સબંધમા અમે પ્રેમ અને ઝઘડો બંને રાખીએ,
પણ ,માફી માંગવામાં બહૂ રાહ ના જોઈએ....
(- મન ની 'મહેક')
હમણાં જ મેગેઝીન મા ડો.નિમીત ઓઝાસરનો એક લેખ વાચ્યો. લેખ નું શીર્ષક એવું હતું કે' માફી: ક્યાંકથી માંગી લ્યો, ક્યાંક આપી દયો ' વાત એમ હતી કે કોરોનાકાળ માં ઘણા લોકોના મૃત્યુ થયા અને ઘણા એકલતા માં કંટાળી ગયા. છતાં કેટલા લોકો હશે કે જેણે ખરેખર માફી માંગી હશે?
માફી શબ્દ ભલે બે અક્ષરનો છે, અને ઘણા એવું પણ કહશે કે વાત ક્યાં છેક પહોંચી જાય ને અંતમા માત્ર બે જ શબ્દથી સુલેહ થોડી થઈ જાય? સુલેહ થાય કે નહીં પણ વાત એ મહત્વની કે માફી માંગવી પડે એવી પરિસ્થિતી જ કેમ બને કે માણસ માણસ વચ્ચે એવા મતભેદ પેદા થાય?
બધાને એકબીજા સાથે પારીવારીક અથવા મિત્રતા કે વ્યવસાયીક સંબંધ હોય પણ એ વિચારે કે મારે કોની સાથે, ક્યારે ,કઈ બાબત પર મતભેદ થયો? અને કોની ભુલ હતી ? આટલું શાંતિથી વિચાર કરી તમને બધું સમજાશે . પણ હવે જ્યારે હૃદયપુર્વક માફી માંગવાનુ નક્કી કરશો એટલે તરત જ તમારૂં મન કુદકો મારશે. તરત મન માં સવાલો નો વંટોળ ઉઠશે કે હુ કેમ માફી માગુ વળી? કોઈને ખબર પડશે તો એ શું વિચારશે મારા વિશે? માફી માંગવાથી સામેવાળા મને નબળા સમજી લેશે તો? આવું મોટાભાગે ક્યાંક ને ક્યાંક બધા સાથે થયું હોય અથવા સમાજમાં ક્યાંક સૌએ જોયેલું હશે.
મતભેદ થાય એ સુધારી શકાઈ પણ મનભેદ જો થઈ
જાય એ સુધારવું અઘરું પડી શકે પણ અસંભવ નથી. સંબંધ મા કોઈ પણ ખચકાટ હોય મોટાભાગના કિસ્સામા એ પાછળનું કારણ મન જ હશે. જો ખચકાટની કોઈ પણ સ્થિતિમા મનને શાંત રાખી, ધીરજથી , અભિમાન, ઘમંડ કે બીજા શુ વીચરશે એ બાજુમાં રાખવાથી આપમેળે જ અમુક ખચકાટ નું સમાધાન ત્યારે જ થઈ જાશે. મહાન ધર્મગુરૂ દલાઈ લામા જી એ કહે છે કે", ધીરજતા આપણને કોઈ પણ સ્થિતિ માં તમારૂ પ્રેઝેન્સ ઓફ માઇન્ડ ગુમાવવા સામે રક્ષણ આપશે , ધીરજતાથી ચીત શાંત રહેશે અને મન પર કાબુ રહેશે જેનાથી યોગ્ય અને સમતોલ પ્રતિસાદ આપી શકીએ છીએ.'
માફી જરૂર માંગવી પણ એ પહેલાં એ વિચારીએ કે પહેલા ખચકાટ કે મતભેદ થાય ત્યારે માફી માંગવાની પરિસ્થિતિ ઉભી થશે. એક પતિ- પત્નિ ની વાત છે. બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને ખુશીથી રહેતા હતા. પણ અચાનક એવું બન્યુ બંને વચ્ચે કોઈ બાબતને લઈ તકરાર થાય છે અને ધીમે ધીમે મોટો ઝઘડો થાય છે. હવે આ ઘટનાને લીધે બંને વાતચીત બંધ કરી દે છે. દીવસો પસાર થવા લાગે છે. પતિને આ વાત માનસિક રીતે અસર કરે છે. એક દીવસ પતિ માફી માંગે છે પણ પત્નિનો જવાબ ના મળ્યો. પતિ ઘરેથી કામ છે કહી નીકળી જાઈ છે. થોડીવાર પછી પતિ એના જ ફોટો પર ઓમ શાંતિ લખીને ફુલમાળા લગાવેલ ફોટો પત્નિને મોબાઈલ માં મોકલી આત્મહત્યા કરી લે છે. એ પછી પત્નિ ને પોતાની ભુલ સમજાય છે અને પછતાવો વ્યક્ત કરે છે ,પણ હવે શું .....
ઘણા વાચનાર એમ વીચારશે કે પતિ પણ ખરો છે જીવન થોડું જતું કરાઈ પત્નિ બીજી મળી શકે જીવન નહીં. પણ કોઈ પણ મજબુત મનનો માનવ હોય એના મન માં શું ચાલે છે, એની લાગણી કે વિચારધારા કેઈ સ્થિતિમાં કેવી હશે એ કોઈ ના જાણી શકે. વાંચનાર સૌ બધી વાતને થોડી ઘણી અમલમાં મુકશે તો કાંઈક ફાયદો થઈ શકે. સૌએ સમય આપી પોતાના જીવનમા જરાક ડોકયુ કરી લેવું. કેમ કે આ બધું લખવુ ને કહેવું સરળ છે પણ અમલ કરવુ અઘરું છે. મારાથી પણ ક્યારેક ભુલ થાય , મતભેદ થાય પણ અમલ કરવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે.
<- અંત નો અવાજ ->
હૃદય: મારે ઝઘડો કરવો છે જેથી કોઈક મારી માફી માંગે.
મન: રહેવા દે ને ભાઈ , એ મારૂ કામ છે તને ના ફાવે.