રાજકુમારી સૂર્યમુખી-4 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકુમારી સૂર્યમુખી-4

રાજકુમારી સૂર્યમુખી-4



રાજકુમાર અને રાજકુમારી નારંગી રંગની દુનિયામાં છે. રાજકુમાર અહીંના લોકોની વાતોમાં પૂરેપૂરા આવી ગયા. અહીંના લોકોની માન્યતા મુજબ સ્ત્રીઓને ઘરમાં જ સ્થાન છે. આખા ઘરનું કામ કરવાનું, છોકરા રાખવાના તેમજ પુરૂષો કહે તેમ જ કરવાનું.


સ્ત્રીઓ નિર્ણય લેવામાં ભાગીદાર બની શકતી નથી. તેમજ જમતી વખતે પહેલા પુરુષોએ બેસવાનું અને પછી જ સ્ત્રીઓએ. રાજકુમારનું મગજ સંપૂર્ણપણે અહીંના લોકો સાથે ભળી ગયું. સ્ત્રીશક્તિ-નારીશક્તિ "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા" પોતાના પિતાજીએ શીખવેલ સૂત્ર ભૂલી ગયા છે.


એ રાજકુમારીને ખીજાય છે, ક્યારેક મારવા પણ લાગે છે.રાજકુમારને રાજકુમારી એક સાથે બેસી શકતા નથી. રાજકુમાર ખાટલા પર બેઠા હોય તો રાજકુમારીએ નીચે બેસવાનું. રાજકુમારને રાજકુમારીનું સ્થાન પણ બરાબરનું હવે રહ્યું નથી.


રાજકુમાર પ્રથમ જમે છે.રાજકુમારી પછી.રાજકુમારના દરેક આદેશનું પાલન રાજકુમારીને કરવું પડે છે.પછી એ નિર્ણય યોગ્ય હોય કે ન હોય,સારો હોય કે ના હોય,સાચો હોય કે ન હોય પણ હવે રાજકુમારીને રાજકુમાર બંને વચ્ચે પ્રેમ શબ્દ જ ભૂંસાઈ ગયો છે,તો લાગણી- સંવેદના ભાવના આવું બધું હવે રહ્યું નથી.


અહીંના પુરૂષની જેમ જ રાજકુમાર વર્તન કરવા લાગ્યા.રાજકુમાર માટે સ્ત્રી પગની ધૂળ બની ગઈ.આ પ્રદેશમાં સ્ત્રીઓને ધૂળ સમાન જ માનવામાં આવે છે.


રાજકુમારીની તબિયત ખરાબ છે. તેમ છતાં રાજકુમાર તેનું ધ્યાન રાખવાને બદલે એકધારા ખીજાય છે.રાજકુમારીને ઊભા પગે રાખે છે.


રાજકુમારે રાજકુમારી પર હાથ ઉપાડ્યો. બારીમાંથી બે ત્રણ સ્ત્રીઓ આ બધું જોઈ રહી.તે થોડી દૂર જઈને વાતો કરવા લાગી.આ રાજકુમાર છે કે કોઈ હત્યારો? રાજકુમારી બીમાર છે અને તેમ છતાં મારે છે.


રાજકુમાર આ બધું સાંભળી અને સહમી ગયા. આ લોકો એ મને શીખવાડ્યું છે કે સ્ત્રીને પોતાના વશમાં રાખવાની.તેનું ધાર્યું ન થવું જોઈએ ને હવે આ શબ્દો બોલે છે?


રાજકુમારે તેની પાસે જઈને વાત કરી ત્યારે એક સ્ત્રી બોલી લોકો તો વાતો કરે.પણ તમે તો કસાઈ છો,કસાઈ.


હવે,રાજકુમારને સમજાયું કે
ખરેખર, દુનિયા શું કહે છે?
શું કહેવા માંગે છે?
આપણી પાસે શું કરવવા માંગે છે?


એ બધું આપણે જોવાનું નથી.આપણે આપણી જિંદગીને ખુશીથી જીવવાની છે.એકબીજાના સાથથી, એકબીજાના સહારે જીવવાનું છે.


લોકોની વાતમાં આવવાનું નથી.તેણે તરત જ અંદર જઈ રાજકુમારીને પોતાની બાહોમા લઈને માફી માગતા કહ્યું રાજકુમારી હું તમારા પાસે માફી માગું છું પણ ખબર નહીં હું આ લોકોની વાતોમાં કઈ રીતે આવી ગયો?મને કશું સમજાયું નહીં.


તમે આટલા બીમાર હોવા છતાં મે તમારી સાથે જુલ્મ કર્યો મને માફ કરી દો. આ સંસાર રથના આપણે બંને પૈડાં છીએ.સુખ અને દુઃખમાં એકબીજાનો સાથ દેવાનો છે.જ્યારે હું મારો રસ્તો ભટકી ગયો.કોઈ સ્ત્રી પુરુષનો ભેદભાવ નહીં. મારે જરૂર હોય ત્યારે તમે મદદ કરો.તમારે જરૂર હોય ત્યારે હું.


હું મારા પુરુષત્વનો ત્યાગ કરી તમારી મદદ કરું


મને માફ કરો..


રાજકુમારે માફી માંગવાની સાથે તેઓ જાંબલી રંગની દુનિયામાં પ્રવેશ્યા ત્યાં તરત જ આકાશવાણી થઇ રાજકુમાર તમે જે સમજ્યા એ ખૂબ જ યોગ્ય છે.લોકો શું કહે છે?
લોકો કેવી વાતો કરશે?
શું કહે છે?


એ બધું આપણે જવાનું નથી.આપણી પ્રગતિ જોઈ એ આપણને નીચે પાડવાની કોશિશ કરશે અને નીચે પડશું તો આપણને સુવડાવી દેવાની કોશિશ કરશે.લોકોને કહ્યું કરશો તો તમે તમારી જિંદગી નહીં જીવી શકો.


બસ, આ જ સમજ નારંગી રંગમાંથી લેવાની છે. હવે આગળ જાંબલી રંગની દુનિયાને પાર કરવાની કોશિશ કરો.રાજકુમારીને બીજી રાજકુમારીને શ્રાપ મુક્ત કરવાની કોશિશ કરો.


જાંબલી રંગની દુનિયામાં અહીં જાદુઈ લોકોનો ત્રાસ છે. અહીંના મનુષ્ય પાસે જાદુ નથી.પરંતુ, અહીં એક શક્તિ છે એ શક્તિ અહીં લોકોનું નિયંત્રણ કરે છે.લોકો પર નિયંત્રણ કરે છે.જે લોકોને ખૂબ જ ત્રાસ આપે છે.


રાજકુમારીને જોઈને અહીંનો જાંબલી રંગનો જાદુય વ્યક્તિ જેનું નામ છે જાંબુ.તેણે રાજકુમારીને પકડી લીધા.રાજકુમાર જાદુય શક્તિનો ઉપયોગ કરવા જતા હતા ત્યાં જ રાજકુમારી જોરથી બોલ્યા નહીં, રાજકુમાર નહીં. આપણી મુશ્કેલીઓનો વધારો નહીં કરતા. મને કંઈ પણ થઈ જાય. હું ઠીક થઈ જઈશ. પણ આપણે જેટલા ડગલા આગળ ચાલ્યા છીએ હવે,એટલા જ ડગલાં પાછળ જવાનું નથી.


રાજકુમાર ચુપચાપ ઉભા રહી ગયા.જાંબુના માણસો એ રાજકુમારને પકડી લીધા.જાંબુ પોતાના રાજમહેલમાં રાજકુમારીને લઇ ગયો અને બોલ્યો હવે આજથી તમારી મહારાણી બનવાના છે.


રાજકુમારને કાળ કોઠરીમાં નાખવામાં આવ્યા ત્યાંના લોકોએ કહ્યું કે આ જાંબુ વ્યક્તિ અહીંના લોકોને ખૂબ જ ત્રાસ આપે છે.તેની શક્તિ તેના હાથમાં રહેલી જાંબુ કલરની વીંટીમાં છે.જે ક્યારેય પોતાનાથી અલગ કરતો નથી. જો એ વીંટી તેના હાથ પરથી ઉતરી જાય તો તેના જાદુનો નાશ થઈ જાય.તે જાંબુ હીરો આ પ્રદેશના પહાડની ટોચ પર જતો રહે.જે જાબુ એ જાદુઈ શક્તિથી મેળવ્યો છે.


જાંબુ અડધી રાત્રે રાજકુમારને મળવા આવ્યોને બોલ્યો હવે તારી રાજકુમારીને હું મારી બનાવીશ.


રાજકુમાર બોલ્યા જાબુ અહીંથી બાર આવવા દે પછી...


જાબુ બોલ્યો મને તારાને રાજકુમારીના શ્રાપની ખબર છે.હું વર્ષોથી રાજકુમારીની રાહ જોવ છું.રાજકુમારી મર્યાદા ચૂકશે.શ્વેત ઋષિ શ્રાપ અપશેને તેની હું વર્ષોથી પ્રતિક્ષા કરું છું.


ભગવાન વિષ્ણુને મહાદેવેને શ્વેતઋષિ એ લોકોને સંદેશો આપવા આ બધું રચ્યું.મેં ગરોળી બની આ બધું સાંભળ્યું.હું રાજકુમારીને ચાહું છું.પણ તારા પ્રદેશમાં આવી શકું એટલી શક્તિ નહોતી.કોઈ ચાલાકી નહીં. જાંબુ વીંટી મેળવવા માટે.


એ જતો રહ્યો.


પોતાની સેવિકાઓને કહ્યું રાજકુમારી સાથે મારા લગ્નની તૈયારી કરવામાં આવે.રાજકુમારીને દુલ્હનની જેમ સજાવવામાં આવે.


રાજકુમારી આનાકાની કરતા તેની સેવાઓને ધક્કો મારીને ભાગી ગયા પણ ત્યાં જ બીજી સેવિકા એ તેને જબરદસ્તી પકડી અને શૃંગાર રૂમમાં લઈ ગયા.તેની સેવિકા રાજકુમારી સાથે જબરદસ્તી કરવા લાગીને બોલવા લાગી અગર અમે વાત નહીં માનીએ તો અમારા શ્વાસ જશે એટલે રાજકુમારી તમે ચૂપચાપ બેસી રહો. એમાં જ આપણા બધાની ભલાઈ છે.


રાજકુમારીને જાંબુની સેવિકાઓએ દુલ્હનની જેમ તૈયાર કરયા.રાજકુમારી સૂર્યમુખીને સેવિકાઓ બહાર આવી. રાજકુમારને બહાર લાવી બાંધી દેવામાં આવ્યા છે. રાજકુમારી એ દોડીને રાજકુમારની પકડી લીધા.


જાંબુની સેવિકાઓ રાજકુમારથી રાજકુમારીને અલગ કરીને લગ્નમંડપમાં લઈ આવી.બ્રાહ્મણ દેવ વિધિ કરવા લાગ્યા.જાંબુ વીંટીનું ખૂબ જ ધ્યાન રાખે છે. રાજકુમારી એ બે-ત્રણ વખત તેને પકડવાની કોશિશ કરી એને સ્પર્શ કરવાની કોશિશ કરી પણ જાંબુ...બોલ્યો રાજકુમારી સૂર્યમુખી એ ભૂલ ક્યારેય નહી કરતા. આ યજ્ઞકુંડમાં હોમાવાની પૂરી તૈયારી રાખજો.


ભૂદેવ એ બંનેને ફેરા માટે તૈયાર કર્યા ત્યારે જાંબુ બોલ્યો કે રાજકુમારીને તે મંગળસૂત્ર અને તેના માથામાં સિંદૂર કરવા માંગે છે.


ત્યારે ભુદેવે કહ્યું કે જાંબુ ચાર ફેરા પછી તમે રાજકુમારીને સિંદૂર અને તેમને મંગળસૂત્ર પહેરાવી શકો છો.રાજકુમાર માત્રને માત્ર આ બધું જોય રહ્યા. તેમને આશા છે કે રાજકુમારી કશુંક કરશે.ત્રણ ફેરા થઈ ગયા.


તેમ છતાં પોતાની વીંટી જાંબુ એ સાચવીને રાખેલી છે. ચોથા ફેરામાં રાજકુમારી આગળ થયા.રાજકુમારી બોલ્યા જાંબુ વરમાળા પહેરીને જ પતિ-પત્ની નથી થવાતું.સિંદૂર કે મંગળસૂત્ર પહેરીને જ લગ્નની વિધિ સંપન્ન થતી નથી. એકબીજાનો હાથ પકડીને છેલ્લો ફેરો ફરવો પડે છે.એ જ સાચું છે.


ત્યારે જાંબુ એ આનાકાની કરી.


ભુદેવ બોલ્યા જાંબુ રાજકુમારીની વાત સાચી છે કેમકે હવે પછી તમે ક્યારેય ફરી બીજા લગ્ન નહીં કરી શકો.સ્ત્રી બીજી હશે યા પુરુષ પણ તમે બન્ને ફરીવાર લગ્ન ન કરી શકો એટલે તમારો હાથ રાજકુમારીના હાથમાં આપો.


ત્યારે રાજકુમારીને પોતાનો હાથ આપતા જ જાંબુ બોલ્યો ગર ચાલાકી કરવાની કોશિશ કરી તો આ યજ્ઞમાં તું હોમાય જઈશ.


ભુદેવે બોલ્યા લગ્ન તેની જ સાથે હોય જેના પર વિશ્વાસ હોય.


જાંબુ એ ગુસ્સે થઈ ગયો.એ બ્રાહ્મણ તું તારું કામ કર.સલાહ ન આપ.


બધાને હેરાન થતા અટકાવવા માટે રાજકુમારીએ જાદુનો ઉપયોગ કરીને જાંબુના હાથમાંથી વીંટી કાઢી લીધી.તે વીંટી તેની જગ્યાએ જતી રહીને રાજકુમારને રાજકુમારી પહોંચી ગયા જાદુની દુનિયામાં.


રાજકુમારે કહ્યું રાજકુમારી તમે જાંબુના જાદુથી લોકોને બચાવી સારું કામ કર્યું છે.મને કોઈ શિકાયત નથી.