રહસ્ય-પ્રકરણ-૩ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

રહસ્ય-પ્રકરણ-૩

રહસ્ય.....(SECRET) પ્રકરણ-

આમ જ આ મકાનમાં રહેવા આવે એક-બે નહિ પણ છ માસ જેવો સમય પૂરો થવા આવ્યો અને અંજલિએ મારા મનમાં સખત એના વિચારોથી મને જકડી દીધો હતો. રાત-દિવસ તેના વિચારો આવ્યા કરતા હતા. મારા ઘરમાં આવવા જવાના સમયે તેનું ગેલેરીમાં ઉભા રહેવું અને મને જોતા રહેવું એમ તેનો ચહેરો વાંચતા મને પણ સતત એમ થયા કરતું હતું કે અંજલી મારી સાથે વાત કરવાની તક શોધ્યા કરતી હોય તે હું સમજી શકતો હતો.

રજાના દિવસ દરમિયાન હું ઘરે હો ત્યારે તે તેના ઘરમાંથી નીચે ઉતરે ત્યારે કોઈને કોઈ બહાને હું તેની આંખોમાં મને એકાંતમાં મળવાની તેની ઈચ્છાને તેની આકાંક્ષાને જોતો હતો. સુરભી ઘરમાં આખો દિવસ રહેતી હતી. અને અંજલિ ને પણ ઘરમાં તમામ કામનો અને તેના બાળકોને કારણે સમય મળતો નહીં. આખો દિવસ ઘરમાં જ રહેતી હતી. હું મારા દુકાનના કામે મોટા ભાગનો સમય દુકાનમાં જ પસાર થતો હતો. એક દિવસ સવારે અચાનક જ મારી સામે આવી ગઈ જોતાવેંત તેણે કહ્યું, પંડ્યાજી તમે તો બહુ મજૂરી કરો છો.

સામે જવાબ તો આપવો પડે, ‘શું થાય ?’ નસીબમાં જે કામ લખ્યું હોય તો તે કરવું તો પડે જ ને. અંજલીએ કહ્યું મારી પણ ઇચ્છા છે..... કે એકાદ દિવસ મારે તમારી દુકાને આવવું છે.

તેના આ વાક્યથી હું એકદમ ગભરાઈ ગયો. કારણ કેમે કરીને અંજલી મારી દુકાન માં પ્રવેશ કરે તેવી મારી લગીરે ય ઈચ્છા ન હતી. મેં તરત જ કહ્યું, તમારે આવવાની સુ જરૂર ? તમારે જે કાંઈ જરૂર હોય તે મને કહેજો હું આવું ત્યારે ચોક્કસ યાદ કરીને લઇ આવીશ. આમે ય હું દિવસમાં બે વખત તો આવજા કરતો હોઉં છું. એટલે મારે તમારી કોઈ વસ્તુ લાવવામાં વાંધો-હરકત આવે તેમ નથી. અને આમેય મારી દુકાન અહીંયાથી ઘણી દૂર છે. એટલે તમારે દૂર આવવાની તકલીફ લેવાની ક્યાં જરૂર છે. એમ પણ બને ને, તમે આવો એવા સમયે હું દુકાનમાં ન પણ હોઉ, અને નાહકનો તમને ધક્કો પણ પડે અને તમને મળી પણ ન શકું. મારા વાક્યોથી અંજલી મારી સામે એકીટસે જોતી જ રહી.

સુરભી ની હાજરીમાં મેં અંજલીની સાથે વાત કરવાની ઓછી કરી નાખી હતી. સામે અંજલી પણ સુરભીની હાજરીમાં મારી સાથે વાત કરવાનું ટાળતી હતી. બંને વચ્ચે બહુ સારી મિત્રતા હતી. મારી ગેરહાજરીમાં બંને બેસીને અલક-મલકની વાતો કરતી હતી. કોઈ સમયે હું એકાએક આવી જતો ત્યારે અંજલી ઊભી થઈ જતી, અને હસી ને કહેતીચાલોહવે હું જાઉં હવે તમે બંને બેસી વાતો કરજો આમ કહી તરત ચાલી જતી હતી.

ઘણા દિવસો થયા હતાં, અંજલી પાસે હતી આમ છતાં મારાથી જોજન દૂર હોય તેવો અહેસાસ થતો હતો. આમ તો મને પણ એની સાથે દિલ ખોલીને વાત કરી હતી તે હું શોધ્યા કરતો હતો પરંતુ મને તે તક મળતી ન હતી. તે પણ મારી સાથે આવવા અને વાત કરવા પ્રયત્ન કરતી હતી તવું મને તેના ચહેરો કહેતો હતો. સુરભી હોય એટલે આવો મોકો મળતો ન હતો, એવું પણ ભાગ્યે જ બનવા પામતું કે સુરભી બહાર ગઈ હોય અને ઘરમાં હું એકલો હોઉ. વી બધી મનમાં વિવિધ કલ્પનાઓ કરીને હું હચમચી જતો હતો. અંજલિના આવા બધા વિચારોએ મારા મનનો કબજો લઈ લીધો હતો. પરંતુ છેવટે નિરાશ થઈ વિચારતો ના ના આવું નહીં બને, ક્યારેય નહીં બને. અંજલી ત્રણ બાળકોની માતા છે. પરંતુ તે શ્યામવર્ણી સુંદર દેખાવ ધરાવતી સ્ત્રી હતી, ત્રણ બાળકોની માતા બન્યા બાદ પણ તેના નયનોમાં યુવાનીનું જોમ એમને છલકાતું હતું. હું તેને માટે અંદર ને અંદર અનેક વિચારો કરી મારુ મન વિચલીત થતું હતું. આમ રોજ બરોજ સવાર પડતા તેના ને તેના વિચારો મનમાં વિટરાયેલા રહેતા હતાં.

આવા જ વિચારોમાં ને વિચારોમાં હું દુકાનેથી એક દિવસ રોજના સમય કરતા ઘરે વહેલો આવી ગયો. અને આ જ સમયે સુરભી ઘરના કોઈ કામ માટે બહાર ગયેલ હતી. હું ઘરે આવી ફ્રેશ થઈને પલંગ પર આડો પડ્યો હતો, અને વિચારોનાં વમળોમાં ફસાયેલો જ હતો. ને ઘરની ડોરબેલ રણકી ઉઠી. મને એમ કે સુરભી આવી ગઈ , હું પલંગમાંથી ઉભો થઇ દરવાજો ખોલવા ગયો.

પરંતુ આ શું ? હું એકદમ જ અવા થઈ ગયો ! કારણ દરવાજો ખોલતા સામે સુરભી નહિ પણ અંજલી ઊભી હતી !

ું આજે તો તમે બહુ વહેલા આવી ગયા ?’ અંજલિએ સવાલ કર્યો.

હા આજે જમીને બપોર પછી દુકાને ગયા બાદ બેચેની જેવું લાગતા હું ઘરે વહેલો આવી ગયો.

સુરભી તો હમણાં જ મને કહી બજારમાં શાક લેવા ગઈ છે. મારી ધારણા અનુસાર તેને પરત આવતાં હજી અડધો કલાકથી વધુ સમય તો થશે. તમને ઘરે આવેલા જોયા એટલે મને થયું કે લાવ હું મળી આવું.

હા.....હા.. આવો ને આવો... મેં કહ્યું

એ અંદર આવી, મેં બારણું બંધ કર્યું. અમે બંને એકબીજાને સમજી ગયા હતાં. અને મને એમ લાગ્યું કે ચાલો સારું થયું, ઘણા સમયથી રાહ જોતો હતો તે તક આજે મારી સામે આવીને ઉભી હતી. મે બંને અમારા મકાનના ડ્રોઈંગરૂમમાં આવ્યા. મનમાં અનેક જાતના વિચારો, અનેક હ્રદયના ધબકારાજોરથી ધબકી રહ્યા હતાં, કારણ સામે અંજલી હતી. અને અમે ઘરમાં બંને એકલા હતા. વધુમાં સુરભિને ઘરે આવવા પણ હજી થોડો સમય બાકી હતો.

અંજલી એ જ વાતની શરૂઆત કરી, ‘’ મારે તમારી સાથે અંગત ચર્ચા કરવી હતી, અને કહ્યું અહીંયા નહિ અંદરના રૂમમાં ચાલુ. મેં પણ કહ્યું હા ચાલો અંદરના રૂમમાં જઈએ. સંધ્યાકાળ નો સમય હતો, રૂમમાં થોડું-ઘણું અંધારું હતું, આમ છતાં મે ટ્યુબલાઈટ ચાલુ કરવાની દરકાર ન કરી. મકાનમાં અમારા બે સિવાય અન્ય કોઈ હતું.

થોડું આગળ ખસીને વચ્ચેનું બારણું બંધ કરતા તેણીએકહ્યું, ‘ સામેની લાઇનના મકાનમાંથી કોઈ આપણને બંનેને એકલા જુવે એ મને પસંદ નથી.

અંજલિએ મને એની આંખોના ઇશારાથી તેની નજીક આવવાનો ઈશારો કર્યો, અને હું પણ તેની નજીક યો..

અંજલીએ મારી સામે વાત કરતા એક ચિત્તે કહેવાનું ચાલું કર્યું, હું આપને કંઇ કહેવા આવી છું...... સાંભળો..... તમે અહીંયા રહેવા આવ્યા બાદ તમારા આ મકાનમાં રોજ બપોરના સમયે તમે જમીને જાઓ તે પછી એક માણસ સુરભિ ને મલવા માટે કાયમ આવે છે. અને તે બંને જણા મકાનનો મુખ્ય દરવાજો બંધ કરી લગભગ એકાદ કલાકથી વધુ સમય એકલતામાં વિતાવે છે.........શું આપને આ વાતની ખબર છે ?

અંજલી ની વાત સાંભળી એકદમ હચમચી ગયો અને મને કોઈ વાઢે તો લોહી પણ નીકળે તેવી મારી પરિસ્થિતિ સામે આવી ગઈ. અંજલી માટે હું શું વિચારતો હતો. અને અંજલિએ આવીને શું કહ્યું તે વિચારતા વિચારતા હું મારા વિચારોમાં ખોવાયેલો હતો અને, તે ધીમે રહીને ‘‘પંડ્યાજી’’, ચાલો હું જાઉં છું કહ અંજલી તેની જાતે દરવાજો ખોલીને જતી રહી.

જતી અંજલિને હું અવાક બનીને જોતો જ રહ્યો.. શું વિચારતો હતો..અને શું થઈ ગયું..?? લાંબા સમયનો રહસ્ય નો પડદો આજે ખૂલી ગયો હતો..

દિપક એમ. ચિટણીસ (DMC)

dchitnis3@gmail.com