લાલી લીલા - 3 - છેલ્લો ભાગ Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલી લીલા - 3 - છેલ્લો ભાગ

લાલી લીલા.’

ત્રીજું અંતિમ પ્રકરણ/૩

‘પાંચ મિનીટ પછી.. લાલજીએ પૂછ્યું..
‘અરે પહેર્યું કે નહીં ? ન ફાવે તો હું પહેરાવી દઉં.’

‘એ.. પેરયા પણ આ લૂગડાં તો ઓલી...’

હજુ લાલી આગળ બોલે ત્યાં.. લાલજી તેની કામલાલસાને કાબુ કરવામાં નિષ્ફળ જતાં બાથરૂમના અધ્ધ ખુલ્લાં બારણાંને ધક્કો મારતાં અંદર જઈને જોયું તો.....
રેડ કલરની ટુ પીસ બીનીકીમાં લાલીના મદનમસ્ત બદનને જોતા વ્હેત જ લાલજીના કાબુ બહારના કામાવેગ આતુર અજગરે લાલીને તેના ભરડામાં ભીંસી દીધી...


‘શેશેશેશેશેશેશે...............ઠ.’

અચાનક જ હળવા દબાણના સ્પર્શ સાથે લાલજીની બન્ને હથેળીના તોફાની ટેરવાં લાલીની માદક અને મખમલી કાયા પર જેમ જેમ ફરતાં ગયા તેમ તેમ લાલી હજુ કઈ સમજે કે વિચારે એ પહેલાં લાલજીની અગન જેવા આલિંગનમાં ઓળગવા લાગતાં લાલી બોલી...


‘હેય... શેઠ... આ તમે ... શું....ક..’

હજુ લાલી તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં કામાતુર લાલજી એક હથેળી લાલીની કુમળી ત્વચા વાળી લીસ્સી પીઠ પર પસરાવતાં અને બીજા હથેળીથી લાલીના હિલોળાં લેતા અસ્થિર ઘાટીલા ઉભારો સાથેના સ્તન પર હળવા સ્પર્શનો ભાર દઈને લાલીના તરસથી તસમસતા, ટળવળતાં નર્મ અને રસીલા ગુલાબી હોઠો પર તેના હોઠ ચોડતાં એક દીર્ધ ચુંબનની ચુંબકીય અસરથી બંને કામતૃષ્ણાને ભરી પીવા તરફડવા લાગ્યા... અને ત્યાં મદહોશીથી બહેક્તી લાલી બોલી...


‘શેઠ.....હવે મારાથી નહીં...’

ધસમસતા સમંદરના તોફાની મોજાની માફક સાહસિક અભરખા સાથે સમાગમની સુનામી લઈને લાલજી લાલીની સુડોળ કાયા પર સવાર થઇ ગયો હતો... હવે લાલજીની નજરોમાં નગ્નતાના નાચ સાથે ઘૂઘવાતા લાલચામણા ઈરાદાના પૂરમાં તણાઈને ડૂબી જવા લાલી, તાલાવેલીની ઉત્કટ ઉત્તેજનાથી તડપતી હતી.

જેમ વિસ્ફોટક બારૂદનાના જથ્થા પર કોઈ ચિંગારી પડ્યા પછી જે રોતે દાવાનળ ફાટી નીકળે એ રીતે...લાલીના રોમે રોમના રક્તકણના રમખાણની લાલાશમાં ભોગસુખને ભોગવવાના લાલચની લાલસાનો સંભોગ સંચાર દોડવા લાગ્યો .


‘શેઠ નહીં.... હું તારો લાલ છું...લાલ. આજે મારી લીલાને આ લાલની લીલા બતાવીશ.. તું બસ જોયા કર...’ એમ કહીને લાલજીએ શાવર ઓન કર્યું, જેવો જળનો ધોધ પડ્યો ત્યાં બન્ને એટલી જ આક્રમકતાથી એકબીજાની આગોશમાં જકડાઈ ગયા...

ઠંડા પાણીની ધારમાં પણ ધગધગતી, તરફડતી અને નીતરતી લાલીને લાલજીએ ઉઠાવીને બેડ પર મુકતા જ આક્રમક લાલીએ લાલજીનું ટી-શર્ટ ફાડીને બેડ પર આડો પાડી, તેના પર ચડી બેઠી. લાલજીની પહોળી છાતી પર હળવા બચકા ભરવાનું ચાલુ કર્યું... એ પછી....લાલજીના દિમાગની નસે નસેમાં ઉછળતા વિકાર વાસનાના અતિ ઉત્તેજક આવેગની પ્રતીતિ કરાવતા લાલજી લાલીના એક એક અંગ પર તેના અનન્ય દબંગ અદાના સમાગમની છાપ ચોડતો ગયો.. અને લાલીની દશા ભરપુર ઋતુસંગમમાં પણ મીઠા દર્દના સિસકારા સાથે જળ વિના તરફડતી માછલી જેવી હતી...

ધમણની માફક ધડકનો સાથે લાલીની પરસેવે રેબઝેબ હાંફતી છાતી, ઉલાળા મારતો યૌવનનો દરિયો અને ડૂબવાના અભરખા, ટેરવાં દીવાસળી બનતાં, સ્ર્પશે સ્પર્શે અંગ અંગ સળગ્યા..ધગધગતા બદન, હવસની હૂંફમાં ઓગળવા લાગ્યા..વેરવિખેર બિસ્તર પર કરચલી રૂપે લંપટલીલા લખાતી રહી.. હવે આવેગના અશ્વો બે-લગામ થઇ ગયા હતા.

અંતે....અણધાર્યા આક્રમક ધક્કા સાથે... લાલજી.. તેના પ્રચંડ પ્રમાદપ્રવાહના ગતિને કાબુ કરવામાં અસમર્થ થતાં કામરતિનું છુટેલું તીક્ષ્ણ તીર, બંનેના એકસમાન સંભોગ સંગમબિંદુને છેદતા જ...એક લાંબી તીણી ચીસ સાથે લાલીએ મુઠ્ઠી વાળતાં ચાદરને તાણી લીધી. પ્રસ્વેદબિંદુ ટપકતાં લાલીના ભીનાં અંગો ઢીલાં પડી ગયા... લાલજીએ લાલીની ધગતી અને ધમધમતી છાતી પર તેનું માથું ઢાળી દીધું... અને લાલી ઋતુસંગ્રામમાં સાથીના સહ સંભોગીનીના સફળ સથાવરાની સંતુષ્ટિનું આંખો બંધ કરીને રસપાન કરવા લાગી.

થોડીવાર પછી....
તોફાન પછીની નિરવ શાંતિ અને ચુપકીદીને તોડીને, લાલીના નગ્ન બદન સાથે છેડછાડ કરતાં લાલજી બોલ્યો..

‘બોલ.. હવે શું શીખવું છે ?
‘શેઠ....તમે શું કર્યું ? આ બરાબર નથી કર્યું ?
‘શેઠ નહીં... લાલ કહે ... મારી લાલીનો લાલ.. અને મારી કમરનો કાંટો હલાવી નાખ્યો તોય કહે છે....બરોબર નથી કર્યું ?’ બોલતા લાલજી ખડખડાટ હસવાં લાગ્યો.

‘ઓ...શેઠ..ના લાલ્યા... તારી તો..હમણાં કાક સાંભરીશ મારા મોઢાની. એ તો મારા આગળ પાછળના ઉલાળા જોઇને તારી ટપકતી મધલાળથી જ મને ગંધ તો આવી જ ગઈ’તી કે તું કાક આવા ચાળા કરવાની ચાલ ચાલવાનો જ છે.. પણ બાજરીના રોટલાનું ઘી આટલું જલ્દી ઓકાવી નાખીશ એ નોતી ખબર..પણ તારી હિંમત કેમ થઇ મને પકડવાની એ તો કે ?

‘ઓ...મારી સની લિયોની... એ તો તે દિવસે બપોરે તું અહીં બેડ પર નાગી થઈને જે રીતે મોરલાની જેમ કળા કરતી હતી ત્યારે જ નક્કી કરી લીધું હતું કે...સામ, દામ, દંડ કે ભેદ ગમે તેમ કરીને આ છેદનો લક્ષ્યવેધ કરવો જ છે.’

‘પણ સાચું કવ લાલજી... આજે તે મને જીવતે જીવ સ્વરગનો ભેટો કરવી દીધો..ઘડીક તો એમ થયું કે... આ રાતની સવાર નો પડે તો સારું..’

અલગ અલગ ખૂણે પડેલા લાલીના આંત:વસ્ત્રો બેડ પર ઉંધી પડેલી લાલી પર ફેંકતા લાલજી બોલ્યો.. ‘લે પહેરી લે.’

‘ના.. કેમ લ્યા... ખેંચીને કાઢવામાં તો બવ મજા આવતી’તી .. હવે તું જ પેરાવ ચાલ.’ શરમને સાવ નેવે મુકતા લાલી બોલી..
ફટાફટ વિહીસ્કીનો એક પેગ ગટગટાવીને લાલજી, લાલી પર ઢળી પડ્યો..

સવારે... જયારે નવ વાગ્યાની આસપાસ લાલજીની આંખ ઉઘડી ત્યારે..લાલી બાથ લઈને બાથરૂમાં માંથી બહાર નીકળી...


‘હવે ઉઠને... ગરમા ગરમ ચા લય આવું.’ લાલી બોલી ..
‘પણ તારા જેટલી ગરમ તો નહીં જ હોય...’ એમ બોલીને બેડ પરથી ઉતરીને લાલીને તેના આલિંગનમાં જકડી લીધી...

‘એય... આ સવાર સવારમાં તારા હરામીવેડા બંધ કરીશ ?
‘અરે... હજુ શરુ જ ક્યાં કર્યું છે તે બંધ કરું ? લાલીના ગુલાબી ગાલ પર એક હળવું બચકું ભરતાં લાલજી બોલ્યો..

‘બસ હો... હવે બહુ થયું..’ એમ કહીને લાલી કિચનમાં જતી રહી..
ગેસ સ્ટવ પર ઉકળતી ચાની ઉઠતી વરાળ સાથે લાલી પણ ચડી વિચારોની વરાળમાં...

‘આ મેં બરાબર કર્યું છે ? હવે શું થશે ? શું કરું ? ક્યાં સુધી ચાલશે આવું ? પછી.. આગળનું શું ? કઈ થયું તો.? હજુ.. આગળ વિચારે ત્યાં લાલજીએ પાછળથી આવીને લાલીની કમર ફરતે બન્ને હાથ વીંટાળીને લાલીની ગરદન પર હળવું ચુંબન કરતાં બોલ્યો..
‘શું વિચારે છે ?’
‘આ...ઠીક નથ થ્યું લાલજી.. આઆ..આમ ક્યાં લગણ ચાલશે ? હમણાં તારી ઘરવાળી આવી જાશે.. પછી હું તો ફરી પાછી રસ્તે રઝળતી બે બદામની કામવાળી થય જઈશ ને ? તારું શું જશે ? તે તો જલસા કરી લીધાને ? તને શું ફરક પડે ? તું તો મરદ છો. આ જે બની ગ્યું કઈ નાની વાત નથ. હવે મારા થી નય રેવાય તારા વગર.. ? આટલું બોલીને લાલી લાલજીને વળગી પડી.


‘અરે.. વ્હાલી,,હું તને કાયમ માટે મારા દિલની રાણી બનાવીને રાખીશ. મંજૂની તું ચિંતા ન કર. એ ભોળી ભગતડીને તો ઉલ્લુ બનાવીને તો મેં કઈને ભોગવી લીધી છે.
લાલજી લાલીને તેની બાહુપાશમાં જકડતા બોલ્યો.

‘હા ઈ તો કાલ રાત્રે તારા ઘૂંટણમાં કેટલુ જોર છે ઈ મેં જોઈ લીધું... જે ઘૂંટણનું બહાનું કરીને તે તારી ઘરવાળી હારે જવાની ના પડી દીધી.’ લાલી બોલી..

‘પણ..અહીં આવડા મોટા ઢાળવાળા પ્રેમપર્વતની પરિક્રમા કરીને હું ઘેર બેઠા પુણ્ય જ કમાઉ છું ને.’ આટલું બોલતા લાલજી ખડખડાટ હસતાં હસતાં આગળ બોલ્યો..

‘ચાલ.. મને નવડાવવા મદદ કર...’ એમ કહીને લાલીને બાથરૂમમાં ઢસડી ગયો.
‘જો..લાલ્યા પછી એવો નવડાવીશ ને કે..આખી જિંદગી યાદ રેશે હો...’
‘ઓહ્હ.. તને એવું પણ આવડે છે એમ..તો તો આજે ભલે થઇ જાય..’
‘સહિયારા સ્નાન કરતાં હજુ.. ઠંડા પાણીમાં આગ લાગે ત્યાં જ લેન્ડલાઈન પર કોલ આવ્યો... પાણી પાણી નીતરતી લાલીએ ટુવાલ વીંટી, બહાર આવતાં કોલ ઉપાડ્યો..

‘એલો..’
‘મંજૂ બોલું છું...’
‘એ જેસી કશન. બોલો બૂન..’
‘શું કરતી’તી ?
‘એએ..એ શેઠનું બધું સમુંનમું કરતી’તી..સરખી રીતે ઘસી ઘસીને ધોયા, એના લૂગડાં.
શેઠના કામમાં વાર ભલે લાગે, પણ શેઠને મારા કામમાં સંતોષ થવો જોઈએ. એટલે હું કોઈ કચાશ ન રાખું. પછી તમે ઠપકો આપો કે શેઠનું સરખું ધ્યાન નો રાય્ખું તો મને દુઃખ થાયને ?

પાણી પાણી લાલીએ તેની વાણીથી મંજૂને પાણી પાણી કરી દીધી..

‘સાચે હો આ જાત્રા મને ખરેખર ફળી... સાચું કહું તો મને મારા લાલજીની એટલી ચિંતા હતી કે મારા વગર કેમ એકલા રહેશે ? પણ તે મારા લાલજીની સેવા કરીને મારા પર મોટો ઉપકાર કર્યો છે છોડી. ઉપરવાળો તારી બધી મનોકામના પૂરી કરે એવી હું પ્રાથના કરું.’

‘ઓ.. બૂન ઉપકાર તો તમારો ને શેઠનો કે મને આવી ચાકરી કરવાની તક આપી.
અને સાચું કવ તો મને કાલ રાતના આવું જ સપનું આયવું કે આપણે આપણી જાતને નીચે રાખીએ તો ઉપરવાળો આપણે ન ધારી હોય એવી એવી મનોકામના પૂરી કરી દેય.’

‘એ વાત સાચી પણ, કયા છે મારા લાલજી ? ફોન આપ એને ?

‘ઈ... હાલ હમણાં જ કયાંય બારે ચકર મારવા ગ્યા.. આવે એટલે ફોન કરાવું.

‘એ હા.’ એમ કહીને મંજૂએ કોલ કટ કર્યા પછી મનોમન બોલી..
સાચે ને જરૂર આ અભોટ છોડી સાથે મારે ગયા જન્મનું કોઈ ઋણ બાકી હશે..જે રીતે એણે મારા લાલજીને ખુશ કર્યો છે એમ હું એને ખુશ કરી દઈશ.

અને લાલી મનોમન બોલી...

હાલો.. આ નીચેવાળા નીચની નીચે આવીશ તો ઉપરવાળો ખુશ થઈને મારી મદદ કરશે. એવું બોલીને ઠંડા પાણી અને મંજૂના ધણીને ગરમ કરવા લાલી બાથરૂમમાં ઘુસી ગઈ..


હવે સમય થયો રાતના ૧૨:૪૫ નો..તોફાની તરખાટ મચાવતા તનોરંજનના પરાકાષ્ઠાની ચરમસીમા પાર કર્યા પછી શાંત પડેલા નિવસ્ત્ર તન અને અને મન સાથે લાલજીની છાતી પર આંખો મીંચીને પડેલી લાલી બોલી..

‘લાલ...આવતીકાલની રાતે તો તારી ઘરવાળી આવી જાશે..તો શું આ આપણી છેલી રાત છે ? હવે આપણે નઈ મલીયે ? હું તારા વગર કેમ રઈશ ?

‘ઈ તું ચિંતા કરમાં. સાંભળ શહેરની બહાર મારો એક ફ્લેટ છે. જેની કોઈને જાણ નથી. હું તારી બધી વ્યવસ્થા ત્યાં કરી દઈશ.. તને જયારે ઈચ્છા થાય એ રાત તારી બસ.’

‘અને.. દિવસે ઈચ્છા થાય તો ? લાલજીના ગાલ પર બટકું ભરતાં લાલી બોલી...

‘સાલી...તારી આ પાંચ ફૂટની કાયામાં એવું વાવાઝોડું છે કે વગર ઘંટે કોઇના પણ ટકોરા વગાડી દયે એમ છો.’ એમ બોલીને લાલજીએ લાલીને બથમાં ભરી લીધી... પછી બન્ને.. એકબીજામાં ઓગળીને ઊંઘી ગયા....

સવારે... આંખ ચોળતાં ચોળતાં...લાલજી એ જોયું તો... લાલી..માત્ર કમરથી બે આંગળ ઉચું ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક પેન્ટી પહેરીને, બાલ્કનીમાં એક હાથમાં ચાનો કપ અને બીજા હાથની આંગળીઓમાં સળગાવેલી સિગરેટ દબાવીને જે માદક અદામાં લાલી ઊભીલી જોઇને લાલજી બોલ્યો...
‘એય...આ કાતિલ અદાનો મને પણ.. ભાગીદાર બનાવને.’
ચા નો છેલ્લો ઘૂંટ અને સિગરેટનો કચકચાવી મારેલાં આખરી કશ પછી સિગરેટના ઠુંઠાને મિડલ ફિંગરથી ફેંકીને લાલજી નજીક આવીને મિડલ ફિંગર બતાવતા બોલી..

‘આ લે..’

‘એટલે..? લાલીના સુંવાળા સાથળ પર તેની હથેળી ફેરવતાં લાલજીએ પૂછ્યું..

‘હવે તારી પાસે છે શું ? તે તને ભાગીદાર બનવું, લુલુલુલુલુ......લુખ્ખા.’
એટલે ખડખડાટ હસતાં લાલજી બોલ્યો...
’અરે.. મારી વ્હાલી.. લાલ પાસે છે એની તો આ લીલા છે.’
‘પણ..લાલ..તે હજુ લાલી ને જોઈએ છે...તેની લીલા ક્યાં જોઈએ છે ?”
‘ઓહ્હ... બતાવ તારી લીલા...હું પણ જોઉં કેવી છે.’

‘અચ્છા ઠીક છે....એક કામ કર.. તે દિવસે તે મને તારા મોબાઈલમાં ઓલી..નાગી ફિલમ બતાવી’તી ને, એવી ફિલમ તારા મોબાઈલમાં મેં જોઈ હમણાં. તું એ જોઈલે . ત્યાં હું તારા માટે ચા લઇને આવું.. પછી મને કે જે કેવી લાગી...લાલી લીલા.’

લાલજીનો ગાલ ખેંચીને લાલી ગઈ ...કિચનમાં.

લાલજીએ ઇન્દ્રિય ઉતેજનાને પંપાળતા મોબાઈલ હાથમાં લઈને સર્ચ કરતાં જોયું તો... લાલજીની છાતીના પાટિયા બેસી ગયાં... જોરથી ખેંચેલું રબ્બર તૂટ્યા પછી જેમ ગુંચળું વળી જાય એવી દશા લાલજીના શરીરના દરેક ઇન્દ્રિયોની થઇ ગઈ. ગળું સુકાઈ ગયું. સાવ મૂક અને બધિર. એ.સી.ના મહત્તમ તાપમાનમાં પણ લાલજીના પરસેવા છૂટી ગયા.

ગળા માંથી માંડ માંડ અવાજ નીકળ્યો.. ‘લાલી.’
‘ચા નો કપ લાવીને લાલજીના હાથમાં આપી, સામેના સોફા પર બેસીને માત્ર પેન્ટી પહેરેલી લાલીએ ઠીક લાલજી સામે બે પગ પહોળા કરીને બેસતાં બોલી ...
‘હવે બોલ લાલ્યા... કેવી લાગી, લાલી લીલા...?”
લાલજીના હ્રદય ધબકારા એટલા તેજ હતાં કે..લાલજીને થયું કે હમણાં હ્રદય ફાટી જશે... થોથવાતા અવાજમાં બોલ્યો.. ‘આઆઆઆ.....આ બધું શું છે લાલી..’
‘લાલી લીલા.’ સિગરેટ સળગાવતા આગળ બોલી...
‘પણ લાલીની નહીં...કામિનીની.’
‘કામિની ? કોણ કામિની ? ધ્રુજતા હાથે ચાનો કપ સાચવતા લાલજીએ પૂછ્યું..
‘આ તારી સામે નાગી બેઠી એ... કામિની. માય સેલ્ફ.’
આટલું સંભળાતા તો... લાલજીની આંખે અંધારા લાગ્યા. ધગારા મારતું લાલજીનું શરીર ઠંડુગાર થઇ ગયું..લાલજીને પરસેવાના ટીપાં પડતાં, કામિની બોલી..

‘એય શેઠ... ઓય્લું.. ટાયઢ વાય અને ટાઢું ટાઢું લાગે એ મશીન ધોડે છે, તોય તને પરસેવો કેમ વળે છે ? એ મશીનને તો દેશી અરે... નય એ.સી. કેવાય. હું તો પાછી હાવ ભેંહ જેવી ભોળીને ડોબી છું, એમ ને..? હેય.. એમ આઈ રાઈટ મિસ્ટર લાલજી. ?
તારી ચા પી લે પછી આપણે આગળ વાત કરીએ..’

એમ કહીને કામિની ઊભી થઈને મંજૂના વોર્ડરોબમાં મુકેલું તેનું ની લેન્થ સુધીનું ડાર્ક બ્યુ કલરનું જીન્સ પહેરીને તેનો છુપાવેલો આઈ ફોન લઈને કોલ લગાવતા બોલી..
‘હાય...માય હાર્ટ બીટ. એવરીથીંગ ઈઝ ડન એઝ અવર ફૂલ પ્રૂફ પ્લાનિંગ. શેર અભી પોપટ બનકે, અપના પોપટ છુપાકે, તુષારકપૂર બનકે બૈઠા હૈ.. અબ અપની ટર્મ એન્ડ કન્ડીશન પર ડીલ ફાઈનલ કર રહી હૂં, તું આધે ઘંટેમેં કાર લે કે આજા મુજે પીક અપ કરને કે લિયે ફિર લંચ સાથ મેં કરતે હૈ. ચલ બાય.. લવ યુ ડાર્લિંગ’


આટલું સાંભળ્યા પછી લાલજીમાં એટલી પણ ત્રેવડ નહતી કે ઊભો થઈને વોશરૂમ પણ જઈ શકે. કામિનીના કારસ્તાનથી લાલજીનું દિમાગ સુન્ન થઇ ગયું.

‘એય... તું તો યાર ઇમરાન હાશમી માંથી સીધો આલોકનાથના કિરદારમાં ઘુસી ગયો. મેલા બાબૂ સોના. ચલ ચલ જલ્દી ચા ઠપકારી જા, કાલથી આવી કડક ચાહ અને ચાહત જોવા પણ નહીં મળે..અને પછી મારો પગાર નક્કી કર એટલે હું અહીં થી રવાના થાઉં... હજુ તારા જેવા કંઇક લાલજીને લીલા બતાવવાની છે.’

‘પગાર.. એટલે ? ?

‘એ ... ઠોક્યા....આ ત્રણ દિવસ મને લોન પર લઈને મારી લાલ કરી એના હપ્તા કોણ તારો બાપ ચૂકવશે ? અને જિંદગીભર એક પણ હપ્તો ન ચૂકાઈ એટલે તારી બ્લ્યુ ફિલ્મ... નઈ લીલી ફિલ્મ ઉતારીને તારા મોબાઈલમાં મોકલી છે. જોયા કરજે અને હું બીજા કોઈને ન બતાવું એ સગવડ કરવાના સમયસર હપ્તા ચૂકવતો રહેજે સમજ્યો. અને કાન ખોલીને સાંભળી લે જે.. હું એકલી નથી.. અમે સાત જણા છીએ.
અને સાતે સાતે પાસે તારા આ બંધ બારણાંના બહાદુરીની ડોક્યુમેન્ટ્રી છે.. અને જો મને ઠેસ પણ વાગીને તો, તારી આ ભોગાસનના યોગા એટલા વાયરલ થઇ જશે કે લોકો રામદેવને ભૂલી જશે.’

‘કેકે...કેટલા આપવાના મારે ?

સૌથી પહેલાં તારો એ ફ્લેટ જેની તને એક ને જ ખબર છે, એ મારા નામે કરવાનો છે.’
‘હેં....એએએએ....એ તો બાવીસ લાખનો ફ્લેટ છે...એ કેકે.....કેમ આપું ? થોથવાતા થોથવાતા લાલજી બોલ્યો.. ત્યાં...

‘એ....તારી......(ગાળ)’
લાલી એવી ભૂંડી ગાળ બોલી કે...લાલજીના કાનમાં કંપારી છુટી ગઈ.


‘માથે ચડવા ટાણે પૂછ્યું’તું..? ત્યાં તો આંખ બંધ કરીને બાપનો માલ સમજીને તબડક.. તબડક... ઘોડો દોડાવ્યે જ ગયો. ચુપચાપ ચાર દિવસમાં ફ્લેટના દસ્તાવેજ મારા નામે થઇ જવા જોઈએ.. નહીં તો જેની જોરે તારી લીલા બતાવે છે ને ઈ કાપીને હાથમાં આપી દઈશ હા. તને હજુ કામિનીની લીલાનો પરચો મળ્યો નથી.
અને..તારી હાલત જોઈને દયા આવે છે એટલે,.. વધારે નહી ઓન્લી બે લાખ દર મહીને મારા માટે ગણીને અલગ મૂકી રાખજે.’

‘બે.... બે લાખ ...? દર મહીને ? આટલું પૂછતાં લાલજીની આંખો પોહળી થઈ ગઈ..

‘કેમ અલ્યા....હળી કાઢીને શક્તિકપૂરની માફક માથે ચડવા ટાણે, પૂછતો’તો કે કેટલા ધક્કા મારું ? અત્યારે રાજપાલ યાદવની જેમ ગાય બનીને કેમ પૂછે છે કેટલાં આપવાના ? હલકટ. અને ગામના બાયુંની પહોળી કરવામાં નવાઈ ન લાગી તો હમણાં કેમ આંખો પહોળી થઇ જાય છે તારી, સાલા ?

‘તારી, તારા વાઈફની, તારા ઘરની કુંડળી કાઢી અને અહીં સુધી પહોંચવામાં અમે ઘણી મહેનત કરી છે. ત્યારે આજે માંડ મેળ પડ્યો. કપડા ઉતાર્યા વગર કોઈને કેમ નાગો કરાય. અને રાતા પાણીએ કેમ નવડાવાય એ સમજાયું ?

‘તે દિવસ પહેલીવાર તે મને સંતાઈને એકલી બેડ પર કળા કરતી જોઇને એ વિશ્વામિત્રનું નેટવર્ક ડીશકનેક્ટ કરવા માટે કામિનીએ મુકેલી કાતર હતી, અને એ તારા બર્થડેના દિવસે જયારે તે મને નાઈટ રોકાવનું કહ્યું અને તું સાંજે ઘરે આવે એ પહેલાં મારા પ્યારા પાયદાઓ એ માયક્રો સી.સી.ટી.વી. કેમેરાનું નું સેટઅપ કરી નાખ્યું હતું.. આઠ.. કેટલા ? આઠ કેમેરા મુકેલા છે અહીં અત્યારે સમજ્યો. એટલું સમજી લે જે તું નાની અમથી મુર્ખામી કરવાનું પણ વિચારીશ ને તો... તને રાતોરાત પોર્નસ્ટાર બનાવી દેતા મને જરા પણ શરમ નહીં આવે... કારણ કે.. બધી જ કલીપમાં ઓન્લીને ઓન્લી તારો જ ફેઈશ દેખાશે....મારો ફેઈસ બ્લર છે. અને હા, કબાટમાં જેટલી કેશ અને ગોલ્ડ હતું એ લેતી જાઉં છું.’

‘અને મંજૂનો કોલ આવે તો શું કહું.. ? દયામણા ચહેરે લાલજીએ પૂછ્યું..

‘એય હોય.... સો ચૂહે મારકે બિલ્લી હજ કો ચલી ? એલા...લાલ્યા હવે તો તારી લંપટલીલા લપેટ. એ ભોળી લેડીને છેતરવામાં તે કંઈ બાકી નથી રાખ્યું. તેની ચિંતાનું નાટક તું બંધ કર. હું જવાબ આપી દઈશ. અને દર મહિનાની પાંચ તારીખ અને રૂપિયા બે લાખ રોકડા બસ આટલું યાદ રાખજે. હવે હું જાઉં. કે હજુ કઈ શીખવા શીખવાડવાનું બાકી છે ? ચલ બાય.. લવ તું લાલ્યા.’

બહાર નીકળી ત્યાં જ કાર આવતાં જેમ કામિની નીકળી ગઈ.. અને લાલજીના હોશકોશ સાથે હવા પણ નીકળી ગઈ.

આઈનામાં પોતાની જાતને જોતા લાલજીને તેની મરદાની પર થુંકવાનું મન થયું.
લાલજીના સમગ્ર શરીરના સ્નાયુની ગ્રંથિ અને તમામ ઇન્દ્રિયનો સંચાર એટલો સુષુપ્ત થઇ ગયો હતો કે, લાલજીને તેની લગભગ બધી લાગણી નપુંસક થઇ ગઈ ગઈ હોય એવો આભાસ થવા લાગ્યો.’

રાત્રે દસ વાગ્યે..મંજૂ જાત્રા કરીને પછી આવી..સાફ સુથરું ઘર જોઇને ખુશ થઇ ગઈ. પણ લાલજીના ચહેરા પર ઉદાશીનતા જોઇને પૂછ્યું,
‘કેમ લાલજી શું થયું છે ? કેમ થાકેલાં હોય એવા લાગો છો ?
‘ના.. કંઈ નહીં.. આજે જરા કામ વધારે હતું અને ઓલી... કા.. અરે લાલી પણ નહતી આવી એટલે થાક્યો છું જરા બસ. ઊંઘ પણ આવે છે એટલે સુઈ જવું છે.’

‘કામે નથી આવી ? કેમ ? કાલે આવે એટલે એની ખબર લઉં.’

સવારે સાડા નવ થયા એટલે મંજૂ બોલી..

‘લાલજી આ લાલીના કોઈ કોન્ટેકટ નંબર છે ?
‘એ ના હો.’ ચુપચાપ ન્યુઝપેપર વાંચતા લાલજીએ જવાબ આપ્યો.

‘ઠીક દસ મિનીટ પછી લેન્ડલાઈન રણક્યો...

રીસીવર ઉપાડતા મંજૂ બોલી..

‘હેલ્લો..’
‘એ ય ને જેસી કશન, બૂન.. લાલી બોલું છું.’
‘જય શ્રીકૃષ્ણ..એલી પણ તું છે ક્યાં ? બે દીવસથી કેમ નથી આવતી ?
બાજુના સોફા પર બેસેલાં લાલજીના કાન સરવા થઇ ગયાં...
એટલે સામે છેડેથી રડવાનો અવાજ આવવા લાગ્યો.... તેથી ગભરાઈ જતાં મંજૂએ પૂછ્યું..

‘એલી.. શું થયું ? કેમ રડે છે ?
‘બૂન બા.. હું લુંટાઈ ગઈ. મારી જિંદગી બરબાદ થઇ ગઈ .. મને અંધારામાં રાખીને.. મારી પીઠ પછવાડે બવ મોટી રમત રમાઈ ગઈ. તમે અયાં હોત તો આ બધું કાય નો થાત. હવે હું અભણ બાય ક્યા જાઉં ?

‘અરે.. આ તું શું બોલે છે એ કંઈ નથી સમજાતું. કંઈ માંડીને વાત તો ખબર પડે.’

‘ઈ...હવે હું કયારેય કામે નય આવી શકું. કેમ કે, બૂન મારા બાપે મને વેચી મારી.. બે લાખમાં. હવે ઈ કાળમુખો મારી હાયરે લગન કરવાનો છે. મારા લગન છે. પાચ તારીખે. હવે બે મિનીટ શેઠને ફોન આપોને મારે એક ખાસ વાત કરવી છે એમની જોડે.’

લાલજીને રીસીવર આપતાં કહ્યું,

‘લે લાલીને તારી સાથે કંઇક વાત કરવી છે..’

‘એ રામ રામ શેઠ..બસ બૂન ને પણ મેં કઈ દીધું છે.. બે લાખ ને પાંચ તારીખની વાત. અને હોંભરો નાવા જાઓ ત્ય બવ એકલું લાગે તો મને યાદ કરજો તો આવી જાય હડી કાઢીને. ઈનો ચારજ અલગ લાગશે હો. એ લ્યો ત્યારે મુકું છું. રામ રામ.’


‘શું ગોટા વાળતી આ છોડી ફોનમાં. મને તો આટલી વાતમાં માત્ર બે લાખ અને પાંચ તારીખ જ સમજાણું.’ આશ્ચર્ય સાથે મંજૂ એ લાલજીની સામે જોઈને પૂછ્યું...

‘પુતળા જેઓ બની ગયેલો લાલજી બોલ્યો..
‘હા..હા.. મને પણ એ જ સંભળાયું... બે લાખ અને પાંચ તારીખ. છોડ હવે આવા લોકોની બહુ દરકાર ન કરાય. ચલ તું ચા મૂક મારે જવાનું છે હમણાં..’
ન્યુઝપેપરનો ઘા કરીને બેડરૂમમાં જતાં લાલજી બોલ્યો.’

લાલજીની પાછળ રૂમમાં જઈને મંજૂ બોલી...

‘કાઇ નહીં ન આવે તો.. આપણે હવે એની જરૂર પણ શું છે...અને કદાચને ન આવે તો આપણને તો ફાયદો જ છે ને, લાલજી ?
‘ફાયદો કેમ ? નવાઈ સાથે લાલજીએ પૂછ્યું.
‘અરે,, એક મહિનાના પગારના રોકડા રૂપિયા આઠસોનો ફાયદો થઇ ગયો... દે તાલ્લી.’
અને લાલજીની ડગરી છટકી એટલે મોટા અવાજે તાડુકતા બોલ્યો...
‘તું હવે છાનીમાની રસોડમાં જઈને ચા મૂકને આઠસો રૂપિયાની પત્તર ઠોકતી.’

ડઘાઈને ગભરાઈ કિચનમાં જતાં જતા બીતા બીતા મંજૂએ પૂછ્યું.

‘ચા કેવી મૂકું ? કડક કે.. ?

એક શબ્દ બોલ્યા વગર લાલજી ધુઆફુંવા થતો ઘરની બહાર નીકળી ગયો.

પછી લાલી વિષે વિચારતાં મનોમન બોલી... આ છોડી સાવ આમ અચાનક જતી રહેશે એવું તો નહતું લાગતું... પણ જે હોય એ. જવા દો.
હવે રામ જાણે.. લાલી ની લીલા.

સમાપ્ત...

-વિજય રાવલ
vijayraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪.