Featured Books
શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 25

ભાગ - 25
આગળના ભાગમાં આપણે જાણ્યું કે...
વેદ, રીયા અને શ્યામની,
ફોન પર વાત પૂરી થાય છે.
આમ તો ફોન પુરો કરી,
ઓપરેશન થિયેટર તરફ જઇ રહેલ શ્યામ માટે, ભલે વાત પૂરી થઇ ગઇ હતી,
પરંતુ
આ બાજુ વેદ અને રીયા
કે જેઓની આજે સુહાગરાત છે.
છતા..
તેઓ બંને આજે એમની પહોંચ બહારની, અસમંજસમાં અટવાયા છે.
અત્યારે તે બંનેની નજર સામે અને વિચારોમાં સતત, બસ શ્યામ, શ્યામ, અને શ્યામ જ ઘૂમી રહ્યો છે.
વેદ અને રીયા બન્નેના દિલમાં, આજે શ્યામ એટલો ઊંડો ઉતરી ગયો છે,
અને શ્યામ, વેદ અને રીયાના દિલમાં, ઊંડો શા માટે ન ઉતરે ?
એણે આજે કામ જ એવું કર્યું છે આ બંને માટે કે,
એની મિસાલને કે ખુદ શ્યામને સમજવા માટે
અત્યારે, રીયા અને વેદની વિચારશક્તિ બિલકુલ ઓછી પડી રહી છે.
આજ દિન સુધીના શ્યામની છબી, વેદ અને રીયા માટે કંઈક અલગ જ હતી.
પરંતુ
હમણા છેલ્લા કેટલાક દિવસોમાં બદલાયેલ શ્યામના વિચારો એની દોસ્તી પ્રત્યેની ભાવના અને એણે આપેલ કુરબાની..
શ્યામમા આવેલ આ બદલાવ, રીયા અને વેદ આજીવન ભૂલી નહી શકે.
બસ અત્યારે, શ્યામ વિશે'ના આવા'જ વિચારોમાં ખોવાયેલ, વેદ અને રીયા,
પલંગમાં લાંબા થઈ
ખુલ્લી, વિચારશીલ અને સુની આંખે, સીલીંગ સામે જોતા-જોતા તેમજ શ્યામ માટે પ્રાર્થના કરતા-કરતા
સવાર ક્યારે પડે ? અને
હોસ્પિટલ જઈ ક્યારે તેઓ શ્યામ ને મળે ?
તેની રાહ જોવામાં જ તેઓ પુરી રાત વિતાવે છે.
આ બાજુ હોસ્પિટલમાં શ્યામ પર ડોકટર દ્રારા, ચાર-પાંચ કલાકના સફળ ઓપરેશન બાદ બધા હાશ અને નિરાંત અનુભવે છે.
ઓપરેશન સફળ રહ્યું હોવાથી, શ્યામ, ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફ અને કિડની મેળવનારનો પરિવાર બધાજ ખુશ છે.
કિડની મેળવનાર પરીવારમાંથી ખાલી, એક વ્યક્તિના ચહેરા ઉપર આ ખુશીના ભાવ, બરાબર દેખાઈ નથી રહ્યા.
અને તે છે..
પોતાના દીકરા માટે આજ સુધી કિડની શોધી રહેલ પિતા,
એમના ચહેરા પર ખુશીનો ભાવ નહિ દેખાઈ રહ્યો હોવાનું કારણ એ છે કે..
તેમના માટે આજે
પોતાના દિકરાને કિડની મળી, એની ખુશી કરતા, જેણે એમના દિકરાને કિડની આપી,
એ વ્યક્તિનો આભાર માનવામાં તેઓ વધારે ખુશી જોઈ રહ્યા છે.
કેમકે
પહેલેથીજ, એમનો સ્વભાવ અને વ્યક્તિત્વ જ એ પ્રકારનું છે.
એમને તો સૌથી પહેલા, એ જાણવું છે કે
મારા દિકરાને કિડની કોણે આપી ?
મારે તેને મળવું છે, અને દિલથી તેનો આભાર માનવો છે.
પરંતુ
બીજી બાજુ શરૂઆતમાં જ શ્યામે, પોતાની કિડની આપતા પહેલા, ડૉક્ટર સામે એક શર્ત મુકી હતી કે
જ્યાં સુધી કિડની અપાઈ ન જાય,
ત્યાં સુધી ડોક્ટર શ્યામની ઓળખ છુપાવશે.
જોકે હવે તો, ઓપરેશન થઇ ગયું છે.
સફળ પણ રહ્યું છે.
હવે પોતાના દિકરા માટે કિડની મેળવનાર પિતાની ઉત્સુકતા, કિડનીદાતા વિશે જાણવાની ઉત્સુકતા પુરી થવાનો સમય આવી ગયો હોવાથી, તેઓ, હરખભેર, ડોક્ટર પાસે જાય છે.
ડોકટર પાસે જઈને તેઓ, કિડની દાતા કોણ છે ?
એ પૂછવાની, અને એને મળવાની ધીરજ અત્યારે એમનામાં ખૂટી રહી છે.
કેમકે
તેમને પણ ડોક્ટરે પ્રોમિસ કર્યું હતું કે
ઓપરેશન બાદજ, તેઓ કિડની દાતાની વિગત આપશે, અને તેની સાથે મળાવશે.
એટલે
તેઓ ફટાફટ ડોક્ટર પાસે જાય છે, અને એકીશ્વાસે, કિડનીદાતા વિશે ડોક્ટરને પૂછે છે.
ડોક્ટર તેમની વાત સાંભળી, એક હળવી સ્માઈલ આપતા, તેમને જણાવે છે કે
વડીલ તમારે કિડનીદાતાની, એના નામ અને સરનામાની વિગત જોઈએ છે ને ?
અરે, ખાલી વિગત શા માટે ? ચાલો તમને રૂબરૂજ મળાવી દઉં, એ વ્યક્તિ સાથે.
આટલું કહી, ડોક્ટર અને વડીલ બંને શ્યામને જે રૂમમાં શિફ્ટ કર્યો હતો તે રૂમ તરફ જાય છે.
વધુ ભાગ 26 મા.