House No. 12 books and stories free download online pdf in Gujarati

ઘર નં - ૧૪૫૯

વિચારતી હતી કે શેના થી શરૂઆત કરૂ? શું પહેલા લખુ? પછી વિચાર્યુ કે જે લખવામાં આનંદ આવે અને જે દિલ ની સૌથી નજીક હોય એજ લખવા નું પ્રથમ મન થાય, આવુજ મારૂ એ પોળ નુ ઘર કે જેની મારા હ્રદય પર ઊડી
છાપ છે. એક એવી લાગણી કે જેના માટે માતૃભારતી જ
મને યોગ્ય મંચ લાગ્યુ . કેેેેેે જ્યા હું ખુલ્લા મને મારી લાગણી પ્રસ્તુત કરી શકુ!

' એ એક જ ઘર બાકી બધા મકાન લાગ્યા છે'.જુનુ અને જુનવાણી ઢબ નું એવું એ મારું પોળ નું ઘર મને યાદ આવે છે. એ લાકડા ના પીઢીયા એ જૂના કોતરણી વાળા બારણા ના લાકડા ના ડટ્ટા જેવા આંકડીયા, એ દાદરો હજીયે યાદ આવે છે. આટલા વર્ષો પછી પણ સપના માં મારું એ જ પોળ નું ઘર દેખાય છે. જ્યા મારું બાળપણ અને યુવાની ના મીઠા સંભારણા છે, એ ઘર ની દીવાલો એ ગોખલા, ઓંસરી હજીયે યાદ આવે છે .
જ્યારે ' તમે જુનું ઘર્ વેંંચી નાખ્યુ ? 'કોઈ પુછતાં ત્યારે હ્ર્ર્રદય માં ઊંડા ઘા વાગતા. જૂના પડોશીઓ, અને બહેનપણીઓ ય ક્યા હવે મળવા આવે છે! ગુજરાતી ઓ
એ ય જાણે ગુજરાત માં નહિ રહેવાના
સમ ખાધા છે!! એવા માંરા મોટા ભાગ ના મિત્રો પણ વિદેશ રહેવા ચાલ્યા ગયા છે. જે દોડી ને મારી મમ્મીને 'માસી આજે શું બનાવ્યુ છે? ' કહી ને સીધી રસોડા માં દોડી જતી એ મારી સખીઓ જાણે યાદે ય કરતી હશે કે પછી પોત પોતાની જિંદગી માં ખોવાઇ ગઇ હશે? એ પાણીયારૂ એ છાજલી એ બારસાખ આ બધાં સંવાદો ના મુક સાક્ષી છે.
એ મારી પોળ ના ઓટલા, ચબૂતરા, મંંદિર , દેરાસર પેેેેલા ' ખારા બિયા મળતા હતા ' એ માજી ની દુકાન બધુ હજીયે હશે કે બદલાઈ ગયુુ હશે? વર્ષો પછી જાણે
ડોકિયુ કરીને પાછુંં વાળું જોઉ છું ત્યારે આંખ માંથી અશ્રુ ટપકી પડે છે.
હવે આ સોસાયટી અને ફ્લેટ પોળ જેવા ક્યા પોતીકા છે!
એક બીજાની
બારી માંથી વાતો કરવી, ગમે ત્યારે ગમે તે સમયે બાજુવાળા કાકી ના ઘરમાં ઘૂસી જવાની, એ બધું તો હવે સપનુ લાગે છે. એ ઘરો ના છાપરા, એ ધાબા કૂૂૂદી કૂદીને એ પતંંગો લૂૂંટવા, એવો ઉત્તરાયણ નો તહેવારે ય હવે ક્યા રહ્યો છે? હવે તો ઘર ના અને મન ના બે ય દરવાજા જાણે બંધ લાગે છે! એવી તો ઘણી યાદો ઘર ના ડામચીયા માં કેદ હશે.
જ્યારે પપ્પા એ નક્કી કર્યુ કે હવે નવા ઘરે જવાનુું છે , ત્યારે જાણે કે એક યુદ્ધ છેડાઈ ગયું! અંતે પપ્પાએ
ઘણા કારણો આપી છેવટે અમને મનાવી જ લીધા . જેવા કે,
હવે ઘર્ ખૂબ નાનું પડે છે, ખૂબ જુુુુનુ થઈ ગયું છે. જુના પાડોશીઓ પણ નદી પાર રહેવા ચાલ્યા
ગયા છે, અને પપ્પા ની એ દલીલ પણ વ્યાજબી જ હતી કે 'તમારે તો અઢાર વર્ષે છોડવું પડે છે, મેં તો આ ઘર માં ચાલીસ વર્ષ
કાઢ્યા છે તો મને અસહ્ય નહિ લાગતુુ હોય?' વગેરે દલીલો ની જીત થઇ .અને પછી શરૂ થઈ ઘર બદલવા ની પ્રક્રિયા, નવા ઘરે જવાની ખુશી કરતા જુંનુ છોડવું એની વેેેદના વધારે હતી અને એમાય એ ઘર કે જેમાં ત્રણ ત્રણ
પેેેેઢીના સંભારણા એના ખૂણે ખૂંણા જાણે છે. એ જૂની
લોલક ઘડિયાળ કે
જેંમા કાયમ માંરા દાદાજી ચાવી ભરતા
પછી એમના ગયા પછી એ કામ મારે માથે આવ્યુુ .
એ ઘર નં, એ પહેલો લૅન્ડ લાઈન નં, આટલાં વર્ષો પછી પણ ભૂલી નથી શકયા.
આ એક મારી ઘર છોડ્યા ની વેદના કે જેને શબ્દ
શઃ અહીં
વર્ણવી છે. જે મારા લેખન ના પરિચય રૂપે પ્રસ્તુત કરી છે.
વાચીને યોગ્ય પ્રતિભાવ આપશો!!

બીજા રસપ્રદ વિકલ્પો