Love Blood - 67 - last part books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-67 - છેલ્લો ભાગ

લવ બલ્ડ
પ્રકરણ-67
ડમરૂ ઘણો ઘવાયો હતો એની પીઠ પાછળથી લોહી વહી રહેલું એ કણસતો હતો એણે સિધ્ધાર્થને કહ્યું "મારાથી આ પીડા સહેવાતી નથી મને ગોળી મારી દો પ્લીઝ.
સિધ્ધાર્થ ગુસ્સાથી કહ્યું" આગળ બોલ નરાધમ નહીતર હવે આ ઘા પર મીઠું મરચુ ભભરાવીશ તને રીબાઇ રીબાઇને મારીશ બોલ...
ડમરૂએ આગળ કહ્યું "ચા ના બગીચા હડપવા માટે મેં પેલી રીતીકા મેડમને ઓફર મોકલી હતી પણ એ ટસની મસ નહોતી થતી કારણ કે એ સુરજીતની સલાહથીજ કામ કરતી એનો ધણી મરી ગયાં પછી સુરજીતની સાથેજ હરતી ફરતી અમને એ લોકોના લફરાંની ખબર પડી ગઇ હતી. આ બાજુ એનો છોકરો દેબુ પેલાં શતાન્શુની છોકરી નુપુરનાં પ્રેમનાં હતો. એ લોકોને મારાં માણસોએ જંગલમાં પ્રેમ કરતાં પણ જોયેલા પણ મેં ઉતાવળ કરવા ના પાડેલી એટલે બાઇક લઇને આગળ નીકળી ગયેલાં.
ત્યાં સુજોયને મેં પ્રોજેક્ટ સોપેલો એને એડવાન્સ 10 લાખ આપેલાં ચા ના બગીચા મારે લેવાં હતાં. એટલે સુરજીત એની વાઇફ એનો છોકરો એની સખીઓ બધાં પર વોચ રાખવા કીધેલું. એ સુજોયનો ભાઇ સુધાંશુ આ સુચીત્રા પાછળ ગાંડો હતો અને દારૂડીયો થઇ ગયેલો ત્યારથી સુજોયને સુચિત્રા પર ખુન્નસ હતું ભલે એ પ્રેમ એક તરફી હતો પણ મેં એનો લાભ ઉઠાવી એને ભંભર્યો હતો.
અને આડકતરી રીતે પેલા રીપોર્ટર સૌરભને પણ આમાં ભીડાવ્યો હતો એની પાસે અને સભાઓ સરઘસ કરાવતાં એને પણ પૈસા આપતાં. ચા નાં બગીચાનાં કામદારોને ભડકાવ્યા પ્રયત્ન કર્યો ચા નો એ લોકોનો ધંધો ઠપ કરાવી દઊં જેથી કંટાળી મને બગીચા વેચી દે.
પણ સુરજીત અને રીતીકા ભેગામળી શતાન્શુને પટાવી લીધો એટલે એમાં ફેઇલ ગયાં. ત્યાં જંગલમાંથી જડીબુટ્ટી લાવી આપનાર મોહીતોને પૈસા, દારૂ અને છોકરીઓ ફસાવાનુ કામ કર્યુ કારણકે મારાં આવનાર મહેમાનો રંગરેલીયા મનાવી શકે.
અમાં ભૂતકાળની વાતો સંકળાયેલી છે થોડીવાર ડમરુ શ્વાસ ખાવા રહ્યો અને બાબાએ આગળ કબૂલાત કરવા માંડી એનાં ષડયંત્રનું કોકડું ઉકેલીને કહી રહેલો.
એણે કહ્યું સુજોયને એટલો તીરસ્કાર હતો સુચિત્રા માટે કે એને પૈસા આપ્યા પછી મને મદદ કરવા તૈયાર થઇ ગયો હતો. એ સુચીત્રાને અકાશવાણી ગીત ગાયાં પછી મળેલો મને કહ્યું કે મારો ભાઇ સુધાંશુ તમારાં પ્રેમનાં પાગલ છે અને આપધાત કરવા જઇ રહ્યો છે તમે જ બચાવી શકશો. સુચિત્રા લાગણીમાં ફસાઇ ગઇ સુરજીતની દાઝ હતીજ અને એણે સુચીત્રાને લઇને સુધાંશુને સમજાવવા આ રીપોર્ટર જે ઘરમાં ઓફીસ કરેલી ત્યાં લઇ આવ્યો.
એ ઘરમાં આ લોકો ઘોષ અને એની લેખીકા પત્નિ કવિતા ઘોષ રહેતાં હતાં. એ લોકો રીટાયર્ડ લાઇફ વીતાવી રહેલાં અને આ સૌરભ ખૂબજ મહત્વકાંશી હતો અને મેયર બનવું હતું અને રાજકારણમાં ખૂબ આગળ આવવું હતું મેં એને ત્યાં મારો માણસ બોઇદાને મોકલ્યો હતો વધી બાજી ગોઠવાઇ રહી હતી... એ આલોક ઘોષને એણે પૈસા આપવા મોડેલાં એની મોકાની જગ્યા વાપરવા માટે.
સુજોય સુચિત્રાને ભોળવીને આલોકોનાં ઘરે લાવેલો ત્યાં સુજોયથી ભૂલ થઇ ગઇ એ પણ રીટાયર્ડ આર્મી મેજર પણ કુવારો હતો સુચિત્રાનાં રૂપથી આકર્ષાયો હતો એણે સુરત્રોને આ લોકો ઘોષનાં ઘરે લાવી પાણીમાં ઘેનની દવા ભેળવી સુધાંશુની વાત કરવાને બદલે અડપલાં કરવા માંડ્યાં. સુચિત્રાને ખ્યાલ આવી ગયો કે આ માણસ ભોળવીને લાવ્યો છે એણે સુજોયને ઘાયલ કરી ત્યાંથી ભાગી જવા સફળ થઈ.
સુજોય ત્યારથી ભૂરાયો થયો હતો એને સૂચિત્રા ભોગવવી હતી અને વેર વાળવુ હતું . બધી બાજુથી બાજી મારાં તરફે થવા લાગી હતી બધાં સુરજીતનાં દુશ્મન બની રહેલાં મને મજા આવી રહી હતી. એમાં એક દિવસ મોહીતો મારી પાસે આવ્યો અને મને કહ્યુ કે પેલાં કામદારનો નેતાં સતાન્શુની છોકરી બહુ રૂપાળી છે બાબા તમારાં માટે સર્જાઇ છે મને સતાન્શુથી યાદ આવી ગયુ કે એની માં જ્યોતીકાને મેં ભોગવી છે એજ ખૂબ રૂપાળી હતી એની છોકરી હશેજ એટલે બધી દિશામાં મારું મન કામે લાગેલું અને મારાં શેતાની મગજમાં બધાં પ્લાન બની રહેલાં. બધાં જ પાત્રોને એકઠા કરવાનો પ્લાન કરેલો. એમાં મોહીતો બોઇદો, ઘોષ પૈસાને કારણે મને મદદ કરવાં તૈયાર થઇ ગયેલાં અને મેં સુરજીત અને રીતીકા મેડમને મારાં પ્લાન પ્રમાણે આશ્રમમાં મીટીંગ માટે બોલાવ્યાં.
પણ એજ વખતે ડ્રગ માફીયા સહામલિક માલ લેવા આપ્યો કરોડો રૂપિયા રોકડા લઇને આવેલો અને મીનીસ્ટર બંન્ને પેટ ભરી આનંદ આપવા મેં બધી વ્યવસ્થા કરી.
એજ સમયે સુજોયને કહ્યું તું સુરજીતનાં છોકરાને મદદનાં બહાને એની પ્રેમીકા નુપુરને લઇને આવ... દેબુને અને નુપુરને શક ના પડે માટે એની ભત્રીજી આ રીપ્તાને સાથે લઇને આવ્યો. એણે શરત રાખી હતી કે સુરજીત-રીતીકા આવે ત્યારે એની પત્ની સુચિત્રાને અહીં ઉઠાવીને લાવવાની, મારે અધુરુ મન પુરુ કરવુ છે બદલો લેવો છે.
દેબુ બધું સાંભળી રહેલો એણે નૂપુર સામે જોયું અને ખૂબ પ્રેમથી માથે હાથ ફેરવી આંખમાં આંખ પરોવીને બોલ્યો. મારી નૂપુર હું આવી ગયો છું કોઈ ચિંતા નથી. નૂપુર જો જો માં પાપા પણ અહીં છે હું છું ને તને કઈજ થવા નહીં દઉં.પણ માં ફરેબી દુનિયા છોડી ગઈ હતી.
નૂપુર અર્ધભાન અવસ્થામાં પણ બોલી..
નુપૂરે કહ્યું દેબુ હું તારે લાયક નથી રહી આ નારાધમોએ મને ચૂંથી પિંખી નાખી છે હું સાવ....એમ કહી એણે દેબુનું ધ્યાન દોર્યું બતાવ્યું કે મને ...લોહી વહી રહ્યું છે હું તારે લાયક નથી રહી....
દેબુ થોડીવાર નૂપુર સામે જોઈ રહ્યો પછી એની આંખનાં આંસુ લૂછી બોલ્યો જો મારી આંખમાં નુપૂ...હું બધુંજ સ્વીકારી સમજી તને ખૂબ પવિત્ર માનું છું આમાં
તારો કોઈજ વાંકજ નથી તને કાંઈ નહીં થવા દઉં તારાં માટે પહેલાં કરતાં વધુ પ્રેમ ઉભરાય છે તું કેટલી ઝઝૂમી હોઈશ કેટલું લડી હોઈશ હું બધુંજ સમજું છું એ નરાધમોને એમની પાપની સજા મળશેજ પણ તું મારી રાણીજ રહીશ. હું ગમેતે સંજોગોમાં તારો સ્વીકાર કરીશ.
આવું સાંભળી નૂપુર દેબુને વળગીને ધ્રુસકે અને ધ્રુસકે રડી રહી હતી. રિપ્તા બન્ને નો સંવાદ સાંભળી રહી હતી એ બોલી દેબુ આઈ એમ પ્રાઉડ ફોર યુ તું સાચો દોસ્ત મારો. એની આંખો ભીંજાઈ આવી એ નુપૂરનો હાથ પકડી બોલી ચિંતા ના કરીશ દેબુ તારી પડખેજ છે બધું સારુંજ થશે અને એણે નુપૂરને હિંમત આપી.
ત્યાં બાવો આગળ બોલ્યો ...આ સુરજીત બે ચાલ આગળ ચાલ્યો એ બધી વ્યવસ્થા સાથે આવેલો એણે બેંગાલ પુલીસ અને સિધ્ધાર્થ એટલે કે તમને પણ મદદ માટે અગાઉથી તૈયાર રાખેલાં રીતીકા અને સુરજીત પ્રેમમાં હતાં એટલે મને હતું એની વાઇફ સામે ભાંડો ફોડીશ અને એની ઇજ્જત લઇશ. રીતીકા મેડમ નાસીપાસ થશે હું બળજબરીથી સહીઓ કરાવી લઇશ.
આખો પ્લાન બનાવેલો અને બાકી જે થયું એ તમારી નજર સામે છે. મોહીતો અને ઘોષ મને ખૂબ કામ આવેલાં અને બાજુ આ સુરજીતે બગાડી મારી.
સિધ્ધાર્થે કહ્યું તારો આ આખરી સમય છે હજી જે કહેવું હોય કહી દે નહીતર પછી કોઇ ઉપાય નહીં "રહે આટલો બધાની તારાજી કરીને તને શું લાભ થયો ? એમ કહીને જોરથી લાત મારી.
ડમરૂનાથ આહ.. કહીને બેવડ વળી ગયો.
દેબુ આ બધુ સાંભળીને ખૂબજ વ્યથિત થઇ ગયો. દેબુ ધુસ્કો ને ધુસ્કે રડી પડ્યો. માં માં બોલી.... ડૂસકું એવું હતું આગળ બોલી ના શક્યો.
સુરજીતે કહ્યું "આ બધુ બાવાની લાલચ અને મારાં માટેની દુશ્મનીને કારણે થયુ છે એણે સુચિત્રાની માફી માંગી પણ સાંભળવા માટે એ જીવતી નહોતી.. રીતીકાને એકદમ શું થયુકે એ ઉભી થઇ ગઇ અને એની મીની ગનથી બાવાને બધી ગોળીઓ ધરબી દીધી. ડમરૂનો પ્રાણ નીકળી ગયો શરીર તરફડીને શાંત થઇ ગયું.
સિધ્ધાર્થ થોડીવાર માટે દિઘમૂઢ થઈ ગયો પછી જવાનોને કહ્યું આ બધી લાશોને પૂરાં સ્વમાન સાથે ગાડીમાં લઇ લો અને આ ઘોષ, અને બાવાનાં શબને જંગલમાં ફેંકી આવો એમનો અગ્નિસંસ્કાર પણ નથી કરવો જંગલી જાનવરોને સોંપી દો..
જવાનોએ સુચિત્રાનાં શબને સાચવીને ગાડીમાં લીધાં. બધાથી આંખોમાં જળ ઉભરાયાં.
સિધ્ધાર્થે કહ્યું "એક દુષ્ટ માણસની વાસના અને લાલચે કેટલાં ઘર બરબાદ કર્યા. ઉગતી કળી જેવી નુપુરને હવસનો શિકાર બનાવી.
દેબુએ કહ્યું "આ સુજોય અંકલનું શું કરવાનું છે ? ત્યારે રીપ્તાએ કહ્યું" એમને પણ આ લોકો સાથે જંગલમાં જ ફેંકી દો. અત્યારે કોઇ સંબંધ નાતો નથી રહ્યો. મને અફસોસ છે કે એ મારાં કોઇ સગા હતાં.
ભારે હૈયે અને રડતી આંખે બધાં રૂમમાંથી બહાર નીકળ્યાં. રીપ્તા સુરજીતની સાથે ગાડીમાં ગોઠવાઇ રીપ્તા અને દેબુ માં નાં શબ સાથે બેઠાં. ડેબુના ખોળામાં એની નૂપુર હતી.
બેંગાલ પોલીસે બાવાનાં માણસોને ગીરફતાર કર્યા અને આખા આશ્રમનો કબ્જો લીધો.
ઇશ્વરે ક્યાંથી ક્યાં સંબંધ જોડ્યા ક્યાં તોડ્યા નિદોષનાં જીવ લેવાયા. ક્રૂરતા બરબાદી જ નોંતરે છે.
-- સમાપ્ત --
બે બોલ...
આ નવલકથા એવાં પાત્રો અને વાર્તા સાથે સંકળાયેલી હતી જેમાં લાલચી, વિલાસી, કામવસાનાથી ભરેલાં ક્રૂર પાત્રોને કારણે નિદોષનાં જીવ લેવાયાં.
આમાં કોઇ પાત્ર કે સ્ત્રીને મજબૂર કે યાતના સહન કરવા માટે બતાવી નથી પણ સમાજમાં આવી ઘટનાઓ પણ બનતી હોય છે એ એક કપોળ કલ્પીત વાર્તા રૂપે રજૂ કરવામાં આવી છે. પ્રેમ, વાસના, રહસ્યનાં તાણાંવાણાંથી સર્જાયેલી વાર્તા મારાં વાચકોને પસંદ આવી હશે.
કોઇ પાત્રને મહત્વ અને બીજાને નીચા દેખાડવા કે ચરિત્રહીન બતાવાનો કોઇ પ્રયાસ નથી માત્ર કાલ્પનિક પાત્રો અને વાર્તા છે. કોઇની લાગણી દુભવવાનો આશય નહીં હોતો. પણ દેબાંશું એ નુપૂરનો કહું પ્રેમથી સ્વીકાર કર્યો.
આપ સહુ વાચકોને આપનો અભિપ્રાય અને તમારી કોઇ પણ કોમેન્ટ હોય તો લખી જણાવવા વિનંતી.
દક્ષેશ ઇનામદાર...

આવનાર નવી નવલકથા ખૂબ રસપ્રદ આવી રહી છે એની ખાતરી આપું છું.
બે જીવન અને બે વ્યક્તિ... કેવો પ્રેમ ? ક્યા પ્રસંગો એની રસપ્રદ છણાવટ આ નવલકથામાં છે. પ્રેમ માં સમર્પિત થયાં પછી એ કેવાં રંગ રાખે છે એ આ *લવ બાઇટ્સ* નવલકથામાં ખૂબ જ રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી છે. મારાં વાચકોને ખૂબ જ ગમશે એવો વિશ્વાસ છે.


આભાર...






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED