Featured Books
શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 27

મિત્રો
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
ભલે રમણીકલાલ શ્યામ વિશે અજાણ હતા, બાકી શ્યામતો પહેલેથી જ જાણતો હતો કે,
તે પોતાની કિડની કોને અને કોના માટે આપી રહ્યો છે.
એ દિવસે બન્યુ એવું હતુ કે...
જ્યારે શ્યામ અને વેદનો એક્સિડન્ટ થયો હતો, ત્યારે શ્યામ અતિ-ગંભીર રીતે ઘાયલ થયેલ પોતાના મિત્ર વેદને,
પોતાના ખભે ઉંચકી, દોડીને હોસ્પિટલ પહોંચ્યો હતો,
કે જ્યાં હાજર ડોક્ટરે ઘાયલ વેદને તપાસી, વેદના ગળાના ઓપરેશન વિશે અને તે ઓપરેશન માટે પાંચ લાખ જેટલા ખર્ચ વિશે, તેમજ તે પાંચ લાખ એડવાન્સ જમા કરાવવાની વાત શ્યામને કરી હતી,
ત્યારે
થોડીવાર માટે શ્યામ ટેન્શનમાં પણ આવી ગયો હતો.
બાકી
જ્યારે ડોક્ટર સાહેબ, વેદને તપાસી રહ્યા હતા,
ત્યારે
શ્યામ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને જે આંટા મારી રહ્યો હતો, ત્યારે જ
તેણે બાજુની કેબીનમાં, એકબીજા ડોક્ટરની કોઈની સાથે ફોન પર થઈ રહેલ વાત સાંભળી હતી, અને બસ શ્યામે તે વાત સાંભળી તે વખતેજ, નિર્ધાર કરી લીધો હતો કે...
તે પોતાની કિડની આપીને પણ, પોતાના મિત્ર વેદને બચાવશે.
હા મિત્રો,
એ વખતે ડોક્ટર સાહેબ સાથે, જે વ્યક્તિ કોઈ કિડની દાતા વિશે વાત કરી રહ્યા હતા, તે બીજા કોઈ નહીં, પરંતુ...
શેઠ રમણિકલાલ પોતે હતા.
માટે
એ ડોક્ટરનો રમણીકલાલ સાથે ફોન પૂરો થતાં, શ્યામ તે ડોક્ટર પાસે જઈ, પોતે કિડની આપવા, અને એની સામે જે પૈસા મળે એનો ઉપયોગ પોતાના મિત્ર વેદને બચાવવાની પુરી રીતે તૈયારી બતાવી હોય છે.
શ્યામ ડોક્ટરને જણાવે છે કે,
મારો મિત્ર વેદ પણ આજ હોસ્પિટલમાં છે અને સિરિયસ પણ.
એ ડોક્ટર વેદની હકીકત જાણતા હોવાથી, તે ડૉક્ટરને શ્યામની આ બધી વાતની વધારે ખરાઈ કરવાની જરૂર જણાતી નથી.
શ્યામે ડોક્ટર પાસેથી કિડની મેળવનારની પુરી હકીકત જાણતા,
શ્યામેજ, ડોક્ટરને હાલ પુરતી પોતાની ઓળખ છુપાવવા જણાવ્યુ હોય છે. અને તેથી જ...
બહાર આંટા મારી રહેલ ખબરી રઘુને પણ, ખ્યાલ નથી આવતો કે
આ શ્યામ, પુરી રાત હોસ્પિટલથી ક્યાંય બહાર ગયો નથી, કે કોઈને મળ્યો નથી, તો આ ઓપરેશન માટે પાંચ લાખ રૂપિયા શ્યામ પાસે આવ્યા કઈ રીતે ?
અને
તેથી જ પેલા ત્રણ બદમાશોએ ખબરી રઘુ દ્વારા આ પાંચ લાખવાળી વાત જાણી, તેઓ શ્યામ વેદ અને તે બંનેનો પરિવાર ખોટી રીતે ખોટા કેસમાં ફસાઈ જાય, અને એ ત્રણ બદમાસોને તેમનો બદલો પણ લેવાઈ જાય, માટે બેન્ક લૂંટવાનું કાવતરું એ લોકોએ ઘડ્યું હતું.
આગળ
શેઠ રમણીકલાલ, શ્યામની સંભાળ અને સારવાર વિશે ડોક્ટર સાહેબને વાત કરીને, શ્યામને આરામ કરવાનું અને સાથે-સાથે શ્યામ જ્યારે સાજો થઈ ઘરે જાય, એ પછી શ્યામ તેના પપ્પાને લઈને, તેઓને હોટેલ પર મળવા આવે એટલુ જણાવી,
શ્યામ જે રૂમમાં હતો, ત્યાંથી શેઠ રમણીકલાલ નીકળી રહ્યા છે, સાથે ડોક્ટર પણ તે રૂમની બહાર આવી રહ્યા છે.
અચાનક.
રમણીકલાલ ઊભા રહી જાય છે, ને ડોક્ટરને પૂછે છે કે...
રમણીકલાલ : ડોક્ટર સાહેબ, શ્યામની સાથે હાલ કોઈ નથી ? કોઈ ફેમિલી મેમ્બર કોઈ દોસ્ત.
ત્યારે ડૉક્ટર કહે છે કે
ડોક્ટર : વડીલ હમણાં આપણે વાત થઈ તે મુજબ, આ પૂરી વાત એણે એના ફેમિલીથી છુપાવી હતી.
રહી વાત, એના કોઈ દોસ્તની, તો એનો દોસ્ત વેદ
કે જેને માટે શ્યામે આટલું કર્યું, તેના ગઈકાલેજ લગ્ન હતા, અને વેદના લગ્ન પણ શ્યામની બીજી ખાસ દોસ્ત, રીયા સાથે થયા છે. બસ શ્યામના, આ બેજ ખાસ અને જૂના જિગરી દોસ્ત છે.
બાકી, એના સ્વભાવ પ્રમાણે એ એકલો જ રહેતો હતો.
પરંતુ, શ્યામે મને હમણાં જણાવ્યું છે કે
વેદ અને રીયા, કાલે સવારે શ્યામને મળવા હોસ્પિટલ આવવાના છે.
ત્યારે, રમણીકલાલ ડોક્ટરને જણાવે છે કે
રમણીકલાલ : ડોક્ટર, હું હોટેલથી કોઈ કર્મચારીને મોકલું ? તો તે શ્યામની નાની-મોટી સંભાળ રાખી શકે.
ત્યારે ડૉક્ટર રમણીકલાલને કહે છે કે...
ડોક્ટર : ના ના સાહેબ, એની કોઈ જરૂર નથી, અહીં હોસ્પિટલનો સ્ટાફ પૂરતો છે, અને શ્યામની નાની-મોટી જરૂરિયાતો માટે એક વ્યક્તિ છે શ્યામની પાસે...
જે હમણાં જ, ઓપરેશન પછી શ્યામને જ્યારે રૂમમાં શિફ્ટ કર્યો, ત્યારે જ
એકાદ કલાક માટે તેના ઘરે નાહવા-ધોવા ગયો છે.
ત્યારે રમણીકલાલ ડોક્ટરને પૂછે છે કે,
રમણીકલાલ : કોણ છે એ ? કોઈ રીલેટીવ.
ડોક્ટર : ના ના સાહેબ, એ વ્યક્તિ સાથે શ્યામને પણ હમણાંજ, થોડા મહિનામાંજ ઓળખાણ થઈ છે.
બાકી
અત્યારે શ્યામનો અને એનો સબંધ, પારીવારીક રીલેશન કરતાંય અધિક સંબંધ બંધાઈ ગયો છે, એ વ્યક્તીનું નામ છે રઘુ.
હા મિત્રો, આ એ જ રઘુ છે, કે જે પેલા ત્રણ બદમાશોનો ખબરી હતો.
રમણીકલાલ અહી બધું બરાબર જોતા, ખુશ થઈ, હવે તેઓ પોતાના દીકરાને જયાં રાખ્યો છે, તે રૂમ તરફ જઈ રહ્યા છે.
ડોક્ટર પણ રમણીકલાલને અને એમના સ્વભાવને સલામ કરતા રમણલાલ તરફ જોઈ રહ્યા છે.
વધું ભાગ 28 માં