્પિટલમાં તેમજ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓ ને રોજ રાતે હળદર વાળું દૂધ આપવામાં આવે છે.

આ બધા સાથે હંમેશા ખુશ રહેવું. તણાવ થી દૂર રહેવું અને આધ્યાત્મિક પ્રવૃત્તિ અવશ્ય કરવી. એક સંશોધન મુજબ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવા થી આપણા શરીર ની પેરા સિમ્પથેટીક સિસ્ટમ(PARASYMPTHETIC) વધારે જાગૃત થાય છે જે તમને મનોબળ પૂરું પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.

બધું કરવા છતાં કોરોના થાય છે તો શું કરવું?
કોરોના વોર્ડ માં મારા રાઉન્ડ દરમિયાન ઘણા બધા દર્દીઓ મને હંમેશા એક વાત અચૂક કહેતા કે સાહેબ બધું કરતા હતા તો પણ અમને કોરોના થયો. અમને સારું તો થઇ જશે ને?

તો સૌ પ્રથમ આપ બધા અચૂક જાણતા જ હશો કે ૮૫% દર્દીઓ ને બહુજ સામાન્ય લક્ષણો જોવા મળે છે અને કેટલાક તો એવા પણ છે જેમને કોરોના થયો અને એમને ખબર ના પડી અને સજા થઇ ગયા

૧૫ થી ૨૦% દર્દીઓ ને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે પરંતુ તે પણ જલદી સજા થઇ જાય છે. ફક્ત ૫% કે તેથી પણ ઓછા દર્દીઓ ને બહુ જ ગંભીર બીમારી થાય છે પરંતુ તેમાં પણ ઘણા બધા દર્દીઓ સજા થઇ જાય છે . ફક્ત ૧% કે તેથી પણ ઓછા લોકો ના મૃત્યુ થાય છે . તેથી ડરવાની કોઈ જરૂર નથી.

જો આપ ને કોરોના થયો છે કે થાય છે તો યોગ્ય સારવાર લેવા થી આપ પણ જરૂર પણે સજા થઇ શકો છો. સારવાર દરમિયાન જે અમારા અનુભવ મુજબ જોવા મળ્યું તે છે દર્દી નું મક્કમ મનોબળ અને સકારાત્મક વિચારો. આ બે વસ્તુ ડોક્ટર ની સારવાર ઉપરાંત ખુબજ જ મહત્વ નો ફાળો ભજવી જાય છે.

દર્દી નો ઈશ્વર અને ડોક્ટર પર નો ભરોસો પણ એક દવા ની જેમ જ કામ કરે છે. તેથી જ જો આપ ને આ બીમારી છે તો પહેલા તો તેનો સ્વીકાર કરો અને યોગ્ય સારવાર ચાલુ કરી દો.

સમ્રગ સારવાર દરમિયાન એક જે સુચન જે આપવામાં આવતું તે હતું, ન્યુઝ ચેનલ અને સમાચાર પત્રો કે WhatsApp પર ખાસ કરી ને કોરોના ને લગતા આવતી અફવાઓ / સમાચારો ના જોવા. સકારાત્મક ઊર્જા આપે તેવું જોવું કે વાંચવું કે શ્રવણ કરવું. હાસ્ય કરાવે તેવું જોવું.

યાદ રાખો આપ અગર ધારશો તો આ બીમારી ને હરાવી શકશો. તેથી મક્કમ મનોબળ અવશ્ય રાખવું.
મને તો ડાયાબિટીસ અને બી પી તેમજ અન્ય બીમારી છે અને ઉપર થી કોરોના, શું હું સાજો થઇ શકીશ ? મને કોરોના મટી તો જશે ને?
જવાબ: જો તમને ડાયાબિટીસ કે બી પી કે અન્ય બીમારી છે તો પણ આપ સજા થઇ શકો છો. જે પણ લોકો ને ડાયાબિટીસ કે બી પી કંટ્રોલ માં છે, નિયમિત દવા લે છે, સમયસર તપાસ પણ કરાવે છે તેમને ડરવાની બિલકુલ જરૂર નથી, આપ જરૂર થી સજા થઇ શકો છો.

સુચન: જે લોકો ને તંબાકુ (બીડી. સિગારેટ) કે દારુ નું વ્યસન છે તે લોકો તેને છોડવાના બધા જ પ્રમાણિક પ્રયત્નો જરૂર કરે. આ વ્યસન તમારા લીવર અને ફેફસા ને ધીરે ધીરે ખતમ કરી દે છે અને જો એવા કિસ્સા માં કોરોના થાય તો બીમારી ગંભીર રૂપ લઇ શકે છે.

મને કોરોના થયો હતો હવે મારે શું ધ્યાન રાખવું? મને બીજી વાર કોરોના તો નહિ થાય ને?
આ પ્રશ્ન પણ મને ખુબજ પૂછવામાં આવતો.

જવાબ : હવે તમે સજા થઇ ચૂક્યા છો અને તમે તમારી જિંદગી પહેલા ની જેમ જીવી શકો છો. આ રોગ ને મગજ માં રાખવો નહિ. આપણે આગળ જોઈ ગયા તેમ સાવચેતી રાખવી પણ ડરવું નહિ અને મગજ માં રાખવું નહિ. ઘણા દર્દીઓ શારીરિક રીતે તો સજા થઇ જાય છે પણ માનસિક રીતે નથી થઇ શકતા. જે તેમને તનાવ મુક્ત જીવન જીવતા રોકે છે અને ઘણીવાર બીજી બીમારી માં સપડાઈ જાય છે.

મારા ફ્લેટ માં રહેતા મારા પાડોશી કે અન્ય મિત્ર ને કોરોના છે. દૂર રહેવું સારું.
જવાબ: સાવચેતી અવશ્ય રાખો પણ તેમને માનસિક ટેકો પણ કરો. ફોન પર એમના જોડે સંપર્ક માં રહો. તેમને સકારાત્મક ઊર્જા આપો. એમનું મનોબળ વધારો. થઇ શકે એ બધી જ મદદ કરો. ગભરાવવાની બિલકુલ જરૂર નથી. એમને થયો અને તમે એમની બાજુ માં કે આસપાસ રહો છો એટલે તમને પણ થશે જ એવું બિલકુલ નથી.

મને અને મારા પરિવાર ના સભ્યો ને કોરોના થયો છે અમે તો કોઈ ને કીધું નથી. બધા અમને જીવવા નહિ દે.
મારા ઘણા બધા દર્દી મને આવું કહેતા હોય છે.

જવાબ: જો તમને અને તમારા પરિવાર માં કોરોના થયો છે તો આજુબાજુ ના સભ્યો ને અવશ્ય જણાવો જેથી તેઓ સાવચેત થઇ ને રહે. તેમજ કોરોના થયેલ પરિવારે પણ એક નૈતિક જવાબદારી ના ભાગરૂપે સરકારે આપેલી સૂચનાઓ ચુસ્તપણે પાલન અવશ્ય કરવું. બહાર નીકળવું નહિ તેમજ મકાન અને સોસાયટી સેનેટાઈઝેશન અવશ્ય કરાવવું.

સોસાયટી ના અન્ય સભ્યોએ તેમને યોગ્ય સાથ સહકાર આપવો. માનસિક મનોબળ તેમજ અન્ય જરૂરી મદદ અવશ્ય પૂરી પાડવી.

અંત માં એટલું જ કહીશ કે આ જ સમય છે કે આપણે ડાયાબિટીસ, બીપી. મોટાપો તેમજ અન્ય આપણી રેહણીકરણી ને લગતી બીમારીઓ થી છુટકારો મેળવી શકીએ છીએ. એક બીજા ને મદદ કરતા રહીએ અને એક બીજા ના કપરા સમય માં સહભાગી બનીએ.

सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाःसर्वे भद्राणि पश्यन्तु।मा कश्चित् दुःख भाग्भवेत्॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥
हिन्दी भावार्थ:
सभी सुखी होवें, सभी रोगमुक्त रहें, सभी का जीवन मंगलमय बनें और कोई भी दुःख का भागी न बने।
हे भगवन हमें ऐसा वर दो!
લેખક: ડો. વિરલ એન શાહ

દંત સર્જન , સિવિલ હોસ્પિટલ સોજીત્રા, આણંદ

As COVID-19 coordinator at:

From March 2020: COVID CARE CENTER, SMARAS HOSTEL ANAND

OCTOBER 2020 TO DECMBER 2020- GCS MEDICAL COLLEGE, AHMEDBABAD (COVID WARD)

સ્થાપક અને પ્રબંધક ( FOUNDER & DIRECTOR)

www.letsbuilddestiny.org.in/ YouTube channel: letsbuilddestiny