રાજકુમારી સૂર્યમુખી-6 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકુમારી સૂર્યમુખી-6

રાજકુમારી સૂર્યમુખી-6



રાજકુમારને રાજકુમારી પૃથ્વી પરની મનમોહક, રોચક,રોમેરોમ રોમાંચિત કરી મૂકે તેવો પ્રદેશ પર આવી ચુક્યા છે.અતિ સુંદર દ્રશ્યને વાતાવરણ.


દૂરના બર્ફીલા ડુંગર પરથી ધીમો ધીમો ધુમાડો વૃક્ષો પર આવી રહ્યો છે.વૃક્ષોની ટોચ ધુમાડાને કારણે દેખાતી નથી.ખળખળ કર્ણપ્રિય ઝરણા વહી રહ્યા છે.સુંદર રંગબેરંગી ફૂલો ખીલેલા છે. ચોતરફ હરિયાળી દેખાઈ રહી છે.


થોડી ઊંચાઈ પર અંજની મહાદેવ આવેલા છે. રાજકુમારને રાજકુમારી એકબીજાનો હાથ પકડી ડુંગર પર ચડવાનો પ્રારંભ કર્યો.નાના-મોટા પથ્થર,કોઈ ગોળ,કોઈ લંબ તો કોઈ અણીદાર તો વળી કોઈ બેસી શકાય એવડા મોટા પત્થર.


ચારે બાજુ મનમોહક વાતાવરણની વચ્ચે બંને ચડવા લાગ્યા.પોતાના જાદુ વગર પગપાળા ઉપર જવાનો નિર્ણય કર્યો.પૃથ્વી પરના સ્વર્ગને જોતા, માણતા અનુભવતા તે આગળ વધી રહ્યા.


શ્વેત પ્રદેશમાં શ્વેત ઋષિએ બનાવેલા રક સિવાય બધા જ પાણીના ગોળા તુંટી ગયા.રાજકુમારને રાજકુમારીના આવવાની શ્વેતપ્રદેશ પર તૈયારીઓ થઈ રહી.ખૂબ જ આયોજન પૂર્વક તૈયાર કરવામાં આવી રહી.


તમામ પરીઓ પોતાના રંગો,જાદુને ખોવાયેલી સુંદરતા મેળવવા માટે તલપાપડ છે.તેઓ પણ શ્વેતપ્રદેશને શણગારવામાં લાગી ગઇ.રાજકુમારને રાજકુમારી પગથિયા સુધી પહોંચી ગયા.


રાજકુમારી પોતાની જગ્યા ઉપર જ ઊભા રહી બંને હાથ લાંબા કરી ઊંડો શ્વાસ લઈ આંખ બંધ કરી ગોળ ગોળ ફર્યા પછી બોલ્યા રાજકુમાર આપણા પ્રદેશ કરતા પણ પૃથ્વી પરનો આ પ્રદેશ ચડિયાતો છે.ઈશ્વરે દરેક જગ્યાને કેટલી સુંદર બનાવી છે.આ પ્રદેશ ખુબ જ સુંદર છે.


રાજકુમાર, રાજકુમારીનો હાથ પકડીને કહ્યું રાજકુમારી આપણે અંજની મહાદેવની પૂજા કરવાની છે. બિલિપત્ર પૂજાનો થાળ લઈને બંને પગથિયાં ચડવા લાગ્યા. રાજકુમારી મનોમન રોમાંચિત થઈ ગયા.


મારા કારણે મારા પ્રદેશની દરેક પરીઓને શ્રાપ લાગ્યો. આજે મારી પૂજાથી એ શ્રાપમાંથી મુક્ત થશે.મેં કરેલા પાપની સજા બધી પરીઓ ભોગવી રહી છે.તેમાંથી બધાને છુટકારો મળશે.રાજકુમારીના દિલનો બોજ ધીમે ધીમે હવે હળવો થઈ રહ્યો.


રાજકુમાર બોલ્યા રાજકુમારી તમે ચિંતા ન કરશો. હવે બધું જ ઠીક થઈ જશે.


રાજકુમારી બોલ્યા હા, રાજકુમાર.કોઈ પણ દોષ વગર મારા પ્રદેશની પરીઓ મારા કારણે દુઃખી થઈ રહી છે. અત્યારે હું અંજની મહાદેવની પૂજા કરીને તેઓને પાપ મુક્ત કરીશ,જોડે હું ખુદ પણ થઈશ.


રાજકુમારીને રાજકુમાર મનાલીમાં સ્થિત અંજની મહાદેવની નજીક પહોંચ્યા.ડુંગર ઉપરથી સતત અંજની મહાદેવને જળાભિષેક રાત-દિવસ થયા કરે છે.શિવલિંગ પર સતત પાણી પડતું રહે છે.


જ્યારે સંપૂર્ણ પ્રદેશમાં બરફ છવાઈ જાય છે ત્યારે શિવલિંગથી છેક પહાડની ટોચ સુધી બરફ જામ થઈ જાય છે.આ દ્રશ્ય મનમોહક છે.જેમના નસીબમાં હોય તેઓને આ દ્રશ્ય જોવા મળે છે કે શિવલિંગ ઉપરથી બરફ જામ થઈ છેક ઊંચી ભેખડ પર જ્યાંથી પાણી પડે છે ત્યાં સુધી એ બરફ જામ થઈ જાય છે.


ઉનાળામાંને ચોમાસામાં ફરી વખત રાત-દિવસ સતત અંજની મહાદેવ પર પહાડની ટોચ ઉપરથી પાણી પડતું રહે છે અને સતત મહાદેવને જળાભિષેક થતો રહે છે.રાજકુમાર અને રાજકુમારી બીલીપત્ર વડે અંજની મહાદેવની પૂજા કરી.


પૂજા પૂરી થઈ.રાજકુમારને રાજકુમારી એકબીજાનો હાથ પકડી અંજની મહાદેવની સાત પરિક્રમા કરી.પરિક્રમા પૂરી થતાની સાથે જ તમામ પરીઓ શ્રાપ મુક્ત થઈ ગઈ.નીલો રંગ પર થઈ ગયો.છેલ્લો ગોળો ફૂટી ગયો.શ્વેત પ્રદેશમાં ખુશીની લહેર દોડી ઉઠી.


તમામ પરીઓ રંગબેરંગી રંગનો ઉપયોગ કરી રાજકુમારને રાજકુમારીના સ્વાગત માટે તૈયાર થઈ રહી છે.રાજકુમારને રાજકુમારી પોતાના જાદુનો ઉપયોગ કરી શ્વેત પ્રદેશમાં પહોંચ્યા.પહોંચતાની સાથે જ તેમનું ફુલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું.


રાજકુમારને રાજકુમારી શ્વેતઋષિને પગે લાગ્યા ત્યારે શ્વેતઋષિ બોલ્યા "બેટા, વર્ષોથી જે લોકો દુઃખી થતા હતા તેમને મુક્ત કરવા માટે મે તારો ઉપયોગ કરેલો.તે સાત રંગોની દુનિયામાં જઈ આવી જેટલા લોકો દુઃખી થતા હતા તે તમામને મદદ કરીને આ કામ તારા સિવાય કોઈ પણ કરી શકવા માટે સક્ષમ ન હતું."


"તારા જેટલી સચ્ચાઈ શ્વેત પ્રદેશ કે બીજે ક્યાંય કોઈ પાસે ન હતી એટલે જે કામ મને મહાદેવજી સોંપ્યું હતું એ પૂરું કરવા માટે માત્ર તારો ઉપયોગ કર્યો.તારે ચિંતા કરવાની દુઃખી થવાની કોઈ જરૂર નથી.બેટા."


રાજકુમારીની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યા છે.પોતે જે ભૂલ કરી તેનો પારાવાર પસ્તાવો પોતાને છે.એ તેના ચહેરા ઉપરથી દેખાઈ રહ્યું છે.


રાજકુમારી બોલ્યા "ગુરુજી, ગમે તેમ હોય પણ મારે આવી ભૂલ ન કરવી જોઈએ.હું તમારા પાસેથી ક્ષમા માગું છું."


શ્વેત ઋષિએ રાજકુમારીને ક્ષમા આપી ત્યારબાદ તેના માતા-પિતાને મળ્યાને પછી પોતાની સખીઓને.


શ્વેતઋષિ એ રાજકુમારને રાજકુમારી ના લગ્ન કર્યા...


•••••••


જીવન જીવવા માટે પૃથ્વીવાસીને એક સંદેશ અપાયો...રાજકુમારી મારફતે ખૂબ સુંદર સંદેશ લોકો સુધી પહોંચ્યો.



જીવવા માટે પ્રેમ ખૂબ જ જરૂરી છે,પણ જિંદગી વગર પ્રેમ નહીં મળે.. એટલે આત્મહત્યા ન કરવી જોઈએ.

જે-તે સમયે હાજરજવાબીપણું ખૂબ જ જરૂરી છે.

અમુક સંબંધો દુઃખ આપે છે,આપણી ઉપેક્ષા કરી મંઝિલથી દુર કરે છે માટે આવા સંબંધોનો શાંતિપૂર્ણ અંત જ યોગ્ય છે.

સ્ત્રીઓને માન આપવું જોઈએ.જોડે સ્ત્રીઓએ પણ.સંસાર રથના સમાન પૈડાં સ્ત્રી-પુરુષ છે.

આપણી મંઝિલ સ્પષ્ટને સાચી હોય તો લોકો શુ કહેશે?
એ ચિંતા કર્યા વગર મેહનત કરવી જોઈએ.

દરેક મુશ્કેલીઓ સામે લડવા તૈયાર રહેવું જોઈએ.

હમેશાં સારું જ વિચારવું જોઈએ. નકારાત્મકતા આપણને આપણી મંઝિલથી દૂર કરે છે.આપણી સુખ-શાંતિ હણી દે છે.

★જય શ્રી કૃષ્ણ★