લવ બ્લડ - પ્રકરણ-64 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-64

લવ બ્લડ
પ્રકરણ-64
સુજોયને જે આશ્રમમાં હાથ પકડીને દોરી લાવતો હતો એ હસી રહેલો સુજોયે એની સામે જોઇને કહ્યું "એય બેવકુફની જેમ શું હસી રહ્યો છે ? તને જ્યાં લઈ જવા કહ્યું છે ત્યાં મને ઝડપથી પહોંચાડી દે એટલે હું મારો હિસાબ પુરો કરી લઊં પેલાએ હાથમાં ભીંસ વધારીને કહ્યું "ચૂપ ચાપ ચાલ મારી સાથે વધારે હોંશિયારી ના કરીશ અને સૂજોયનાં કદાવર શરીર અને માંસલ મજબૂત હાથનો એવો ઝટકો આવ્યો કે પેલાનાં હાથમાંથી સુજોયનો હાથ છૂટી ગયો પેલાએ ઝડપથી ફરીથી હાથ પકડી લીધો અને કહ્યું " વધારે જોરના અજમાવ સીધો સીધો ચાલ અને એ આશ્રમમાં પાછળનાં ભાગનાં રૂમ તરફ લઇ જઇ રહ્યો.
**********
સિધ્ધાર્થ દેબાન્શુ અને રીપ્તાને હીંમત આપતાં કહ્યું તમે ચાલો ચિંતા ના કરો એ સમાચાર ખરેખર ચિંતાજનક છે કે નુપુરને એ લોકો અંદર લઇ ગયાં ઉઠાવીને,તારી મોમને ઘરેથી અહીં લઇ આવ્યા અને સુજોય સર પણ ક્યાં છે ખબર નથી પડતી મને તો આ કોયડા જેવું લાગે છે પણ હવે અહીં બહાર રહી રાહ જોવી પોષાય એમ નથી.
સિધ્ધાર્થ એનાં SIT માં જવાનોને બધાને પોતાની પાસે બોલાવી દીધાં. દેબાન્શુને પણ એની ગન બહાર કાઢી તૈયાર રહેવા કહ્યું. બધાને સૂચના આપી કે હથિયાર સજ્જ કરો જે સામે આવે એને ઉડાવી દો આપણે અંદર તરફ સીધા ઘૂસી જઇએ હવે બીજો કોઇ વિકલ્પ નથી તો આપણા માણસોને નુકશાન પહોચાડે એવો ભય છે હવે.
બધાં એક સાથે આશ્રમ તરફ ઘસી ગયાં અને સિધ્ધાર્થ ચાલાકીથી તારની વાડ હટાવી દૂર ફેંકીને કૂદીને બધાં આશ્રમમાં પ્રવેશ કરી ગયાં.
*****************
બાબા ડમરૂનાથ ગુસ્સામાં અને આવેશમાં આશ્રમનાં રૂમમાં પ્રવેશી ગયાં જ્યાં સુચીત્રાને લાવીને રાખી હતી પછી પ્રવારને કહ્યું જા સુરજીત અને એના સાથીઓ અહી લઇ આવો.
પછી ડમરૂનાથે મોહીતોને કહ્યું આ છોકરીને પણ ત્યાં રૂમમાં લાવો એ રૂમ ઘણો મોટો છે બધાંને ત્યાં રાખીને એક સાથે બધાં હિસાબ પતાવવાનાં છે અને ત્યાં બાબાનો માણસ સુજોયને લઇને રૂમમાં આવી ગયો જ્યાં સુચિત્રાને રાખી હતી.સુચીત્રાની હાલત ખૂબ જ ખરાબ હતી.
સુચીત્રાનાં વાળ ફેદાઇ ગયેલાં બધાં ચહેરા પર આવી ગયેલાં શરીરમાં તાકાત નહોતી અને એક જાણે શબ બેઠું હોય એમ બેઠી હતી એની સુંદરતાને આજે જાણે અમાસ લાગી ગઇ હતી એની આંખો બંધ હતી છતાં આંસુ સારી બેસી રહી હતી એનાં હોઠપર એક જ શબ્દ હતો દેબુ...
બાબાએ બૂમ પાડી કહ્યું સુચિત્રા દેવી આમ ઉંચુ તો જુઓ તમને મળવા કોણ આવ્યુ છે એમ કહી સુજોય તરફ ઇશારો કર્યો પણ સુચીત્રાએ જોયુ નહીં આખ મીંચી બેસીજ અહી એને કોઇનો કંઇ જ ફરક નહોતો પડી રહ્યો.
ત્યાં પ્રવાર સુરજીત, રીતીકા, સૌમીત્રય ઘોષ, સૌરભ મુખર્જી બધાને લઇને ત્યાં આવી ગયો. અને ત્યાં બધાનાં આવવાની આહટ સાંભળી... એક આહટ સુમીત્રાને સ્પર્શી ગઇ એની આંખો ઊંચી થઇ ગઇ સુરજીતને જોઇને બોલી ઉઠી ઓ સુરજીત.. અને સુરજીતનાં મોઢામાંથી ચીસ નીકળી ગઇ.. સુ..ચિ..ત્રા.. તું અહીં ? કોણે હિંમત કરી ? રીતીકા ફાટી આંખે આશ્ચર્યથી જોઇ રહી...
ત્યાં પ્રવાર નુપુરને પકડીને રૂમમાં લાવ્યો એની હાલત એટલી કથળેલી હતી કે જોઇ ના શકાય. એનાં કપડાનાં ચીંથરા નીકળી ગયેલો રડી રડીને આંખો ચહેરો સુજી ગયેલો અને એને ત્યાં સુચિત્રાની બાજુમાં બેસાડી..
સુચીત્રાની નજર નુપુર પર પડી લાશ જેવી થઇ ગયેલી નુપુર એનાં શરીરમાંથી લોહી વહી રહેલું ખૂબ દર્દથી કણસતી હતી સુચીત્રાએ એને પોતાના તરફ ખેંચી ઓહ.. મારી દીકરી.. પછી બાબા તરફ જોઇને બોલી સાલા નરાધમ આ ફૂલ જેવી છોકરીએ તારું શું બગાડ્યું હતું ? તને નર્કમાં જગ્યા નહીં મળે.
સુરજીત અને બધાં મોં વિકાસીને આશ્ચર્યથી બધુ જોઇ રહેલાં ખબરજ નહોતી પડતી શું કરવું ? બાબાએ. બધાનેં અહીં ભેગા કરી શું ત્રાગડો રચ્યો છે ?
સુરજીત સુમીત્રા પાસે જવા લાગ્યો ત્યારે મોહીતાએ એને અટકાવ્યો અને ક્યુ અહીંજ ઉભા રહો ખબરદાર આગળ વધ્યા છો તો ઉડાવી દઇશ.
અત્યાર સુધી મૌન ઉભો જોઇ રહેલો સુજોયે બાબા સામે જોઇને કહ્યું વાહ ડમરૂ તારો ખેલ અજબ છે તું ક્યાંથી ક્યાં પહોચી ગયો ? તારી શાતીર ચાલબાજી આજે રંગ લાવી છે તું આટલો પહોચેલો હોઇશ આજે ખબર પડી...
ડમરૂબાબાએ કહ્યું "સુજોય સાબ આપકા સાથ હૈ ઔર ક્યા ચાહીયે ? આપકા હુકમ હમને સરમાથે ચઢાયા હૈ.
બધાં આશ્ચર્યથી સુજોય અને બાબા સામે જોઇ રહ્યાં સુરજીતે કહ્યું " યુ રાસ્કલ સુજોય તું આ નરાધમ સાથે મળેલો છે ? આ દીકરીની આવી દશા કરી તમે ? તમને નહીં છોડું આજે એક એક વાતનો હું હિસાબ લઇશ.
સુજોય ખંધુ હસતાં હસતાં કહ્યું "હું તો દેશભક્ત છું મારાં પર આવા આરોપ ના મૂકાય. હું તો મારો હિસાબ ચૂકતે કરવા આજે આવ્યો એમાં આ ડમરૂએ મારી મદદ કરી એણે મારી મદદ કરી મેં એની મદદ કરી સામ સામે વસૂલ....
સુજોયનો અવાજ સાંભળી સુચિત્રાની આંખો પહોળી થઇ ગઇ અને ગુસ્સો અને ખુન્નસ આંખોમાં ઘસી આવ્યું એ કંઇક બોલવા ગઇ પણ સુરજીતને જોઇ ચૂપ થઇ ગઇ.
સુચિત્રાએ કહ્યું "સુરજીત તમે અહીં સલામત છો તો તમે મારો સંપર્ક કેમ ના કર્યો ? તમારી શોધમાં દેબુ પણ એનાં મિત્ર સાથે અહીં આવ્યો છે આ નુપુરની જુઓ દશા કરી છે આ રાક્ષસોએ.
સુરજીતે કહ્યું "બધાં ખુલાસા પછી કરીશ તને બધાં હમણાં આમાંની બહાર નીકળીએ. દેબુ અહીં આવ્યો છે તો ક્યાં છે ? આ નરાધમો એ એને ?
ત્યાંજ બહાર દોડભાગ મચી હોય એવાં અવાજ આપ્યા.. અને બાબા સતર્ક થયો એણે પ્રવાર અને મોહીતોને સૂચના આપી બહાર મોકલ્યાં...
ઉત્તર દિશામાંથી પણ આદીવાસીઓ એમનાં હથિયાર સજજ કરીને આશ્રમ તરફ આવી ગયાં હતાં. આશ્રમ માંડ બે ગજ દૂર હતું એમનાં હોંકારા અને દેકારાનાં અવાજથી વાતાવરણ યુધ્ધ જેવું ભયાનક થઇ ગયું હતું એમને આવતા રોકવા માટે ડમરૂનાં માણસો સામનો કરવા બહાર નીકળ્યા પણ ગેટ બંધ કરેલાં હોવાં ઘણાં આદીવાસીઓ એ તોડી નાંખ્યાં અને આગનાં ગોળા ફેંકવા માંડ્યા.
બીજી તરફ પશ્ચિમમાંથી બંગાલ સરકારની કુમક આવી ગઇ હતી એ લોકો પણ આશ્રમમાં પ્રવેશી ગયા હતાં અને બીજી બાજુ સિધ્ધાર્થનાં માણસો જવાનો દેબુ અને રીપ્તા સાથે અંદર આવી ગયાં હતાં.
યુધ્ધ જેવું વાતાવરણ થઇ ગયું. પ્રવાર, મોહતો બધાં માણસો એમની ગન લઇને એલર્ટ જવા કરી દીધુ ચારેબાજુથી ઘેરાઇ ગયાં હોવાં છતાં ડમરૂ હાર નહોતો માનતો એને થયુ હવે તો આખરી ખેલ ખેલવો પડશે.
ડમરૂએ સેટેલાઇટ ફોન લીધો અને એનાં માણસો જ સૂચના આપવા માંડી એણે જંગલી જાનવરો, સર્પનાગઅજગર એનાં બધાં પાંજરા, ફાર્મ ખૂલ્લા કરી નાંખવા હુકમ કર્યો એનાં ડ્રગનાં ગોદામ સીલ કરવાં કહ્યું.
થોડાં સમયમાં તો જંગલી જાનવર-નાગ-સાપ બધુ ખુલ્લામાં ફરવા માંડ્યા ચારેબાજુ ભય વ્યાપી ગયો. ડમરુએ પ્રવારને બોલાવીને કહ્યું પેલાં મીનીસ્ટર અને ડ્રગ માફીયાને કહી દે એમનાં સાધનો લઇને અહીંથી નીકળી જાય હવે મારી જવાબદારી નથી.
આશ્રમમાં ચારેબાજુ દોડાદોડી વ્યાપી ગઇ જાનવર ને કારણે સેવકો-સ્ટાફ બધાં જીવ બચાવવા દોડવા માંડ્યા અને એકમદ અધાંધૂંની ફેલાઇ ગઇ... બાબાને થયું છેલ્લીવાર બધાને.. પછી હું મારી કારમાં નીકળી જઊ.
એ રૂમમાં આવ્યો અમે કહ્યું, હવે બધાં પોતપોતાના જીવ બચાવશે સુજોયને આંખ મારીને કહ્યું "હવે સમય ખૂબ ઓછો છે તારો હિસાબ પતાવ હું મારો કરી લઊં એમ કહીને ડમરૂ......
વધુ આવતા અંકે --- પ્રકરણ-65