કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 10 jignasha patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 10

'આ સમયે દરવાજા પર તાળું ?'
'આવું તો કદી બન્યું નહીં...?'
'તો આજે એવું તો શું થયું કે...? '
'ક્યાંક અવિ તો.. ?'
ના ના અવિ ને કાંઈ નહીં થાય...
એક સાથે અનેક સવાલો નૈના ના મનને ઘેરી વળ્યા. પહેલેથી નૈના ચિંતિત તો હતી જ... ઘરે તાળું જોઈ એની ચિંતા બમણી થઇ ગઈ. શું કરવું કશું સમજાયું નહીં. અવિને ફોન કર્યો પણ એનો ફોન લાગ્યો નહીં. બાજુમાં જઈને પૂછ્યું પણ ત્યાં પણ ક્યાં ગયા એ કોઈને ખબર નહોતી. ફરી ઘરે આવી. ઓટલા પર થાંભલાને અઢેલીને બેઠી. મનમાં વિચાર્યું' ઘરની એક ચાવી તો મારી પાસે પણ પડી હતી કાશ હું લઈને જ આવત ' પણ હવે આમ વિચાર્યા થી શો ફાયદો હતો. હવે અવિ ઘરે આવે તેની બહાર બેસીને રાહ જોયા સિવાય કોઈ છૂટકો નહોતો. એ થોડીવાર આમને આમ જડ્વત બેસી રહી.
ત્યાં જ થોડીવારમાં ગેરેજ વાળો ભાઈ ગાડી બનાવીને લઇ આવ્યો. અને ગાડી ઘર સામે પાર્ક કરી ચાવી આપતા પૂછ્યું,
" શું થયું ? ઘરના બધા ક્યાંક બહાર ગયા કે શું ?"
"હા... ખબર નહીં ક્યાં ગયા ? ફોન પણ નથી લાગતો... "
"તમારી પાસે બીજી ચાવી નથી ?"
"છે પણ એ ચાવી મારી મમ્મી ને ત્યાં જ રહી ગઈ. મને ખ્યાલ નહોતો કે ઘરે કોઈ નહીં હોય... તેથી હું નહીં લાવી..."
" આપ કહો તો કી-મેકર ને બોલવું "
"ના, ના... અવિ આવતો જ હશે.. આપ ચિંતા ન કરો... "
"ઠીક છે ત્યારે, હું જાઉં છું, કાંઈ કામકાજ હોય તો જણાવજો..."
" સારું ભાઈ, જરૂર લાગ્યે ફોન કરીશ...થૅન્ક યૂ ''
" જી.... "કહી ગેરેજવાળો ભાઈ ત્યાંથી પોતાના ઘરે જતો રહે છે.
કેટલીયે વાર સુધી ગુમ-સુમ બેસી રહ્યા પછી સહસા તેને ખ્યાલ આવ્યો કે ઘરે માં રાહ જોતી હશે... નૈના એ તરત મા ને ફોન કરી કહ્યું 'મા રાહ ન જોતી, દવા લઇ ઉંઘી જજે... મને આવતા થોડું મોડું થશે. 'મા એ પૂછ્યુંયે ખરું 'બધું ઠીક છે ને બેટા, તારો અવાજ આમ સાવ નંખાયેલો કેમ છે ' અવાજમાં થોડી સ્ફૂર્તિ સાથે નૈના એ કહ્યું -'મા બધું ઠીક છે, તું કશી ચિંતા ના કરતી. થોડું આવતા મોડું થશે એટલું જ.. 'કહી નૈનાએ ફોન કટ કર્યો.
રાહ જોઈ જોઈ હવે નૈના થાકી હતી. ઇન્તજાર હવે ગુસ્સામા પરિવર્તિત થતો જતો હતો. પણ ગુસ્સો કરવા માટે ના તો અવિ તેની પાસે હતો... ના તો અવિ નો ફોન પર સંપર્ક થઇ રહ્યો હતો...થાક સાથે ચિંતાથી આમેય તેં દુઃખી હતી ઉપરથી એના દિમાગ પર ગુસ્સો હાવી થવા લાગ્યો હતો પણ વાત વધુ વણસે એ પહેલા પોતાની જાતને સાંભળી આંગણામાં પોતાની હાથે જ વાવેલી તુલસી પાસે સાવ નાનું બાળક મા ની પાસે જઈને બેસે એમ બેસી ગઈ. એક પળ માટે બધું ભૂલી જઈ નાના બાળકની જેમ ખીલખીલાટ હસવાનું મન થઇ આવ્યું પણ તેં એવું કરી ન સકી. .. માંડ જરીક હસતાની સાથે આંખો માંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યાં... મન હલકું થાય ત્યાં સુધી આંસુઓને અવિરત પણે વહેવા દીધા...પોતાની જિંદગીમા શું થઇ રહ્યું છે તેં બધું જાણવા છતાં સાવ અભાન હતી... અભાન હતી કે પછી અભાન રહેવા માંગતી હતી એય એને સમજાતું નહોતું...
ઘરે આવતા સમયે રસ્તે મળેલી સ્ત્રી નજર સામે તરવરી ઉઠી...એણે કહેલી આપવીતી ચીસો પાડી પાડી એના કાનના પડદા ફાડવા લાગી... એ કંપી ઉઠી... એણે બંને હાથે પોતાના કાન બંધ કરી લીધા... પણ અવાજો બંધ થવાનું નામ નહોતા લેતાં... એ તો વધુ જોરથી ચીસ પાડવા લાગ્યાં...હવે બધું અસહ્ય બનતું જતું હતું...દરવાજા પાસે જઈ ઢબ દઈને બેસી ગઈ. અને ફરી અવિ ફોન કરી જોયો... હજીયે સ્વીટ્ચ ઑફ... ગુસ્સો તો એટલો આવ્યો કે ફોન જ ક્યાંક દૂર ફેંકી દે... પણ તેં તેવું ન કરી સકી... તેવું કરવાની ના તો હિમ્મત કે ન તો તાકાત એનામાં બચી હતી... દરવાજે માથું ટેકવીને સાવ જડ્વત બેસી રહી...કેટલીયે વાર સુધી... ન તો એને પોતાનું ભાન રહ્યું કે ન તો સમય નુ...ને આમ ને આમ ક્યારે એને ઊંઘ આવી ગઈ એય ભાન ન રહ્યું... પણ બહાર ફરતા કુતરાના ભસવાના આવજે એ સહસા બેઠી થઇ ગઈ... મા નો ખ્યાલ આવતા જ હિમ્મત કરી તેં ઘરે જવા નીકળી... માંડ કાર સુધી આવી... કારમાં પડેલી પાણીની બોટલ માંથી પાણી પીધું... અને બચેલા પાણીથી મોં પર છાલક મારી... ગાડી મા રહેલા ટીસ્યુ પેપર થી ચેહરો લૂછ્યો... સહેજ સારું મેહસૂસ થતા એ મા પાસે જવા નીકળી...
પાછી ફરતી વેળા ચારરસ્તા પર આવતા જ પેલી સ્ત્રીનો ચેહરો માનસ પટ પર ઉભરાયો. એના આખા શરીર મા એક ઝણઝણાટી પ્રસરી ગઈ...એની વાતો ફરી ઘૂમરાવા લાગી... અનેક વિચારોના વંટોળ અને અનેક સવાલો સાથે તેં મમ્મીના ઘર તરફ આગળ વધતી રહી...
પણ અચાનક એણે કારને જોરથી બ્રેક મારી... સામે જોયું... આંખો ફાડી ફાડી ને જોતી જ રહી ગઈ... સહસા બોલી ઉઠી... "ઓહ માય ગોડ... "એક પળ તો એને આંખો પર વિશ્વાસ આવ્યો નહીં, આંખો ચોળવા લાગી...ફરી જોયું... હવે કોઈ શંકાને સ્થાન નહોતું...
કાર નો દરવાજો ખોલી ઉતરવા જ જતી હતી કે અચાનક અટકી ગઈ... દરવાજો બંધ કરી ખાતરી કરવા ગાડીની લાઈટનો ફોંકસ બદલ્યો...લાઈટ વધુ તેજ થઇ... ઓફ કરી... ઓન કરી.. અને જોરથી હોર્ન વગાડ્યું....
* * * * *