વફા કે બેવફા - 6 Miska Misu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વફા કે બેવફા - 6

સો....!! ક્યાં સુધી છે અહીં...?? "
" બસ એક વીક..." આરુષિ

" અચ્છા.. પછી તો અમદાવાદની લાઈફમાં બીઝી થઈ જઈશ નહીં....? "
આરુષિ અસમંજસમાં પડી જાય છે શુ કહેવું. પછી બોલે છે,

" ના, એવું કઈ નથી.."
અયાનને તેની વાત કરતા પહેલા પુછવાની ઈચ્છા થઈ.. એટલે પૂછી કાઢ્યું,
" તે મને કેમ હા પાડી... એ પણ આટલું જલ્દી....તું તો મને જસ્ટ ઓળખે છે.. મારા વિશે કશું જાણતી નથી.."

આરુષિ થોડી વાર ચુપ રહી બોલે છે..

" એ વાત સાચી કે તને જાણતી નથી.. પણ તારી સાથે વાત કરતા એક અલગ જ લાગણી અનુભવી હતી.. બસ વિશ્વાસ કરવાનુ મન થયું... તારી સાથે વાત કરતા બીજું બધું ભૂલી જાઉં છું...આ પ્રેમ છે કે નહીં એતો ખબર નથી...બસ વાત કરતી વખતે ખુશ હોઉ છું...એવું નથી કે મને કોઈ એ ફસ્ટ વાર પ્રપોઝ કર્યોને હા પાડી દીધી.. પણ મેં બહુ જ વિચારીને આ ડીસીઝન લીધું છે...

આરુષિનો જવાબ સાંભળી અયાનના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી.. કદાચ એના મનમાં પણ ઊંડે ક્યાંક એવું જ હતું. જેનાથી એ અજાણ હતો. આથી જ તો શરતની વાત કહી જ ના શક્યો.. હિંમત જ નહોતી કે આગળ કંઈ વાત કરે. એટલે ફોન લઈને ઊભાં થતાં કહે છે હું રોહનને ફોન કરીને આવું કેટલી વાર છે..

આ બાજુ રોહન યેશાને બધું કહી દે છે...યેશા ગુસ્સાથી લાલ થઇ જાય છે..
" તમે લોકો આવું કરી જ કેમ શકો..!?? અને મને એમાં ઈન્વોલ્વ કરી તમે.. !!? શરમ પણ ના આવી..!? એણે લાઈફમાં પહેલી વાર કોઈને હા પાડી છે.. મારે તેની સાથે હોવું જોઈએ.. મારે એકલી મુકવી ન'તી જોઈતી. અયાન તે આ બહું જ ખોટું કર્યું.. "
રોહન તેને પરાણે શાંત પાડે છે..
" તારી વાત એકદમ સાચી.. આઈ એગ્રી.. પણ હવે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ માટે વિચાર.. કે જેથી તેને ઓછું હર્ટ થાય.. "
એટલામાં જ અયાનનો કોલ આવ્યો..
" ક્યાં છે? કેટલી વાર છે..? "
"રોહન, હા બસ પહોંચીએ. દસ મિનિટ...."
" ઓકે. જલ્દી આવ.. "
ફોન સ્પીકર પર હતો...આ સાંભળી યેશા રોહનને કહે છે.. તેને કઈ થયું તો અયાનને ક્યારેય માફ નહીં કરે.‌‌
" હા, પણ હમણાં જલ્દી ચલ..."

ત્યાં જઈ જોયું તો બંને શાંત બેઠા હતા... બધુ નોર્મલ જોઈ શાંતિ થઈ... ત્યાં આરુષિ બોલે છે..
" યેશા, શોપિંગ માટે લેટ થઇ જશે આપણે જઈએ.. "

" હા ઓકે..." યેશા આરુષિને લઈ જતી રહે છે..
આ બાજુ રોહન જલ્દીથી અયાનને પૂછે છે..
" વાત થઈ? શું કીધું એણે તું તો ટેન્શન લાવી દે છે.."
" કશું નહીં .... મારામાં હિંમત જ નહોતી કે એને કંઈ કહું.. હું જ મુંઝવણમાં છું કે હું શું કરી રહ્યો છું.. આટલું નર્વસ તો કોઈ છોકરી સામે નથી થયો. "

" વોટ...!!? મેં તો યેશાને બધું કહી દીધું કે એ આરુષિને સંભાળી લે .. હવે એ કહી દેશે તો તેને !?" રોહન
અયાન ઊભો થઈ ગયો.
" સીટ.... કોઈ બીજું કહે તે યોગ્ય નથી... આવું ના થવું જોઈએ.. તું જલ્દી ફોન કર... યેશાને "
" હા,."
રોહન ફોન ઉપર ફોન કરે છે.. પણ રિસીવ કરતી નથી.. ઓર વધારે ટેન્શન થાય છે..રોહન તો જાણે પરસેવે રેબઝેબ થઇ ગ્યો... રોહન તેને સમજાવી ઘરે મોકલે છે...

આ બાજુ યેશા આરુષિને જોઈ કંઈ ખાસ લાગતું નથી તો પૂછે છે, " શું વાત થઈ તમારે.!!? "
શોપમાં જોતી જોતી બાલે છે..
" કંઈ ખાસ નહીં... તું જોને આ ટોપ મને કેવું લાગે છે...??"

ક્રમશઃ