કુદરતના લેખા - જોખા - 7 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 7


આગળ જોયું કે મયુર સાથે વાત કરતા કરતા જ એના મમ્મીનો ફોન કપાઈ જાય છે. અયોધ્યાથી નીકળી નેપાળના રસ્તા પર જતા મયુર ના પરિવાર જે બસ પર સવાર છે તે બસ તીવ્ર ભૂકંપ ના કારણે રસ્તા પર ઊભી રાખવામાં આવે છે જેમાં ઘણા યાત્રિકો ને નાની મોટી ઇજા થાય છે.
હવે આગળ..........

* * * * * * * * * * * * * *

જયશ્રીબહેન મયુર સાથે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે બસ ની અચાનક બ્રેક લાગવાના કારણે તેના હાથમાંથી ફોન છટકી જાય છે અને મોઢા માથી ચીસ નીકળી જાય છે. તે જે જગ્યા પર બેઠા હતા ત્યાંથી ઉછળી ને વિરુદ્ધ દિશામાં પટકાયા હતા. અર્જુનભાઈ એ જયશ્રીબહેન નો હાથ પકડી લીધો એના કારણે શૂઝ સ્ટેન્ડ સાથે માથું અથડાતું અથડાતું બચી ગયું. જયશ્રીબહેન હજુ પોતાની સંભાળ લે એ પહેલાં જ બાજુના સોફા માં રહેલ તેની દીકરીની ચિંતા સતાવવા લાગી. તમે જાવ જલ્દી મમતા ને કાંઈ નથી થયું ને જુઓ. જયશ્રીબહેન એનો હાથ છોડાવતા અર્જુનભાઈ ને કહે છે. હા હું જાવ છું. તું પણ નીચે ઉતર. ધરતી કંપ થયો છે એવું બૂમ પાડે છે ડ્રાઇવર.

અર્જુનભાઈ જલ્દી તેમના સોફા પર થી નીચે ઉતરી તેમની દીકરી જે સોફા પર સૂતી હતી ત્યાં જઈ ને જુએ છે તો એના માથા પર થી ખૂન ટપકી રહ્યું હતું. અર્જુનભાઈ વાતો માં કોઈ સમય બગાડ્યા વગર પોતાનો હાથ રૂમાલ મમતા ના માથા પર મૂકી એને સોફા પરથી નીચે ઉતારી બસ ના દરવાજા તરફ આગળ વધે છે. આવા સંજોગો થી ટેવાયેલ અર્જુનભાઈ તેમની દીકરી ને એક બાજુ બેસાડી ઊભી થયેલ પરિસ્થિતિને દેશ સેવા કાજ યુધ્ધના ધોરણે ઘણા ઇજાગ્રસ્ત યાત્રિકો ને તેડી ને નીચે ઉતારે છે. બસ માથી બધા યાત્રિકો નીચે ઉતરી ગયા. નીચે નું દ્રશ્ય ખરેખર ખૂબ જ કરુણ હતું. કુદરત પણ જાણે પોતાની ક્રૂરતા વર્તાવી રહ્યો હોય એમ આખી પૃથ્વી ડોલાવી રહ્યો હતો. બસ તો જાણે હાલક ડોલક ડોલતી હોય એમ હમણાં પડી કે પડશે એવો ભાસ કરાવી રહી હતી. એક એક ધ્રુજારી યાત્રિકો ને ચિસકારી નખાવવા કાફી હતી. અત્યાર સુધી કરેલ ખુશ ખુશાલ મુસાફરી નો આનંદ થોડી સેકંડો એ જ વિષાદ માં પરિવર્તિત કરી નાખ્યો. ત્યાં હાજર યાત્રિકો એ આવો ધરતી કંપ પ્રથમ વખત જ જોઈ રહ્યા હતા. ૧૦ મિનિટ ની અંદર આવેલા ત્રણ આંચકાઓ એ બધા ના શ્વાસ અધ્ધર કરી રાખ્યા હતા. પછી થોડું વાતાવરણ શાંત થાય છે.

અર્જુનભાઈ અને જયશ્રીબહેન મમતા પાસે જઈ ને પૂછે છે કે કેમ છે બેટા, વધારે વાગ્યું તો નથી ને. ના મમ્મી પપ્પા કાઈ વધારે વાગ્યું નથી. એ તો બસ ની એંગલ થોડી માથા માં વાગી ગઈ માટે થોડું લોહી નીકળ્યું બાકી બીજે ક્યાંય વાગ્યું નથી. અને હું તો આર્મી મેન ની દીકરી છું આટલું દર્દ તો સહન કરી જ શકું ને. ચાલો આપણે બસ માં રહેલ first aid કીટ લઇ ને જેને વધારે વાગ્યું છે એને મદદ કરીએ. આ વાત સાંભળતા જ બંને દીકરી ના સરાહનીય વિચાર થી ગંભીર વાતાવરણ માં પણ બંને ના ચેહરા મલકી ઉઠ્યા.

ચાલો મમતા બધા ને મદદ કરે છે ત્યાં સુધી માં તમે મયુર ને ફોન કરી ને કહી દો કે અહી બધું સારું છે. નહીતો એ ટેન્શન માં આવી જશે કે કેમ મમ્મી એ ચીસ પાડી હશે. અર્જુનભાઈ તરત જ ખિસ્સા માંથી ફોન કાઢી ને ફોન કરવા જાય છે તો ફોન માં નેટવર્ક જ હોતું નથી. તરત બીજા લોકોના ફોન તપાસ કરે છે તો કોઈ ના ફોન માં કવરેજ આવતું ના હતું. હવે મયુર ને ફોન નઈ થાય ત્યાં સુધી મયુર ચિંતા માં રહેશે એ વિચાર થી જ અર્જુનભાઈ વિચલિત થઈ જાય છે.

અર્જુનભાઈ તરત જ તે યાત્રા ના આયોજક કનુભાઈ ને પૂછે છે કે આટલા માં ક્યાંય પોલીસ ચોકી છે? હા, અર્જુનભાઈ અહીં થી ૨ કિલોમીટર દૂર જ એક ચેક પોસ્ટ આવે છે. મે ઘણા પ્રયત્નો કર્યા બસ માલિક ને ફોન કરવાના પણ મોબાઈલ માં નેટવર્ક જ નથી આવતું કોઈ ના મોબાઈલમાં. આપણે હવે ચેક પોસ્ટ પર જ જવું પડશે. ત્યાંથી જ આપણે યાત્રિકોના વાલીઓ ને જાણ કરી શકીશું કે અમે બધા સલામત છીએ. થોડી વાર રાહ જોવો, આપણે ત્યાં જ જતા રહેવું છે. ચેક પોસ્ટ ની બાજુમાં જ એક આશ્રમ છે ત્યાં આપડે વિરામ કરીશું. અહી રસ્તા પર આમ રજળતા યાત્રિકો ને હું જોય પણ નથી શકતો. મારા ૩૬ વર્ષ ના યાત્રા પ્રવાસ માં પહેલી વાર આવી ઘટના જોઈ રહ્યો છું. કનુભાઈ ના ચહેરા પર વિષાદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. એની આંખોમાં આંસુ ડોકિયું કરી રહ્યું હતુ. અર્જુનભાઈ જો થોડી વાર પણ તેની પાસે રહ્યા હોય તો કનુભાઈ ને ચોક્કસ ડૂસકું ભરાઈ ગયું હોત. પરિસ્થિતિને પારખી અર્જુનભાઈ તરત જ બધા ને બસ માં બેસવાનું સૂચન કરે છે.

"ભલે ગમે તેટલી ટેકનોલોજીનો વિકાસ કરી લે માનવ!
પણ કુદરત સામે તો હંમેશા વામણો જ સાબિત થયો છે માનવ!"

યાત્રિકો ધરતી કંપ ના ભય થી હજુ પણ ધ્રુજી રહ્યા હતા. કોઈ ને ફરી બસ માં બેસવાની હિંમત નહોતી થઈ રહી. અર્જુનભાઈ બધા ને હિંમત અને સાંત્વના આપે છે. સાથે એ વાત પણ રજૂ કરે છે કે કોઈ ના મોબાઈલ માં અત્યારે નેટવર્ક ઉપલબ્ધ નથી. માટે બધા ના વાલીઓ ચિંતિત હશે. જો આપડે ચેક પોસ્ટ પર પહોંચી શકીશું તો બધા ના વાલીઓ સાથે સંપર્ક થઈ શકશે. એટલે આપડે બને એટલી જલ્દી ચેક પોસ્ટ સુધી પહોંચવું જ પડશે. આ વાત સાંભળતા જ બધા યાત્રિકોની હિંમત માં વધારો આવ્યો અને બધા બસ માં બેસવા તૈયાર થયા. બધા બસ માં બેસી ગયા પછી અર્જુનભાઈ એ ડ્રાઇવર ને સૂચના આપી કે ગાડી એકદમ ધીરે ચલાવે હજુ ક્યારે પાછો ધરતીકંપ આવી જાય એ નક્કી ના કહી શકાય.

ક્રમશ:-
પ્રમોદ સોલંકી

શું થશે મયુર ના પરિવાર અને યાત્રિકો નું?
શું એ ચેક પોસ્ટ સુધી પહોંચી શકશે?
મયુર ની હાલત કેવી હશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏